The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
. -Alish Shadal
કંશ ના રાજ્યમાં ગુંજેલી કિલકારી ગોકુળ સુધી જવાની હતી, દ્વાર બધા ખુલી ગયા આપો આપ, લલ્લા ની સવારી જો જવાની હતી, ગભરાયો હતો કંશ જ્યારે જન્મની ખબર સાંભળી હતી, ગુંજી રહી હતી એ ભવિષ્યવાણી જે પહેલા એણે સાંભળી હતી, મથુરાથી કાન્હો ગોકુળ પહોંચ્યો ખેલ એનું જ રચાયું હતું, મુખ જોઈને કનૈયાનું મૈયાને સુખ દુનિયા નું મળ્યું હતું, નંદ ના ઘરમાં રમતો કનૈયો આંગણું આખું ચહક્યું હતું, નટખટ ની લીલા જોઈને ગોકુળ પણ મુસ્કરાયું હતું, વાંસળી નું મધુર ધૂન સાંભળી રાધા દોડી આવતી હતી, આવી શ્યામ સૂરત પર પણ ગોપીઓ જીવ લૂંટાવતી હતી, પ્રેમ પુંજારી ની તો વાત જ નિરાળી છે, એનું બીજું એક રૂપ ચક્રધારી છે, ધર્મ રક્ષા કાજે ધરતી પર આવ્યા હતા, પાંડવો ની સાથે રહીને પાપો મિટાવ્યા હતા, ધર્મની પણ રક્ષા કરી સાથે દ્રોપદીને એનું માન આપ્યું, અનંત સુધી ચાલે એવું ગીતાનું અમર જ્ઞાન આપ્યું, ધર્મને બચવવા બકાસુર ને જીવીત દાટ્યો હતો, નરસિહ બની હિરણ્યકશ્યપ ને જીવીત ફાડ્યો હતો, ધન્ય થયા આપણે મેળવી કાન્હા ની મોહક મુસ્કાનને, પ્રેમ જગાવ્યો દુનિયામાં મારીને પાપ અને અભિમાનને, સદીઓ સુધી બધા વાંચતા રહેશે ગીતાના આ પાવનજ્ઞાન ને, કનૈયાએ જે સ્તંભ આપ્યો સાચા જીવન જ્ઞાન નો.
જિંદગી ભગવાન તરફથી મળેલ એક ગિફ્ટ છે. એટલે હંમેશા આપણે એમાં આગળ વધવું જોઈએ. ભૂતકાળમાં જે વસ્તુ થઈ હોય એના પરથી શીખવું જોઈએ. અને આપણે હંમેશા નવું નવું શીખીને પોતાને Grow કરતા રહેવું જોઈએ. કારણકે આપણે જીવીત છીએ તો કોઈને કોઈ કારણ માટે છીએ. આપણે એ જીવવાનું કારણ શોધવું જોઈએ. આપણે બધા દુઃખ આવેલા હોય તે લઈને બેસી જઈએ છીએ કે મારી સાથે આવું થયું વગેરે વગેરે. પણ બેસી રહેવાથી એ દુઃખ દૂર થવાના નથી. આપણી પાસે બે વિકલ્પ હોય છે કે આગળ વધવું કે દુઃખ લઈને ત્યાંજ બેસી રહેવું. આપણે આગળ વધવું જોઈએ. આપણે નવા નવા અનુભવ મેળવી ને શીખવું જોઈએ. એના માટે સૌથી મહત્વનું છે માફી. આપણે બધાને માફ કરવા જોઈએ. માફી આપણે એટલા માટે નથી આપતા કે સામેવાળો માફીને લાયક છે એટલે માફ કરી દિધો. પણ માફી આપણે આપણા મનની શાંતિ માટે આપીએ છીએ. આપણે માફી આપીએ તો જ આગળ વધી શકીએ. એટલે માફ કરી દો અને આગળ વધો.. -Alish Patel
સાચો મિત્ર તમારી સાથે દરેક પ્રકાર ની વાતો કરશે...તે વાતો ભલે ને તમને ગમતી હોય કે ન ગમતી હોય...પણ યાદ રાખજો દગો આપનાર વ્યક્તિ માત્ર એ જ વાતો કરશે જે વાતો તમને ગમતી હોય...
લોકો કહે છે....અમુક વ્યકિતમાં વિશ્વાસ રાખો...પણ હું કહું છું...પહેલાં તમારી જાતમાં વિશ્વાસ રાખો...એ જ સાચો રસ્તો છે...તમારામાં શ્રધ્ધા રાખો...સઘળી શકિત તમારામાં જ રહેલી છે...તેના પ્રત્યે સભાન બનો...તેને બહાર લાવો...કહો કે ‘હું બધું કરી શકીશ.’ જો તમે આત્મવિશ્વાસ થી ખરાબ માં ખરાબ પરિસ્થિતિનો પણ અસ્વીકાર કરો ને તો તે ખરાબ પરિસ્થિતિ પણ બિનઅસરકારક થઈ જાય...
સમર્થન અને વિરોધ માત્ર વિચારોનો હોવો જોઇએ...વ્યક્તિનો નહિ... જીવનમાં દરેક નિર્ણય વ્યક્તિનાં નથી હોતા...કોઇક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે...
સામેવાળો વ્યક્તિ સંબંધ ભલે ગમે તેવો નિભાવે...પણ આપણે એવી રીતે નિભાવવાનો કે તેને લાગી આવે કે જો આને ખોઈ બેસીસ તો આના કરતાં વધુ સારી વ્યકત કોઈ દિવસ ન મળે...
સારું કામ કરવા જતાં હોય તો કદી ડરવાનું નહિ...સારું કામ કરવા માટે મોતથી પણ ન ડરવું....કારણકે ડરતા ડરતા જીવવું એ પણ મોત બરાબર છે...અને મોતથી વધારે જીવનમાં કંઈ નથી...એટલે મોત પછી આપણે જ ન હોઈએ તો મોતનો પણ શું ડર?? એટલે હંમેશા બસ સારું કામ થાય છે કે નહિ તે જોવું...બીજું બધું ઉપરવાળા પર છોડી દેવું...
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser