Quotes by krishna keshavani in Bitesapp read free

krishna keshavani

krishna keshavani

@krishnakeshavani142221


Happy women's day

ગમે મને

બોલવાનો આડંબર નથી મને,
વર્તનમાં ઔપચારિકતા ની તાલીમની કચાશ મને

લાગણીઓને શબ્દો દ્વારા કંડારવાની આદત મને
હળવા સબંધો કાયમ ગમે મને
ભાર સાથેની હાજરી કોઈની સતાવે મને
નિખાલસતા કાયમ સદે મને
ક્યારેક બોલવા કરતા મૌન રહેવાની મજા મને
ન કીધેલું પણ આપ જાણો એવું ગમે મને

ક્રિષ્ના - સખી
#Falgun

Read More

વસંત હજી બાકી છે.


પાનખર આવ્યું પણ વસંત હજી બાકી છે
નિરાશાનું અંધકાર ભલે હોય પણ
આશાની સવાર હજુ બાકી છે
અબોલા ગમે તેટલા હોય પણ બોલવાના અવસરો હજુ બાકી છે
અપેક્ષાઓ ભલે અધૂરી છે
પણ તેને પૂરી કરવા ઈચ્છાઓ હજુ બાકી છે
આપણાં બંને ની વચ્ચે મૌન છે પણ સંવાદનું બહાનું હજુ બાકી છે.
સંબંધો નાં સમીકરણ જરા ઢીલા ભલે પડ્યા
પણ તેને મજબૂત કરવાના પ્રયાસો હજી બાકી છે

પાનખર ભલે છે પણ વસંત હજી બાકી છે

ક્રિષ્ના- સખી

Read More

લાવી આપો ત્રાજવું મુજને
જરા હું પણ જોખુ મારા સંબંધને

મૌન ક્યારે રહેવું અને ક્યારે બોલવું મારે
એની કરવી છે ચોખવટ મારે

નથી બોલતી એટલે એવું થાય છે
બહુ બોલી તું બધું બગાડે છે
એવી સલાહ નથી જોઇતી હવે મારે

સંબંધોની ભીનાશ સુકાય હવે
ભ્રમની એ દુનિયા છોડવી મારે
દંભી સબંધનો ભાગ ન થવું મારે

લાવી આપો ત્રાજવું મુજને
જરા જોખું હું પણ મારા સંબંધને હવે ..

ક્રિષ્ના- સખી.

Read More

ના લે મારી પરીક્ષા
મે તો ઘણા ટેસ્ટ દીધા
તારા અબોલાને પણ મે ઘણા ચાન્સ દીધા

થઇ જશે બધું '' સારાવાનું'
પછી ભલે બધું દુખ પી જવાનું
સંબંધોને દરેક વખતે શું મારે જ જોવાનું ??

ક્રિષ્ના - સખી

Read More

પ્રેમ...ખુબ અઘરો હો.
ક્યારેક માત્ર અહેસાસ ની વાત કરે, ક્યારેક પુરાવા માંગે
ક્યારેક મૌન પણ સમજી લે અને ક્યારેક કહેલું પણ ન સમજે ક્યારેક ભરતી આવે તો ક્યારેક ઓટ આવે
ક્યારેક નિસ્વાર્થ પ્રેમની વાત કરે તો અપેક્ષા પૂરી ન થતાં રિસામણા થાય
કઈ અહી નક્કી નથી..
કહ્યું ને આજ સુધી નથી સમજાયું
બસ પ્રેમ કરો, અનુભવો અને કરતા કરતા સમજતા જાઓ..
પણ દરેકના જીવનમાં આવું અઘરું ચેપટર હોવું જરૂરી

ક્રિષ્ના - સખી

Read More