Quotes by ketan motla raghuvanshi in Bitesapp read free

ketan motla raghuvanshi

ketan motla raghuvanshi Matrubharti Verified

@ketanmotlagmailcom
(146)

સૌને પોતાનો ઈશ્વર હોય છે...
મને પણ મારો પોતીકો ઈશ્વર છે...
હું સૂતી હોય તો પ્રેમથી જગાડે..
હું રિસાઉ તો વ્હાલ કરી મનાવે.....
હું નાચું તો મારી સાથે નાચે..
એને ૩૨ પકવાન ન જોઈએ પણ
હું જે જમુ તે જ આરોગે...
ક્યારેક તેને ગુસ્સામાં વઢુ ત્યારે
છાનોમાનો મારી બધી વાત સાંભળી લે....
હું નથી તેની પૂજા કરતી કે નથી આરતી .
તો પણ મારો પોતીકો ઈશ્વર રાજી રાજી છે ....
કારણ, મારા વ્હાલા ને હું માત્ર ને માત્ર વ્હાલ કરું છું ..
બીજું કંઈ જ નહિ....

કેતન મોટલા 'રઘુવંશી'

Read More

તારી સાથેની અંતિમ નિશાની મેં મિટાવી દીધી છે.. બસ, હવે કંઇ જ રહ્યું નથી તારું મારી પાસે...!

તારા સુંદર મરોડદાર અક્ષરો માં લખાયેલા પત્રો આગમાં હોમી દીધા છે.

મારે બિલકુલ રડવું ન હતું પણ તારા પત્રો ની અગન જવલાનો કાતિલ ધુમાડો મારી આંખ ભીની કરી ગયો...!

અને છેલ્લે બ્લેક ડ્રેસ પહેરી ઊભી તું ધુમાડા સાથે એકાકાર થઈ.

હવે નથી કોઈ અજંપો કે નથી કોઈ વેદના..!

હવે તો બસ, મારી અંદર એક સ્વજનને સ્મશાનેથી વળાવી આવ્યા પછીની શાંતિ વ્યાપી ગઈ છે ...!

માત્ર નીરવ શાંતિ.....બીજું કંઇ જ નહિ....!


@કેતન મોટલા ' રઘુવંશી'

Read More

માં એક અક્ષરનું ધામ

આપણી ગુજરાતી ભાષામાં અદભુત ચમત્કારો જોવા મળે છે. માં નામના એક જ અક્ષરમાં સમસ્ત છંદો,વ્યકરણો સમસ્ત વેદ અને પુરાણો આવી જાય. માં એટલે પૃથ્વી પરનું કદી ના સુકાતું પ્રેમ અને કરુણાનું ઝરણું.

જગતના સર્વે પ્રાણી પાસે માં નામની એવી મૂડી છે કે જેનું મૂલ્ય એટલું છે કે ખર્ચ કરતા ખૂટતી નથી. બાળકને માં ના પ્રેમ અને કરુણાનો છાંયો શાતા આપે છે.

માતા અંતરને શાતા આપનારી છે. માં શબ્દ બોલતા જ પ્રેમ અને કરુણાનો રસ પીવા બાળકનું મુખ ખુલી જતું હોય છે.

જગતમાં માં ને ગુમાવનારા દયાને પાત્ર છે કારણ જગતમાં જેને માં નથી એનું આ જગતમાં કોઈ નથી.

મને એ લોકોની બહુ દયા આવે છે જેઓ પોતાની માં ને દુખી કરી સુખી થવાના સ્વપ્નોમાં રાચે છે, માં ને તરછોડનાર ને જગત તરછોડે છે એ વાત હમેશા યાદ રાખવી જોઈએ.

આજના આ કળીયુગમાં મંદિરો,દેવળો અને તીરથ યાત્રા માં જવું એ સારી વાત છે અને ન જવાય તો પણ વાંધો નહિ પરંતુ જેમાં સકલ તીરથ સમાયેલા છે એવી કરુણાની મૂર્તિ સમી માં ને રાજી રાખવાથી સર્વે દેવો ખુશ થશે. જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં માં ના ખોળે માથું રાખી ચાર આંસુ પાડી લેજો, માં ના આશીર્વાદથી બધા સંકટો દુર થશે.

ટહુકો

ખરચ કરતા ખૂટે નહિ,નિશદિન વધતી જાય.
હૈયું બહુ હરખાય, બસ માડી તારા નામથી.

કેતન મોટલા 'રઘુવંશી'


(''હૈયાની વાત'' પુસ્તક લેખ ૧૨)

Read More

નમસ્કાર મિત્રો મારી નવલકથા લવ-લી-સ્ટોરી ના ૧૬ પ્રકરણ માતૃભારતી પર પ્રગટ થઇ ગયા છે અને આજે પ્રકરણ ૧૭ આવશે.. દર ગુરુવારે નવું પ્રકરણ વાંચતા રહો..
આવજો...
કેતન મોટલા 'રઘુવંશી'
લવ લી સ્ટોરી ની લીંક ... https://www.matrubharti.com/myworks/novel/9112

Read More

‘’ કુછ તો લોગ કહેંગે..’’

