Quotes by Dhaval Gohel in Bitesapp read free

Dhaval Gohel

Dhaval Gohel

@dhaval2595hotmailcom


ના ડૂબકી મરાય,
ના છબછબિયા થાય.
ઘાત જો હોય પાણીની,
તો સાહેબ,
મૃગજળ માં પણ ડૂબી જવાય..!

જિંદગી ત્યાં જ જવા માંગે છે, જ્યાં પાછું જવું ખુબજ મુશ્કેલ હોય છે...

નાનપણ, ભોળપણ, જૂનું ઘર અને જુના મિત્રો...

Read More

જતું કરો અને ભૂલી જાવ ની સલાહો આપવી બહુ સહેલી છે. જ્યારે પોતાનાં પર આવે ને ત્યારે ખબર પડે. ટાઢ કેટલી વાય એ તો જેની ગોદળી જાય એને જ સમજાય.! મન મોટું રાખો ની સુફિયાણી સલાહ આપવાવાળા જ્યારે પોતાનાં પર આવે ત્યારે તો એમનાં અંદર નો પુષ્પા બહાર આવી જાય, "મેં ઝુકેગા નહીં સાલા" ! એટલે અન્યાય સહન કરવાનો આવે, પક્ષપાત સહન કરવાનો આવે ત્યારે તો જે દુઃખ થાય, એ તો થાય થાય ને થાય જ.! પછી એ કોઈપણ વ્યક્તિ હોય. હા તમાચો મારીને ગાલ લાલ રાખવો હોય, તો એ જુદી વાત છે.!

Read More

તારા હાથનો એક લોટો પાણી પી ગયેલ છું. થયુ છે શું?કે લોકો કહે છે બહેકી ગયેલ છું. તું મારો હાથ જાલીને ઘર સુધી દોરી જા ઘરના નાકે ઉભો છું ને રસ્તો ભૂલી ગયેલ છું. કોઈ આવીને મને શ્વાસોની ગરમીથી ઓગાળે વર્ષોથી કશી ઉષ્મા વગર થીજી ગયેલ છું. કહી દો મૌતને ધાકમાં લેવાનુ રહેવા દયે. તેનાથી પણ અઘરી જિંદગી હું જીવી ગયેલ છું.

-પદ્મશ્રી ખલિલ ધનતેજવી

Read More

મીઠાશ ના હોય તો માણસ તો શું
કીડીઓ પણ નથી આવતી સાહેબ !
જિંદગી માં સુખી થવું હોય તો
માણસ ને સાચવતા શીખો,
વાપરતા નહી....

Read More

ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી...
ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી...
હસતો અને રડાવતો રાગ છે જીંદગી..
પણ આખરે તો...
કરેલા કર્મો નો જવાબ છે જીંદગી..

Read More

આંખ
આપણને ફક્ત નજર આપે છે, પણ આપણે ક્યારે કોનામાં શું જોઈએ છીએ, એ આપણી લાગણી પર નિર્ભર કરે છે ! તેથી જ તો કહેવાયું છે સાહેબ...
"નજ૨ નજરમાં ફરક છે."

Read More

સવારે શરૂ થઈને રાત્રે પુરી થઈ જાય છે,
ગમે તેટલી જીવી લ્યો આ જિંદગી,
થોડી તો અધૂરી રહી જ જાય છે....!!

માટી તણું સગપણ રાખવું,
વાતમાં થોડું ગળપણ રાખવું!

ઉંમર થાય તો ભલે થાય,
મનથી આઘું ઘડપણ રાખવું!

જીવવાની આવશે તો મજા,
મનમાં એકાદ વળગણ રાખવું!

કરો ટીકા બીજાની તો ભલે,
સામે ચોક્કસ દર્પણ રાખવું!

લો મદદ કોઈની જિંદગીમાં કદી,
એનું સદાય ઋણ પણ રાખવું!

મળે સિદ્ધિ તે નિયતિનો ખેલ,
ગુમાન કદી ના સહેજ પણ રાખવું!

Read More

❛❛વરસાદ ઝરમર વરસે તો ગમે.
વાદળા ફરફર ગરજે તો ગમે.

ટહુકા સાવ મૌન બની ગયા,
એકાદ મોરલો ટહુકે તો ગમે.

સૂકી રેતીને કોણ પૂંછે હવે ?
ભીનાશ મહીં સરકે તો ગમે.

કોરા આપણે તો યે નીતરતા,
લાગણી જેવું છલકે તો ગમે.

વરસાદમાં પલળવું કોને ન ગમે,
મારી ભીતર ઝરમર ટપકે તો ગમે.❜❜

Read More