Quotes by Hetal Patel in Bitesapp read free

Hetal Patel

Hetal Patel Matrubharti Verified

@hetalp25372gmail.com112211
(78)

દોષ દિલનો,
સજા આંખને.
ભૂલ મનની,
વહેવું આંખને.
દુ:ખમાં કે સુખમાં,
ભીનાશ આંખને.
મળે હળવાશ,
વહેવું આંખને.
રુદન હૈયામાં,
વરસવું આંખને.
દેવો દોષ કોને?
ચિત્તને કે આંખને ?

Read More

ફૂલને ફૂલથી મળવા તો દે,
પાનને ઝાકળ અડવા તો દે ,
સોનેરી કિરણો પડવા તો દે ,
મળે મારી ચાહને સાથ તારો
તો વનવગડે વસંત ખીલે .

કુમળી કુંપળો ખીલવા તો દે ,
કેસૂડે રંગ ભરવા તો દે ,

પલાશને મોકળાશે ખીલવા તો દે ,
મળે મારી પ્રીતને હાથ તારો
તો વનવગડે વસંત ખીલે

કેડીઓને પીળાશ પકડવા તો દે ,
સલૂણી સંધ્યાને લાલાશ મળવા તો દે ,
સૂકી ધરાને લીલાશ ધરવા તો દે,
મળે મારાં સ્નેહને શ્વાસ તારો
તો ખીલે વનવગડે વસંત .

પારિજાત, ચંપાને ખીલવા તો દે ,
વીણાના સૂર છેડાવા તો દે ,
કોકિલાને કૂજન કરવા તો દે ,
મળે મારા પ્રેમને સ્પર્શ તારો
તો વનવગડે વસંત ખીલે .

મને એકવાર કેફિયત કરવા તો દે ,
મારાં રૂદિયાનાં હાલ જણાવા તો દે ,
મનભરી પ્રણયના ફાગ ખેલવા તો દે મળે મારી ઈચ્છાઓને તારો સહારો
તો વનવગડે વસંત ખીલે.

હેતલ પટેલ . (નિજાનંદી )

Read More

સુરજમુખી સરીખી દીકરી રે લોલ
સૂરજ જેવું તેનું તેજ જો
દીકરીની જોડ સખી નહીં મળે રે લોલ

સ્નેહનો તો દરિયો જાણે જોઈ લો લોલ
માસૂમ કળી જેવું મુખ જો
દીકરીની જોડ સખી નહીં મળે લોલ

કાલી ને ઘેલી એની બોલી રે લોલ
કૌતુક ભરેલી એની આંખ જો
દીકરીની જોડ સખી નહીં મળે રે લોલ

સૂરજમુખી ફરે સૂરજ ભણી રે લોલ
દીકરી માવતરની સાથ જો
દીકરીની જોડ સખી નહીં જડે રે લોલ

હેતલ પટેલ ( નિજાનંદી )

#Sunflower

Read More

વિશ્વ ચકલી દિવસ

ગોરૈયા આવોને ચણવા
દાણા નાંખુ ચોકમાં ,
પાણીની ભરું ટબૂડીને
લેજો દાણા ચાંચમાં .

માનવ ભલે રાચતો
ને ફુલાતો મનમાં ,
ખરી આઝાદી તો
છે તમારા જીવનમાં .

ઇચ્છો ત્યારે ઉડી જાવું
મસ્ત બની ગગનમાં ,
ગીતડાં ગાવા મીઠાં મીઠાં
પરોવી ચાંચને ચાંચમાં .

તનયા મારી આવે યાદ
જોઈ તમને ગેલમાં ,
ગોરૈયા આવો ચણવા
દાણા નાંખુ ચોકમાં.



હેતલ પટેલ (નિજાનંદી )

Read More

મજબૂત
હિતકારી
લાવણ્યા

દિપ્તીવાન
નમણી
નીતિવાન

શુકનવંતી
ભયમુક્ત
કામીની
મહેનતુ
નારી



હેતલ પટેલ ( નિજાનંદી )

Read More

હાઈકુ


કેસૂડો મ્હોર્યો
કોકી કરે કુંજન
વસંત આવી

લીમડે મ્હોર
રસે ભરાય આમ્ર
વસંત આવી

પીળાં ખેતર
હેલે ચડ્યું યૌવન
વસંત આવી .