આપણા નવા સાહસ કે નવા વિચાર અંગે બીજા શું કહેશે ? તેનો આપણને સતત ભય રહેતો હોય છે. ક્યારેક સમાજનો આવો ખોટો ભય આપણને આપણા લક્ષ્ય સુધી પહોચવામાં અંતરાય ઉભા કરે છે.

કોઈપણ નવો વિચાર કે નવા સાહસની શરૂઆત મોટેભાગે વિરોધથી થાય છે. તમારા નવા વિચારને લોકો ભલે નકારાત્મકતા થી જુએ અને પોતાના મત રજુ કરે પરંતુ આપણે આપણા સાહસ કે વિચારને દ્રઢ પણે વળગી રહી આગળ વધવું.

આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર સંસદની ચૂંટણીમાં અનેક રાજકીય ખેરખાંઓ અને વિશ્લેષકોએ તેઓના વિજયને લઇ અનેક શંકા, કુશંકાઓ વ્યક્ત કરી અનેક પ્રકારની નકારાત્મક વાતો ફેલાવી હતી.કોઈ રાજકીય વ્યક્તિએ તો એવું કહેલ કે ‘શ્રી મોદી વડાપ્રધાન બને એ માત્ર સ્વપ્ન જ છે અને જો તેઓ વાસ્તવમાં વડાપ્રધાન બને તો હું રાજકીય ક્ષેત્રે સન્યાસ લઇ લઉં.’

સપના જુઓ. સપના એક દિવસ અવશ્ય સાચા પડે છે. આપણા વિચાર કે લક્ષ્યને અંગે બીજાના મંતવ્યો કે ટીકાનો મનમાં ડર રાખવો નહિ. આજે તમારી ટીકા કરનારા જયારે સફળ થશો ત્યારે તમારું સન્માન કરવા કે પ્રશંસા કરવા પ્રથમ હરોળમાં જ બેઠા હશે તેવું પણ બની શકે.

તમારા ટીકાકારોને હમેશા તમારી નજીક રાખો, જે તમારી ભૂલો કાઢે તેનો આભાર માનો કારણકે તેઓજ આપણને આપણા લક્ષ્ય સુધી પહોચવા પ્રત્યે જાગૃત રાખે છે.

ટહુકો :

તમારા ટીકાકારોને કાયમ તમારી નજીક રાખવા,

ખોટી પ્રશંસા કરનારથી પ્રમાણિક અંતર રાખવું.

કેતન મોટલા ‘રઘુવંશી’

Read More

નુતન વર્ષ નુતન વિચાર......

જીવનને બદલી શકો છો.

જીવનની મુશ્કેલ ઘડીમાં ક્યારેક આપણે હતાશ, નિરાશ થઇ થાકી હારી જઈએ છીએ.જીવન ક્યારેક બોજ રૂપ લાગે છે. ક્યારેક કસુર વગર દંડ મળી રહ્યો હોય તેવું લાગે છે. મનમાં અને વર્તનમાં નકારાત્મકતા આવવા લાગે. આપણું ધારેલું થતું નથી અને પરિણામે જીવન અસ્તવ્યસ્ત થઇ રહ્યું હોય તેવું લાગે છે.

આવી પરિસ્થિતિ પાછળનું કારણ માત્ર ને માત્ર આપણા મનની વિચારધારા છે. કોઈપણ બાબત કે સમસ્યાને આપણો જોવાનો અભિગમ કેવો છે તેના પર આધારિત છે. જીવન પ્રત્યેનો તમારો અભિગમ નબળો હોય તો જીવન દુઃખદાયી બને છે.

ખુશ રહેવા ખુશીનો વિચાર કરવો આવશ્યક છે. આપણા મનને હકારાત્મકતા તરફ લઇ જઈ શ્રેષ્ઠતાનો વિચાર કરો. સુખી થવાના વિચારો કરનાર સુખી બને છે. શ્રેષ્ઠથી કઈ ઓછું ન ખપે તેવો દ્રઢ સંકલ્પ કરી પોતાના ક્ષેત્રમાં મક્કમતા પૂર્વક આગળ વધવું.

વાસ્તવમાં આપણે જેવું ધારીએ તેવા બનીએ છીએ. જેવો જેનો વિચાર તેવું તેનું જીવન.નબળો વિચાર માણસને નબળો બનાવે છે માટે આપણા વિચારો ઉચ્ચકોટીના અને ગગનચુંબી હોવા ઘટે. જીવનની કોઈપણ સમસ્યાનો મક્કમતાથી સામનો કરી હકારાત્મક ઉકેલ લાવવા પ્રયાસ કરવો.

દરેક વ્યક્તિ પોતાની સફળતા નિષ્ફળતા માટે પોતે જ જવાબદાર હોય છે. સમય, સંજોગો કે કોઈ વ્યક્તિને દોષ આપવો વ્યર્થ છે. તમારૂ જીવન તમે પોતે જ બદલી શકવા સમર્થ છો. માટે જીવનને ઉન્નતિના માર્ગ પર લઇ જવા દ્રઢ મહેનત, સાહસ અને ઉચ્ચ વિચારો સાથેનો શુભ સંકલ્પ જીવનને સુખ અને આનંદની અનુભૂતિ તરફ લઇ જશે.

ટહુકો :

જો તમે તમારા મનને બદલી શકો,
તો તમે તમારા જીવનને બદલી શકો.

કેતન મોટલા ‘રઘુવંશી’

Read More