Quotes by Bhavik Radadiya in Bitesapp read free

Bhavik Radadiya

Bhavik Radadiya Matrubharti Verified

@bhavik.radadiya
(3.1k)

કોઈપણ વ્યક્તિ, વસ્તુ કે વિચારનો મોહ ત્યાં સુધી જ રહે, જ્યાં સુધી આપણે તેનાથી દૂર છીએ.

- ભાવિક

કાજળ ઘેરી સાંજ ને' આંખે વરસાદી સૌંદર્ય,
તારા હાથમાં હાથ નાંખી હું તો 'ગઝલ' થઈ ગઇ!

- ભાવિક

માણસો ફક્ત દેહ ત્યાગ કરે છે.

ખરેખર તો માણસાઈ મરી પરવારી છે.

- ભાવિક

કરું હું વાત આગની, એ તાપણા વિશે કહે!
હું એનું જ નામ લઉં, ને એ પ્રેમ વિશે કહે !

વાત હતી સમંદર તરવાની, એ નદી કિનારે બેઠી!
છું તૈયાર હું પગ ચૂમવા, ને એ ગાલ ધરતી ફરે !

કહ્યું હતું મેં એમને પ્રેમ છે દિલમાં અપાર,
હું બેસાડું દિલમાં એને, એ મને સ્ટેટસમાં મૂકતી ફરે !

લેખક : ભાવિક રાદડિયા 'પ્રિયભ'

Read More

#Kavyotsav

दूर हो तुम,
मुझसे बहौत दूर हो तुम ।
मेरी आँखों में बसा हर ख़्वाब हो तुम ।
रातों की आहट दिन का मौन हो तुम ।
दिल का सुकून हो तुम, जूनून हो तुम ।
जो ईबादत में  मिले वो पनाह हो तुम ।
मेरे सीने में भरी आख़री साँस हो तुम।
फिर भी... दूर हो तुम,
मुझसे बहौत दूर हो तुम ।

- Bhavik Radadiya

Read More

#Kvyotsav

ચડ્યું છે જોમ આજે પ્રેમનું મને,
કેમ છું હું પાગલ? કોઈ પૂછશો નહીં.

તારી આ નશીલી આંખનો જ કમાલ છે.
કેમ ફરું છું મોજમાં? કોઈ પૂછશો નહીં.

લાગણીના દોરાથી જ થયું 'તુ મોત મારૂં.
હવે કેમ છુ હું પથ્થરદીલ? કોઈ પૂછશો નહીં.

તમે જ લાવ્યા સવાર મારા જીવનની,
હવે સક્સેસના સિક્રેટ કોઈ પૂછશો નહીં.

કર્યા છે મેં એકસામટા વખાણ આજે એનાં,
એ શર્મથી છે લાલ, કારણ કોઈ પૂછશો નહીં.

લેખક : ભાવિક રાદડિયા 'પ્રિયભ'

Read More

#સફેદ -આંસું

       લેડીઝ કપડાંના શૉ-રૂમની બાજુની સીડી પર ત્રણ વર્ષનો શુભમ બેઠો હતો. તેની મમ્મી શૉ-રૂમની અંદર ગઈ હતી. એટલામાં જ તેની બાજુમાં નેન્સી આવીને બેઠી. લગભગ પાંચ છ વર્ષની, મેલી ઘેલી નેન્સીને જોઈને શુભમ બાળસહજ ભાવથી દૂર ખસ્યો.
      માસુમ નેન્સી નજીક સરકતા બોલી, 'કેમ, હું તને પણ નથી ગમતી?' તેની નિર્દોશ આંખોમાં ઉગેલું આશાનું છેલ્લું કિરણ પણ ધૃણાથી ઘસાઈ ગયું. આમ પણ એ પપ્પાનાં હુંફાળા પ્રેમને પામે, એ પહેલાં જ તેને અભાગણ કહિને તેને તિરસ્કારના રણમાં ધકેલી દેવામાં આવી.
       નેન્સીની વિધવા માની આંખો ભરાઈ આવી. માનસિક વિકાર ધરાવતી નેન્સીનાં શબ્દો તેમનાં કાનમાં હથોડાની જેમ અથડાયા, 'કેમ, હું તને પણ નથી ગમતી?'

- ભાવિક રાદડિયા 'પ્રિયભ'

Read More

#FRIENDSHIPSTORY

#લવ_બાઇટ



ૠષિતા વિવાનનાં બધાંજ ગુનાઓ માફ કરીને તેની રાહ જોઈ રહી હતી. વિવાને તેને પાછળથી પકડી, વિવાનની લયબદ્ધ વહેતી આંગળીઓ ૠષિતાની નાભિ પર અટકી. થોડી પળો માટે તેનો શ્વાસ રોકાઈ ગયો. બધીય કામનાઓ થીજી ગઈ. વિવાન ૠષિતાના પરવાળા જેવાં અધરોનું રસપાન કરી રહ્યો. તેનાં શરીરની રગેરગમાં જાણે કોઈ ઉત્સવ ઉજવાય રહ્યો હતો. ફાની દુનિયાથી દુર બંને એકબીજામાં ઓગળતા રહ્યા. વરસાદની છાંટ તેનાં પ્રેમાલાપની સાક્ષી બની.



ૠષિતાએ અચાનક તેની ૠતુઓ બદલી. ગાલ પરની ગુલાબી ઝાંય હવે તેની આંખોમાં હતી. કમરમાં છુપાવેલું ખંજર બીજી ક્ષણે વિવાનના માંસલ દેહની આરપાર !!



કાન પર બટકું ભરતા એ બોલી, "પ્રેમ અને વેરમાં હું હિસાબ ચોખ્ખો રાખું છું!!"

- ભાવિક એસ. રાદડિયા

#100WordsStory

Read More