The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"રાહુલ ગાંધીને સમર્પિત" એક ગાંધી તું છે અને એક ગાંધી હું છું, તું માત્ર ફુગાવો છે અસલી આંધી હું છું. મને લોકો બાપુ કહે છે ને તારી છાપ પપ્પુ છે, શાંત છતાં હું ખંજર, તું બોલકણી બુઠ્ઠી ચપ્પુ છે. લોકો વચ્ચે છું હું મહાન, ને તારી થાય મજાક, ગાંધીએ ગાંધીએ હોય ફરક, કહું છું તને બેબાક. આંદોલનનો પાઠ ભણી લે, સત્યાગ્રહને સમજી લે, હાથેથી ખાતા નહીં ફાવે, દાળભાત ખાવા તું ચમચી લે. રાષ્ટ્ર માટે સાચી ખેવના છે એમ? ચલ જુઠ્ઠા જા જા, તું પરિવાર સિવાય કોઈ પરાયાનો તો પહેલા થા થા. - અલ્પેશ કારેણા. ખાસ સૂચના:- કોઇએ મજાક કે સિરિયસમાં લેવું નહીં, આ માત્ર શોખ માટે લખવામાં આવ્યું છે. વાંચીને ડિલીટ કરી નાખવાની છૂટ 😆😆
બીજું પણ કંઈ ઘણું બધું છે: અનિલ ચાવડા
Happy Birthday Chandra Shekhar Azad અંગ્રેજની આખી જાતને હંફાવનારો એક આઝાદ થઈ ગયો, ભારત માનો સાચો લાલ એક ચંદ્ર શેખર આઝાદ થઈ ગયો. સીતારામની ચેતનાનો અંગાર અને જગરાણીના ખોળાનો ખૂંદનાર, મધ્ય પ્રદેશનો નાનો ભૂલકો હિન્દુસ્તાનનો સરતાઝ થઈ ગયો. એક પત્થર મારી ચૌદની ઉંમરે ફોડી નાખ્યું'તું અંગ્રેજનું માથું, તે ત્રણ આના ઠુકરાવ્યાં ને ભૂરિયાઓનો પાવર બરબાદ થઈ ગયો. તારું સપનું પણ એક ને હકીકત પણ એક! ભારતની આઝાદી દેશના સુવર્ણ ઇતિહાસના પન્નાનો તું અરજદાર થઈ ગયો. વટથી જીવનાર તો ઘણા જોયા, તું તો મર્યો પણ ખરા વટથી, શબ્દ શું વાપરું, તું તો આખી ડીક્શનરીનો હકદાર થઈ ગયો. લખવો તને કેટલો આ કલમ પણ હવે ખુમારીનાં ઓડકાર મારે છે. ભલે થોડું જીવ્યો તો'ય સદીઓ સુધી જીવનાર થઈ ગયો. -અલ્પેશ કારેણા.
World Population Day અરે ભાઈ મજા કરો પણ પ્રોટેક્શન રાખો, ઉતાવળ શેની છે? ન હોય તો વ્યવસ્થા સુધી ધીરજ રાખો, ઉતાવળ શેની છે? પ્લાનિંગ વગરના બાળકો અને એ પણ બે-ચાર, તમને એકની એક વાત કહેવાની કેટલી વાર? ચાલો માન્યું કે તમે ભવિષ્ય નથી જોઈ શકતાં, પરંતુ વર્તમાનની હાલત તો દેખાઈ ને આરપાર? પગની લંબાઈ સુધી ચાદર સીમિત રાખો, ઉતાવળ શેની છે? ન હોય તો વ્યવસ્થા સુધી ધીરજ રાખો, ઉતાવળ શેની છે? શરમાઈ લીધું ખૂબ તમે હવે ખુલીને વાત કરો, સ્ત્રીઓના પણ અરમાન સાથે તમારો સૂર પૂરો, ચાલો ‘અમે બે અમારાં બે’નો સૌ સંકલ્પ કરીએ, ક્રિકેટ ટીમના શોખીનોના કાનમાં આ વાત ભરો, કોઈની નહીં તો કળિયુગની શરમ રાખો, ઉતાવળ શેની છે? ન હોય તો વ્યવસ્થા સુધી ધીરજ રાખો, ઉતાવળ શેની છે? -અલ્પેશ કારેણા
એક અનાથની વ્યથા કદાચ કંઇક આવી હોય શકે!
એ માતાને હજુ ૧૯ દિવસ એક મહિનાના બાળકને સ્પર્શવા પણ નહીં મળે, એ હનીમૂનનાં સપના જોતી નવી પરણેલી સ્ત્રીને હજુ ૧૯ દિવસ વધારે હંગામો જોવાનો. એ બાપને હજુય ૧૯ દિવસ સંતાનો સામે માત્ર જોતાં જોતાં મોંમાં કોળિયા ઉતારવાના. અહીં સામે જ માતા પિતાનું ઘર હોવા છતાં, માત્ર બાલ્કનીમાંથી જ હજુ ૧૯ દિવસ વધારે હવામાં મળવાનું અને ભીની આંખો લઈને કામ પર લાગી જવાનું. પોતાનું હોવા છતાં જાણે કલ્પનામાં જીવતા હોય એમ જીવવાનું, હસવાનું, મળવાનું, ભેટવાનું, પ્રેમ કરવાનું અને અનુભવવાનું. અને એક સાલું આપણે બધા નફ્ફટિયા ઘરમાં બેસીને લોકડાઉનના વધારાને ગાળો ભાંડીએ છીએ. સાહેબ રસ્તા પર તમારું પોતાનું કોઈ નથી એટલે બધી કૉમેન્ટ થાય છે. - અલ્પેશ કારેણા.
"લોકડાઉનનું લફરું" લોકડાઉન વખતે ઘરે રહ્યો ત્યારે છેક ખબર પડી, રોજ રેશમી વાળ સૂકવતી કન્યા પર નજર પડી. સમય થાય એટલે હું ગોઠવાઈ જતો બાલ્કનીમાં, જેવી બારીમાંથી દેખાઈ એવી જ બૂમ અરર પડી. જુલ્ફો ઉછાળી દર્શન દેવા શરમાઈને સામે જોતી, હું થઈ જતો સ્થગિત એવો જાણે કોઈ કબર પડી. મારા તરફથી બધું થાળે પડી ગયું છેક લવ યુ સુધી, પછી સામાજીક અંતરના નિયમમાં પણ દરાર પડી. હું તો ગોર અદાને પૂછી લગ્નનું વિચારતો'તો પણ, એ સુંદરીની સગાઈ થઈ ગઈ એ પછી ખબર પડી. અલ્પેશ કારેણા.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser