Quotes by Harshad Patel in Bitesapp read free

Harshad Patel

Harshad Patel

@harshadpatel154912


એકવાર ફરી જનતા ઉપર એક વધુ બોજ સરકાર તરફથી નજીકમાં આવી રહ્યો છે ફરી એકવાર નોટબંધી....નો બોજ.
જી હા એકવાર ફરી નોટબંધી રૂપિયા બે હજારની નોટ ઉપર પાબંધી લાગુ પડી શકેછે..
હવે એટીએમ માં પણ બે હજારની નોટો ઓછી નીકળવાની ચાલુ થઈ ગઈ છે
એટીએમ માં પણ રૂપિયા ભરતી બેન્કો પણ હવે બે હજારની નોટ વધુ મૂકતી નથી તે તો તમે જાણતાં જ હશો!
આગળ સરકાર શું કરેછે તે જોવાનું છે
ગભરાશો નહિ ગમે તેમ પણ તેનાથી નાની નોટોનું ચલણ તો ચાલુ જ રહેવાનું છે માટે આપણું કામકાજ તો ચાલવાનું જ છે...
બાદશાહ જશે પણ એકો, દૂરી, તીરી, તો ચાલુ જ રહેશે.

Read More

માણસ જ્યારે જીવતો હોય છે ત્યારે તેના વિશે લોકો જાત જાતની વાતો કરતા હોય છે...અરે પેલો રામજીભાઈ સાલો એક નંબરનો ચોર છે, કોઈની વસ્તુ લીધા પછી ક્યારેય પાછી આપવાની ટેવ નથી!
ગમે તેના લગ્નનું જમવાનું આમંત્રણ વગર જમીને આવે! લોકોનું મફતનું ખાવાનું! કોઈ દિવસ કોઈની પાછળ ક્યારેય બે રૂપિયા કાઢે નહિ તેવો...
પણ જો તે માણસ મરી જાય ત્યારે લોકો મીઠું મીઠું બોલતા હોય ...
સ્મશાનમાં તેમજ બેસણામાં પણ એક બીજા સાથે વાતો કરે,
અરે રામજીભાઈ એક નંબરો ભગવાનનો માણસ, કોઈ દિવસ કોઈનું જલદી મફતનું ખાય નહિ, કોઈની પાસે પૈસો કઢાવવા ના દે! તે પોતેજ પોતાના ખિસસામાંથી પૈસો કાઢે તેવો,બહુ ભગવાનનો માણસ...
....આવો હોય છે આપણો સ્વભાવ.
આપણી જબાન એટલી જૂઠી હોય છે કે તે ગમે ત્યારે ખોટું ને ગમે ત્યારે જૂઠું બોલતા અચકાતી નથી!
માણસ જીવતો હોય તો આપણે તેના વિશે ગમે તેમ બોલતા હોઈએ છીએ
ને જ્યારે તે મરણ પામે ત્યારે તેના વિશે આપણે સારું સારું બોલીએ છીએ.
આપણે પણ એક કોચિડાની જેમ જ રંગો બદલતા હોય એ છીએ.
આપણા બધાનો સ્વભાવ આ પ્રમાણેનો હોય છે શું આવા સ્વભાવને આપણે બદલી ના શકીએ!!!!
માણસ જીવતો હોય તો તેની આપણે કોઈ કિંમત રાખતા નથી ને જ્યારે તે મરી જાય પછી આપણે તેને લાખોમાં આંકીએ છીએ...શા માટે આપણે આમ કરીએ છીએ...શા માટે!!!

Read More

આજે આપણા દેશમાં સીતેર ટકાની વસ્તી ભણેલ છે
ભારત દેશ આજે દુનિયાના તમામ દેશની તુલનામાં આગળ પડતું સ્થાન ધરાવે છે જ્યારે આજથી પાંચ વર્ષ પહેલાં લોકો ભારત દેશના શબ્દથી નિરાશ થતાં હતા
લોકો કહેતા કે ઇન્ડિયા ગરીબ દેશ છે,ઇન્ડિયા ગંદો દેશ છે.તેમજ ઇન્ડિયાના પાસપોર્ટ ની કિંમતપણ પહેલા બિલકુલ ના હતી ને આજ દુનિયાના દરેક દેશને કબૂલવું પડેછે કે રિયલી "ઇન્ડિયા ઇઝ ગ્રેટ"
આ બધું કોના કારણે...!
કદાચ નરેન્દ્ર મોદી ને કારણે.
જેને આપણે એક ફેકું કહીએ છીએ કે વિકાસ ગાંડો થયો છે..વગેરે વગેરે.
તો શું આપણે પણ આપણા જ ઘરમાં એક ફેકૂ નથી!
આપણા જ ઘરમાં આપણેજ આપણા સભ્યો ને પ્રોમિસ કરીને કઈ તેમની ઈચ્છાઓને પૂરી કરીએ છીએ!
આપણે પણ તેમણે વાયદાઓ જ કરીએ છીએ કે સોરી બેટા આજે મને સમય ના મલીઓ પણ કાલે જરૂર લાવીશ..બસ બાળક રોજ રોજ આમ સાંભળીને ભૂલી જાયછે.
પણ આપણું બાળક આપણને ક્યારેય એમ નથી કહેતું કે પપ્પા ફેકૂ છે.પરંતુ તે સમજે છે કે પપ્પાને પણ કોઈ એવી મજબૂરી હોય શકેછે.જેથી તે મને ગોળ ગોળ આમ ફેરવે છે.
વિકાસની જો વાત કરીએ તો વિકાસ આમ એક કે બે દિવસમાં થઈ જતો નથી પણ દરેક કામ એક સમય માગી લે છે.જે અમુક સમયે તે જરૂર પૂર્ણ થતું હોય છે
આંબો વાવીને તરત કેરી ખવાતી નથી પણ તેના માટે તેના સમય ની રાહ જોવી પડતી હોય છે.
હું કોઈ જ્યોતિષ તો નથી પણ એટલું જરૂર જાણી સમજી શકુછું કે દેશને આગળ લાવવો હોય કે દેશનો વિકાસ કરવો હોય તો મોદી જેવા માણસ તમને ફરી આ દેશમાં નહિ દેખાય કે નહિ મળે.
માણસ માત્ર ભૂલને પાત્ર
એ કહેવત ખોટી તો નથી જ
આપણાથી પણ ઘણી ભૂલો થતી હોય છે.. ચાહે ઘરમાં તો ક્યારેક બહાર પણ તો શું આપણી ભૂલોનો વાંક કોને માથે નાખીશું!
માણસ કોઈ ભગવાન તો નથી કે બોલેલું બધું જ તે કરી શકેછે! ક્યારેક તેને પણ બોલેલું પોતાના જ મોઢામાં ગળી જવું પડે છે.
તમને પણ આવો અનુભવ એક વાર અથવા વધુ વાર જરૂર થયો હશે.
આપણે પણ આપણું પોતાનું જ ઘર ચલાવીએ છીએ
તે ઘર ચલાવવામાં આપણને શું તકલીફો આવેછે તે આપણે સારી રીતે સમજીએ છીએ તો પછી પણ આપણે સામે વાળા ની ઉપર આંગળીઓ કરતા રહીશું!
કે તું એક ફેકુ છે...
કે તું વિકાસ કરતો નથી..
આ બધું બોલવું એકદમ સહેલું છે પણ પૂછો તેને કે જેના માથે એક પોતાના ઘરની જવાદારીઓ આવીને પડીછે...કેવા હાલ તેના થાય છે! એ જવાબદારીઓ પૂરી કરવા માટે!
ઊંઘ લેવીછે જરા પણ ઊંઘ લઈ શકાતી નથી,જમવું છે જરા પણ જમી શકાતું નથી મળવું છે પોતાના સગાઓને પણ મળી શકાતું નથી
આવા હાલ છે આપણા તેમજ આપણા વડાપ્રધાનને...
મારો વોટ ભાજપને..
મારો વોટ નરેન્દ્ર મોદીને..

Read More

હેપી બર્થડે....bas હેપી બર્થડે...
આ હેપી બર્થડે રોજ રોજ કોઈની કોઈની આવતી જ હોયછે ને આજકાલ યાદ પણ નથી રહેતી કે આજે કોની બર્થ ડે છે!
ક્યારેક આપણી પોતાની પણ જન્મતારીખ યાદ નથી રહેતી..!
આજ સવારે ઊંઘ માંથી ઉઠીઓ ત્યારે મારી બેબી ફોન ઉપર thank you, thank you કહેવા મંડી પડી હતી...
હું વિચાર કરું કે કદાચ આજે મારાજ ઘરમાં જ કોઈની બર્ડે છે.
બાજુમાં જ બેસેલા મારા બાબાને પૂછ્યું કે ભાઈ આજે આપના ઘરમાં કોની જન્મતારીખ છે!
તેતો સહેજ ગુસ્સાથી બોલીઓ કે તમારી છોકરીની છે.યાદ પણ નથી રહેતું!
અલ્યા ભલા માણસ મારી છોકરી છે તો તારી બોન નથી! હાહરીના...
તમે બંને આગળ પાછળ તો જન્મ્યા છો!
પછી હું નીચે આવ્યો તે ખુરશી માં બેઠી બેઠી મલકાતી હતી પણ હું કઈ બોલીઓ નહિ ને પછી નહિ ધોઈને જ્યારે ચા પીવા રસોડામાં બેઠો ત્યારે મે તેને ધીરેથી તેની માં સાંભળે નહિ તેમ તેને "હેપી બર્થડે" કહિયું...બોલો બોલવામાં પણ આગળ પાછળ જોવું પડે.
આજકાલ મારે એ બંનેની સાથે થોડીક રામાયણ ચાલે છે, સમજો ને યાર...
એવું બધું પણ મારે તમને સમજાવવાનું!
છોકરી એની મમ્મી ઉપર ગઈ છે
થોડોક ગરમ સ્વભાવ...સહેજ અભિમાન.
નાના છોકરાં આવા જ હોય પછી લમણે વાગે ત્યારે સહેજ સીધા પણ થઈ જાય.
ગમે તેમ પણ દીકરી તો કહેવાય.
દીકરી હોય ત્યાં લક્ષ્મી પણ હોય.
happy birthday to you sweeta.
secound number is my laksmi,
sweeta.

Read More

જીવન એક સંઘર્ષ છે ને આ સંઘર્ષમાં પતિ ને પત્નીએ એક વફાદાર પૂર્વક પ્રેમભાવથી જીવનના એક પોતાના અંત સુધી એક બીજાની મદદ તેમજ સાથ ને સહકાર આપવો જોઇએ.
સાઈકલ કદી એક પૈડાં સાથે ચાલી શકતી નથી તેમ આપણું જીવન પણ એક બીજાના સાથ ને સહકાર વગર પૂર્ણ થતું નથી.
પણ હા તમે એટલો બધો પણ એકબીજાને પ્રેમ ના કરો કારણ કે બે માંથી કોઈ એક અણધારી આ દુનિયામાંથી વિદાય કાયમ માટે લેશે ત્યારે તેનાં આવતા એ શમણાં ક્યારેય આપણા મગજમાંથી નીકળશે નહિ.
બસ એજ આપણો બાકી સમય કાઢવો આપના માટે ઘણો કષ્ટ દાયક હોયછે.
આખા જીવનમાં સાથે રહીને આટલા વરસો કાઢ્યાં હોય એ કેમેય કરીને જલદી ભૂલતા નથી.
આ માટે તમારે પહેલેથીજ હિંમત રાખવી પડશે. આવી દુખદ તેની વિદાય ના દિવસો પસાર કરવા ઘણા અઘરા થઈ પડેછે.
કાસ આમ બંનનું જીવન એક સાથે સમાપ્ત થતું હોત તો ....
પણ એ સંભવ નથી..પણ જવાનું છે એ નક્કી પણ બસ ફક્ત વાર ફરતી જ .
હાથ પકડશો એકબીજાનો પણ એક દિન છૂટવાનો છે એ જરૂર માટે એની પક્કડ એટલી મજબૂત પણ ના રાખશો કે જેથી કરીને તેનો અફસોસ તમને કાયમ માટે ભૂલી પણ ના શકાય.
જીવન રૂપી એક સાથે ખેલ કરવા આવ્યા હતા ને એ ખેલ પૂરો અથવા અધુરો મૂકીને ચાલીયા જવાનું છે.

Read More

આપણે જો કોઈ ભૂલ કરીએ કે કોઈ પાપ કરીએ તો ભગવાન આપણને સજા આપતો હોય છે...
પણ જો આપણે જ કોઈ ભૂલ કે પાપ કરીએ ને પછી આપણે જ ભગવાનના તેમના વાહનને સજા આપીએ તો શું થાય!
એ આપણી મોટી ભૂલ ને પાપ ગણી શકાય કારણ કે ભગવાનને કે તેમના વાહનને સજા આપનારા આપણે કોણ!
શા કારણે આપણે તેમના વાહનને સજા આપવી પડે છે!
કદાચ આપણે કોઈની ગાયને મરીશું તો તેનો માલિક આપણને છોડશે ખરો!
તેમ જો હનુમાનના વાહનને આપણે દોરડા બાધીને તેને સજા કરીશું તો હનુમાનજી આપણને છોડશે ખરા!
આ શું સજા એ મોત...
કે પછી આપણી બે ઘડીની ગમ્મત ...!

Read More

અધધ ... આટલી મોટી રકમ!
ફક્ત નવ દિવસમાં!
એક કરોડ ચોરાસી લાખ..સરકાર ને આટલી મોટી આવક!
સ્ટેચ્યુ ઑફ યુનિટી, સરદાર પટેલ .
દિવાળીના શુભ તહેવારોમાં....
હજી તો આગે આગે દેખો હોતા હે ક્યા!
વિદેશીઓ પણ પ્લેનો ભરી ભરી ને આવશે..મોદીએ કહ્યું હતું કે રોજના પંદર હજાર લોકો આ સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવા આવશે.
તમે ક્યારે જોવા જશો!

Read More

આજે દિવાળીના શોર્ટ વેકેસનનો છેલ્લો દિવસ...ને કાલે લાભ પાંચમ,
ધંધાવાળા પોતાની દુકાનો ખોલીને નવા વર્ષની શરૂઆત કરશે તેમજ નોકરીઓ વાળા પોતાની નોકરીઓની શરૂઆત કરશે...મજા કરી આ દિવાળીના પાંચ દિવસની રજાઓમાં.
નજીકના સમયમાં શાળા તેમજ કોલેજો પણ ખુલી જશે.
ને હવે આવશે લગ્નની મોસમ..બે દિલ એક થવાનો સમય.. એન આર આઈ આવવાનો સમય..
ચાલો હવે રાહ જોઇએ લગ્ન પ્રસંગો મહોલવાનો એ સમય.
મેરી પ્યારી બહેનીયા બનેગી દુલ્હનીયા
બહેનો પરણીને જશે પારકે ઘેર ને બૈરીઓ આવશે એક નવી વહુઓ બનીને આપણે ઘેર.
લગ્નની આવતી મોસમનું આપણે સ્વાગત કરીએ...

Read More