Quotes by Sandeep Thakor in Bitesapp read free

Sandeep Thakor

Sandeep Thakor

@kavishthakor2011gmai


સંગઠન

એક વ્યકિત હતો, જે હંમેશા પોતાના સંગઠનમાં ખૂબ સક્રિય હતો.
તેને બધા ઓળખતા હતા.
દરેક તેને ઘણું માન-સન્માન આપતા હતા.
કોઈ સંજોગોવસાત તે સંગઠનમાંથી અલગ ( નિષ્ક્રીય ) રહેવા લાગ્યો, કોઈને પણ મળવાનું બંધ કરી દીધું .
મેસેજ કરવાનું પણ બંધ કરી દીધું. અને સંગઠનથી દૂર થઇ જાય છે.
થોડા અઠવાડિયા પછી ખૂબજ ઠંડી હતી અને રાત્રીમાં સંગઠનના મુરબ્બી માણસે તેને મળવાનું નક્કી કર્યું.
અને
મુરબ્બી માણસ તેના ઘરે આવ્યા
અને જોયું તો આ માણસ ઘરે એકલો જ હતો. અને તગારામાં લાકડાનું તાપણું કરીને સામે બેસી આરામથી તાપતો હતો.
તે માણસે ઉભા થઇ આવેલાુ મુરબ્બીનું સ્વાગત કરી આવકારો આપ્યો.
બંન્ને તાપણાની સામે શાંતિથી બેઠા. તાપણાની આગની જવાળા ઉપર સુધી ઉઠતી હતી. તેને જોતાં હતાં . થોડી વાર , મુરબ્બીએ કાંઈપણ બોલ્યા વિના ,
તાપણામાંથી એક સળગતુ એક લાકડુ લઈ તાપણાથી, અલગ કરી બાજુમાં રાખી દીધું. અને પાછા શાંત બેસી ગયા.
તે માણસ આ બધું ધ્યાન થી જોઈ રહ્યો હતો. અને
લાંબા સમયથી એકલો રહેતો હોય , અને તેના સંગઠનના મુરબ્બી ઘરે આવ્યા હોય મનમાં ને મનમાં આનંદ લઈ રહ્યો હતો.
અને મનમાં વિચારતો હતો કે આજે તે સંગઠન ના મુરબ્બી સાથે છે.
પરંતુ તેને જોયુ કે લાકડાના તાપણામાંથી જુદુ (અલગ) રાખેલ સળગતુ લાકડુ ધીરે ધીરે ઠરવા લાગ્યુ હતું અને અગ્નિ ઓછી થવા લાગી હતી.
અને થોડી વાર પછી સાવ ઓલવાઈ ગયું હતું. અગ્નિ સાવ બૂઝાઈ ગયો ,
હવે તેમાં કોઈ આગ કે ચમક રહી નથી.
થોડીવાર પહેલા આ લાકડામાં જે આગ અને પ્રકાશ હતો ,
તે હવે કોલસા સિવાય કાંઈ ન હતું !
હવે બંને એ એકબીજા ના ખબરઅંતર પૂછ્યા અને ઓછામાં ઓછા શબ્દોમાં વાતો કરી.
મુરબ્બી એ જતા જતા , અલગ કરેલ અને ઠરી ગયેલ લાકડાને ઉઠાવીને પાછી સળગતી આગમાં રાખી દીધી.
આ લાકડુ ફરીવાર સળગવા લાગ્યુ અને પહેલા જેવો પ્રકાશ આપવા* આપવા લાગ્યુ અને ચારેબાજુ રોશની અને તાપ* *આપવા લાગ્યું.

ત્યાર પછી આવેલ મુરબ્બી જવા લાગ્યા ત્યારે આ માણસ ઘરનાં દરવાજા સુધી વળાવવા ગયો અને બોલ્યો આપે મારા ઘરે આવી મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે.
આજે આપે કાંઈપણ બોલ્યા વિના એક વાત સરસ બતાવી છે કે, એકલા વ્યકિતનું કાંઈ મહત્વ કે અસ્તિત્વ છે જ નહીં.
સંગઠન કે ગ્રુપના સાથ સહકાર થકી જ માણસો ઓળખાતા અને ઉજળા હોય છે.
સંગઠન થકી જ માણસોની પહેચાન હોય છે.
સંગઠન સર્વોપરી હોય છે. સંગઠન પ્રત્યે અમારી નિષ્ઠા અને સમર્પણ કોઈ વ્યકિત માટે નહીં , સંગઠન ની સાથે જોડાયેલા વિચાર , સિદ્ધાંતો પ્રત્યે હોવી જોઈએ
સંગઠન કોઈપણ પ્રકાર નુ હોઈ શકે છે , પારિવારિક , રાજકીય , પક્ષીય , સામાજિક, વ્યાપારિક કે સાંસ્કૃતિક વિગેરે વિગેરે.....

