આજના યુવાનો (દીકરા દીકરી) એ લોકો એટલું બધું વિચારે છે. બધા માટે વિચારે છે.કેરિયર માટે,લાઇફ માટે અને સૌથી વધારે સંબંધ માટે.
જ્યારે કોઈને પોતાના પાર્ટનર શોધવા હોય.ત્યારે તો તે એટલું બધું વિચારે છે.કે વાત ન પૂછો.વિચારવું જરૂરી છે જે.પણ એ લોકો વિચારી (ઓવર થિન્ક)ને પોતાના ક્રાઈટ એરીયા નક્કી કરે. ક્રાઈટેરિયામાં સીટી નક્કી હોય. સામેની વ્યક્તિનો દેખાવ, એમની ઇન્કમ અને કઈ ફોરવીલ વાપરે છે. એના ઉપરથી માપદંડ નક્કી કરે. તમે કલ્પના ન કરી શકો એટલું વિચારે.
અને આ બધું કેરિયર માટે પણ વિચારે.બધું વિચારવું જ જોઈએ.પણઆટલું બધું? હું રિલેશનશિપ મેન્ટોર છું. ઘણા યંગ જનરેશન સાથે કોન્ટેક્ટ થાય. મારે એની સાથે પર્સનલ વાત થાય તો આપણને વિચાર આવે કે આ લોકો ઓવર થીંકીંગના કારણે કેટલાકન્ફ્યુઝ થાય છે?જેની આપણે કલ્પના પણ ના કરી હોય. એવા વિચારો એ લોકો જ્યારે રજૂ કરે. ત્યારે મને પણ આશ્ચર્ય થાય. અમારા કાઠીયાવાડમાં કહેવત છે કે"જાણે તેને તાણે". સાચું કહું ,આ મોબાઇલ યુગમાં લોકો એટલું બધું જાણે છે. કે તેઓ દરેક બાબતમાં કન્ફ્યુઝ થાય છે.
હું મેન્ટર છું. તો લોકો મારી પાસે પોતાના પ્રોબ્લેમ્સ લઈને આવે .એમાં સૌથી વધારે પ્રોબ્લેમ ,એ લોકોના ઓવર થીંકીંગ ના હોય .એવું મને લાગે છે. તેઓ એટલું બધું વિચારે છે. સંબંધો માટે કે પછી એમ જ ગૂંચવાઈ જાય કેટલીક વખત વાસ્તવમાં જરૂર ના હોય તો પણ વિચારે. ખરેખર, વિચાર્યા વગર કંઈ કામ કરવું ના જોઈએ. એવું હું અંગત રીતે માનું છું .પરંતુ હું પણ એ પણ માનું છું.કે તમે કોઈ બાબતમાં કન્ફ્યુઝ છે .તો મેન્ટરની મદદ લો.
સંબંધ માટે રિલેશનશિપ મેન્ટોર ની મદદ લો. કેરિયર માટે કેરિયર કાઉન્સિલિંગ કરાવી શકો છો. અત્યારે, તમારી પાસે બધા ઓપ્શન છે. હવે એવું જરૂરી નથી કે આ બધી સર્વિસ તમારા સિટીમાં હોય. હવે તો ઓનલાઇન બધું અવેલેબલ છે .કારણ કે ક્યારેક તમારી ઓવર થીંકીંગની હેબિટ તમને ડિપ્રેશન સુધી પણ પહોંચાડી દે છે. એવા કોઈ મેજર ઇસ્યુ થાય. એ પહેલાં તમો ટાઇમસર કોઈનો સંપર્ક કરી અને તમારા સોલ્યુશન જલ્દી મેળવવાની કોશિશ કરવી.
નો ડાઉટ કે સંબંધ માટે બધા બધું વિચારે પણ આટલું બધું વિચારીને સંબંધમાં જોડાયા. પછી પણ પ્રોબ્લેમ તો આવશે જ. કારણ કે સબંધમાં શ્રદ્ધા સમજણ અને સમાધાન વૃત્તિ આ બધું પણ જોઈશે ને! આ બધું ખાલી વિચારવાથી નથી થતું. તમારે એમાં રીયલ લાઇફમાં પ્રેક્ટીકલ પણ થવું પડે .ખાલી તમે વિચારી જ રાખશો તો નહીં ચાલે.
આ ઓવર થીંકીંગ નું સૌથી મોટું કારણ ઓપ્શન વધી ગયા. એ છે .સામાન્ય ઉદાહરણ આપો. પહેલા આપણે ગ્રૉસરી શોપિંગમાં જતા. ત્યારે એક ફિક્સ શોપ નક્કી હોય લિસ્ટ સાથે હોય .એટલે બધું ફટાફટ લઈને નીકળી જતા .અને જરૂરી ચીજો જ આવતી. અને આજે મોટા મોટા મોલમાં જઈને ગ્રોસરીની શોપિંગ કરીએ છીએ .તો કેટલી બધી વાર લાગે છે? અને બિનજરૂરી વસ્તુઓ પણ આવી જ જાય છે. આ અનુભવ તમને પણ હશે. આ જ વાત કપડામાં લેવામાં લાગુ પડે છે. અને સંબંધોમાં પણ જોવા મળે છે .એટલે ઓવર થીંકીંગ ઓપ્શનના કારણે પણ છે. એવું મારું માનવું છે.
એટલા માટે કહું છું. વિચારો ખરા પણ એટલું ના વિચારો કે, તમારા જીવનનો કિંમતી ટાઈમ વેડફાઈ જાય .અને તમો ડિપ્રેશનની અસર થાય દરેક સંબંધ માટે વિચારવું જરૂરી છે બાકી "પડશે તેવા દેવાશે" એ કહેવતની જેમ આગળ વધવું. આ બાબતે તમારું શું માનવું છે? તે મને જરૂર જણાવશો.
થીંકીંગ જરૂરી છે .પણ ઓવર થીંકીંગ ને નહીં.
જય સ્વામીનારાયણ.
પ્રજ્ઞા રૂપારેલ.