The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ગઝલ આકાશ પટેલ મોરબી ચાલે છે શ્વાસ હજુ ચિંતા જેવું નથી કોઈક તો છે ખાસ હજુ ચિંતા જેવું નથી મંઝિલ ની તો અહીં પરવા નથી જરા પણ જો સાથે હોય પ્રવાસ હજુ ચિંતા જેવું નથી હોય દુશ્મનો ભલે ગમે તેટલા સશકત મિત્રો છે ઘણા ખાસ હજુ ચિંતા જેવું નથી છો ને મળી નિરાશા માર્ગ માં થોડી અમોને થયા નથી હતાશ હજુ ચિંતા જેવું નથી કોયલ ના ટહુકા નો તું અલંકાર ના શોધ ન પૂછ તું સમાસ હજુ ચિંતા જેવું નથી છન્દ ની તો ખાસ કસી ખબર નથી" આકાશ" બેસી જાય છે પ્રાસ હજુ ચિંતા જેવું નથી આકાશ પટેલ
સાવ અજાણ્યાં રસ્તા વચ્ચે ઉભા છીએ મૃત્યુ ના ઓછાયા વચ્ચે ઉભા છીએ વ્યર્થ છે ,આ તારું, આ મારુ રહેવા દે! અણધારી ઘટના વચ્ચે ઉભા છીએ ખબર નથી કે આવતી ક્ષણે શુ થશે પણ, સપના ઓ ના દરિયા વચ્ચે ઉભા છીએ પસાર થાય છે દિવસો બુલેટ ટ્રેન માફક ઈચ્છા ઓના ધાડા વચ્ચે ઉભા છીએ માત્ર સહેજ હસવાની હતી ઘટના "આકાશ" બસ ત્યારથી અફવા વચ્ચે ઉભા છીએ -આકાશ પટેલ મોરબી
એક મારી સરકારી સ્કૂલ : જે મને બનાવવા ખુદ કમજોર બની ગઈ એક મારા બાળકો ની પ્રાઇવેટ સ્કૂલ : જે મને કમજોર બનાવી ખુદ મજબુત થઈ ગઇ -આકાશ
મિશનમંગલ( સત્યઘટના પર આધારિત) કેટલીક અદભુત અને અગત્ય ની વાતો 1 સાયન્સ -ટેક્નિકલ જેવી બાબતો ની ખુબજ સરળતા થી અને રસપ્રદ રજુઆત 2 આપણાં દેશ માં સ્ત્રીઓ દરેક ક્ષેત્રે અને કોઈ પણ પરિસ્થિતિમાં સફળ થઈ શકે છેતેનું જ્વલંત ઉદાહરણ 3 સામાન્ય માણસ ને દેશ ની સિદ્ધિઓ થી અવગત થાય એવો ડિરેક્ટર નો સફળ પ્રયાસ. 4 ઓછા બજેટ માં કેટલાય અવરોધો વચ્ચે આપણા વિજ્ઞાનિકોએ અદ્ભૂત કાર્ય કરી બતાવ્યું છે તેની સંપૂર્ણ જાણકારી આપતી ફિલ્મ 5 અક્ષય કુમાર ,વિદ્યાબાલન અને અન્ય તમામ કલાકારો નો જબરજસ્ત અભિનય (એક વાર અવશ્ય જોવી અને બાળકો ને બતાવવી)
કૃષ્ણ એટલે એકવીસમી સદી ના ઈશ્વર આલેખન-આકાશ પટેલ મોરબી કૃષ્ણ એટલે એકવીસમી સદી ના ઈશ્વર બધા જ અપવાદો નો વિશિષ્ટ સમૂહ એટલે કૃષ્ણ યુધ્ધ ટાળવાના તમામ પ્રયત્નો પછી પણ જો યુદ્ધ અનિવાર્ય હોય તો તેને જીતવાના પ્રયત્ન કરે એ કૃષ્ણ Intelligent છતાં Emotional God જગત નો એક માત્ર તોફાની ઈશ્વર જે પોતાની અંગત દુઃખ ને ક્યારેય ગાયા વગર કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહી શકે છ કૃષ્ણ ચીર હરિ પણ શકે છે અને ચીર પુરી પણ શકે છે કૃષ્ણ વર્તમાનના ઈશ્વર છે, આજના ઈશ્વર છે. હંમેશાં આજના જ ઈશ્વર રહેશે, વર્ષો, દાયકાઓ, સદીઓ પછી પણ. રિલેવન્ટ રહેશે. જેલ માં જન્મ સાથેજ અપાર તકલીફો નો સામનો કરનાર વિપરીત પરિસ્થિતિ વચ્ચે, જોખમો વચ્ચે જીવન જીવે છે. જન્મથી મૃત્યુ સુધી અનિશ્ચિતતા સામે, અસંભવ સામે લડતો રહે છે. પરિસ્થિતિ સામે ઝઝૂમતો રહે છે. કૃષ્ણનું જીવન અંત સુધી ક્યારેય સંઘર્ષરહિત, સરળ રહ્યું જ નથી. કંસના વધ પછી કૃષ્ણ પોતે રાજા બન્યા નહીં, વિશ્વ નો એક માત્ર ઈશ્વર જે સ્ત્રીઓ ને સંપૂર્ણ સન્માન આપે છે તે સ્ત્રી ને બધાજ આયામો માં સ્વીકારે છે દ્રૌપદી નો મિત્ર, સુભદ્રાનો ભાઈ ,રાધા નો પ્રેમી, રૂક્ષ્મણી નો પતિ, કુંતી નો ભત્રીજો, યશોદા,,- દેવકી નો લાલો કૃષ્ણ એ ગાંધારી હો કે તુલસી સ્વરૂપ વાન રાધા કે પછી કદરૂપી કુબજા બધીજ સ્ત્રી ઓ ને કૃષ્ણ એ સન્માન આપ્યું છે પ્રેમ કર્યો છે ગોવેર્ધન પર્વત એકલા ઉપાડ નાર કૃષ્ણ ઉપાડવાનો યશ બધા મિત્રો ને આપે છે એક લિમિટ વટાવ નાર શિશુપાલ નો વધ કરી શકે છે ગરીબ મીત્ર ને મળવા દ્વારકા નો રાજા ઉઘાડા પગે દોડે છે મહાભારત ના યુધ્ધ ની તમામ તૈયારીઓ પછી યુધ્ધ મેદાન માં અર્જુન હતાશ થઈ જાય છે પણ કૃષ્ણ પોતાનો મિજાજ ગુમાવતાં નથી અને ગીતા રૂપી જ્ઞાન આપે છે કૃષ્ણ સંપૂર્ણ ફલેક્સિબલ હોવા છતાંય સ્વચ્છન્દ નથીજ યુદ્ધ ના મેદાન માં પોતાની પ્રતિજ્ઞા નો ભંગ કરીને પણ સત્ય ને પરાજીત થવા દેતા નથી કૃષ્ણ ના બધાજ સ્વરૂપો પૂજાય છે બાળપણ હોય કે યોગેશ્વર કૃષ્ણ આખા વિશ્વ માં પૂજાતા ઇશ્વર છે કૃષ્ણ વિશે હજારો ગ્રંથ લખાય છે આપણી તકલીફો માં રાહત મેળવવા કોઈ પાંખડી સાધુ બાવા પાસે જવાને બદલે કૃષ્ણ ને શરણે જવું ઉચિત છે મારા મમ્મી એક ભજન ગાતા જેનો "બોલ અર્જુન બોલ સહાય ક્યારે ન કરી" જેનો ભાવાર્થ એવો થતો કે કૃષ્ણે દરેક ને મદદકરીછે પણ કૃષ્ણ જીવન પર પાઠય પુસ્તક રીતે અલગ ભણાવવું જોઇએ આલેખન- આકાશ પટેલ મોરબી
અષાઢ ઉચ્ચારમ મેઘ...... છેતરમ... વાદળ દેખમ .. વર્ષા ભાગમ... શ્રાવણ આવમ...કોરા કટમ -Akash patel
તેરે ગીર ને સે ભી તેરી હાર નહિ કે તું આદમી હૈ અવતાર નહીં સાહિર લુધ્યાનવી આખા વિશ્વકપ દરમિયાન ખુબજ સારો દેખાવ કરનાર ભારતીય ટિમ ને અભિનંદન
Dear friends, i am not a regular gazal writer . i m not poet but I write sometimes such things you may like this your feedback will inspire me a lot
उदास शाम किसी ख्वाब में ढली तो है यही बहुत है के ताज़ा हवा चली तो है जो अपनी शाख़ से बाहर अभी नहीं आई नई बहार की ज़ामिन वही कली तो है Katil shifai
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser