The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
https://youtu.be/SbVkHTF5dVE મારી વાર્તા મોર્ડન ભટ્ટના અવાજમાં સાંભળો, અને તમારો અમુલ્ય પ્રતિભાવ આપશો
શહીદ
નફરતનો પ્રેમ સોનાલી એક પુરુષ સાથે ભટકાઈ ગઈ અને એ પુરુષ નો ચેહરો જોઈને એના ચહેરા પર ઘૃણા ના ભાવ ઉપસી આવ્યા અને એક થપ્પડ જડી દીધી.આ જોઈ એ પુરુષની પત્ની જે એની સાથેજ હતી એ પણ ગુસ્સે થઇ ગઈ અને સોનાલી નો હાથ પકડી લીધો અને બોલી-“ એક તો સામેથી ભટકાય છે અને સોરી કેવાને બદલે એમ થપ્પડ મારે છે,જાણે મારા પતિ જાતે તને ભટકાવા આવ્યા હોય”. ને જેમ તમાસા ને તેડું ન હોય એમ અહી પણ લોકો ભેગા થવા શરુ થઇ ગયા.ટોળા માંથી કોઈક અવાજ આવ્યો કે આતો બેય જુની ઓળખાણ વાળા છે.આ સાંભળી પેલો પુરુષ જેનું નામ નૈતિક હતું એ કંઈ પણ બોલ્યા વગર પોતાની પત્ની નિતિક્ષા ને લઇને નીકળી ગયો.આ બાજુ સોનાલી પણ પરી અને પતિ સાથે ઘરે આવી ગઈ. સત્યમ બધીજ વાત જાણતો હતો એટલે એણે એટલુજ કહ્યું હવે ભૂતકાળ ને ભૂતકાળ બનાવી દે.આપણે આપણી પરી સાથે નવી જિંદગી નવી દુનિયામાં છીએ એમજ વિચારી ને રહે.જુના ઘા ના પોપડા ઉખેડતી રહીશ તો એ ઘા ક્યારેય નહિ રૂઝાય. કોણ હતો એ નૈતિક ? એવુ શું કારણ હતુ કે આટલા બધા લોકોની સામે વગર વાંકે થપ્પડ ખાઈને કંઈજ ન બોલ્યો સત્યમે સોનાલીને કયા ભુતકાળને ભુલવામાટે કહ્યુ ? આ બધાજ સવાલોના જવાબ જાણવા આ લીંક પર ક્લિક કરો https://www.matrubharti.com/book/19863396/nafratno-prem
અભિસારિકા પ્રોફેસરે એક ટેસ્ટ લીધો જેનું રીઝલ્ટ આજે આવાનું હતું.બધાને ક્લાસ માં એમજ હતું કે અભિ એજ ટોપ કર્યું હશે.ને એની બેસ્ટ ફ્રેન્ડે તો આની ખુશી માં કેન્ટીન માં અડ્વાન્સમાં પુરા ક્લાસ ની ટ્રીટ માટે ઓર્ડર કરી દીધો હતોપ્રોફેસરે ક્લાસ માં આવી ને કીધું ”ટેસ્ટ માં હાઈએસ્ટ માર્ક છે ૫૦/૪૭ અને એ આવ્યા છે સારિકા ને”. પૂરો ક્લાસ ચોંકી ઉઠ્યો ને ગણગણાટ શરુ થયો.પછી પ્રોફેસરે સારિકા ને ઉભા થવા કીધું. તો પાછળ ની બેંચ પરથી આછા ગુલાબી રંગનો પંજાબી ડ્રેસ પેહરી ને ઉભેલી સારિકા કોઈ પરી થી ઓછી નતી લાગતી. અભિ એને જોઈ તો એને એમ થયું કે આજ પેહલા કોઈ સુંદર છોકરી જ નહતી જોઈ એ પોતાની નજર હટાવી નોહતો શકતો.પછી એને થયું જો એ આમ જ એને જોશે તો કદાચ એના પ્રેમ માં પડી જશે. પુરી વાર્તા વાંચવા માટે અહી ક્લિક કરો https://www.matrubharti.com/book/19862165/
હાય, માતૃભારતી પર આ વાર્તા 'અભિસારીકા' part-1 વાંચો https://www.matrubharti.com/book/19862165/
બીજા દિવસે સવારે બસમાં મેં એને શોધ્યો થેન્ક્યુ કહેવા માટે પણ એ મને ક્યાંય દેખાયો નહીં. મનમાં કહ્યું બીજા દિવસે કરી દઈશ. પણ એ તો છેક એક અઠવાડિયા પછી ફરી બસ સ્ટેન્ડ પાસે મળ્યો. આજે પણ હું લેટ હતી આજે કોઇપણ જાતના સવાલ જવાબ વગર હું એની પાછળ બેસી ગઈ. આજે અને થેન્ક્યુ કહેવાનું ના ભૂલી. બસમાં કેમ નતા દેખાતા એને કઈ મારી કોલેજ નો ટાઈમ બદલાઈ ગયો છે. એક સ્મિત ની આપ-લે સાથે અમે બંને જુદા પડ્યા. પહેલીવાર કોઇકની સાથે આવું અટેચમેન્ટ થયું હતું. થોડી અજીબ ફીલિંગ આ ટાઇમ ફિલ્મોમાં થાય એવા ગિટાર નતા વાગ્યા. પણ મનમાં આમિરનું पहला नशा.. पहला खुमार.. नया प्यार है.. नया इंतज़ार कर लू मैं क्या अपना हाल ऐ दिल-ए-बेकरार વાગતું હતું. મનમાં વિચારતી હતી કે શું શોર્ય ના મનમાં પણ આ બધી લાગણીઓ જન્મી હશે? આ બધા સવાલોના જવાબ જાણવા હતા. આજે જાણી જોઈને મોડું કર્યું મનમાં થયું પહેલાની જેમ આજે પણ કદાચ એ પણ બાઈક લઈને લેટ આવે તો ? શું શૌર્ય આજે પણ લેટ આવશે?? શું એના મનમાં પણ એજ લાગણી જન્મી હશે? કે પછી એવુ કંઈજ નઈ હોય જેવુ "હું" વિચારુ આ બધાજ સવાલ નાં જવાબ જાણવા ક્લિક કરો આ લિંક પર https://www.matrubharti.com/book/19861149/
#LoveYouMummy વ્હાલી મમ્મી આજના આધુનિક યુગમાં મોબાઈલના જમાનામાં આ પત્ર લખી રહી છું તને નવાઇ લાગશે પણ મને લાગ્યું આજ એક રસ્તો છે તને થેન્ક્યુ કહેવાનો કેમ કે તારા ફેસ પર થેન્ક્યુ કેતા કદાચ મને “શરમ” આવશે. નાની હતી ત્યારનો તો બધું યાદ નથી પણ સ્કૂલ ટાઈમ માં જ્યારે સવારે તું વહેલી ના ઉઠી શકી હોય અને નાસ્તામાં ગરમ નાસ્તા ના બદલે મમરા ભરી આપતી ત્યારે તારા પર બહુ ગુસ્સો આવતો અને થતું તું શું કરે શું છે વહેલી ઉઠી પણ નથી શકતી. કોલેજમાં જ્યારે કઈ પ્રોજેક્ટ વર્ક કે કોઈ નવા સબ્જેક્ટ ની વાત આવતી ત્યારે તારા સજેશન મને સાવ જૂના જમાના ના લાગતા. બેસ્ટ ફ્રેન્ડ સાથે જ્યારે ઝઘડો થતો ક્યારે તારા ખોળામાં માથું મૂકીને રોતા સમય થતું કે તને બધી જ ખબર પડે છે મમ્મી. પણ ફરી જ્યારે બધુ ઓકે થઈ જતું તારે તું મને ફરી એજ જૂની મમ્મી "તને કંઈ સમજ ન પડે" વાળી લાગતી પણ મમ્મી મને આજે સમજણ પડે છે ખરેખર તને કેટલી સમજ પડતી હતી. તું વગર કહે વગર બોલે વધુ સમજી જતી હતી. એવું મને આજે સમજાય છે. કેમકે આજે હું પણ મમ્મી માંથી " તને કંઈ સમજ ન પડે" વાળી મમ્મી બની ગઈ છું. મમ્મી લવ યુ બહુ જ મોડે મોડેથી આજે મને સમજાયું થેન્ક્સ ટુ તારી દોહિત્રી ? લિ. તારી બધું જ સમજવા વાળી દીકરી @ધરતી દવે
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser