Quotes by Bindya in Bitesapp read free

Bindya

Bindya

@bindya


#ભોળો
ભોળો મહાદેવ મન મંદિરમાં બિરાજે
પ્રાર્થના કરું તેની ત્રીજી આંખ ખોલે
દૈત્ય તણા કોરોનાને ઝટ ભગાવે

Read More

** કાચની બંગડીઓ *****

સુહાસિની બારીમાં ઊભી હતી. ત્યાં જ તેણે બંગડીઓ વેચવા વાળીનો અવાજ સાંભળ્યો. " લાલ - લીલી, બ્લુ - પીળી રંગબેરંગી કાચની બંગડીઓ...." તેણે નીચે નજર કરી ન કરીને બારી બંધ કરીને બેસી ગઇ.બંગડીવાળી નો અવાજ સાંભળી ફળિયાની બહેનો ફટાફટ બહાર આવી દરેકે પોતાની મન ગમતી બંગડીઓ લીધી.
સુહાસિની તેનો કબાટ ખોલીને ઊભી રહી. ઓ.. હો.. તેની પાસે તો કેટલી બધી બંગડીઓ છે... એમ વિચારતા વિચારતાં જ તેના ગળે ડૂમો ભરાઈ ગયો. અને તેના સૂના હાથ પર તેની નજર ગઇ, તેને સુહાગ ના શબ્દો યાદ આવી ગયા "તારી તો બંગડીઓ પણ તારા જેવું જ મધૂર સંગીત સંભળાવતી હોય એવું લાગે છે" એની આંખોમાં થી અશ્રુ ધારા વહેવા લાગી.
બંગડીવાળીએ પૂછ્યું પેલા સુવાસિની બેન હજુ સુધી બંગડીઓ લેવા કેમ ન આવ્યા. મારો અવાજ સાંભળીને તો તે સૌથી પહેલા દોડતા આવે. આજે ઘરમાં નથી કે શું? એક બહેને તેને જવાબ આપ્યો.," હવે સુહાસિની બેન બંગડીઓ લેવા ક્યારેય નહિ આવે. તેનો સુહાગ તો.....
તેના સાસુ દરવાજામાં જ ઊભા હતા તેમણે આ વાક્ય સાંભળ્યું . અને તેમને તે સમય યાદ આવી ગયો. જયારે સૂરેશ ભાઈના અવસાન પછી એક દિવસ તે કબાટ ગોઠવતી હતી ત્યારે તેના ખાનામાં લાલ - લીલી કાચની બંગડીઓ તેણે જોઈ. એને સહજ ભાવે તેણે તેના સૂના હાથમાં બંગડીઓ પહેરી લીધી. દૂર ઊભેલા તેના સાસુએ તેની નોંધ લીધી. સરિતા બેન નું ધ્યાન તેની સાસુ તરફ ગયું અને તેની ચોરી પકડાઇ ગઇ હોય તેમ તેણે તરત જ બંગડીઓ કાઢીને કબાટ બંધ કરી દીધો. બીજા દિવસે સવારે તે નોકરી એથી આવી ત્યારે તેની સાસુ માગવા વાળી બાઈને લાલ - લીલી કાચની બંગડીઓ આપતા જોયા. તેની આંખો ભીની થઇ. સૂરેશ ભાઈને ગમતી હતી એટલે તો સાચવી હતી. સરિતા બેન તરત જ સુહાસિનીના રૂમમાં દોડી ગયા તેણે જોયું કે સુહાસિનીનો કબાટ ખુલ્લો હતો. બંગડીઓ વેરવિખેર હતી અને સુહાસિની હાથમાં બંગડીઓ લઈને તેનો અવાજ કરતા કરતા રડી રહી હતી.
સરિતા બેને સુહાસિનીના માથા પર હાથ મૂકીને બોલ્યા, " તારો સુહાગ તો આજે પણ તારી સાથે જ છે. આત્મા થી, તેની યાદોથી, તેના શબ્દોથી પણ...
ચાલ, ઊભી થા. તને મન ગમતી બંગડીઓ લઈ આવ. તારા માટે અને મારા માટે પણ...

.......………......…...................................................................................................................

બિંદીયા જાની (તેજબિંદુ)
માધાપર - ભુજ

Read More

* કમાલ છે ***

આ તો કુદરત ની કમાલ છે,

સજીવ સૃષ્ટિ તેની મિશાલ છે.

માટી ની કાયાની આ કમાલ છે,

પણ આત્મા તેનો બેમિશાલ છે
.
મુઠ્ઠી ભર દિલની કમાલ છે
,
વેદના સંવેદના અપાર છે.

શબ્દોની સંગતની કમાલ છે,

જુઓ, કલમની આ ધમાલ છે.


બિંદીયા જાની (તેજબિંદુ)
માધાપર - ભુજ

Read More

#પૂછપરછ


પૂછપરછ કરીને થાકી

તોય ન થઇ તારી ઝાંખી

રાહ જોઉં છું તારી સખી

***** જીવાય ગઈ *****

આંખ મારી ખુલીને બિડાઈ ગઈ,
ને સ્વપ્નવત્ જીંદગી જીવાય ગઈ.

હું ખોવાઈ હતી વિચારો માં ને,
આખેઆખી જીંદગી વંચાય ગઈ
.
મેં સંસ્મરણો વાગોળ્યા કર્યા ને,
તેમની પ્રીત બદલાઈ ગઈ.

એમ કહી ને નહીં છટકી શકાય
કે નાદાની મા જીંદગી જીવાય ગઈ.

સત્ય છે જીંદગી નું એવું કહેવામાં
આખેઆખી જીંદગી ખર્ચાઈ ગઈ.

જીંદગી ના ચડાવ ઉતાર મા જ
રહી સહી જીંદગી જીવાય ગઈ.

બિંદીયા જાની (તેજબિંદુ)
માધાપર - ભુજ
#પૂછપરછ

Read More

***** જીવાય ગઈ *****

આંખ મારી ખુલીને બિડાઈ ગઈ,
ને સ્વપ્નવત્ જીંદગી જીવાય ગઈ.

હું ખોવાઈ હતી વિચારો માં ને,
આખેઆખી જીંદગી વંચાય ગઈ
.
મેં સંસ્મરણો વાગોળ્યા કર્યા ને,
તેમની પ્રીત બદલાઈ ગઈ.

એમ કહી ને નહીં છટકી શકાય
કે નાદાની મા જીંદગી જીવાય ગઈ.

સત્ય છે જીંદગી નું એવું કહેવામાં
આખેઆખી જીંદગી ખર્ચાઈ ગઈ.

જીંદગી ના ચડાવ ઉતાર મા જ
રહી સહી જીંદગી જીવાય ગઈ.

બિંદીયા જાની (તેજબિંદુ)
માધાપર - ભુજ

Read More

# કાવ્યોત્સવ - 2

વિષય : અધ્યાત્મ

*** સ્તુતિ ***

હે.... માતા... સરસ્વતી.....
તું....છે જ્ઞાન તણી દેવી..(2)

વીણાધારિણી..તું... પુસ્તકધારિણી...
આપો... અમને.. જ્ઞાન તણી. કૂંચી..

આશિષ... આપો... ઉર થી..
અમે.. નમીએ... અંતરથી..

હે.. માતા... સરસ્વતી..
તું... છે જ્ઞાન તણી દેવી...

તમ વીણા ના તાર થી....
ઝંકૃત.. થાય.. મતિ...

વિધારંભે... કરીએ...સ્તુતિ
સૌ... પ્રેમ થી.. મળી.....

હે... માતા... સરસ્વતી
તું... છે જ્ઞાન તણી દેવી..

Read More

# કાવ્યોત્સવ - 2

***** અરજ *****

મનભાવન મુખડું તારું નીરખુ વારંવાર
લોચન એવા રાખજો.

વૈભવ તારો સોહામણો નિહાળુ વારંવાર
દર્શન એવા આપજો.

મને દર્શન તારા થાય વારંવાર
દિવ્યચક્ષુ એવા આપજો.

ભજન તારા સાંભળું અપરંપાર
દિવ્યધ્વનિ એવો આપજો.

મારા શબ્દો બની જાય તારા ભજન
શબ્દો એવા આપજો.

તારા દ્વારે દોડી જાય વારંવાર
ચરણ એવા રાખજો.

કર જોડી કરું અરજ એટલી
અરજ મારી સ્વીકારજો.

હું તો તારા તેજ નું એક જ બિંદુ
"તેજબિંદુ" બની ચમકાવજો.

Read More

લઘુ - ગુરૂ રદીફ - કાફિયા ના વિચારમાં
મારી આસપાસ શબ્દો ગોઠવાઈ ગયા
તારા સંસ્મરણો લઈ ફરતા થઈ ગયા
મારી દિલોર્મીના શબ્દો ગઝલ થઈ ગયા.

Read More