The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ગણપતિ ઉત્સવ એક લાગણી ભર્યો તહેવાર છે. ગણેશ ચતુર્થી આવે તેના 15 દિવસ પહેલાથી તમામ લોકોમાં ઉત્સાહ હોય છે, લોકો તૈયારી કરવા માંડે છે. આ તહેવારોની સૌથી ખાસ બાબતો એ છે, કે સૌ લોકો સાથે મળે છે. અને ખુશ થાય છે, નાચે છે, ધૂન કીર્તન કરે છે, આ તમામ ક્રિયા કરવાથી ખુશી મળે છે. એટલે જ તો ભારતના તહેવારો એકતા અને ખુશી નું પ્રતીક છે. બાળકોમાં ગણેશ આગમન પ્રત્યે ખૂબ જ ઉત્સાહ હોય છે. સ્કુલે જઈને પણ માત્ર ને માત્ર ગણપતિ બાપા ના મંડપના જ વિચારો કરવા, ટ્યુશનમાં, મિત્રો સાથે માત્ર ને માત્ર ગણપતિની જ વાતો કરવી અને જલ્દીથી જલ્દી છૂટીને ક્યારે ઢોલ વગાડવા મળે તેની રાહ જોવી. એ રોજે જુદી જુદી પ્રસાદી ખાવાનો આનંદ, આજે સવાર -સાંજે કોની આરતી છે તે જણાવવાનો આનંદ, કોને વધારે મોટું ઢોલ છે અને કોનું ઢોલ વધારે વાગે છે તેની સરખામણી કરવામાં આનંદ, કથા થાય તેમાં પ્રસાદ ખાવાનો આનંદ. આ ક્ષણો ને માત્ર ને માત્ર જીવી લેવાય એ આરતી માં જવું અને આરતી ગાવી આરતી બાદ થાળ ગાવા, બાપાના નારા લગાડવા આનો અનેરો આનંદ છે. મહિલાઓ પણ આ ભજન કીર્તન કરીને અનેક ગણો આનંદ મેળવે છે. દસ દિવસ લોકો સાથે રહે છે અને ગાઢ સંબંધો બંધાય છે અને જ્યારે અંતે વિસર્જન કરવાનો સમય આવે છે ત્યારે અંદરથી લાગણી ઉદભવે છે, કે કાલથી સમગ્ર શેરી મહોલલામાં શાંતિ હશે. કાલથી ફરી એક વર્ષ બાદ આવો મોકો આવશે. ફરી આ આનંદને ક્ષણો કાલથી છીનવાઈ જશે અને રોજિંદા જીવન ફરી શરૂઆત થઈ જશે. કોમેન્ટમાં તમે તમારી લાગણી પણ વ્યક્ત કરી શકો છો. -Kevin Changani #ganapatifestival
ગ્રુપમાં કોઈ નવા મિત્રોની સગાઈ થાય એટલે ગ્રુપના અન્ય વાંઢાઓ તલપી ઊઠે કે, આપણો વારો ક્યારે આવશે. અને વારંવાર એ સગાઈ થઈ ગયેલા મિત્ર ની DP ખોલી ખોલીને જોયા જ કરે વાહ શું ભાઈ ભાભી લાવ્યા છે........ શું જોડી લાગે છે........ હે આપણા ભાઈની! ને એટલે વળી મન ભરાય તો ફોન કરીને પૂછે. એલા ! કેવી મજા આવે છે. ફરવા જાવ છો કે, નહી ફોટા ફોટા મૂકો તો ખરા!
https://authorfactory.blogspot.com/2022/09/blog-post.html
હે જીભ તું શરીરનું કેવું અંગ છે? તું હસાવે તું રડાવે, ક્યારેક વધારે બોલાવે તો, ક્યારેક મોન રખાવે છે તું , હે જીભ તું શરીરનું.....(1) આજે તે જ ભારતના પ્રધાનમંત્રી ને બનાવ્યો છે ને તે જ મણિશંકર અયર ને ઘર ભેગો કર્યો છે, તું જ પાપ કરાવે અને તું જ પુણ્ય કરાવે હે જીભ............(2) તુ જ છે, મેળાપ ને તું જ છે, ભંગાણ તે જ દરેક પતિને પત્ની અને પત્નીને પતિ સાથે પણ સંગાથ કરાવ્યો છે,પણ તે જ છૂટાછેડા પણ અપાવ્યા છે. હે જીભ..............(3) દરેક સમયે વિચારીને બોલવું જોઈએ . શબ્દ શબ્દ નું મૂલ્ય છે. કેટલાક શબ્દ એવા હોય છે, કે જે પ્રેમમાં પાડે છે ને કેટલાક શબ્દ ઝઘડો કરાવે છે. કયા સમયે કેટલું બોલવું,શું બોલવું તેનો જો જાણ થઈ જાય તો તમારો બેડો પાર થઈ ગયો સમજો. ક્યારેક વધારે બોલાઈ જાય તો એ જ જીભ વડે માફી માંગી લેવી જોઇએ એ જ તમારું સમાધાન કરાવી દેશે. બોલે એના બોર વેચાય ક્યારેક આપણે બોલવાનું સ્થાન હોય ત્યાં બોલી શકતા નથી. કેટલાક પોતાનો હક માંગતા અચકાય છે,તો આવા સમયે બોર વેચાતા નથી. -Kevin changani
“You can’t laugh at the same joke over and over. So why are you always crying about the same problem?”