ગુલમહોર
રંગાયો હિંગોળક
વસંત આવી .

કાન રાધાની
રંગે ઉડાડે જોડી
વસંત આવી.


હેતલ પટેલ (નિજાનંદી )



#Spring

Read More

ફૂલને ફૂલથી મળવા તો દે,
પાનને ઝાકળ અડવા તો દે ,
સોનેરી કિરણો પડવા તો દે ,
મળે મારી ચાહને સાથ તારો
તો વનવગડે વસંત ખીલે .

કુમળી કુંપળો ખીલવા તો દે ,
કેસૂડે રંગ ભરવા તો દે ,

પલાશને મોકળાશે ખીલવા તો દે ,
મળે મારી પ્રીતને હાથ તારો
તો વનવગડે વસંત ખીલે

કેડીઓને પીળાશ પકડવા તો દે ,
સલૂણી સંધ્યાને લાલાશ મળવા તો દે ,
સૂકી ધરાને લીલાશ ધરવા તો દે,
મળે મારાં સ્નેહને શ્વાસ તારો
તો ખીલે વનવગડે વસંત .

પારિજાત, ચંપાને ખીલવા તો દે ,
વીણાના સૂર છેડાવા તો દે ,
કોકિલાને કૂજન કરવા તો દે ,
મળે મારા પ્રેમને સ્પર્શ તારો
તો વનવગડે વસંત ખીલે .

મને એકવાર કેફિયત કરવા તો દે ,
મારાં રૂદિયાનાં હાલ જણાવા તો દે ,
મનભરી પ્રણયના ફાગ ખેલવા તો દે મળે મારી ઈચ્છાઓને તારો સહારો
તો વનવગડે વસંત ખીલે.

હેતલ પટેલ . (નિજાનંદી )



#Spring

Read More

પિતા એટલે.....

એક એવો સાથ જ્યાં,
હું હમેંશા હૂંફ અનુભવું.
એક એવું વ્યક્તિત્વ જ્યાં,
હુ માથું હમેશા મસ્તક નમાવું.
એક એવો હાથ જ્યાં,
હું ડગમગતાં મક્કમતાં પામું.
એક એવી આંખો જ્યાં,
હું સદા સ્નેહ નિહાળું.
એક એવું આલિંગન જ્યાં ,
હું હિમંતનો ભારો ગ્રહુ.
એક એવો મલકાટ જ્યાં,
હું ખિલખિલાટ હસી શકું.
એક એવો ખભો જ્યાં
હું મનમૂકીને નિરાંતે રડી શકું.

Read More

(સત્યઘટના)
શબ્દો-૩૨૫
શિર્ષક - એન્જિન ડ્રાઇવરની વ્યથા.
મારા નાના ખૂબ જ સેવાભાવી. ગુંદી ગામમાં આવેલાં સેવાઆશ્રમમાં એ દાન આપે અને નેત્રયજ્ઞ, મહિલા રોગનિવારણ, બાળરોગ નિવારણ કેમ્પ એવાં આયોજન કરે. બધાં તબીબો વિનામૂલ્યે સેવા આપે બાકીનો ખર્ચો નાના પોતે આપે. જ્યારે રજાઓમાં નાના ગુંદીઆશ્રમમાં જાય ત્યારે અમે પણ સાથે જઈએ. રેલગાડીમાં બેસીને જવાનો ત્યારે આનંદ જ અનોખો હતો.
આશ્રમના સંચાલિકાને અમે કાશીફૈબા કહેતાં. એમણે આજીવન સેવાનો ભેખ લીધો હતો. સફેદ દૂધ જેવા કપડાંમાં એમનું વ્યક્ત્વિ ઝગારા મારતું .એમનો તેજસ્વી ચહેરો જોઈને મસ્તક આપોઆપ ભાવથી નમી જતું.
એકવાર આશ્રમની સફાઇ કરનાર બહેન નહોતાં આવ્યાં એટલે કાશીફૈબાએ મને તેમનાં ઘરે બોલવવા મોકલી. ત્યાં જઈને જોયું તો'તે તેમનાં પતિ અને બાળકો સાથે ઉદાસ બેઠાં હતાં.
મેં કારણ પૂછ્યું તે બોલ્યાં
"આ ટીનાનાં બાપુ રેલગાડીનાં ડ્રાઇવર છે આજે એમની ગાડી નીચે એક ૨ઝળતું ઢોર કપાઇને મરી ગયું."
"ઓહ 'મને પણ ભારે દુ:ખ થયું.
"જ્યારે જ્યારે આવો અકસ્માત થાય ને ત્યારે તે ખૂબ જ ઉદાસ થઈ જાય છે અને આખો દિવસ ઉપવાસ કરે છે."
મારા માટે આ નવું હતું.
"જો કોઈ માણસ કપાઈ જાય તો તો અઠવાડિયાં દસ દિવસ સુધી રડ્યાં કરે અને સરખું ખાયે ય નહીં."
સાંભળીને મારી આંખ પણ ભરાઇ આવી.
"હું સમજાવું કે એમાં તમારો શું વાંક? તમારે તો આખી ગાડીમાં બેઠેલાં લોકોને બચાવવાં હોય એટલે બ્રેક ના મારી શકો ."
"અરે એ તો બોલાય છે . સામે કોઈ માણસને કપાતો જુઓ ત્યારે ખબર પડે કે કેટલી વેદના થાય છે. એ માણસ તો ક્ષણિક આવેગમાં પોતાનો જીવ દઇ દે છે પણ એનાં પરિવારની શું હાલત થતી હશે તે વિચારો અને મારે તો એને બચાવવો હોય તો પણ એવી મજબૂરી કે હું હોર્ન માર્યા સિવાય કાંઈજ ના કરી શકું." બોલીને તે ભાઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યાં.
હું સ્તબ્ધ થઈને ત્યાં બેસી રહી.થોડીવાર પછી પેલાં બહેન બોલ્યાં
"જા બેટાં હું આવું છું થોડીવારમાં. મોટાંબેનને કહેજે ચિંતા ના કરે હું મોડા મોડા ય સફાઇ કરી જઈશ."
આ બનાવ વખતે હું ઘણી નાની હતી છતાંય મારા મગજમાં હજીયે આખો બનાવ અંકિત થયેલો છે.

હેતલ પટેલ. (નિજાનંદી)

Read More

હું ગરવો ગુજરાતી

ઘરમાં માંગું પીત્ઝાને પાસ્તા
ઇટલીમાં ખીચડી
એરપોર્ટ પર ખાંઉ ઢેબરાં ને છુંદો
પ્લેનમાં માંગું વ્હીસ્કી

કડક ચાની ચુસ્કી સાથે
યા યા હું બોલતો જાઉં
સંગીત વાગે ગમે તેવું
હું તો ગરબા જ કરતો જાંઉ

આમ તો હું છુ બહુ કજુંસ
પણ ફરવાનો જબરો શોખીન
ઢોકળા, ખમણને ફાફ્ડા ખાતાં
કરતો રહું હું જોગીંગ

આવડે નહીં અંગ્રેજી બહુ ઝાઝું
પણ સંતાનને ભણાવું
પાછુ ગીટપીટ કરતાં બાળકોને
વડીલનો આદર સમજાવું.

ફરૂ બહાર છાતી કાઢી
ઘરમાં પત્નીનું માનું
ફરતો ભલે મોંઘી ગાડીમાં
પણ રસ્તે પીચકારી મારુ.

બુદ્ધિ મારી વેપારીની
દુનિયામાં વખણાતી
પડખે સદા સૌના સુખદુઃખમાં
હું છેલછબીલો ગુજરાતી.

Read More