Quotes by Krish in Bitesapp read free

Krish

Krish

@krishnakathrani9695


દરેક વ્યક્તિને પોતાની space જોઈતી હોય એટલું શું?
એ શું એવો કોઈ જમીનનો ટુકડો છે કે જેના લીધે લોકો અકળાઈ જતા હોય છે?
નહીં રે આ તો એ જગ્યા છે જયાં લોકો પોતાનું હોય એવું ફીલ કરે.
એમાં કોઈ જ બીજી વ્યક્તિની જરુર નથી હોતી,ત્યાં કશાંની જગ્યા નથી હોતી.
એમાં એકલતા ના લાગે
ત્યાં તો નવીનતા નું સજઁન થાય
ત્યાં જાત સાથે એક થઈ જતાં હોઈએ. ત્યાં દંભ નહી, આડંબર નહી, બસ જેવા હોઈએ એવા જ દેખાઈએ.
અજબ જગતની ગજબ સત્યતા....
કેટલાય આપણા સાથે હોઈએ છતાં એકલતા લાગે અને એકલા હોઈએ ત્યારે કોઈની જરુર ના લાગે,સંપુણઁતા લાગે.

Read More

કયારેક મારી વણકહેલી લાગણીને,
તું શબ્દોમાં ઉતારે તો કેવું સારું.
આંખમાંથી વહેતી હોય લાગણીઓ ને,તું સામેથી ખભો આપે તો કેવું સારું.
વ્યથા અને વેદના વચ્ચેની વાતને
તું પ્રેમથી સમજાવે તો કેવું સારું.
થાકેલી આંખોને તુટેલા પગને
તું હસતા હસતા રાહત આપે તો કેવું સારું.
તુટેલી ફુટેલી એ હાથની રેખાઓને
તું બંધ બેસાડવા પ્રયત્ન કરે તો કેવું સારું.
સમજદાર થાવ હું અને બાળપણ
ખેચી લાવે તું તો કેવું સારું.
સંબંધો વ્યવહારો બનાવું હું
પણ એને બાંધી રાખવાની દોરી તું બને તો કેવું સારું.
શમણાં જોવે મારી આંખોને
પુરા કરવા મહેનત તું કરે તો કેવું સારું.

Read More

મિત્ર એટલે થિયેટરની સ્ક્રીન પર બતાડવામાં આવતું કલરફુલ પિક્ચર.

મિત્ર એટલે પ્રોબ્લેમ હોય ત્યારે એન્ટરટેઈન કરાવતું મોટિવેશનલ સોંગ.

મિત્ર એટલે વાતે વાતે એક લાફો દઈશ 😄 એ ફેમસ ડાયલોગ વાળું કાર્ટુન કેરેક્ટર.

મિત્ર એટલે આપણાં થેન્કયું-સોરીને ખોટું ગણીને ક્રિટીસાઈસ કરતો સાઈડ કેરેક્ટર.

મિત્ર એટલે બ્લેક એન્ડ વ્હાઈટમાં પણ મજા કરાવતો કોમેડી શો.

મિત્ર એટલે બહારનું હોવા છતાં ઘરનું બની જતું વ્યક્તિત્વ.

મિત્ર એટલે નિરાશામાં મેઘધનુષ રચી દેતું વાવાઝોડું.

મિત્ર એટલે દરેક લાઈફમાં ભગવાને specially આપણા માટે રિચાર્જ કરીને મોકલેલો ડેટા......

Read More

સમયના સથવારે ચાલવામાં ઘણીવાર બધું ગમતું મુકી દેવું પડે છે, દરેકના જીવનમાં કંઈક તો છુટે જ છે, પછી એ ગમતી વ્યક્તિ હોય કે ગમતી પ્રવૃતિ,ગમતું સ્થળ હોય કે ગમતી વસ્તુ. હરહંમેશ ભાગવાની એક એવી દોડ હોય છે કે એ કંઈક છુટતું આપણે ધ્યાન માં પણ નથી લેતા,એક એક નાની નાની આવી ક્ષણોથી જ તો જીવન બને છે. આપણે કોઈને જોઈએ અને એવું ફીલ થાય કે આમનું મોઢું તો હંમેશા ફુલાયેલું જ હોય છે તો એવું ના લાગે કે કેટકેટલું છુટયું હશે એમનાથી અને અજાણતાં જ આપણે પણ એ તરફની દોડ લગાવતા જ હોઈએ છીએ. કાંઈક બાહ્ય માટે હૈયાને મળતા હરખને અળખામણો કરી જ દઈએ છીએ. વધારે નહી પણ શાંતિથી બે ક્ષણ બેસીએ ત્યારે ખબર પડે ના ગમતું વિચારવામાં અને જરુર વગર દોડવામાં જીવવાનું તો બાકી જ રહી ગયું છે.

Read More

કોઈ આવીને કહે તારું જીવન મારા નામે જોઇએ છે તો આપી દઉ,
પણ કોઈ એ જીવવાનો અધિકાર જ માંગી લે તો કેવી રીતે આપું જે મારું પણ નથી.

Read More

Lagni o to pushkal vahe che andar
Kya jai vahavu
Prem to anradhar vahe che
Kya jai lutavu
Vichryutu je e na malyu
Hve dukh pn che paravar
Kya jai chupavu

ઉનાળા માં ગરમી અને શિયાળામાં ઠંડી 24 કલાક પડ્યા જ કરે પણ ચોમાસું તો જાણે કુદરતની સરપ્રાઇઝ ગીફ્ટ છે,ગમે ત્યારે વરસે જાણે કેમ ઉપરથી આશીર્વાદ વરસાવતા હોય,આખા દિવસનો થાક ક્ષણભરમાં ઓગળી જાય,સાથે સાથે આપણને એ દિવસોની યાદમાં લઈ જાય જે વરસો થી કયાંક દફનાઇ ગયા હોય,જે સાચે જીવવા જેવા હોય,માણવા જેવા હોય,પણ બધી પળોજણમાં દટાઈ ગયા હોય.સ્ટ્રેસ માટે દવા લઇએ એના કરતા આ ઓરીજનલ મુડ સ્ટેબીલાઈઝર કેવું! ઠીક તો કરી દે સાથે ખુશ પણ. બારીમાંથી દેખાતા અને શરુ થતાં એ વરસાદનાં છાંટા મને થનગનાવા કાફી છે,મન એક અલગ જ મહેકથી ભરાય જાય, જાણે એને અતર બનાવી એક બોટલ માં ભરી લઉં. વરસાદમાં ભીંજાવું એટલે વરસો પછી કોઈક વ્હાલસોયું મળવું,કોઈ હોય કે ના હોય વરસાદ નાં એ છાંટા બધાની કમી પુરી કરી દે, માત્ર સુખનો સાથીદાર નથી એ દુઃખના આંસુ ઓગાળનારો સધીયારો પણ છે,ચુકી જવા જેવી આ મોસમ નથી.

Read More

મન શું ઇચ્છે છે એ સમજવા મા
આપણે જ ખોવાઇ જઈએ છીએ,
આપણા ખાસ મિત્રને
જ સામાન્ય સમજી લઈએ છીએ,
જરુરત ના દરેક સમયે કામ આવતું
એને જ અવગણી દઈએ છીએ,
વળાંકે વળાંકે રાહ ચીંધતું
એને જ ધુત્કારી દઈએ છીએ,
અસ્વીકાર મા આપણે આપણી
જાતને જ ખોઈ બેસીએ છીએ.

- krish

Read More