Quotes by Aarvi in Bitesapp read free

Aarvi

Aarvi

@aarveesatapara224540


પહેલા પિતાનાં રૂપે તો હવે પિતૃ સ્વરૂપે,
તમારો હાથ અમારી પર રહેશે આશીર્વાદ રૂપે.
પ્રેમ અને સંસ્કારોનું સિંચન કર્યુ છે તમે,
હૃદય જેનું વિશાળ છે એમને ભેટ સ્વરૂપે શું આપીએ અમે?
હજી નાના છીએ અમે અને ઓછી છે દુનિયાદારીની સમજ,
તો પણ જવાબદારી અમારા ખભે મુકીને કયાં ચાલ્યાં તમે?
અધુરાં કંઈક કામો ને પણ પૂર્ણ થવું તું તમારા હાથે,
નથી સમજાતું કેમ કરશું એ એકલા હાથે અમે?
હવે તો અરજી છે અમારી માત્ર એક જ,
બસ! પ્રભુને પ્રાર્થના જ...દરેક જન્મમાં પિતા તમે જ...
Miss u papa
‐ આર્વી

Read More

દિવસો વીતતાં જાય છે;
એકબીજાનો સાથ નિભાવીને,
એવું લાગે છે.
સ્નેહની કુંપળો ખીલતી જાય છે;
સંબંધનું એક સરનામું બનીને,
એવું લાગે છે.
આવ્યા છો મારી જિંદગીમાં ;
લાગણીનું એક પ્રતીક બનીને,
એવું લાગે છે.
ઉભી છું મંદિર ની કતારમાં;
તમારાં નામનો હાથ ફેલાવીને,
એવું લાગે છે.
રહેશુ સાથે દરેક પળમાં;
એકબીજાનો પર્યાય બનીને,
એવું લાગે છે .
-આરવી

Read More

મારા દિલ ની દરેક ધડકન પર નામ છે તારું,
બસ, તું એક વાર માંગી તો જો;
તને આપી દઉં સર્વસ્વ મારું.
- આરવી

ચંદ્રની શીતળતામાં તારા પ્રેમનું ખીલવું મને ગમે છે.
વરસાદની સમી સાંજમાં તારી સાથે ભીંજાવું મને ગમે છે.
ફૂલોના સુગંધિત બાગમાં
તારા દિલનું ધડકવું મને ગમે છે.
મારી ભીતરની દુવાઓમાં
તારું અકબંધ રહેવું મને ગમે છે.
- આરવી

Read More

એક મીઠી યાદ

થયું મન એક દિન ડૂબકી મારવાનું,
બાળપણના એ અનંત સમુદ્રમાં.
ખોવાવું છે એવું બાળપણની એ મીઠી યાદ માં,
જે મોજાની જેમ ઉછળતી આવે છે મારી ભીતરમાં.

મળે જો એક ક્ષણ ફરીથી,
તો રમવું છે મા ની એ મધુર ગોદમાં.
ભરવું છે શ્વાસમાં મા ના પ્રેમ ભર્યા વ્હાલને,
જે ભરતી બનીને આવે છે એના પ્રેમરુપી નયન માં.

કરવી છે પા પા પગલી પળ માટે ફરીથી,
પિતાની એ કોમળ આંગળી પકડીને.
પામવી છે સરિતા બનીને પિતાની એ સમુદ્રરુપી લાગણીને,
જે ઘૂઘવાટા કરતી આવે છે મારા હૈયામાં.

ડૂબકી મારી છે મરજીવા બનીને,
બાળપણના એ વિશાળ સમુદ્રમાં.
શોધતી રહી આ સમુદ્રમાં વીરાનાં એ પ્રેમને,
અંતે પ્રેમનું મોતી બનીને મળ્યું એની બહેનને.
- આરવી

Read More

આવ્યું'તું કોઈ સ્નેહની જાગીર લઈ,
ને હાથમાં સૌંદર્યનું તકદીર લઈ,
હું વાત કરું ત્યાં કોઈ ચાલ્યુંયે ગયું,
શોધું છું હવે આંખમાં તસવીર લઈ.

Read More

હું ચીજ મોંઘી અને મહાન વેચું છું,
લોકો ઈમાન વેચે છે અને હું મુસ્કાન વેચું છું.

ગઈ છું...
વર્તમાનમાં રહી ભૂતકાળમાં વીંટળાઈ ગઈ છું,
પ્રણયના નીરમાં પત્થર બનીને અટવાઈ ગઈ છું.
વિશ્વાસની દુનિયામાં સ્વનાં શ્વાસને શોધવા ગઈ છું,
સંબંધની વસંતમાં પાનખર બનીને રહી ગઈ છું.
નયનની પલક વડે ખ્વાબ બનીને ઉડી ગઈ છું,
પુષ્પોથી મ્હેંકતા બાગમાં સુગંધ બનીને ખોવાઈ ગઈ છું.
પોતાનાં જ લોકોથી પરાયી થઈ ગઈ છું,
લાગણીનાં દરિયામાં અશ્રુ બનીને ભળી ગઈ છું.
-આરવી

Read More

જીવનની ખુલ્લી કિતાબમાં એક ક્ષણ દ્રષ્ટિ કરજે,
સૌંદર્યથી મ્હેંકતા
ચહેરા પર સ્મિત બનીને આવીશ.
વિરહના દર્દને નયન ની પલક વડે ઉડાડીને રાખજે,
મુસ્કાનથી ભરેલા ઓષ્ઠ પર સ્પર્શ કરવા આવીશ.
હૃદયની ભીતરમાં જઈને એક મીઠો સાદ કરજે,
તારા પ્રેમાળ નયન માં અશ્રુ બનીને આવીશ.
સ્વપ્નનાં અપૂર્ણ રહેલા ખ્વાબોને સજાવીને રાખજે,
છૂટેલા હૃદય ના તારને પૂર્ણ કરવા આવીશ.
સમયનાં સથવારે થોડું સંભાળીને ચાલજે,
મુશ્કેલ ઘડીમાં તારું પ્રતિબિંબ બનીને આવીશ.
વર્તમાનમાં રહી મારી ચાતક દ્રષ્ટિ રાખજે,
હસ્તની લકીરમાં તારું ભાગ્ય બનીને આવીશ.
તારાં દિલ પર રહેલું મારું નામ સાચવી રાખજે,
ભવિષ્યમાં તારી જિંદગી બનીને આવીશ.
-આરવી

Read More

બાળપણની યાદ આપે એવા મિત્રોની જરૂર છે;
મુશ્કેલીમાં સાથ આપે એવા સંબંધોની જરૂર છે;
આમ, તો ઘણા મળે છે હાથ મિલાવા વાળા,
પરંતુ, કૃષ્ણને પણ રડાવી જાય એવા સુદામાની જરૂર છે.
- આરવી

Read More