Quotes by Hardik Galiya in Bitesapp read free

Hardik Galiya

Hardik Galiya Matrubharti Verified

@hardikgaliya061145
(106.6k)

મનગમતી મારી પતંગ, કોઈ ઉડાડી ગયું છે,
સૂતેલી મારી શ્રદ્ધા, કોઈ જગાડી ગયું છે.

નહોતી ખબર ઇશ્ક તણા,પેચો છે કેવા કઠિન,
આપીને શરત શ્વાસની,કોઇ રઝળાવી ગયું છે

જોઉં છું લાચાર થઈ , સૂનું ગગન હું તો હવે,
બાજી જીતેલી હતી, કોઈ બગાડી ગયું છે.

રાજી હતો હું એમ કે, છે દોર મારા હાથમાં,
કાપી પતંગ હવે કહો, કોણ તે કાપી ગયું છે?

બાકી રહી છે યાદ બસ, સૂની હથેળીએ હવે,
લુટાઈ ગયો જેના પર, તે જ તડપાવી ગયું છે

– હાર્દિક ગાળિયા

Read More

શું ફોન મૂકી બાજુએ, કિન્ના એ બાંધતો હશે?
કે 'રેડીમેડ' લાવી પતંગો, માત્ર સાંધતો હશે?

આકાશમાં તો ક્યાં હવે, પેચો લડાવે છે કોઈ?
બસ 'ઈન્સ્ટા'ની રીલો મહીં, પેચો લડાવતો હશે!

પતંગના કિન્ના તણી તો, જાણ નથી જાજી મને,
પણ મન મહીં વેરના, કિન્ના એ બાંધતો હશે.

તલ-ગોળની ચીક્કી હવે, ભાવે નહિ જેને જરા,
ધાબા ઉપર ચડીને પણ, પિઝા મગાવતો હશે.

કાપ્યો છે કોણે કોને?,ક્યાં ખબર છે આજકાલ?
પોતે કપાણો છે છતાં, ભ્રમમાં જ રાચતો હશે.

શું "કાયપો છે!" ની બૂમો, પાડવી ગમે છે એને?
કે ગોગલ્સ પેરી 'સ્વેગ'માં, સેલ્ફી પડાવતો હશે?

–હાર્દિક ગાળિયા

Read More

કોને કહેવી, મનભર કથા, પ્રાણ જેવો હતો તું,
પ્રીતી આખી, અધવચ મહીં, તોડી ચાલ્યો ગયો તું.

સાથે ગાળી, પળ પળ સખી, યાદ આવે હજી એ,
હાથોમાંથી, કર મજવતે, છોડી ચાલ્યો ગયો તું.

શૂન્ય ભાસે, જગત સઘળું, સાથ તારો નથી જ્યાં,
શ્વાસ મારો, સ્મરણ કને, જોડી ચાલ્યો ગયો તું.

ભીની આંખે, હૃદય રડતું, છોડી ચાલ્યો ગયો તું,
કાચું સાચું, સગપણ બધું, તોડી ચાલ્યો ગયો તું.

યાદો તારી, હ્રદય મહીં આ, ‘હાર્દિક’ ભીની રહી,
બંધન જૂનું, સગપણ બધું, તોડી ચાલ્યો ગયો તું.


– હાર્દિક ગાળિયા

Read More

...શરમ...

તું પરણી ગઈ છે તને થોડી પણ શરમ આવે છે
રોજ રોજ શમણે આવે છે, તને શરમ આવે છે

આવીને મારો હાથ પકડે છે પહેલાની જેમ ફરી
ને મને રાત આખી રડાવે છે,તને શરમ આવે છે

મહિનાઓ સુધી રૂઝાવ્યો છે મારા મિત્રોએ મને
એ ઘાવ ફરી ફરી ખોતરે છે,તને શરમ આવે છે

સાંભળ્યું છે હવે તું ખુશ છે તારી નવી દુનિયામાં
ફરી મારા દુઃખને તાજુ રાખે,તને શરમ આવે છે

ખબર છે તને કે મારી નાખ્યું છે હ્રદય હાર્દિક નું
મરેલાને અનેક વાર મારતા,તને શરમ આવે છે


– હાર્દિક ગાળિયા

Read More

કૃષ્ણ જોઈએ છે


જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે,
મિત્ર જોઈએ છે, કૃષ્ણ જોઈએ છે.
સ્વાર્થી દુનિયામાં સારથી બને એવો,
મિત્ર જોઈએ છે, કૃષ્ણ જોઈએ છે.

વ્યથા મિટાવે,ને વિચલિત ન થવા દે,
જે શ્વાસમાં ભળી,વિશ્વાસ બની રહે.
સુખ-દુઃખમાં ખીજવે,વ્હાલથી મનાવે,
એવો મિત્ર જોઈએ છે,કૃષ્ણ જોઈએ છે.

જેના ખભે હાથ મૂકીને,બેખૌફ ચાલી શકું,
ખોળામાં માથું રાખી, નિરાતે હું સુઈ શકું.
જેનો હાથ પકડી,જિંદગીના પંથે દોડી શકું,
એવો મિત્ર જોઈએ છે, કૃષ્ણ જોઈએ છે.

અશ્રુ વહે, તો પડછાયો બનીને રોકે,
મન મૂંઝાય, તો કાનમાં મીઠું ગીત બોલે.
ખુશીમાં મારાથી પણ વધારે ખુશ થાય,
એવો મિત્ર જોઈએ છે, કૃષ્ણ જોઈએ છે.

સંઘર્ષના મેદાનમાં શસ્ત્ર બની આવે
મોહમાયાના જળમાં હંસ થઈ આવે.
સાથ આપે, વિશ્વાસ આપે એવો,
મિત્ર જોઈએ છે, કૃષ્ણ જોઈએ છે.

- હાર્દિક ગાળિયા

Read More

લાગે નઝરના

નદી કિનારે ખીલેલું ગુલાબ તેને લાગે નઝર ના
હોય મારા હાથમાં તારો હાથ તેને લાગે નઝર ના

કોઈ એક સાંજ,ઊગેલું ચાંદ,અને છે ચમકતી રાત
ને તારી આંખેમાં રાતનો ઉજાસ તેને લાગે નઝર ના

નથી કોઈ કવિ,નથી કોઈ કવિતા,નથી કોઈ કળા
તને જોયા પછી એક જ વાત તને લાગે નઝર ના

જીવનો રસ્તો ભલેને હોય કડવો કે મધુરો પણ
તારી સાથે જ્યારે હોય ત્યારે તને લાગે નઝર ના

સુંદર છે તારા મુખથી નીતરતું અવિરત નીરવ મૌન
છૂપાવે તું શબ્દે જ્યારે"હાર્દિક"તેને લાગે નઝર ના

Read More

આ આંખોમાં ડૂબવા તારી,
હાથ પકડી બેસવું હોય છે.

તારા વાળોની મહેકતી અદા,
હંમેશ તેનાથી રમવું હોય છે.

અવાજનો એ મીઠો રણકાર,
તારું ગીત સાંભળવું હોય છે.

સંગીત તારી યાદોનું આહ્લાદક,
તારી યાદમાં આવવું હોય છે.

કરે છે ગુસ્સો તું જ્યારે જ્યારે,
ત્યારે મન ભરી ચૂમવું હોય છે.

બહુ હોય ખુશ ખુશાલ જ્યારે,
ત્યારે બાથમાં મળવું હોય છે.

થાય જો પ્રણયમાં મિલન,
તો ધોધમાર વરસવું હોય છે.

જ્યારે કરે છે દૂર ત્યારે હાર્દિક,
હૃદય ધબકાર ચૂકતું હોય છે.


- "હાર્દિક ગાળિયા"

Read More

ગુજરાતી

મને ગમે છે બોલી ગુજરાતી, તેથી
મારી વાત મે ગુજરાતી રાખી છે

હજી પણ વિદેશી વાયરા વચ્ચે
મારી જાત મે ગુજરાતી રાખી છે

ગમે છે મને મારી માતૃભાષા
મારી ભાષ મે ગુજરાતી રાખી છે

ફાંકડા અંગ્રેજીની આ દુનિયામાં
મારી વાત મે ગુજરાતી રાખી છે

અનેક વૈખરી છે આ વિશ્વમાં , તેમાં
અદકી ભાષ મે ગુજરાતી રાખી છે

હું બોલું,જોઉં,જાણું,માંણું ગુજરાતી
તેથી મારી જાત મે ગુજરાતી રાખી છે


- "હાર્દિક ગાળિયા"

Read More

દિકરી


ભગવાનના રૂપે આજ મને દીકરી મળી
મારી ભાગ્યરેખા સમી મને દીકરી મળી

હર હંમેશ શાંતિ ભરેલું ઘર હતું મારું
હવે ઘર માથે ઉઠવતી મને દીકરી મળી

પાપા મ..મ..માં બોલી ખુશ કરતી દીકરી
બાની પ્યારી એ લાડકી મને દીકરી મળી

ચિતારોએ મારો, જીવન પ્રાણએ મારો
મારા પ્રતિબિંબ સમી મને દીકરી મળી

છે મારા ઘરનો દીવો,મારા ઘરની રોનક
ઘરના અજવાળા સમી મને દીકરી મળી

- "હાર્દિક ગાળિયા"

Read More