સંગઠન વિના માનવ જીવન અધૂરું છે.
જયાં પણ રહો સંગઠીત રહો..!!

Read More

વર્ષાની વિદાય અને શરદનું આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછું ઓઢીને સુવું પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામાં પિત્તનો સંગ્રહ થાય અને શરદમાં તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવું એટલે તાવ.

ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો

(૧) ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે સુતા પહેલાં સુદર્શન/મહાસુદર્શન ઘનવટી - ૨-૩ ટીક્ડી ચાવીને નવસેકા ગરમ પાણી સાથે લેવી.

(૨) અનુકૂળતા હોય તો ભાદરવાના ત્રીસે દિવસ દુધ -ચોખા-સાકરની ખીર અથવા દુધ-પૌવા ખાવું. ગળ્યું દુધ એ વકરેલા પિત્તનું જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયું હતું.

(૩) જેની છાલ પર કથ્થાઇ/કાળા ડાઘ હોય એવા પાકેલ કેળાંને છુંદીને એમાં સાકર ઉમેરી બપોરે જમવા સાથે ખાવાં. જો ઇચ્છા હોય તો ઘી પણ ઉમેરવું. પણ કેળાં સાથે ઘી પાચનમાં ભારે થાય. એટલે જો ઘી ઉમેરો, તો પછી બે એલચી વાટીને ઉમેરી દેવી.

_(જો ખીર અને કેળાં - બન્નેનો પ્રયોગ કરવો હોય તો કેળાં બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવું.)_

(૪)ભલેચુકે ખાટી છાશ ન જ પીવી. ખુબ વલોવેલી, સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક લેવાય.

(૫) ઠંડા પહોરે (વહેલી સવારે કે સાંજે) પરસેવો વળે એટલું ચાલવું.
(ઠંડી અને ચાંદની રાતમાં રાસગરબાના આયોજન પાછળનું રહસ્ય આ જ હતું - પરસેવો પડે)

આચાર્યોએ શરદને રોગો ની માતા કહી છે - रोगाणाम् शारदी माता. અને
' યમની દાઢ ' પણ કહી. આપણામાં એક આશીર્વાદ પ્રચલીત હતો.

शतम् जीव शरदः એટલે કે આવી સો શરદ સુખરુપ જીવી જાઓ એવી શુભેચ્છા આપવામાં આવતી. અસ્તુ.

*આ લેખ બધાને કામ લાગે તેવો છે. માટે સૌને ખાસ SHARE કરજો હો.*

_सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामयाः_

આ શાસ્ત્રોક્ત માહિતી જેની કદાચ આપણા તમામ ગુજરાતી પરિવાર ને ખબર નહિ હોય તેનાથી તેમને રૂબરૂ કરાવી આપડા અધ્યાત્મ ને કેમ સમય સમયાંતરે ઋતુઓ સાથે જોડી લોકોને નિરોગી રાખવાનો સફળ પ્રયાસ કરેલો તેને આપડે આગળ વધારીએ. લોકોની જેમ સમાજસેવા નહિ કરી શકાય, પણ આ જાણકારી આપીએ તો એક સેવા જરુર થઈ જશે.. આવો આપડે આને આપડી ફરજ સમજી નિભાવીએ એજ પ્રાર્થના...

Read More

ખુદ ભગવાને પોસ્ટ લખી હોય એવું જ લાગે

જેવા કર્મ કરશો તેવું ભોગવશો....


તમે કરોડો છો.
ને હું એક છું.

મારે શાંતિ થી રહેવું હોય
પણ.....

તમારે મંગળા આરતી
કરવી હોય એટલે મને
વાઘાં પહેરાવી અને
બાબલા ની જેમ તૈયાર
કરી દો છો....

ભોગ મને ધરાવો છો
અને આરોગો છો પોતે...!

જે દિવસે એક જલેબી
ચાખીશ....એ દિવસથી
પ્રસાદ ધરાવવાનું બંધ
થઈ જશે....
તે જાણું છું.

લગ્ન નથી થતાં
તે મંગળફેરા માંગે છે

સંતાન નથી
તે ઘોડિયું માંગે છે.

કોઈને નોકરી જોઈએ છે
તો કોઈને છોકરી

માબાપ ખાસ કોઈને
જોઈતાં નથી
પણ મિલકત
બધાંને જોઈએ છે

કોઈ કમાવા માંગે છે
તો કોઈ ચોરી કરવા
માંગે છે...

કોઈને બજાર ઊંચું લઈ
જવું છે તો કોઈને મફતનું
જોઈએ છે....

કોઈ રોટલો માંગે છે
તો કોઈ ઓટલો

મહામારી હું લાવ્યો નથી
પણ તે કાઢવાનું મને કહેવાય છે

જે આવે છે તે
ઘંટ ખખડાવી ને મારા
કાન કોતરે છે...

હું કોઈનું કામ નથી કરતો
તો મારા પરની શ્રદ્ધા
ઘટી જાય છે...

કોઈનું કામ થઈ જાય છે
તો મને મહાભોગ ચડે છે

વરસાદ નથી આવતો
તો યજ્ઞ થાય છે

આકાશ ખાબકે છે
તો ખમ્મા કરવાનું મને
કહેવાય છે....

પણ સાચું કહું
હું કૈં નથી કરતો

નથી હું પરણાવતો
કે નથી કોઈ નું છૂટું કરતો

જંગલ હું નથી કાપતો

હાઇરાઈઝ મેં નથી બાંધ્યાં

અમીર હું નથી કરતો

ગરીબી મેં નથી આપી

તમને લીલીછમ પૃથ્વી
આપી રહેવા માટે
એની તમે રાખ કરો તો
એમાં મારો શો વાંક....?

મેં અણુ આપ્યો
ને તમે બૉમ્બ બનાવ્યો
પછી કહો કે
શાંતિ વાર્તા કરો
તો કેવી રીતે કરું....?

સાચું કહો
તમે મને
ઈશ્વર માનો છો કે
નોકર...?

પ્રાર્થના ની આડમાં
તમે આજ્ઞાઓ જ કરો
છો....કે બીજું કૈં....?

ને તમે ઈચ્છો છો કે
તમે સેવા કરો છો છતાં પણ
હું કોઈનું સાંભળતો નથી....?

હું મેરેજ બ્યુરો નથી ચલાવતો
કે નથી ચલાવતો
કોઈ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ

મેં કોઈનું કૈં બગાડ્યું નથી
કે નથી મારે
કોઈ પાસે થી કૈં જોઇતું

શ્રીફળ વધેરી અને
મને વધેરવાનું રહેવા દો તમે

આપવાનું હતું તે આપ્યું જ છે

હવે મારી પાસે કૈં નથી
કૃપા કરી ને
હવે કૈં માંગી અને
મને શરમાવશો નહી...

તમારું કામ થઈ જશે એમ કહેનાર
મારા કોઈ
સહાયક કે કમિશન એજન્ટો
મેં નિમેલા નથી

તમે આજ સુધી
ઘણી પ્રાર્થનાઓ કરી
પણ
આજે હું તમને
એક પ્રાર્થના કરું છું

અને એ પણ જાણું છું
હું જે કહું છું એ પછી કોઈ
મારી પાસે મંદિરમાં આવવાનું
નથી....

તોય કહું છું....

કોઈ માંગણી ન હોય
તો જ...
મારી પાસે આવજો

અને હા....
છેલ્લે છેલ્લે એટલું જ
કહીશ કે

તમારા કર્મ પર ધ્યાન આપજો

મારી વ્યથા ને અનુભવજો
એવી આશા સાથે....
શબ્દો ને વિરામ આપુ છું....

આ બધું કર્મ નું ચક્ર છે. કર્મ ફળ આપ્યા વગર રહે જ નઈ.

જેવા કર્મ કરશો તેવું ભોગવશો....

