Literacy in Gujarati Motivational Stories by Pragna Ruparel books and stories PDF | અક્ષરજ્ઞાન

Featured Books
Categories
Share

અક્ષરજ્ઞાન

  તમારા સંબંધોમાં હંમેશા વફાદાર રહેવાનું કહેવાય છે. પછી તે સંબંધ કોઈ પણ હોય. પણ મિત્રો, કોઈ પણ સંબંધમાં તમારા દિલની કિતાબ ખુલી રાખવી જોઈએ .એટલે કે પારદર્શકતા હોવી જોઈએ .પરંતુ બધાને અક્ષર જ્ઞાન નથી હોતું.એ પણ ના ભૂલવું. એટલે કે તમારી વાતોને સમજવાની સમજણ ન હોવી .અને તેનાથી અનેક ગેરફાયદા થાય છે.

    મિત્રો, સંબંધોમાં પારદર્શકતા એ આપણા માટે ઉત્તમ રસ્તો છે. જેનાથી સંબંધોના કેટલાક પ્રશ્નો સમાધાન એમ જ થઈ જાય છે. પરંતુ એ પહેલા એ વ્યક્તિને ઓળખવી પડે ,જાણવી પડે .નહીં તો, ક્યારેક તમે વિચાર્યું ના હોય એવા પરિણામો ભોગવા પડે છે. તમને વાત કરું એક એવા જ સંબંધની!   

      એક કપલ છે તેમાં પત્નીની અગાઉ સગાઈ તૂટી ગઈ હતી.આ બધી બાબતોમાં  બેઉ પક્ષની વાત પણ થઈ ગઈ હતી. અને તમને ખ્યાલ છે? જ્યારે સંબંધ તૂટે ત્યારે બેઉ પક્ષ એકબીજાની જ ભૂલો કાઢે છે .કોઈને પોતાનું વાંક તો દેખાતો જ નથી. અને આ સ્વાભાવિક વાત છે. સગાઈ તૂટ્યા ની વાત તો બેઉ ને ખબર હતી. લગ્ન પણ થયા .એક નાનકડું બાળક પણ હતું. પછી પેલા ભાઈને પોતાની પત્ની વિશે કોઈએ વાત કરી. અને બેઉ વચ્ચે  કડવાશ સુધી થઈ. કે જે વર્ષોથી સાથે રહીને પણ બેઉ સંબંધો વચ્ચે એક દિવાલ ઊભી થઈ .જે કોઈ દિવસ તૂટી જ નહીં .અને વર્ષો પછી બાળકો મોટા થયા અને બેઉ એ દિવસ ડિવોર્સ લીધા.

      આ સત્ય ઘટના છે. પરંતુ એવા કેટલાય દંપતિઓ છે. જેના વચ્ચે એક અદ્રશ્ય દિવાલ છે .અને એક છત નીચે રહેતા પતિ પત્ની વચ્ચે વાસ્તવિકતામાં કોઈ સંબંધ નથી .આવા તો સમાજમાં અનેક કિસ્સાઓ છે. તેઓ લાઈફ ટાઈમ કોઈ ગેરસમજથી કે ઈગો થી એકબીજાને માફ નથી કરતા .અને પોતાના જીવનમાં બસ એ જ રીતે રેલની પટરી જેમ સમાનતા ચાલે જરૂર છે. પણ વાસ્તવમાં બેઉ વચ્ચે અંતર છે. આ પતિ પત્ની વગર ડિવોર્સ. સમાજની સામે સાથે તો રહે છે .ચાલે છે ,જીવે છે .પણ અંતરથી તો તેના ડિવોર્સ જ છે. બેઉ ની અંદર એકબીજા માટે ફરજ સિવાયનું કોઈ બંધન નથી.

     એટલે, ક્યારેક પોતાના સાથી કુટુંબો અને મિત્રો સામે પણ દિલ ખોલીને જીવવાના પરિણામો સારા અને ખરાબ બેઉ ભોગવા પડે છે .મારે એવા કેટલાય લોકો સાથે આ બાબતે ચર્ચા થાય છે. ત્યારે મને ખુદને એ લોકોને જીવન પ્રત્યે આશ્ચર્ય થાય છે! 

    ક્યારેક ઓપ્શન નથી હોતા. ક્યારેક મજબૂરી હોય છે .અને ક્યારેક છોડવાની ઈચ્છા નથી હોતી. આવા સંબંધો આપણને ઠેર ઠેર જોવા મળે છે .તમને પણ ખબર હશે! તમે નજર કરશો તો તમારી આજુબાજુમાં આવા અનેક સંબંધો તમે પણ જોયા હશે. અને આ જ છે સંબંધોની વાસ્તવિકતા. ક્યારેક સમજણથી અને ક્યારેક મજબૂરીથી આવા સંબંધો આગળ વધતા હોય છે.

    એવું નથી, કે આવા સંબંધો પહેલા ન હતા. પહેલા પણ હતા. આજે પણ છે ,અને આવતીકાલે પણ રહેશે .આવી જ ઘટ્ટ માળો માંથી જીવન પસાર થાય છે. અને દરેક વખતે તમને એક નવું લેસન મળે છે .ભૂલ તો બધાને થાય છે .પણ કોની પાસે કબૂલવી એ વિચારવું . પાત્રતા વગર ,તે પચાવી નથી શકતા.

      કહેવાય છે ને કે ", સિંહણ નું દૂધ સોનાના પાત્રમાં જ જિલાય"એવી રીતે સંબંધમાં પણ આ બધું વિચારવું પડે .નહીં તો તમારી નાનકડી કબુલાત !તમારા જીવનની નૈયા ને હલાવી નાખે. તમારા સંબંધો છિન્ન ભિન્ન કરી નાખે .એટલે કહેવાય છે કે, 

       કોઈપણ સંબંધમાં તમારી દિલની કિતાબ ખુલી રાખવી પણ બધાને અક્ષર જ્ઞાન નથી હોતું તે પણ ભૂલવું નહીં. 

       જય સ્વામીનારાયણ