🙏🙏તમામ વાંચકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ🙏🙏 -Kevin Changani
R :- કેમ છો ભાઈ !? S:- જલસા ડાર્લિંગ જલસા તારે કેમ ચાલે ધંધા પાણી ? બધું બરોબર છે, કે પછી ............ R:- મને એલા તારે પૂછવાનું હોય બધું જ રેડી છે , કઈ વાંધો નથી. S :- તો પછી અમારું ધંધામાં કંઇક વ્યવસ્થા કરાવને! R:- કેમ તું તો upsc કરતો હતોને ? S:- હા, પણ એમાં વંચાતું નથી.હુ સતત લાંબા સમય સુધી વાંચી શકતો નથી. ક્યાંય મન નથી લાગતું ,વાચવા બેસું તો બીજા બીજા વિચાર આવે છે, મોબાઈલ માં instagram, Facebook, whatsapp માં reel, message જોવામાં ટાઈમ ચાલ્યો જાય છે. હું પોતાની જાતને બેસાડી શકતો નથી.હું કંટાળ્યો છું મને એમ થવા લાગ્યું છે, કે હું paas નહિ થાવ. હવે તો કુટુંબની જવાબદારી માથે આવવા લાગી છે હવે નહિ થાય ભાઈ ધંધે ચઢવું જ પડશે આખી જિંદગી આનંદ જ કર્યો છે. ક્યારેય આવો સમય આવશે એવું વિચાર્યું પણ ન હતું. R:- જો હું તને એક વાત કવ સાંભળ , આવું બધા સાથે જીવનમાં એકાદવાર થતુંજ હોય છે.તારી સાથે પહેલીવાર થયું હોય એવું નથી તું શાંતિ થી વિચાર અને મારી સાથે it માં આવીજા હું તને થોડા સમયમાં બધું સરખું કરી દઇશ. મારા પર વિશ્વાસ રાખ. S:- કેમ રાખું ભાઈ, કેમ રાખું ઘરેથી પોટલાં હારવા મંડો એમ કહે છે, સબંધી હિરા માં બેસાડી દયો એમ કહે છે. અનેક મિત્રો કહે છે કે આમાં આવતો રે આ ધંધા માં ખૂબ સારું છે. બીજા પાસે જાવ તો કે એમાં નો જવાય એના કરતા આ ધંધા માં જા ત્યાં જ પ્રગતિ છે.જિંદગી સાવ જંડ છે, ભાઈ શું કરવું. શું ન કરવું તેના ફાફા છે દિવસોને દિવસો વીતી જાય છે ને જવાબદારી નો બોજો માથે આવ્યા કરે છે R :- તું શાંતિ રાખ, દેશમાં મોટા ભાગના યુવાનોને આત્મહત્યા કરવા પાછળ નું કારણ પણ કંઇક આજ હોય છે.પણ જે વ્યક્તિ ને આ દિવસો ન આવ્યા હોય તે ક્યારેય સમજી શકે નહિ ભાઈ. મને લાગે છે થોડો સમય તું તારા મનને શાંત પાડ. તું ગમે તે ક્ષેત્રમાં જઈશ પરંતુ ત્યાં તને સેટ તથા સમય તો લાગશે જ . એટલે તું શાંત મગજે વિચાર movies જો , comedy show જો , અને થોડી શાંતિ મેળવ . તને જે ધંધો કે કામ કરવાથી ખુશી મળે તે કર તેમાં તું જરૂર સફળ બનીશ. આજ દુનિયામા લોકો બદલાયા છે. પાછળ થી ધક્કો મારનાર વધુ છે . અને ખંભો થી ખંભો મિલાવીને ચાલનારા બહુ ઓછાં છે, એટલે ધ્યાન રાખજે ક્યાંક ઊંચો પર્વત છે,તો ક્યાંક ઊંડી ખીણ છે, S:- આભાર ભાઈ તારી સલાહ પર હું વિચાર કરીશ. Kevin sanjaykumar changani
બીજાની સમસ્યા નિવારણ કરવાવાળો પોતાની જ સમસ્યા નિવારી નથી શકતો. -Kevin Changani
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser