આજે માતૃભાષા દિવસ છે.(૨૧ ફેબ્રુઆરી).
આપણે માતૃભાષા (મોબાઈલ યુગ) સ્ટેટ્સ માં સ્ટોરી મૂકી ને ખુશ થઈએ.આજના દિવસે માતૃભાષા પર બધાને ગૌરવ થાય છે. ભાષા અને સંસ્કૃતિ પર પ્રવચનો અપાય છે.પ્રેમ ઉભરાઈ જાય છે.બાળકો ને માતૃભાષા માં શિક્ષણ આપવાની વાતો થાય .અને અબ્દુલ કલામ સાહેબ ને યાદ કરાય.અને આની સાથે દર વર્ષે ગુજરાત માં ગુજરાતી સ્કૂલો બંધ થાય છે.એમાંય શિક્ષકો માતૃભાષા પર એટલું સરસ બોલે છે.અને લખે છે.વાતો કરે છે.અને એનાજ બાળકો ઇંગ્લિશ માધ્યમ માં ભણી ને આગળ વધે છે. મને કોઈ પ્રોબ્લેમ નથી હો. પણ વાત માતૃભાષા ની છે!
માતૃભાષા એટલે માતા બોલે તે ભાષા.પોતાને વ્યક્ત કરવાની ઉત્તમ ભાષા.આપણા માં કહેવત છે."બાર ગાઉએ બોલી બદલાય"
અમદાવાદ ની ગુજરાતી અલગ, કાઠિયાવાડ ની ગુજરાતી અલગ,સુરતની ગુજરાતી અલગ,ઉત્તરગુજરાત ની અલગ.અને એમાંય કચ્છ. ગુજરાત ના સૌથી મોટો જિલ્લો.આખી ભાષા જ અલગ.ગુજરાત ના દરેક વિસ્તાર માં ગુજરાતી જ બોલાય .પણ એનો લહેકો,લઢણ અને ભાષાની મીઠાસ.બધું અલગ જ છે.એમાંય આજના બાળકો બોલે ( માતૃભાષા) એતો સાવ અલગ.
હું સોચું છું.મેં ગુડ છું.મને હોમ જવું છે.આવી રીતે બાળકો બોલે છે. આમાં બાળકો નો વાંક નથી. પરિવર્તન તો થવાનું જ છે. એવી જ રીતે ગુજરાતી ભાષામાં એવા ઘણા શબ્દો છે. જે ઈંગ્લીશમાં છે .જેમ કે ગુજરાતીમાં (આઇડિયા) શબ્દ વપરાય છે. એવી જ રીતે મોબાઈલમાં આપ સ્ટેટસ મૂકે. એ સ્ટેટસનું ગુજરાતી કેમ કરવું? એટલે અમુક શબ્દો તો ગુજરાતી ભાષામાં હિન્દીના છે ,ઈંગ્લીશના છે .અને સંસ્કૃતના પણ છે. આવા ઘણા શબ્દો જુદી જુદી ભાષાના આપણી ગુજરાતીમાં વપરાય જ છે.
દુનિયામાં કેટલી બધી ભાષાઓ છે. આમાં પણ કેટલીક ભાષા બોલનાર અને જાણનાર અમુક જ લોકો છે. અને કેટલીક એવી ભાષા છે ,તેની જાણનાર વ્યક્તિ એક જ છે .એવી ભાષાઓ પણ જીવંત છે .કદાચ એ વ્યક્તિ આ દુનિયામાં નહીં રહે તો એ ભાષા પણ નહીં રહે. કાળક્રમે બધું બદલાતું રહે છે. વચ્ચે ના વર્ષો માં સંસ્કૃત ભાષા જાણનાર લોકો ઓછા થયા છે.એવું લાગતું હતું.પણ આજે સંસ્કૃત ભાષા ના જાણકાર પણ વધતા જાય છે. હાલના ના જ B.A.P.S.સ્વામીનારાયણ સંસ્થા ના પ્રયાસો થી ૧૬૬૭૮ બાળકો એ સંસ્કૃત ના ૩૧૫ શ્લોકો પાકા કર્યા .એને "ગ્રીનીશ બુક ઓફ વર્લ્ડ મા"ત્રણ વર્ષથી શરૂ કરીને 13 વર્ષના 1200 બાળકો એકસાથે આ શ્લોકો નું ગાન કરી "વર્લ્ડ રેકોર્ડ"નોંધાવ્યો. સમય સાથે બધું જ બદલાય છે.
આપણે આપણી ભાષા ને પકડી તો નહીં રાખી શકીએ. પરંતુ બોલી જરૂર શકશો .આપણે એવું વિચારીએ આપણા બાળકોને ગુજરાતી ભાષા શીખવીએ .અને આપણે ઘરમાં ગુજરાતી ભાષા બોલવાનું જ રાખીએ .ભાષાને જીવંત રાખવી કોઈ એક વ્યક્તિનું કામ નથી .ભાષાને જીવંત રાખવા માટે સમગ્ર સમુદાય પોતાનું યોગદાન આપવું જોઈએ એવું હું માનું છું . આપણી ભાષાને જીવંત રાખવા માટે બધાએ પ્રયાસ કરવો પડશે.
ભાષા બોલાય .ભાષા બોલે અને સાથે સાથે શુદ્ધ બોલાય. જે આપણી લઢણ. જે આપણો લહેકો છે.એ જાળવી ને બોલાય તો વધારે સારું. આપણી ગુજરાતી ભાષા આપણા વિસ્તારોની ઓળખ છે. તમારી ભાષા ઉપરથી તમે કયા વિસ્તારનો છો. એ સામેની વ્યક્તિ આરામથી ઓળખી જાય. બાકી મેં કહ્યું તેમ પરિવર્તન તો થવાનું જ છે આપણી ભાષામાં અનેક શબ્દો લુપ્ત થતા જશે. અને નવા શબ્દો ઉમેરાતા જશે .એ જ તો છે આ ભાષાની એક ઓળખ.
બાકી, હું માનું છું કે. માતૃભાષા માટે એટલું જ કહેવાય કે માતૃભાષા એટલે માતાના પ્રેમની ભાષા. દરેક બાળક મોટું થાય પોતાના માતા પિતાની આ દુનિયામાં હાજરી ના હોય. ત્યારે પણ એના શબ્દો તમે બોલતા હોય અને તમારા કાનમાં ગુંજતા હોય. એ ભાષા સર્વ શ્રેષ્ઠ ભાષા. બાળકની પહેલી ઓળખ માતાની અને એની ભાષાની.
જય સ્વામીનારાયણ