Father God Bhav in Gujarati Moral Stories by RACHNA JAIN books and stories PDF | પિતૃ દેવો ભવ

Featured Books
Categories
Share

પિતૃ દેવો ભવ

           મિત્રો આજે હું વાત કરવા જઈ રહી છું એવા સંબંધની જેની તુલના ઈશ્વર પણ ન કરી શકે. હા પિતા અને પુત્રીના પ્રેમ સંબંધની જેને નિઃસ્વાર્થ કહી શકાય. એટલા માટે નિ:સ્વાર્થ કે પિતાને ખબર છે કે ૨૦ કે ૨૨ વર્ષ પછી આ દીકરી પારકી થઈ જવાની છે. તેના પર પોતાનો કોઈ અધિકાર રહેવાનો નથી. છતાં તે એ દીકરીની દરેક ઈચ્છા પૂરી કરી આપે છે. દીકરીને ભણાવે, ગણાવે સારી નોકરીએ લાગી જાય તેની દરેક ઈચ્છા પૂર્ણ થઈ જાય તેના શોખ મોજ પૂરા કરે છે.પિતાને ખબર હોય છે કે પારકા ઘરે એને આ બધી સુવિધા મળે કે ન મળે માટે જ્યારે દીકરી બાપની આગળ પાણી માંગે ત્યારે બાપ તેને દૂધ આપે છે. એક વસ્તુ માંગે ત્યારે બાપ ચાર વસ્તુ લાવીને આપે છે. સૌથી વધારે આ દુનિયામાં જો કોઈ પવિત્ર અને નિ:સ્વાર્થ પ્રેમ હોય તે બાપ દીકરીનું પવિત્ર પ્રેમ છે. દીકરી જ્યારે ઘરમાં ન દેખાયને ત્યારે બાપને ચિંતા થવા માંડે છે. તે ઘરમાં વારંવાર પૂછે છે ક્યાં ગઈ હશે? ક્યારની ગઈ છે? કેમ હમણાં સુધી નથી આવી ? શું થયું હશે? જેમ જેમ દીકરી મોટી થાય તેમ તેમ બાપની ચિંતા વધવા લાગે છે કે તેના લગ્ન કરવાના છે. સારામાં સારા ઘરમાં,પરિવારમાં મારી દીકરી જાય તેવું તેઓ ઇચ્છતા હોય છે.જ્યારે પિતા કામેથી પાછા આવેને ત્યારે દીકરી જ દોડીને પાણીનો ગ્લાસ લાવીને પિતાને આપે છે અને કહે છે કેમ મોડું થયું? પપ્પા કેટલી મહેનત કરો છો અમારા માટે. આટલું કામ શું કામ કરો છો? ત્યારે પિતાનો કામનો બધો થાક ઉતરી જાય છે.પપ્પા બીમાર થાય તો દીકરીને ચિંતા થયા કરે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન મારા પપ્પાને જલ્દીથી સાજા કરી દેજો એ પિતા જે દીકરીના લગ્ન માટે પૈસા ભેગા કરતો રહે છે અન્ય ભાઈ બહેનોની તેમજ ઘરની જવાબદારી બધાના ભણતરનો ભાર ખભે લઈને ફરતો હોય છે. જે બધાની ચિંતા અને જવાબદારી માથે લઈને સતત પોતાના પરિવારને આગળ લાવવા પ્રયત્ન કરતા રહે છે. રાત દિવસ મહેનત કરે છે મારો દીકરો ડૉક્ટર બને મારી દીકરી સારું ભણીને સમાજમાં પ્રતિષ્ઠા , માન, સન્માનથી ઉભી રહે તે પોતાના પગભર બની જાય. તેના લગ્ન માટેની ચિંતા આટલા તોલા સોનું આપવુ પડશે ૨૧ સાડીઓ ,૧૦ ડ્રેસ આપવાના વાસણ , ઘરની નાની મોટી દરેક વસ્તુઓ, નગદ રોકડા પૈસા આપવા પડશે જમાઈને બાઈક આપવી પડશે નાની-નાની દરેક વસ્તુઓની યાદી બનાવીને દીકરીના લગ્ન કરે છે મારી દીકરી હંમેશા ખુશ રહે એવા આશીર્વાદ આપે છે. ગુજરાતી સંસ્કૃતિમાં દીકરીને 'વ્હાલનો દરિયો' અને પિતાને એ દરિયાને સાચવનાર 'આકાશ' તરીકે જોવામાં આવે છે. પિતા દીકરીની નજરમાં એક સુપર હીરો હોય છે કારણ કે એ પિતા ક્યારેય પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં ખચકાતા નથી. આજના સમયમાં પિતાએ દીકરીના મિત્ર બને છે ત્યારે દીકરી પોતાના મનની દરેક વાત કોઈ પણ ડર વગર નિસંકોચ પોતાના પિતા સમક્ષ વ્યક્ત કરે છે. દીકરી એ પિતાનું આબેહૂ સ્વરૂપ છે જે કોઈપણ સ્વાર્થ વગર પિતાની હુંફ બને છે. લગ્ન પછી પણ ભલે દીકરી બીજા ઘરે જાય પણ પિતા તેની ઢાલ બનીને ઊભા રહે છે. જો દીકરી સાથે સાસરીમાં અન્યાય થાય તો એક મજબૂત પિતા પોતાની દીકરીને સન્માન પૂર્વક પાછી લાવીને તેનો આશરો બને છે. દીકરી તો કાળજાનો કટકો છે ને ઘરની રોનક છે.

               આજના યુગની દીકરીઓને ખાસ વિનંતી છે કે જે ખોટા નિર્ણય લઈ લે છે અને પોતાના પિતાનું માથું ઝુકાવી નાખે છે. દીકરી પિતાની જીવા દોરી છે.પપ્પા લાંબી જિંદગી જીવે તમારા પપ્પાને ખૂબ પ્યાર કરજો. તમારા કારણે પપ્પાના આંખમાં એક પણ આંસુ ન આવે તેનું ધ્યાન રાખજો.

                                                        લિ 

                                             ડૉ. રચના.વી.જૈન 

                                          એશિયા ઇંગ્લિશ સ્કૂલ