Quotes by કિશન in Bitesapp read free

કિશન

કિશન

@kishan1595


🧡 ગઝલ - ગમે છે

આ વાતો, આ શમણા, વિચારો ગમે છે
શું મારા વગર પણ, તને તું ગમે છે ?

સતાવી મને એ જતાવે છે પુરો
એ તારો જતાવેલ હક પણ ગમે છે

એ ચાહે મને છે ગઝલની લગોલગ
એ અડધી લખેલી ગઝલ પણ ગમે છે

જ્યારે તું આવે અમસ્તી જ સામે
અમસ્તી મળેલી બે પળ પણ ગમે છે

આ મનમાં હંમેશા શ્રીરાધા રહે છે
'કિશન'ને આ ગોપી છતાં પણ ગમે છે !

Read More

લાત એ આપણા જીવન જીવવાની સાથે જોડાયેલ અમૂલ્ય લક્ષણ છે.

જે ક્યારેક આપડે બીજાને કરીએ છીએ, અને ક્યારેક બીજા આપડે - like જૈસી કરની, વૈસી ભરની...!

જન્મતા પેહલા આપને માતાના ઉદરમાં તેને લાત મારીયે, પછી ઘરના ભણવા માટે લાત મારે, ભણી લઈએ ત્યાં લોકો પૈસા કમાવા લાત મારે, પછી આખી જિંદગી કમાઈને બાળકોને બધું આપી દઈએ એટલે તે ઘરડાઘરમાં લાત મારે.

લાત એ આપણા જીવનનું અવિભાજ્ય અંગ બની ગયું લાગે છે, ક્યારેક એવું લાગે છે કે આપડા કરતા પેલા કૂતરા અને ગધેડા અોછી લતો મારતા હશે....!

#લાત_મારવી

Read More

હરખ વગર મન મલક મલક થાય છે કેમ ?
સપના વગર આંખ ફડક ફડક થાય છે કેમ ?

દર્દ વગર દિલ રડું રડું થાય છે કેમ ?
વાત વગર વિચાર ફરું ફરું થાય છે કેમ ?

સંગાથે પણ મને સુનું સુનું લાગે છે કેમ ?
એકલા પણ મને સંગ સંગ લાગે છે કેમ ?

મૌનમાં પણ મન બોલ બોલ કરે છે કેમ ?
વાતમાં પણ શબ્દો ખાલી ખાલી રહે છે કેમ ?

વિચારમાં વમળો ગોળ ગોળ થાય છે કેમ ?
ઉનાળામાં વાયરો ઠંડો ઠંડો વાય છે કેમ ?

બસ એજ તો પ્રેમ, એજ તો પ્રેમ...!

Read More

આજે છવાયો હરખ ગામે ગામમાં
આજે પગલાં પડવાના પ્રભુ રામના

રેશમના ધાગે બંધાયો પ્રેમ મારો,
તાંતણો કાચો પણ પાકો પ્રેમ મારો...!

#WorldBloodDonorDay

મૃત્યુ શૈયા પર એ પડ્યો,
વિચારે છે અંતિમ ક્ષણમાં પડ્યો,

જીવન આખું વ્યર્થ કર્યું,
ન જીવવા જેવું કશું કર્યું,

તડપે છે એ રક્ત માટે,
રક્ત કાજે ને રક્ત વગર,

મારી સમાજનું એને ન'તુ ભાન,
રક્ત દાન એ જ મહા દાન,

હવે આવ્યો એના સવાલનો જવાબ
રક્ત કેટલું છે મહાન...!

-કિશન ભાતેલીયા ' રંગીન '
સંવેદનાના સરનામે

Read More

5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ.
પર્યાવરણ= પરિ+આવરણ એટલે કે પૃથ્વીની આસપાસ રહેલું આવરણ. પર્યાવરણના જતન કાજે એક નાની એવી રચના...

કુદરતની છે કેવી કમાલ,
વગર વ્યાજે આપે છે ઉધાર,
બસ કરે છે એક વચનની વાત,
રાખો મારી ધરાનું ધ્યાન...!

સોનેરી સમુદ્રનું રાખો ધ્યાન,
સાથે કરો પંખીની દરકાર,
જંગલોનું જતન કરો,
મારી વાતનું સ્મરણ કરો...!

નદીઓનું રાખો ધ્યાન,
પાણીની કરો દરકાર,
કુદરતી સંપત્તિનું જતન કરો,
મારી વાતનું સ્મરણ કરો...!

આબોહવાનું રાખો ધ્યાન,
પ્રદૂષણની કરો દરકાર,
ભુ-જલ-આકાશનું જતન કરો,
મારી વાતનું સ્મરણ કરો...!

વાઘનું રાખો ધ્યાન,
સાવજની કરો દરકાર,
જીવોનું જતન કરો,
મારી વાતનું સ્મરણ કરો...!

મારી સૃષ્ટિનું રાખો ધ્યાન,
પર્યાવરણની કરો દરકાર,
પર્યાવણનું જતન કરો,
મારી વાતનું સ્મરણ કરો...!

- કિશન ભાતેલિયા ' રંગીન '
સંવેદનાના સરનામે

Read More

રામાયણમાં અલ્પ ચર્ચાયેલા ઉર્મિલાજી વિશે કહું છું,
માતા દેવકીનું ના ગવાયેલું હાલરડું બનું છું,
હા, હું થોડી કવિતાઓ લખું છું...!

Read More

વાતે વાતમાં કોરોના
આ કોરોનાનું કંઇક કરો ના...!

આઠેય પ્રહર બસ કોરોનાનો જ કહર,
લાગે છે કોરોના જાણે ખુશીઓનું ઝહર...!
આ કોરોનાનું કંઇક કરો ના...!

આ કહરે ઇલાહી છે,
કે પછી છે માનવસર્જીત...?
આ કોરોનાનું કંઇક કરો ના...!

કોરોનાને કારણે જીવન ગયું ખોરવાય,
માણસ ઘરમાં પુરાયો ને પશુપંખી ને સરખાય...!
આ કોરોનાનું કંઇક કરો ના...!

બાબા, તાંત્રિકો ભાગી ગયા
પૂજારીઓ, ઢોંગીઓ પણ સાથે ગયા
આપણું ધર્મસંસ્થાઓ માં દીધેલું દાન ગયું એળે
કામ આવ્યું સરકારશ્રી ને TAX દીધેલું ધન...!
આ કોરોનાનું કંઇક કરો ના...!

દાક્તરી સેવા આપી દાક્તરોએ
અને પોલીસ નો પણ સાથ
આ સૌને સાથે રાખવા
ઇજનેરો ની તો શું કરવી વાત...!
આ કોરોનાનું કંઇક કરો ના...!

આનો એક જ છે ઉપાય
સ્વચ્છ ભારત અભિયાન
સાથે જનતા કરફ્યુ અને લોકડાઉન...!
આ કોરોનાનું કંઇક કરો ના...!

આ કોરોનાનું કંઇક કરો ના...!

Read More

લાગણી ભાવ વિહીન છે,
શબ્દો પણ શાન વિહીન છે,
સમજાવે કોણ અહીં સ્વજનોને, KISHAN
અહી તો શાસ્વતો પણ જ્ઞાન વિહીન છે...!