The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Englosh phobia :- અંગ્રેજી ભાષાનો ડર.... ------------------------------------ ફોબિયા એટલે કે 'એવો ડર જેનાથી આપણે ડરવાની જરુરત નથી, એમ છતાં આપણને ડર લાગે છે.'
મારી જેમ ઘણા લોકો અંગ્રેજી ભાષાથી 'માનસિક ડર' અનુભવતા હશે,હકીકતમાં એનાથી ડરવાની કોઈ જરુરત નથી.
સ્પીપામાં shri.V.R.S.COWLAGI sir એ કીધેલું કે, 'અંગ્રેજી ભાષા સાથે પ્યાર ના કરો તો કોઈ વાંધો નહીં,પરંતુ આજના સમય મુજબ દોસ્તી તો કરી જ લેવી જોઇએ..... ----------- == >અંગ્રેજી ભાષાથી ડર શા માટે લાગે છે?
1)આપણને ગુજરાતીમાં વિચાર આવતા હોઈ, મગજમાં અંગ્રેજી ભાષાનું પ્રથમ ભાષાંતર કરવું પડે છે, જેના કારણે આ પ્રક્રિયા મગજમાં ઝડપથી ન થવાના લીધે ડર લાગવા લાગે છે....
2)આપણી આસપાસનું વાતાવરણ માતૃભાષામાં હોવાના કારણે બાળપણથી મારા જેવા વિધાર્થીઓ અન્ય ભાષા સમજવામાં અસહજતા અનુભવે છે.
3)અંગ્રેજી ભાષા શીખવાની શરુઆત જ આપણે 'અંગ્રેજી વ્યાકરણ' થી કરવા લાગીએ છીએ. જેના કારણે વ્યાકરણના ચક્રમાં ફસાતા જઈએ છીએ..
(જેમ તરતા શીખવું હોય, તો પાણીમાં ડુબકી મારવી જોઈએ,આપોઆપ હાથ-પગ ચલાવતા શીખી જઈ તરવૈયો બની જશે.) ----------- અંગ્રેજી ભાષાનો મારો ફોબિયા તો દુર થઈ ચુક્યો છે અને દોસ્તી પણ થઈ ગઈ છે... હવે પ્યાર થવાની દિશામાં આગળ વધી રહ્યો છું......
==>ડર કઈ રીતે દૂર થયો???
1)youtube પર 'englishtoday' કરીને એક ચેનલ છે. જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી અંગ્રેજી શીખવવામાં આવે છે. (શરત એ છે કે તમને સામાન્ય અંગ્રેજી આવડતું હોવું જોઈએ.) Learn English conversation - English Today Beginner Level: >http://www.youtube.com/playlist?list=PLjPWtACbY0xlKUBEFrZKfALxTS8hHwWEt
2)આજકાલ ઈન્ટરનેટના માધ્યમથી ઘણુંબધું સરળ અંગ્રેજીમાં વાંચવાનું મળી રહે છે. આથી મેં સ્ટોરીબુક વાંચવાની શરુઆત કરી. (સરળ અને જલ્દી સમજાય જાય એવી વાર્તાઓ)
3)ફિલ્મો જોવાનો શોખ હોવાથી 'Amazone prime' જેવા માધ્યમોથી તમિલ,તેલુગુ જેવા ફિલ્મો 'english subtitle' સાથે જોવાના શરુ કર્યા...
4)અંગ્રેજીમાં લખવાનો મહાવરો... જેના માટે નિબંધો લખ્યા હતા. (અંગ્રેજી શીખવા 'લખાણ' સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે.)
5)અંગ્રેજી શીખવાની નિયમિત રુપથી પ્રેક્ટિસ કરતી રહેવી....
'PRACTICE MAKES PERFECT' 'AFTER A LONG TIME OF PRACTICING, OUR WORK WILL BECOME NATURAL, SKILLFUL, SWIFT AND STEADY'
THANK U.. ☺️
~કિશન મેવાડા પાલીતાણા ------------------- મારા અન્ય લેખ આપ અહીંથી વાંચી શકો છો WWW.SUNDAYSMILE.IN
સોશિયલ મીડિયા :- દાનવ કે દેવદુત?? --------------------------------------------- સોશિયલ મીડિયા એવું માધ્યમ છે, જેના થકી આપ આપના આંગળીના ટેરવે પોતાનો સંદેશ 'વિશ્વ ફલક' સમક્ષ રજૂ કરી શકો છો.....
આજે આ સોશિયલ મીડિયામાં મુખ્યત્વે બે પ્રકારના વર્ગો જોવા મળે છે:- ------- 1)'દાનવ વર્ગ':- 'સામાજિક પ્રદુષકો' (social polluter) હવા,પાણી,અવાજ કે ભૂમિ પ્રદૂષણની માફક આ સામાજિક પ્રદુષકોની ટકાવારીમાં વધારો થતો જઈ રહ્યો છે. જેમ કે,
:- ધર્મ,જાતિ,લિંગનો આશરો લઈ સમાજમાં વિખવાદ પાડી પોતાના એજન્ડાને સફળ બનાવવો.
:-વ્હોટ્સએપ જેવા માધ્યમો થકી 'ખોટી અફવા ફેલાવવા' નામના શસ્ત્રોનો ઉપયોગ કરવો. (તાજેતરમાં બાળકો ઉઠાવી જતાં ગેંગની ખોટી અફવા ફેલાવી આ લોકો એમની મોતના પાપી બન્યા છે.)
:-વિડીયો કે કોઈ ફોટાનું એડિટિંગ કરી આવા લોકોને કોઈની જિંદગી તબાહ કરવામાં મજા આવે છે. ------------ 2)'દેવદુત વર્ગ':- 'સામાજિક પ્રભાવકો' (social influencer) જેમ વાયુમાં ઓક્સિજનની ટકાવારી ફકત 21% આસપાસ જ છે,એવી જ રીતે આવા વર્ગના લોકોની ટકાવારી એનાથી પણ ઘણી ઓછી છે.
:-ખાસ કરીને આવા લોકોની પ્રવૃત્તિ પોતાના કાર્યો થકી સમાજમાં સારો સંદેશો પહોંચાડવાનો હોય છે.જે હર કોઈ દિલથી સલામને પાત્ર છે. --------- આમ,સોશિયલ મીડિયા નથી સંપૂર્ણપણે દાનવોનું કે નથી દેવદુતોનું....ફકત આજની વાસ્તવિકતા એટલી કે દાનવવૃતિ નો દબદબો અહીં વધુ છે....
સવાલ એ છે કે આપણા લેવલે આનું સમાધાન શું હોઈ શકે??? ----------- 1)મહાત્મા ગાંધીજી એ જેમ બ્રિટિશ શાસનના અન્યાય વિરુદ્ધ અહિંસક 'અસહકાર આંદોલન' ચલાવ્યું હતું,એ જ રીતે આપણે 'સામાજિક પ્રદુષકો' ના એજન્ડા વિરુદ્ધ 'અસહકાર' આપી એના શસ્ત્રોને ત્યાં જ શિકસ્ત આપી દઈશું.
2)આખરે,શું ખરું અને શું ખોટું એ વચ્ચેનો ભેદ સમજવા ખુદની વિવેકબુદ્ધિ વિકસીત કરીએ.. ------------ આવો,સોશિયલ મીડિયાનો ઉપયોગ 'પ્રેમ અને ભાઈચારો' વધારવામાં કરીએ અને આવનારી પેઢી સમક્ષ હકારાત્મક વાતાવરણ સર્જવાનો પ્રયત્ન કરીએ....
લેખ વાંચવા બદલ આભાર
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser