Funeral shooting in Gujarati Motivational Stories by Pragna Ruparel books and stories PDF | અંતિમ સંસ્કાર નું શૂટિંગ

Featured Books
Categories
Share

અંતિમ સંસ્કાર નું શૂટિંગ

   તમને કદાચ આ નવું લાગશે. પરંતુ આ વાસ્તવિકતા છે. આજકાલ આ એક નવું છે. પણ શા માટે ?

    આજકાલ બાળકો વિદેશમાં થાય સ્થાયી થયા હોય,રહેતા હોય. માતા પિતા અહીં દેશમાં રહેતા હોય .માતા-પિતા એકલા રહેતા હોય. અને બે માંથી એક આ દુનિયામાં ના રહે ત્યારે માતા કે પિતાજી એકલા હોય તે ખરેખર એકલા પડી જાય છે. ફોરેન રહેતા બાળકો તાત્કાલિક આવી શકતા નથી .ઘણી વખત ઈચ્છા હોય છતાં પણ તેઓ નથી આવી શકતા. ત્યારે તેઓ પાઉન્ડ અને ડોલર મોકલી પોતાની લાગણી વ્યક્ત કરે છે .અને સારામાં સારી અંતિમ ક્રિયા કરાવવા માંગે છે. એ પણ શૂટિંગ સાથે! 

     બાળકો વિદેશમાં સાથે લઈ જવા માગે છે. પણ વડીલોને ત્યાં ફાવતું નથી. જ્યાં સુધી તેઓને તેનું નાગરિકો ના મળે. ત્યાં સુધી બાળકો ઈચ્છે તો પણ ના રાખી શકે .ત્યાંના મેડિકલ ખર્ચાઓ પોસાય નહીં .એના કરતાં એ લોકો અહીં બધી સુખ સગવડ આપીને. તેઓ અહીં પ્રેમથી રહે એવું ઈચ્છે છે. તેઓ પૈસા આપે છે. પણ તેઓ ટાઈમ આપી શકતા નથી.

   આપણી પ્રકૃતિ (જીનેટિક) પ્રમાણે આપણે સાથે રહેવાના સપના જોતા મા-બાપ! એટલે તેઓને એકલતા લાગે.મન મોટું રાખીને પોતાના બાળકોને હોશે હોશે મોકલે છે. તો ખરા! પણ  એક ઉંમર પછી તેઓને ખરેખર એકલું લાગે છે.

   એટલે તો આજે નર્મદા કિનારે, અમદાવાદ ,વડોદરા એવા મોટા શહેરોમાં આવા મા બાપ (વડીલો) માટે આખી અલગ ટાઉનશીપ બને છે. જેમાં તમામ બેઝિક સગવડો! જેવી કે ગ્રોસરી, મેડિકલ, ફ્રુટ, શાકભાજી વગેરે મળી રહે .આવી સગવડો સાથેની સોસાયટીઓ પણ બને છે .પણ બધાને નહિ પોસાય. કારણ કે મોંઘી પણ હોય છે. અને નાના સેન્ટરોના પબ્લિક(માં બાપ) કદાચ આમાં જોડાઈ પણ ના શકે. કારણ કે, એ લોકો પોતાના જૂના પડોશી અને સગા વાલા સાથે જોડાયેલા હોય છે. એટલે આ નવી દુનિયામાં સેટ ના થઈ શકે. 

  આ રીતે સાથે રહેતા માતા પિતા માંથી, એક આ દુનિયામાં ના રહે. ત્યારે બાળકો તાત્કાલિક આવીશ નથી શકતા. એટલે તેઓ "Recording the last rites " કરાવવાનો આગ્રહ કરે છે. પછી સગા સંબંધીઓ અને પડોશીઓ દ્વારા જે વિધિ વિધાન થાય છે. તેનું શૂટિંગ કરે છે .અથવા લાઈવ જોવાય છે . જેથી એમને સાથે રહ્યા નો આત્મ સંતોષ થાય.એટલે આ એક નવો બિઝનેસ સ્ટાર્ટ થયો અને એ લોકો માટે આ એક નવો ટ્રેન્ડ શરૂ થયો . .વેડિંગ પ્લાનર ની જેમ ભવિષ્યમાં ફ્યુનેરલ પ્લાનર પણ આપણને મળશે .અને 8 થી 10 વર્ષ પછી અને અત્યારે પણ એની જરૂર છે .સગા વ્હાલા માટે હાલ એક નવી માથાકૂટ શરૂ થઈ .પણ આગળ જતા શાંતિ.

       કારણ તેઓને શૂટિંગ માટે બધી વ્યવસ્થા કરાવી પડે. અને બીજું હવે મોટા શહેરોમાં પણ લોકો પાસે ટાઈમ નથી. અને હવે આના માટે પણ ઓર્ગેનાઈઝેશનને કહીને અંતિમ ક્રિયા કરાવે છે. અને તેઓ શૂટિંગ વાળા ને બોલાવી બધી વ્યવસ્થા કરાવી. સંતાનોને પહોંચતું કરે છે.  તે આ શૂટિંગને ફ્યુનેરલ શૂટિંગ કહેવાય.

      ખરેખર, તો આ એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે .અને આવકાર્ય પણ છે. તમારું શું માનવુ છે?     

     આના માટે ગુજરાત સમાચારમાં લેખ લખતા રવિ ઇલા ભટ્ટે સરસ લખ્યું છે, 

       એમ આર આઈ સંતાનો ક્યારે એ વિચારતા નથી. કે તેમના ડોલર અને પાઉન્ડ ભલે પૈસામાં કન્વર્ટ થઈને ચાર ગણા થઈ જતા .પણ લાગણીઓનું બેલેન્સ તેઓ ગયા ત્યારથી શૂન્ય જ બતાવે છે. પ્રેમની પાસબુકમાં કોઈ એન્ટ્રી થતી જ નથી .અને સ્નેહની સરાસરીમાં શેષ વધતી જ નથી.

       એક વખત બાળકો વિદેશ ગયા પછી આવવાનું વિચારી જ નથી શકતા. આ વાત માતા પિતાએ એમને રજા આપ્યા પહેલા વિચારવી જોઈએ. આ કોઈ નવી વાત નથી .અને સમય સાથે બધું બદલાય છે. કહેવાય છે ,પરિવર્તન એ સમાજનો નિયમ છે. એને સ્વીકારવો જ રહ્યો.

   જય સ્વામીનારાયણ