લી. તમારો પણ તમારાથી થાકેલો પ્રભુ

Read More

हिन्दू दूल्हे ये विवाह संस्कार में मुगलों जैसी दाढ़ी क्यों रखकर आते हैं? महिलाएँ संगीत के नाम पर भोंडापन क्यों दिखा रही हैं? हल्दी, उबटन, सांझी गायन के परम्परागत रीति रिवाजों की जगह सीरियलों की तरह मेहंदी और हल्दी हमने क्यों ज़बरदस्ती पकड़ ली? तोरण द्वार पर पाणिग्रहण संस्कार के समय, युवक/युवतियों द्वारा हुल्लड़ क्यों किया जाता है? कान फोड़ू मुन्नी बदनाम हुई, छत पर सोया बहनोई और अन्य अशालीन अभद्र गीत क्यों बज रहे हैं? हम सबको सनातन संस्कृति के अनुरूप होने वाले विवाह संस्कारों, रीति रिवाजों से इतनी एलर्जी क्यों हो गई है कि वो सब बकवास लगने लगे हैं? पण्डितजी से फेरे जल्दी करवाने की जिद करने वाले लोग बैंड बाजे के आगे नाचने में ही समय क्यों बर्बाद करते हैं? आशीर्वाद समारोहों में बड़ी टीवी स्क्रीन पर अपने ही बेटे-बेटी के प्री वेडिंग शूट आगन्तुकों को क्यों दिखाए जा रहे हैं? प्री वेडिंग शूट के नाम पर विवाह पूर्व इस तरह की स्वतंत्रता क्यों दी जा रही है? उन फोटोज को सार्वजनिक प्रदर्शनी के रूप में क्यों लगाए जा रहे है? स्टेज पर बड़े बुजुर्गों को भी डांस टीचर ठुमके क्यों लगवा रहे है? उनसे असभ्य हरकतें क्यों करवाई जा रही हैं? भोज में दिखावा क्यों किया जा रहा है? आशीर्वाद समारोह में दूल्हा-दुल्हन स्टेज रात 11 बजे तक नदारद रहते हैं और भी बहुत कुछ ऐसा हो रहा है जो हिन्दू समाज को पथभ्रष्ट करने हेतु काफी है. परिवार, समाज सब पतनशील हो गए हैं कोई समझाता क्यों नहीं? महिलाएं गीत भूल गई हैं, पुरुष परम्पराओं का तर्पण कर चुके हैं. किसको फॉलो करते हो? क्या हमारे आराध्य ईश्वर, देवी देवताओं के दाढ़ियां लटकती हैं? क्या हमारे शास्त्रों, पौराणिक ग्रंथों में ऐसे विवाह समारोहों का वर्णन है? हमें वैचारिक, मानसिक रूप से धर्मभ्रष्ट किया जा रहा है, हम इसे खुशी-खुशी स्वीकार कर चुके हैं, परिणाम खतरनाक हो रहे हैं और होंगे. बच सकते हो तो बच जाओ, आओ सनातनी संस्कृति संस्कारों को बनाये रखने संकल्प लें, पाणिग्रहण जीवन का सबसे बड़ा संस्कार है🙏🚩
--------------------------------------
न तो कोई बताने समझाने वाला है और न कोई समझता ही है।
सब टी वी सिनेमा की नकल कर अकल से दिवालिये हो रहे हैं।
बहुत कारण हैं कोई समझना ही नही चाहता।
हम स्वयं को सनातनी परम्परागत हिन्दू तो कहते कहलाते हैं परन्तु क्या हम क्षरण होती इस सनातनी परम्परा के प्रति थोडे से भी जागरूक हैं।क्या हमें अपनी सनातन परंम्पराओं संस्कृति की समझ भी है? उत्तर न ही है। हम हिंदू बनने का फटे ढोल की तरह ढिंढोरा जरूर पीटते हैं पल हम जानकारी से शून्य हैं। जयदि जानकारी होती जागरूकता होती तो इस पवित्र संस्कार मे इतनी फूहडता, भौंडापन और अभद्रता न आती।
बहुत ही सुन्दर लाजवाब संदेश है।
*काश! हम अपनी संस्कृति के प्रति थोडे से भी जागरूक होते?????*

Read More

શબ્દો બોલવાં તો મફતમાં જ છે..
પણ
એનો ઉપયોગ જ નક્કિ કરે છે કે..
એની
કિંમત મળશે
કે ચુકવવાની રહેશે..!

ક્યારેક ક્યારેક હારવુ પણ ખુબ જરુરી છે..

તેનાથી અભિમાન નિયત્રણમાં રહે છે..!

જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,

અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ...

ચહેરા ઉપરની મુસ્કાન ક્યારેક સંતોષની હોય છે તો ક્યારેક સહનશક્તિની પણ હોય છે..!

-Sandeep Thakor

નિરાંત અને નવરાશ માં ફરક છે..

એક મનથી છે અને બીજી ક્ષણથી..!

-Sandeep Thakor

અસંભવ ફક્ત એ જ છે..

જેની તમે શરૂઆત નથી કરી..!