Quotes by Jaykumar DHOLA in Bitesapp read free

Jaykumar DHOLA

Jaykumar DHOLA

@dholajay2210gmailcom
(38)

એવી આઝાદી મળી મને પ્રેમમાં,
યાદોનું પીંજરું પણ મારું આકાશ બન્યું!

હાય, માતૃભારતી પર આ વાર્તા 'યુવાઉડાન - 1' વાંચો
https://www.matrubharti.com/book/19871094/yuva-udan

હાય, માતૃભારતી પર આ વાર્તા 'યુવાઉડાન - 1' વાંચો
https://www.matrubharti.com/book/19871094/yuva-udan

શું મિલન હતું એ આંખોના બે પાંપણોનું!
વિરહનું દુઃખ અશ્રુ બની નીકળી ગયું..

-'તરંગી'

"શોધ"

શોધ શોધ આ તે કેવી ભીતરની શોધ,
ફૂલોનો પથ પણ લાગે જાણે અંગાર ,
થયું કે સવાલ જ ન રહે તો પુરી થાઈ શોધ
પણ મોત સાથે એ સમે એવી હઠી તો
શોધની શોધ નો શું અર્થ ઠરે?

શ્વાસના ઉજાગરા કર્યા આ શોધ માટે,
પણ જાણ શું કે અજવાળાં તો અંધારે જ થાય,
ઇતિહાસના પાનામાં શોધ શું શું કરી ગઈ છે?,
શાંતિની શોધ યુધ્ધને અને
પ્રેમની શોધ વિરહમાં આપી ગઈ!!

શોધની શરત જ એ કે ક્ષિતિજનો અણસાર,
પણ હોઈ વાસ્તવિક દૂર આ નદીને આભ,
શોધ શોધ આ તે કેવી ભીતરની શોધ?

Read More

નથી કોઈ નફો કે નુકશાન,
નથી કોઈ દોડ દુનિયાદારીની ,
શોધું છું એવો રસ્તો દુનિયામાં,
ભટક્યો ત્યારે મળ્યો ખજાનો માઁના ખોળામાં!!

-'તરંગી' (જયકુમાર ઢોલા)

Read More

'તરંગ'નો સ્પર્શ : 10

ઘાયલ થયો હું આ જગથી,
લેવા નીકળ્યો કંઈક તો
હારયો હર પળ ,
તો ય પાછો ના પડ્યો

જાણ્યું કે નીકળીશ આપવા તો
મેળવીશ કુદરતથી કંઈક,
શું આપું ? વિચાર સિવાય નથી કાંઈ મારું
બન્યો તરંગી ને ખોવાયો મનના તરંગોમાં,

પામ્યો કે જીત-હાર તો જગ માટે,
મુજ માટે તપતા પથની મુસાફરી એ જ લક્ષ્ય!
તરંગની થપાટે વહેતો ને ઉડતો,
શું જાણ છે? તરંગ જ લક્ષ્ય બને!

બન તરંગી ને માર હલેસા આ દરિયામાં,
મળશે ખોવાયેલા રસ્તા ય સમુદ્રમાં!
ઘાયલ કોણ નથી અહીંયા?
બદલ નજર ને જો બદલાવ તારી નજરેથી,
તું બન તરંગી , પહોંચ તારા ઉદ્દભવે!

-'તરંગી'

Read More

'તરંગ'નો સ્પર્શ : 9

તું જાગ કહેરની રાત નજીક,
દે માત આ રાતને તું જાગ
ગળે સુધી ફાંસો આવ્યો
હવે તો તું જાગ!

ભંગાણ પડ્યા સપનાના સોપાને,
રહી ગયો સૂતો તો મોત છે પાસ
તું જાગ , બન જોગી ને તું જાગ!

તપતા સૂરજથી લાવવા ઉજાસ તું જાગ,
સોડ તાણી સુવાની ગઈ એ વય
હવે તો તું જાગ!

જાગતા જગ બદલાઈ ને
સુતા કાંઈ ન થાય
અપેક્ષા રાહ જોઈ ખડી
હવે તો તું જાગ!

હાથની રેખા બનતી બગડતી
જો વાળ તું મુઠ્ઠી તો,
ડર ને હંફાવ ને વહેતો થા દરિયા જેમ,
જોવુ છે પરિણામ તો
હવે તું જાગ!

-'તરંગી'

Read More