Quotes by ભૂપેન પટેલ અજ્ઞાત in Bitesapp read free

ભૂપેન પટેલ અજ્ઞાત

ભૂપેન પટેલ અજ્ઞાત Matrubharti Verified

@cmt339gmail.com5123
(558)

જો મૌન રેહવાથી સમસ્યાનું સમાધાન મળી જતું હોત તો ભીષ્મ પિતામહના મૌન રહેવાથી દ્રૌપદી(એક સ્ત્રી) પર અત્યાચાર ન થતો અને મહાભારત યુદ્ધ ન સર્જાતું.
જો બોલી દેવાથી સમસ્યાનો અંત આવી જતો તો દ્રૌપદીના કડવા વચનથી દુર્યોધન અપમાનિત ન થતો અને મહાભારત યુદ્ધ ન થતું. અહીં બંને પ્રસંગ છે, બોલવું અને મૌન રહેવું. એ પરથી કહી શકાય કે સમય પ્રમાણે ઉચિત શબ્દોનો ઉપયોગ કરવો જ રહ્યો, જેનાથી સમસ્યા ન સર્જાય અને યુદ્ધ પણ ન થાય.
- ભૂપેન પટેલ અજ્ઞાત

Read More

જિંદગીમાં જે શોધે છે તે પામે છે. જે વ્યકિતએ જિંદગી પ્રત્યે તર્ક કર્યો કે પ્રશ્ન કર્યો એ લોકો શોધમાં નીકળી પડ્યા. શોધ એ તર્ક પર હોવી જોઈએ. ગૌતમ બુદ્ધને જીવન પ્રત્યે પ્રશ્ન ઉત્પન્ન થયો એટલે શોધમાં નીકળી પડ્યા. સ્વામી વિવેકાનંદ પણ ઈશ્વર પ્રત્યે કે તે હોવા પર પ્રશ્ન ઉત્પન્ન થયો શોધમાં નીકળી ગયા અને આજે એ વિચાર તરીકે આપણે માનીએ છીએ. પોતાની જિંદગી છે, શોધ પણ ખુદની જ હોવી જરૂરી છે. ધર્મ, કર્મ કે અન્ય કોઈપણ રસ્તો લો એ માટે તર્ક કરો, પ્રશ્ન કરો અને ત્યાં સુધી જવા માટે શોધમાં રહો, નહિ કે અન્ય એ શોધેલા માર્ગ પર કોઈ પણ તર્ક કે પ્રશ્ન વિના સ્વીકારી લેવો. માટે, જાતે જ રસ્તો લો અને પોતાની જ શોધમાં રહો......
- ભૂપેન પટેલ અજ્ઞાત

Read More

એ હદે હું પટકાયો છું,
જ્યાં વાગ્યાના ઘા તો નથી,
પણ ભીતરથી ભીતર સુધી ગવાયો છું.
એમ તો વંટોળના પવનમાં પણ
અડીખમ ઉભો હતો,
પણ અંતરના મોજામાં હું તણાયો છું.


- ભૂપેન પટેલ અજ્ઞાત

Read More

એક પલકારો જ લીધો ને
સમય બદલાય ગયો,
ઋતુઓ પણ ભ્રમ દેતી રહી કે
પાનખરમાં પણ કુપણ ફૂટી ગઈ,
બસ, ત્યાં પૂરતું હોત તો ચાલી જ જતું,
બાવળ દીઠો ને ડાળીએ કેરી બેસી ગઈ.
આ પલકારો લીધા પછી આંખની ભૂલ હતી,
કે પછી નજર પર થાપેલી એ લાગણીની???
- ભૂપેન પટેલ અજ્ઞાત

Read More

સતત અથડાવાથી સપનાંઓ
તૂટીને વિખરાય પડ્યા છે,
સમેટવા જતાં
કાચ બનીને વાગી રહ્યા છે.
- ભૂપેન પટેલ અજ્ઞાત

आज फिर मिला खोया हुआ एक बस्ता,
कभी हमने रखे थे कुछ हसीन स्वप्न उनमें,
आज खोल के देखा तो खाली सा लगा उनमें।
ये स्वप्नों के पौधे बोए थे कभी
कमबख्त मौसम ही नहीं सावन लाया,
बिन पानी के मुरझा कर दम तोड़ के सूक गए।
- ભૂપેન પટેલ અજ્ઞાત

Read More

જિંદગીમાં કોઈ ધ્યેય નક્કી કર્યા પછી
એ ધ્યેય સુધી પહોંચવા માટે અથાગ
સંઘર્ષ કરવો પડે છે અને સંઘર્ષના અંતે
જો એ ધ્યેય પ્રાપ્ત થઈ પણ જાય, તો
ત્યાં જિંદગી બે ઘડી માટે ખુશી કે સફળ
થયાંનો એક પડાવ જ પ્રાપ્ત થાય છે.
ત્યાર પછી એ ધ્યયેને સાચવી રાખવામાં
લોઢાના ચણા ચાવવા જેવો સંઘર્ષનો
અનુભવ થાય છે. ધ્યેય પ્રાપ્ત કરવું અને
સાચવી રાખવા સુધી સંઘર્ષ જ રહે છે....
- ભૂપેન પટેલ અજ્ઞાત

Read More

માટીનો ઘડો જો કાચો હોય
તો પાણીના સંપર્કમાં આવવાથી
વિખરાય જાય છે અને જો તાપમાં,
અગ્નિમાં તપ્યા પછી એ જ પાણીને
પોતાની અંદર સંગ્રહ રાખી શકે છે.
તેમ જ મનુષ્યનું જીવન પણ તપ, સંઘર્ષ,
યાતના પીડા સહીને જ પરિપક્વ થાય છે.
જીવનને ઉત્તમતા પ્રદાન કરવા માટે અને
તેજસ્વીતા ધારણ કરવા માટે
તાપ કે તપ અનિવાર્ય છે...
- ભૂપેન પટેલ અજ્ઞાત

Read More

કાલના ઇન્તજારમાં રહિએ છીએ પણ
એ આવનારું કાલ ક્યારેય નથી આવતું...
- ભૂપેન પટેલ અજ્ઞાત