Quotes by Apurva Oza in Bitesapp read free

Apurva Oza

Apurva Oza Matrubharti Verified

@apurva_kalam.pankh
(40)

Happy children's day

even machine knows truth

ધોધમાર વરસાદમાં તારો અનુભવ થયો,
દરેક બૂંદે એક જાણીતો સાક્ષાત્કાર થયો.

તું છો કે પાણી જે આમ જ અડીને વહી ગયું,
દરેક ટીપા તારા સુંવાળા સ્પર્શને તાજું કરી ગયું.

આખો પલળી ગયો છતાંય કોરો રહી ગયો,
ભર-ઉનાળે તારા સાથથી પલળી ગયો છું.

-Apurva Oza

Read More

ચીજ ક્યાં એ પરાઈ માંગે છે,
જિંદગી ખુદવફાઈ માંગે છે.

ક્યાં કોઈ વારસાઈ માંગે છે,
ભાઈ છે તું, એ ભાઈ માંગે છે.

એ ફકત માણસાઈ માંગે છે,
કેમ તું પાઈ પાઈ માંગે છે.

યાદ કરવાની પણ મનાઈ કરી,
આ તુ કેવી જુદાઈ માંગે છે!

– ગુણવંત ઠક્કર ‘ધીરજ’

-Apurva Oza

Read More

માણસનું મન બીજાની ટેવો તરત જોઈ લે પણ પોતાની કુટેવો નથી જોઈ શકતું દિવા નીચે અંધારું... #latenightthoughts #gujaratiquotes #gujaratipoem #darknessofmind

Read More

Mask On Life On Mask Gone Corona Won

ખુદને જાણી ખુદથી અજાણ હતો,
તને મળી ખુદને ખુદ સમજાયો છું.

ઘણી પીડાઓ હતી આ જીવનની,
જીગર મળ્યું ત્યાં પીડાઓ વિસરાઈ ગઈ.

-અપૂર્વ ઓઝા (કલમપંખ)

Read More

એક જુના જાહ્વ્યાનો અંત જો થયો,
બાબ એક બાપના જોહુકમિનો હતો.

ઈશ્વરને પણ ક્યાં એ મંજુર હતો,
રિવાયત તોડી રોળવા વાંછિતને.

હોળીનું હોમાવું હતું હકારમાં,
પ્રહલાદ તો પ્રસાદી પરમેશ્વરની.

વાર્તા તો વિશેષ હતી વિધાતાની,
નકારનો નાશ થાય છે નહીવતમાં.

હોળી હવે તો રહી પ્રતીક સમી,
અનલ અગમ્ય પાપ પેટવે.

શાને રહે રૂઆબ આ હોળીમાં,
બાળી નાખ બધા પૂર્વગ્રહ આગમાં.

હોળીમાં હોમાય હંધાય ષડરિપુ,
શાશ્વત સનાતન સકારકતા રહે.
-અપૂર્વ ઓઝા (કલમપંખ)

Read More

આખરે ઉઘડ્યા એ દ્વાર, રહ્યા નાથ ભક્તોને સાથ.
થયો જયઘોષ વગર રોષ, દ્વારકાધીશ માટે ન રહી રીશ.

ચાલતા લોકોની ચાલ સંભાળી, મુરલીધરની રહી માયા જાગતી.
નરસિંહનો નાથ, મીરાંનો ઘનશ્યામ, સાંભળે જય રાધેશ્યામ.

આસ્થા અવિરત રહી, અચાનક આવ્યો નિર્ણય.
જગતમંદિરે જગ પહોંચે, દ્વારકેશ ત્યાં ઉદ્ઘોષાય.

-અપૂર્વ ઓઝા(કલમપંખ)

Read More

લાડમાં બધાના દુઃખો એ ભુલાવાની તાકાત રાખે છે,

કાબુલીવાલાની મીની બની સ્નેહને પરમ સંબંધ માને છે.

કલર કરતા કરિઅરની ફિકર પહેલાં એ કરતી હોય છે,

પારૂલની શ્રેણીમાં આવવા સાડીના બંધનને અવગણે છે.

સ્વાભિમાનથી બધે લડે છે સ્કર્ટની નિંદા વાસે સાડીના અત્યાચાર છુપાવે છે,

એ મૃણાલ બની પોતાનું સ્વાભિમાન બચાવી અસ્તિત્વ ટકાવી રાખવા સક્ષમ છે.

લાડ આપી સંસ્કાર સ્કીમમાં આપે છે બાળકો માટે મેન્ટર બને છે,

જરૂર પડ્યે મધર ટેરેસા કે મધર ઇન્ડિયા બની સંભાળ કે શિક્ષા દે છે.

જીવન આખું પરિવારને સોંપે છે એ સ્ત્રી છે પંચ કિરદાર બખૂબી નિભાવે છે

ઓ સ્ત્રી તું ધન્ય છે ત્રિભોવનનાથ પણ ભુભુવનમાં આવવા તારો આશરો લે છે

― અપૂર્વ ઓઝા (કલમપંખ)

Read More