Quotes by Archita Deepak Pandya in Bitesapp read free

Archita Deepak Pandya

Archita Deepak Pandya

@architadeepakpandya4692


ચોમાસું

મારે બેઠું તો એવું ચોમાસું, બેઠું બારેમાસ
આંખે હેલી,મોસમ ભૂલી,વહે બારેમાસ

હરખું તો નયન ભીનાં ને દુઃખમાં ચોધાર
નદી ઊમટે જાણે, નયનનગરમાં વારંવાર

મેઘ જેવું દલડું આર્દ્ર,નાજુક અને અતાગ
ન માને ક'દિ, છો સમજાવું હું લગાતાર!

છે નાની હથેળી પણ દિલ દરિયો અગાધ
સંવેદન ભર્યા ભીડ માંહે વર્તને અમાપ

આંખ વહે વાતો દિલની, અશ્રુ અસવાર
જીહ્વા વદે વાત જ કોઈ આંખ રહે પ્રમાણ

સુખ દુઃખ શોક માં નથી અશ્રુમાં અલગાવ
પાણી શાં પારદર્શક ને ઘેરો એનો બહાવ
©અર્ચિતા દીપક પંડ્યા

Read More

સંવાદ:શાળામાં ભરતી

"મારો મુન્ના રાજા હવે દીદી જોડે શાળાએ જશે!"

"દીદી ની શાળા માં નહિ"

"તો?"

"દેવી,હવે થોડા મોર્ડન થવું પડશે. . જુઓ લોકો કેવું સ્માર્ટ અંગ્રેજી બોલે છે?આપણે પણ મુન્નાને સ્માર્ટ બનાવીશું"

"બળ્યું તમારું અંગ્રેજી!,અહી કોણ ભણ્યું છે?"

"એટલે જ કહું છું, આપણે આટલા હોશિયાર હોવા છતાં સ્માર્ટ નથી લાગતા .અને આજે જમાનો દેખાડાનો છે"

"આપણી જાત સોનીની,હું તો બહાર જ ક્યાં નીકળી છું.માત્ર શાળા કોલેજ જવાનું . ભણી ને વહેલા પાછા.અને આપણે પણ વળી બાપ દાદા ના ધંધા માંથી ક્યાં છૂટા પડી શકવાના? "

"એ બધું આપણા જમાનામાં ચાલ્યું,દેવી!"

"કેમ હવે શું ફરક પડી ગયો છે?"

"અલંકાર જવેલર્સ નો એક દીકરો તો બહારથી જવેલરી ડીઝાઇન ભણીને આવ્યો.એના ધંધાની પ્રગતિ માટે"

"તે એમાં શું મુન્ના ને પણ મોકલીશું જ"

"અરે ગાંડી,એના માટે જ કહું છું ,અંગ્રેજી માધ્યમ મા ભણાવીએ"

"શાળા બહુ દૂર છે.અને અંગ્રેજી ભણે તો હું પછી ભણાવીશ કેવી રીતે એને?"

"બસમાં મોકલીશું ,ટ્યુશન રાખીશું એમાં શું?"

"પણ કદાચ શાળા ફી પણ વધારે હોય હો!"

"પહોંચી વળીશું,થોડું વધારે કામ કરીશું"

"આપણને એકલા ને છોકરો છે બાકી બધા ભાઈને દીકરી , તો બાપુજી ખર્ચો તો સરખે ભાગે જ આપે !"

"એ તો સમજાવીશ ,ન માને તો આપણે જ ખર્ચો કરીશું"

"સમજી વિચારીને ..આપણી પાસે બહુ બચત નથી"

"ભવિષ્યને ઉજાળવા જોખમ લેવું પડશે.અને આ હરીફાઈમાં ટકી રહેવા અંગ્રેજી માધ્યમમાં ભણાવવા સિવાય છૂટકો જ નથી"

"જેવી તમારી મરજી"
અર્ચિતા દીપક પંડ્યા

Read More

અભાવ

દરિયે ઉછરતી
માછલીને ક'દિ
ઉસ જેવા ખારા પાણીનો
અભાવ ન થજો!

રણમાં ઊગતા
થોરિયાને ક' દિ
ઊની ઊની લૂ માટે
અભાવ ન થજો!

બરફ નીચેની
સીલને ક'દિ
ઠંડા બરફની સફેદી પર
અભાવ ન થજો!

ગરમીમાં જામતાં
ગુલમહોરને ક' દિ
કોરી કડક ગરમીનો
અભાવ ન થજો!

વરસાદ પછી ખીલતા
મશરૂમને ક'દિ
હૂંફવતા બાફતા ભેજનો
અભાવ ન થજો!

કારણ એમનાં અસ્તિત્વનાં
એ જ બધાં મૂળ છે;
અને એ જ જન્મદાતાનો
પ્રયાસ છે એમની ઉત્પતિનો!
જન્મ અસ્તિત્વ અને અંત
એને જ બધું આધિન!
©અર્ચિતા દીપક પંડ્યા

Read More

વરસાદ
રોકાઈને રહ્યો છે,
મારી ઈચ્છાની જેમ.
કદાચ
તું આવે તો,
એ પણ વરસી જાય
મારી જેમ!
©અર્ચિતા દીપક પંડ્યા

આંખને

આંખને
ખાસ સૂચન છે
અહીં કાયમી

દિલની ગુફતેગુ
બયાન
ન કરવા માટે

દર્દ વરાળ થઈ
છો થાય જમા
મનની છતે

એકવાર તો વરસી
કરી લેશે,
કરશે શાંત, બસ;
હૈયાની હોળીને!
©અર્ચિતા દીપક પંડ્યા

Read More

અનુમાન મુજબ જ તું સામે આવી જાય તો કેવું સારું! ,

પથ્થરમાં છૂપાયેલ અને પુસ્તકોમાં વર્ણવાયેલ એવા તને જોવાથી સંતોષ નથી થતો!
અર્ચિયત

Read More

ક્ષણો થોડી,આપણી પાસે, પણ હિસાબ નથી રાખવો,

પ્રતીક્ષા ભલે હશે મિલન સુધી, પણ રંજ નથી રાખવો,

દિલમાં નામ રહશે અકબંધ તારું જ્યાં સુધી,તો બસ;

પ્રેમના અવતરણ સિવાય,કોઈ બીજો વિચાર નથી રાખવો!
અર્ચિયત

Read More

જીવનનું સૌથી મોટું ધન 'સ્વાસ્થ્ય' પ્રાપ્ત થાઓ અને તેના દ્વારા દશેક દિશામાંથી માતા લક્ષ્મીનું આહ્વાન કરી શકો એવી ઈશ્વર પ્રાર્થના

Happy Dhanteras
અર્ચિતા દીપક

Read More

પ્રેમ

પ્રેમ કરવો તો પરાકાષ્ઠાથી
નહીં તો પ્રેમ શું કામનો?
માપી તોલી જોખીને
પ્રેમ ક્યાં થાય છે?

મઝાની વાત એ છે કે
એ સુંદર અભિવ્યક્તિ છે
એટલે જ જીવનની રીત બની જાય છે!
ખુદ જીવન જ બની જાય છે!

એ મજબૂરી ન રહેતા
તાકાત બની જાય છે
જ્યારે આપણે એને શાશ્વત સ્વરુપે
ઓળખીએ છીએ

અને એટલે જ મનુષ્યને
કરાતો પ્રેમ
એની પોતાની તાકાતથી જ
આપણને ઈશ્વરની નજીક લઇ જાય છે!!!
©અર્ચિતા દીપક પંડ્યા

Read More