Quotes by Manghwani Dhanvanti in Bitesapp read free

Manghwani Dhanvanti

Manghwani Dhanvanti

@dipudi


સ્કૂલ , કૉલેજો, યુનિવર્સીટીઓની પરીક્ષાઓ સદંતર બંદ છે ...ત્યારે ઈશ્વર દ્વારા લેવાઈ રહેલી જિંદગીની આ પરીક્ષામાં સફળ થવાનો એક ઉમદા પ્રયત્ન કરીએ...

Read More

ખુશીઓ આજે મારી સામે હતી,
બસ એને ઝીલવાની મેં હિંમત ન કરી.

જેને મારા દિલ એ પસંદ કર્યું તું ,
એનાથી દિમાગ એ દૂર રહેવાનું સૂચવ્યું.

જે ચંદ્રની ચાંદની ને મારુ જીવન સમજતી હતી,
તે ચાંદની તો સુરજ ની મહેરબાની હતી.

મારુ મન રાજી રાખું તો કોઈક નું દિલ દુભાય,
ના ના ના જિંદગી હું આ ના કરી શકું........???

Read More

મેં જિંદગી ને કહ્યું તું મને એટલી બધી એટલી બધી ગમે છે કે ,
ઓફિસ ના કામ પુરા થાય એટલે તારી સાથે બે ઘડી વાતો કરવી છે.

તું મને એટલી બધી શરારતી લાગે છે કે,
બસ આ ચાવીઓથી વજનદાર હાથોમાંથી ચાવીઓને ઘડીક ખોવાઈ જવાનું કહેવું છે.

જિંદગી તું મને એટલી બધી એટલી બધી ગમે છે કે,
મારી આ સવાર ને સાંજ તને જ માણવા માંગુ છું.

સવારની એ morning walk ને તાજી હવા મારામાં સમાવા માંગુ છું,
ને સાંજે સાથીનો હાથ હાથ માં લઇ રિંગ રોડ પર સહેલ કરવા માગું છું.


જિંદગી હું તને એટલો બધો એટલો બધો ચાહું છું કે,
હજુ તો કામ ની ઉલજનો માંથી નવરો થયો છું.

જિંદગીએ ખૂબ વેદના સાથે કહ્યું .....તું મને એટલો બધો એટલો બધો ગમે છે પણ શું કરૂં?? તારા જીવનભર ના આ કામમાં ને કામમાં મારો - તારો સમય પૂર્ણતાના આરે છે.

છેલ્લા શ્વાસની આ ઘડી પહેલા તું કામની જલેબીમાં જ એવો તે ગુંચવાયો હતો કે જે મીઠાશ તારામાં જ સમાયેલી હતી એને પણ માણવાનું તું ભૂલી બેઠો....

હાય રે !!!!!!!!!! વહાલી જિંદગી હું શું કરી બેઠો????

Read More

ઝંખના
માનવીની ઝંખનાના ઝંખવણાં થાય નહીં....
કેવી કેવી વિચિત્ર ઝંખના તેના આંકે તો અંકાય જ નહીં.

સમાજ મને સ્વીકારે, માન આપે તેવી મારી ઝંખના હોય તો,
હું જ બીજાનું અપમાન કરું તે વળી કેવી વિડંબણા!!!

દીકરો થશે તો ડોકટર અને દીકરી થશે તો નિપૂણ ગૃહિણી,
રે.....રે.....દરેક દંપતિની ઝંખના.

વહુ વારસદાર તરીકે દીકરો લાવે ...દાદા-દાદીની ઝંખનાં...
મારા પેટ સ્વસ્થ સંતાન આવે એક માતાની ઝંખનાં.....
રાખડી બંધાવવા મારો વીરો આવે એક બહેનીની ઝંખના...
રે.....રે.....દરેકની ઝંખના......

નાનપણમાં હું કાલીઘેલી સુંદર ભાષા બોલું,
મારા કુટુંબીજનો ની ઝંખના.
દરેક સ્પર્ધામાં અવ્વલ મારે જ જોડાવાનું,
મારા મિત્રોની ઝંખના.
દરેક વાત માની તેનો અમલ કરું ,
મારા વડીલોની ઝંખના.
આદર્શ વિદ્યાર્થી બનું..મારા શિક્ષકોની ઝંખનાં.

બોર્ડના પરિણામોમા મારા જ નામ નો ડંકો વાગે,
એક આદર્શ વિદ્યાર્થીની ઝંખના.
કોલેજમાં પાસિંગ માર્ક્સ આવે ...
એવી કોલેજીયન મોજી ની ઝંખના.
જી.પી.એસ.સી.ની પરીક્ષામાં સફળતા મળે...
એ આજના યુવાગણની ઝંખના.

કોણ અહીં પૂછે મને મારી ઝંખના?????
બનવા ચાહું હું ફક્ત માનવી.....
ભૂલું કેમ હું માનવતા.....

આજ છે બસ મારી ઝંખના....
શું કોઈ પૂછે મને મારી ઝંખના?????????

Read More

રોજ તારી સાથેની મુલાકાતો શકય તો નથી બનતી,
પણ તારી સાથેની યાદોના વિશાળ પટાંગણમાં ડોકિયું મારું દિલ જરૂર કરી લે છે....

Read More

જેના સ્મિત પર મારુ સર્વસ્વ સુખ છલકી ઉઠે,
જેના નામથી જ મારું હૈયું હિંડોળે ચઢે,
ખુશીઓ અને મુશ્કેલીઓ માં જેનો કરું પ્રથમ વિચાર,
ઈચ્છા એટલી જ કે બસ હૈયે થી હકીકત બની જાય પળવાર........

Read More

સતત કોઈક ને યાદ કરવું હવે મારાથી નઈ બને,
એની જ યાદોમાં વિખરાવું હવે મારાથી નઇ બને,
ફક્ત મને જ આ અહેસાસ થાય છે કે એને,
પણ
મારા ખરા પ્રેમ ની પરીક્ષા કરવાનું મારાથી નઈ બને.....

Read More

ખરેખર જે વાતો અભ્યાસમાં શીખવવામાં આવે છે તે જીવનમાં 100% એપ્લાય કરી શકાય છે????

કોઈક ની યાદ એટલી સતાવે કે અરીસામાં કે મુજમાં મને હવે એ જ નજર આવે.....