Quotes by જલ્પાબા ઝાલા in Bitesapp read free

જલ્પાબા ઝાલા

જલ્પાબા ઝાલા

@jalpabazala.996833
(47)

મારી માંનો સ્નેહ તો અપાર છે
         મારી માંનુ વહાલ તો અનંત છે!!

       મારી માંની પ્રેમની મોસમ ક્યારેય સૂકાશે નહિ
       મારી માંના વ્હાલની ચમક આછી પડશે નહિ!!

         બાગ-બગીચા પણ સૂકાઈ જાય
         પુષ્પો પણ કરમાઈ જાય
         મારી માંનો પ્રેમ વહેતો રહે સદાય!!

         અપાર પ્રેમ તે વરસાવ્યો છે માં
         તારી છાયામાં અમે પોષાયા છીએ
         દિલ તો તારું દરિયા કરતાં પણ મોટું છે!!

          માં તારી ઉપમા આપી ન શકાય
          માં તારું હેત વર્ણવી ન શકાય
          માં તારું ૠણ કદી ચૂકવી ન શકાય!!

          માં તારી યાદથી પણ મારું હૃદય
          હર્ષથી છલકાઈ ઉઠે છે!!

Read More

મને મારી માતૃભાષા ગમે છે
            કારણ કે તેમાં તો વિવેક દેખાય છે.....

            મને મારી માતૃભાષા ગમે છે
            કારણ કે એ તો ગાંધીગિરા છે.......

           મને મારી માતૃભાષા ગમે છે
           કારણ કે તે ખૂબ જ પ્રેમાળ છે......

           મને મારી માતૃભાષા ગમે છે
       કારણ કે તેમાં મીઠાશના ટહૂકા જોવા મળે છે...

           મને મારી માતૃભાષા ગમે છે
           કારણ કે તે બેસ્ટ ભાષા છે.......

           મને મારી માતૃભાષા ગમે છે
     કારણ કે તેમાં સાંસ્કૃતિક વિરાસત સચવાયેલી છે.......

         મને મારી માતૃભાષા ગમે છે
     કારણ કે તેની સાથે મારો ગળથૂથીનો નાતો છે.....
  
           મને મારી માતૃભાષા ગમે છે
     કારણ કે તેને નરસિંહ, નર્મદ, ઉમાશંકર આપ્યા છે.....

        મને મારી માતૃભાષા ગમે છે
        કારણ કે તેને ઉત્તમ સાહિત્ય આપ્યુ છે......
 
        મને મારી માતૃભાષા ગમે છે
   કારણ કે તેમાં શબ્દોનો લીલો પાલવ જોવા મળે છે......

          મને મારી માતૃભાષા ગમે છે
        કારણ કે મારા લોહીમાં વહેતી ભાષા છે......
         

Read More

     કોરોનાએ કહેર મચાવ્યો,
                          દેશને લોકડાઉન કરાવ્યો
                  લોકડાઉન થવાથી જિંદગી,
                         જીવવાની રીત મળી
              
                 મૂંઝાયેલા  જીવનને જિંદગીની,
                        અમૂલ્ય ક્ષણો મળી
                  લોકડાઉન થવાથી ભૂલાયેલી,
                               જિંદગી પાછી મળી
                            
                અદ્રશ્ય થઈ ગયા હતા સંબંધો, 
                          કાર્યના ઓથા હેઠળ
                 લોકડાઉન થવાથી સંબંધોમાં રહેલી,
                         લાગણીની ભીનાશ પાછી મળી

                 ધોરી રસ્તા પર  સન્નાટો કર્યો ,
                    લોકડાઉન થવાથી ઘર-ઘરની
                           રોનક પાછી મળી

                  વધતા જતા હતા ઘણા પ્રશ્નો,
                          પરિવારના સંબંધોમાં
                   સમય મળતા પરિવારને,
                           જોડતી કડી પાછી મળી
  
                   ફરિયાદ રહેતી હતી,
                               જે સમયની ન મળવાની
                   લોકડાઉન થવાથી સમયની,
                               ભરમાર પાછી મળી

              શાળા, મહાશાળા, વિશ્વવિદ્યાલયો,
                             બંધ થયા ત્યારે
              બાળકો,  યુવાનો અંદર છૂપાયેલી,
                          કળા પાછી મળી
               
             બહારના કાર્યોની વ્યસ્તતા ગઈ,
                    ઘરના કાર્યો કરવાની
               ક્ષણો પાછી મળવાથી,
                      જિંદગી પાછી મળી.....
    
       


      

Read More

‘સાત પગલાં આકાશમાં’ નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા અને પરમ શ્રદ્ધેય ઋષિ મકરંદ દવેના પત્ની કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે 93 વર્ષની વયે નિધન થયું છે. કુંદનિકા કાપડિયાએ 29 એપ્રિલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ લીંબડીમાં 11 જાન્યુઆરી 1927ના રોજ થયો હતો. તેઓ એક નવલકથા અને સ્ટોરી રાઈટર હતા. તેમને ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપવા બદલ સાહિત્ય એકેડમી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

Read More
epost thumb