આજે વર્ગમાં પ્રવેશતા જ વિધાર્થીઓની ભણવાની ઈચ્છા ઓછી દેખાતા તેમની સાથે ચર્ચા કરવાની ઈચ્છા થઈ અને થયું કે લાવને તેમને ક્યાંક મદદરૂપ થઈ શકું.તમને માર્ગદર્શન આપી શકું તેવું વિષય મેં બોર્ડ પર લખ્યું.બધા જ વિધાર્થી ખુશ થઈ ગયા.મારો વિષય હતો ધ્યેય અને એની નીચે લખેલું કે તમારું ધ્યેય શું છે?
*ધ્યેય
*તમારું ધ્યેય શું છે?
*તમે શું બનવા માંગો છો?
*ધણા વિધાર્થી પ્રશ્નો ને જોઈને હસવા લાગ્યા.
*કેટલાક વિધાર્થીનો અલગ-અલગ ધ્યેય હતું.
કોઈ ડોક્ટર,શિક્ષક,વકીલ ક્લાર્ક,નર્સ ,આઈ,એસ.ઓફિસર વગેરે....કેટલાક વિધાર્થીઓનો જવાબ હતો કે ખબર નથી અને કેટલાક ના ઉડવું જવાબ હતા. વર્ગમાં ૪૫ ની સંખ્યા મા માત્ર ૩૭ વિધાર્થીઓ એ ધ્યેય નક્કી કર્યું. અને એમાંથી પણ ૧૨ વિધાર્થીઓ એવા હતા કે જેમનો ધ્યેય નક્કી ણ હતું એટલે કે કાંતો ડોક્ટર કાંતો શિક્ષક બનીશ.
બાકીના વિધાર્થીઓનો નકારાત્મક જવાબ હતો.જેમાં તેઓ કહેતા હતા કે અમે ધ્યેય નક્કી કરીએ છીએ પણ અમારા ધ્યેય પુરા થતા નથી ધણા વિધાર્થીના એક કરતા વધારે ધ્યેય હતા. મારી સામે ધણા બધા પરશો પડકાર ના રૂપમા આવ્યા. તેમની સાથે ચર્ચા કરતા કેટલીક બાબતો જેવી કે ....
૧. પહેલા તો ધેય નક્કી કરો.
૨.ધ્યેયને સ્પષ્ટ કરો.
૩.નકારાત્મક વલણ દુર કરો.
૪. હકારાત્મક વલણ અપનાવો.
૫. એક કરતા વધારે ધ્યેય પસંદ ણ કરો.
૬.ધ્યેય ક્ર્મિકતાને જાણવી રાખો
૭.એક ધ્યેય પૂર્ણ થયા પછી બીજા ,ત્રીજા,ને ચોથા ને પૂર્ણ કરો.
૮. એક સાથે બધી બાજુ ધ્યાન કેન્દ્રીત ન કરો.
અહિયા બધા જ મુદા ને એક સરસ મજાના ઉદારહણ દ્વારા સમજીએ.
પ્રાચીન કાલથી શિષ્યો ગુરુના પાસે વિદ્યા મેળવવા માટે જતા હતા તેમનો જ એક શિષ્ય જેનું નામ હતું વેદરાજજે ભણવામાં ખૂબ જ અણસમજ નો હતો. તેના ગુરુ પણ તેનાથી થાકી ગયા હતા. તેને એકના એક વર્ગમાં બે ત્રણ વર્ષ લાગી ગયા હતા. તેની સાથેના તેના શ્પાથી પણ તેનાથી ધની આગળ નીકળી ગયા હતા અને વેદરાજ એ જ વર્ગમાં રહ્યો.ગુરુએ તેને સમજાવ્યું કે બેટા હવે તો તું તારા ઘેર જ અને તારા પિતાજીના ધંધાના મદદ કરજે. ગુરુજી એ તેને આશ્રમ માંથી વિદાય આપી. વેદરાજ ચાલતો ચાલતો થાકી ગયો તેથી તે એક ઝાડ ની નીચે બેઠો. તેને તરસ લગતા તે કુવા પાસે જાય છે ત્યારે અચાનક તેની નજર કુવાની ધારી પર પડે છે તે મનોમન વિચરે છે કે જો આ કઠોર પથ્થરની ધારી ધસાતી હોય તો હું કેમ ન ભણી શકું. રેશમની બનેલી નાજુક દોરીઓ થી પથ્થર પણ ધસાય છે તો હું કેમ એક વર્ગમાંથી બીજા વર્ગ મા ના જઈ શકું. વેદરાજ પાછો ગુરુના આશ્રમ મા જાય છે અને તે સંકલ્પ કરે છે કે ધ્યેય બનાવે છે કે હવે થી તે પણ પોતાના સહપાથીની જેમ આગળ વધશે. બસ પછે તો વેદરાજ એક જ ધ્યેયને પકડીને રાત-દિવસ એક કરીને પરિશ્રમ કરી આગળ વધી જાય છે ને પોતાના ગુરુનું ને માતા-પિતાનું નામ રોશન કરે છે.
દરેક વ્યકિતને જીવનમાં કઈક કરવાની ,બનવાની ઈચ્છા હોય છે. પણ દરેક કાર્ય પૂર્ણ કરવા માટે પ્રયત્નો કરવા પડે છે અને ઈચ્છા કરવાથી ધ્યેય પર્ણ ન થાય . પરિશ્રમ કરવું પડે છે. ધ્યેય નક્કી કરો. મન મા નિશ્ચય કરો. મક્કમ મને ધ્યેય સ્પષ્ટ કરો. નકારાત્મક વલણ એટલે કે આવું થશે કે નહી. કોઈ કાર્ય કરતા પહેલા ડર લાગવો અથવા તો હું સફળ થઇશ કે નહી આવા નકારાત્મક વિચાર ને દૂર કરો. ધ્યેયની પાછળ પડી જાવો. તન-મન જી-જાન થી મહેનત કરો. સમય,શકિત,સંજોગ,પરીસ્થિતિ બધાંની હારમાળા બનાવીને કાર્ય કરો અને ઉઠતા –બેસતા માત્ર ધ્યેય જ સામે દેખાય .સતત ધ્યેય વિશે વિચારો અને કાર્ય કરતા રહો.
આજની મોટામાં મોટી સમસ્યા છે કે બાળકો ને યોગ્ય માર્ગદર્શન મળતું નથી.ઘણી વાર તે મુંઝાય છે .મારે શું કરવું અને શું ન કરવું. કઈ લાઈન પકડવી વગેરે પ્રશ્નો તેની સામે આવીને ઉભા રહે છે. તેમને જરૂર છે યોગ્ય સલાહ ની, માર્ગદર્શન ની ,એક પ્રકારના હુંફ ની જે તમને મળતી નથી.
આટલી ચર્ચા થયા પછી બેલ વાગી ગયો અને હું મારા વર્ગમાંથી ભાર નીકળી.
લિ.
ડૉ. રચના વી જૈન
એશિયા ઇંગ્લિશ સ્કૂલ
થલતેજ, અમદાવાદ