The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
શુ ખબર ? આજે મારી આંખો કોઈકના ચેહરા ને કલ્પે છે. શુ ખબર? આજે મારુ મન કોઈક ના રૂપ ને તલસે છે. શુ ખબર? આજે મારા હોઠ કોઈકના અમ્રિત રૂપી હોઠ ને તરસે છે. શુ ખબર? આજે મારા હાથ હવામાં પણ કોઈક ના દેહ ને સ્પર્શે છે. શુ ખબર? આજે મારુ હૃદય મારુ હોવા છતાં કોઈક બીજા માટે જ ધડકે છે. આતો 'વિરહ' ની રાત જેટલી કાપીએ તેટલી જ વધે છે. ©Mr.Haresh Chauhan
ક્યારેક કોઈક ની આંખનું કાજલ એ યાદ આવ્યાં કરે તો સમજો એ પ્રેમ છે. ક્યારેક કોઈક ના સુંવાળા કેશ જો મો આગળ ફર્યા કરે તો સમજો એ પ્રેમ છે. ક્યારેક કોઈક ના ઝાંઝર નો રણકાર જો કાનમાં રણક્યા કરે તો સમજો એ પ્રેમ છે. ક્યારેક તમારા હોઠ જો તેનું નામ રટ્યા કરે તો સમજો એ પ્રેમ છે. ક્યારેક કોઈક ની બિંદી જો આંખ આગળ રમ્યા કરે તો સમજો એ પ્રેમ છે. ક્યારેક કોઈક નું સ્મિત જો મૃગજળ બની ગમેત્યા રચ્યા કરે તો સમજો એ પ્રેમ છે. અને જો ફરી એ કાયાને જોય સ્વર્ગ નો અનુભવ થાય તો 'ખાતરી માનો કે એ પ્રેમ જ છે' ©Mr.Haresh Chauhan
જીવન છે નથી ફૂલોની કેડીયો અહીં તો છે કંટકો ની વિશાળ રેલીઓ ટાઢ-તડકા તો ઘણાય છે પણ ઓછીય નથી છાંયડાઓ ની હેલીઓ આપણો તો એક જ છે સિદ્ધાંત કે જીવી જાવ પોતાના દમ પર બાકી સંભાળવા વાળા બેઠા છેને "મહાદેવ" પછી શાની ફિકર. ©Mr.Haresh Chauhan
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser