Quotes by bina joshi in Bitesapp read free

bina joshi

bina joshi Matrubharti Verified

@beenajoshi151628
(330)

જે શરીરથી પણ આત્માથી પ્રેમ કરે એ પ્રેમ સાચો.

-bina joshi

" તારી ગયું "

તરસ્યા હતાં અમે વિરાન રણમાં,
અજાણ્યું પાણી બનીને વરસી ગયું.

ભટકતાં હતાં અમે અજાણ રાહમાં,
કોઈ અજાણ્યું સારથી બની ગયું.

કેટલીય તાણ ચિંતામાં ઘેરાયેલા હતાં,
કોઈ અજાણ્યું ખુશી વરસાવી ગયું.

આંખોમાં છલકાતો દરિયો ઉંડો હતો,
કોઈ અજાણ ખલાસી બની તારી ગયું.

ઘોર અંધકાર આંખમાં દેખાતો હતો,
કોઈ અજાણ્યું દિપક પ્રગટાવી ગયું.

બિના જોષી " આકર્ષા"
તા.૩૦/૦૪/૨૦૨૩

Read More

" અલમારી હશે "

ઈચ્છાઓ કેટલી દિલમાં હશે,
દૂર થવાની કોઈ મજબૂરી હશે.

પ્રેમ અઢળક આંખોમાં હતો,
નશીબમાં લખેલી દૂરી હશે.

યાદી કેટલી ભીતરમાં સમાવી,
સ્મૃતિની દિલમાં અલમારી હશે.

ઉડતો ઘોડો લઈને લેવા આવે,
સપનાંમાં અમારી સવારી હશે.

મુંજ હૈયામાં સદા જીવંત રહેશે,
યાદીની દિલમાં કાયમ મેમરી હશે.‌

બિના જોષી " આકર્ષા "

Read More

" ખોવાઈ ગયાં "

આંખોમાં ઉજાસ ખોવાઈ ગયો છે,
અંધકારમાં પ્રકાશ ખોવાઈ ગયો છે.

રોજ નવીનવી વાતનો ખજાનો હતો,
મૌન રહીને શબ્દો ખોવાઈ ગયાં છે.

નીકળી ગયાં રસ્તામાં વળાંક બદલી,
મંજિલે જતા રસ્તામાં ખોવાઈ ગયાં.

આસપાસ પ્રકૃતિ સઘળી સમાઈ છે,
વાતાવરણે શાંતિમાં ખોવાઈ ગયાં છે.

આકાશ ઝળઝળતુ ચાંદની રોશનીમાં,
સિતારા વાદળોમાં ખોવાઈ ગયાં છે.

-bina joshi

Read More

" રંગ રહી ગયો "

સાથ દિલનો છૂટી ગયો રંગ એનો રહી ગયો,
એનાં જીવનથી પ્રેરણાનો સંગ રહીં ગયો.

એવાં આવવાથી જીવનનો ધ્યેય બદલી ગયો,
સપનાંઓની ઉડાન ભરવાનો વેગ મળી ગયો.

ખુશી આપતો મોહન ચહેરો છાપ છોડી ગયો,
જીવનમાં હસવાનો નવો પ્રયાગ રહીં ગયો.

રંજ દિલમાં રહેવાનો આત્મ અકળાવવાનો,
એનાં થકી જીવનમાં આલંબ તરંગ રહીં ગયો.

સંબંધનો સકળ બંધન સઘળો છોડી ગયાં,
નિઃસ્વાર્થ મનમાં વિલંબનો વિહંગ રહી ગયો.

-bina joshi

Read More

" સ્મરણ આપી દે "

મધદરિયે આવવાનું કોઈ સ્મરણ આપી દે,
હું માંગુંને હકીકત બને ઉપકરણ આપી દે.

આકાશે જાણે કાળી ચાદર ઓઢી રાખી છે,
આસપાસ આવવાનું કોઈ પ્રમાણ આપી દે.

વૈશાખ આવીને આંગણે ઉભો રહી ગયો રે,
નવી સવાર લઈ આવવાનું એંધાણ આપી દે.

જિંદગીમા મથામણ કરતાં માર્ગ ભૂલી ગયાં,
હે ઈશ્વર ફરી એ મલકતું બાળપણ આપી દે.

મોટા થવાની રાહમાં બાળપણ અમથું વિત્યું,
હારીને થાક્યાં જીવનમાં નવું વિચરણ આપી દે.

બિના જોષી " આકર્ષા "

-bina joshi

Read More

વાત ખીલી ખાલી અમસ્તી હતી,
ચહેરા પર મુસ્કાન ઝળકતી હતી.

ઉડી ઉતરી ગયેલી આંખ જોઈ,
મનની ઈચ્છા કેટલી તરસતી હતી.

સફેદ કપડા ચારિત્ર્ય બેદાગ લાગે,
ખિલેલી ગરીમા પારિજાતી હતી.

ઉદગાર મોહક અવાજ સાંભળતાં,
પ્રકૃતિ એને જોઈને મલકાતી હતી.

કલ્પનાનું વર્ણન દેખાયા કરે સપને,
એ મોહક રૂપની કોઈ દિવાની હતી.

-bina joshi

Read More

" પ્રકરણ લાગે છે "

એકબીજાને મળવું સ્મરણ લાગે છે,
વાત વાતમાં કોઈનું વિસ્તરણ લાગે છે.

દેખાદેખી નરી આંખે જોતાં ભૂલી ગયાં,
પરિવાર સાથે રહેતા ઘમસાણ લાગે છે.

આઝાદ થવાની ઘેલછા સૌને લાગી છે,
જીવનમાં બદલતું રોજ પ્રકરણ લાગે છે.

ઉંચી થવા લાગી મોટી ઈમારતો શહેરની,
મનનું બદલાતું નીચું આચરણ લાગે છે.

બંધ બિલ્ડિંગમાં પરિવાર સમાઇ ગયો,
અધુરું રહી જતું બાળપણ લાગે છે.

-bina joshi

Read More

" વર્ણન કરીએ "


ખાલીખમ ચાલીને બેક ચક્કર મારીએ,
આસપાસ થતાં પ્રસંગનું વર્ણન કરીએ.

મંજિલ વગરની રેસમાં દોડી રહ્યા સૌ,
પૈસાની ચાહમાં પરિવારને ન ભુલીએ.

પૈસા ગાડી બંગલા ખરીદી કરી ઉત્સાહે,
ગામડે રહેલી વસિયતને યાદ કરી લઈએ.

સોશિઅલ મિડિયાના વંટોળમાં ફસાયેલાં,
પ્રકૃતિની ગોદમાં જીવન માણી લઈએ.

ફરી ફરીને પાછળ નજર કરે " આકર્ષા "
માણસની માણસાઈને યાદ કરી લઈએ.

Read More

ઉગતાં સૂરજ પહેલાં ઉઠનારને સફળતાં પ્રાપ્ત થાય છે.

-bina joshi