Quotes by Hitarthi Dhebar in Bitesapp read free

Hitarthi Dhebar

Hitarthi Dhebar

@hitarthidhebar1441


ઉદાસ વદન જોઈ ચમન પૂછે:
"શું વાત આજ તમે ઉદાસ,કહો,કહો
,તમને ખૂશ કરવા એટલું કરશું જરૂર
તમે કહેશો એ કરશું કબૂલ."
"ઓ ચમન ,મહેકવુ છે ,ખીલવું છે,
રચવુ છે એક રંગવિશ્વ,
બનાવી આપ મને પણ એક ફૂલ
કહે ચમન ત્યારે હળવું હસી,
"વાત તમારી મારા મનમા વસી
પણ માફ કરો,અહીં છે ફૂલો એટલા,
કે અહીંયા પણ જણાય "નો વેકન્સી"

Read More

આવો અન્યાય ન ચાલે, ભૂતકાળ હોય તો ડાકણકાળ કેમ નહીં?

ખુશ રહેવાને કોઇ બહાનું નથી, તો ય ખુશ રહું છું,
ખબર નહીં તારામાં હું શું ભાળી ગઇ છું, જિંદગી

તારો આભાર, તે મને પાળી એ માટે,
અને હું પણ જીગર જાન સમજી તને પાળી ગઇ છું, જિંદગી.
ઘણું મેળવ્યું છે મેં, એવું બધા જ કહે છે,
હું પણ એ વાત માની ખોયેલાનો ઉલ્લેખ ટાળી ગઇ છું, જિંદગી..
સંજોગોને ખભા પર રાખે એ નર આ દુનિયા માટે,
સંજોગોને ખોળો આપવા નારી થઇ છું, જિંદગી.
કોઇ રડે ને હું હસું, કે મારા રૂદન પર કોઈ ના હાસ્યનો આધાર હોય,બસ,આ જ વાત થી કંટાળી ગઇ છું ,જિંદગી.

Read More

જેને કિનારો માનો છો, એ જ તો રેત છે, એવી રેત જેનો સ્વભાવ આધાર આપવાનો નહિ, પણ પગ નીચે થી સરકી જવાનો છે....સ્ત્રી માત્ર માટે આ સમાજ આવો જ એક રેતાળ કિનારો છે..એના પર ટકવું એ તેના પર ઊભા રહે એની ખૂબી છે... કિનારા ની નહિં...

Read More

કેટલાક એવાઉત્સાહી લોકો હોય છે,જે હમેશાં સાચું જ કરે છે,
તો કેટલાક એવા પણ ઉત્સાહી લોકો હોય છે કે એ જે કંઈ કરે એ હમેશા સાચું જ હોય છે

Read More

આ તમે બહુ જ ખોટું કરો છો
હજી તો હમણા મૌનના દરિયામાં ડૂબેલા હતા...
અને બહાર નીકળતાં જ એકલતાની આંખો માં તાકોછો?
શબ્દો અને સહારાઓ કંઈ પાંખ નથી કે ખુદને પંખી માની ઊડવા પ્રયત્ન કરો છો...
મૌન અને એકલતા જે જીવન મ્રુત્યુ ના સાચા સાથી છે, તમે એનાથી જ કિનારો કરો છો.
આ તમે બહુ ખોટું કરો છો...

Read More

આ વિચારોને કોણે મનની ભૂમિ પર આવવા દીધા?
એક તો બળવો કરવાની ટેવ....પાછા ખણખોદ બહુ કરે...
શું યોગ્ય ,શું અયોગ્ય એનું વિશ્લેષણ કરે...મનને ભાષણ કરે... આ વિચારો ને ખીલ્લી પર લટકાડો..સરમુખત્યાર બની વિચારો નો વધ કરો...તમે એમના કબજામાં જકડાવ એ પહેલાં એમને કબજે કરો... દુશ્મન દેશના લશ્કર જેમ એમની પૂરવઠા લાઈન કાપી નાખો.. તમારા તાબા માં ડાહ્યા થઈ ને પડ્યા રહેશે વિચારો.

Read More

જીવનની અપૂર્ણતાએ જ અશાંતિ અર્પી હોય છે
શાંતિની શોધ હોવા છતાંયે જીવનની અપૂર્ણતા ને પ્રેમ કરવાનો સ્વભાવ રાખે એ જ ખરા અર્થમાં શાંતિપૂર્ણ બની શકે...

Read More

आज मैने सोचा है, तुम्हे सजा दूँ।
तुम्हारे मनकी दिवारोंपे तस्वीर बनके खुदको जुला दूँ।
तुम्हारे सपनोंके महलकी दीवारों पे,
अपने अरमानोंके रंग बिखरा दूँ।
तुम्हारे मनके द्वार का बंधनवार बन जाऊँ।
तुम्हारी आशाओं के गुलदानको,
अपनी उमंगो के गुलदस्तोंसे भर दूँ।
तुम्हारे अरमानों के ज़रोंखों को,
प्यारकी रोशनी से भर दूँ।
तुम्हारे दिलकी फर्श पे,
शुकून का मखमली कालीन बिछादूँ।
फरिश्ते क्या तारीफ करेंगे तुम्हारी
लो मैं ही कहे देती हूं 'आमीन'।
आज मैंने सोचा है,तुम्हे सजा दूँ।

Read More

મજબૂરી કેવી છે આ લોકમાં કે ટૂંકામાં જીવવું પડતું હોય એનું આયખું ટૂંકું નથી થતું અને મિલકતનો વિસ્તાર હોય એનું આયખું વિસ્તરતું નથી

Read More