" તર્ક અને શ્રદ્ધા"
આ બેઉ શબ્દોની ચર્ચા બહુ જ છે. સાચી વાત એ છે, કે તર્ક વગર આ દુનિયા આટલી આગળ જ ના વધી હોત. પણ પોતાના તર્ક પર શ્રદ્ધા ના હોય તો તમે તર્ક લગાવી જ ના શકો.
તર્ક Vs શ્રધ્ધા નહીં. પણ મને તો એવું લાગે છે કે કે તે એ સિક્કાની બે બાજુઓ છે. એના માટે એક નાનકડી વાર્તા થી ઉદાહરણ આપું છું.
બે સાધુ હતા.બેઉ વર્ષોથી એક ઝાડ નીચે બેસીને તપ કરતા હતા. ભગવાનને થયું. આ લોકો તપ બહુ જ કરે છે. ભગવાને પોતાના પાર્સદ ને મોકલ્યા. અને કહ્યું કે તમો જે ઝાડ નીચે બેઠા છો. એ ઝાડના જેટલા પાંદડા છે .એટલા વર્ષો પછી ભગવાન તમને દર્શન આપશે. બેઉ એ ઉપર જોયું. ઝાડ આમલીનું હતું. તમને ખ્યાલ જ હશે કે આમલીના ઝાડના પાંદડા નાના હોય છે .એ ભરચક હોય છે .એક સાધુને થયું, હજુ આટલા વર્ષો સુધી તપ કરવાનું? એમ વિચારી પોતાની તમામ વસ્તુઓ લઈ અને ચાલતો થયો. હવે તપ નથી કરવું. જ્યારે બીજા સાધુ આનંદથી નાચવા લાગ્યા. કેમ? એને એવું વિચાર્યું કે,અરે!આટલા જ વર્ષોમાં મને ભગવાન મળશે .અને પાર્સદને પગે લાગીને કહે .કે તમારો ખુબ ખુબ આભાર. તે મનમાં વિચારે છે .અને આનંદથી નાચવા લાગે છે કે હું તપ કરું છું. એ ભગવાનને ખબર તો છે! વિચારો એક સાધુએ તર્ક લગાવ્યો કે આટલા બધા વર્ષો સુધી તપ કરવું પડશે .પણ એવી જ રીતે બીજા સાધુએ શું કર્યું? શ્રદ્ધાથી તેણે એવું વિચાર્યું .કે આટલા વર્ષમાં મને ભગવાન મળી જશે. અને બીજું કે ભગવાનને ખબર છે કે હું તપ કરું છું .એ જ મારા માટે બહુ છે .બરાબર ને મિત્રો.
પણ યાદ રાખો આખી દુનિયા તાર્કિક છે .દુનિયાનું ગણિત જુદું છે. શ્રદ્ધાની દુનિયા અલગ છે માણસ Ai પાસે જાય છે. એની સાથે જીવે .દુનિયા બનાવે પછી એના પરિણામની તો તમને ખબર જ છે ? માણસ ને માણસ પર શ્રદ્ધા નથી .પણ માણસે બનાવેલા મશીન પર શ્રદ્ધા છે .ત્યાં પોતાના તર્કનો ઉપયોગ નહીં કરે .જ્યાં તર્કનો ઉપયોગ કરવાનો છે .ત્યાં શ્રદ્ધા રાખે છે .અને શ્રદ્ધાની જગ્યાએ તર્ક કરે છે.
સંબંધોમાં પણ આજે આવું જ થાય છે. તમારે કોઈ પણ સંબંધ પર વિશ્વાસ અને શ્રદ્ધાથી જોડાવાનું છે .ત્યાં તર્ક કરશો તો કામ નહીં લાગે. કારણ, તર્ક કરવાથી તમારા મનમાં શંકા ઉભી થશે. અને સંબંધમાં ખટાશ આવશે .એટલે સંબંધોમાં શ્રદ્ધા રાખો. તર્ક ના કરો, પછી એ કોઈપણ સંબંધ હોય.
એમાંય તે લાઈફ પાર્ટનર સાથેના સંબંધોમાં તો ખાસ આ વિચારો .કારણ ,તમારા પર્સનલ પાર્ટનર (પતિ પત્ની) સાથે તર્ક લગાવ્યા વગર શ્રદ્ધાથી જીવવાનું રાખો. જ્યારે જરૂર પડે ત્યારે સંવાદ કરો .પણ ,સંબંધ બગડે એવા કોઈ જ તર્ક ના લગાડો.
તર્ક અને શ્રદ્ધા આમ તો એક સિક્કાની બે બાજુ છે. પરંતુ દરેક વખતે બેઉને સાથે રાખવાની કોશિશ ના કરો .તર્કમાં 2+2=4 થાય. પણ શ્રદ્ધામાં 2+2=5 પણ થાય ,અને2+2=22 પણ થાય. આ પણ એટલું જ સાચું છે .પરંતુ વિચારવાનું આપણે એ છે. કે ક્યાં તર્ક લગાવો અને શ્રદ્ધા રાખવી.
ખાલી તર્ક કામ નથી આવતો. એમ શ્રદ્ધા પણ કામ નથી આવતી. કારણ, તમારા તર્ક ઉપર પણ તમને શ્રદ્ધા હોવી એટલી જ જરૂરી છે. એટલે આ દુનિયા ચંદ્ર સુધી પહોંચી છે . વૈજ્ઞાનિકોએ દરેક જગ્યાએ તર્ક લગાવ્યો .પણ પોતાના તર્ક ઉપર શ્રદ્ધા પણ રાખી. અને એનું ,આ જ યુગમાં આપણને ચોખ્ખું દેખાય છે. તમે ગમે ત્યાં બેઠા હો. દુનિયાના, કોઈપણ ખૂણે બેસીને મોબાઇલથી કનેક્ટ થઈ શકાય! પથ્થર યુગથી શરૂઆત થઈ અને રોકેટ યુગ સુધી પહોંચ્યું. એ તર્ક તો કોઈનો હતો ને?અને આ ઉપર શ્રદ્ધા રાખીને અહીં સુધી પહોંચ્યા.
મિત્રો તર્ક અને શ્રદ્ધા બહુ જરૂરી છે. પણ સમજણ એ રાખવાની કે તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો. તર્ક પણ શ્રદ્ધા વગર અધુરો છે. તેમાં તમારું શું માનવું છે?
જય સ્વામીનારાયણ
પ્રજ્ઞા રૂપારેલ મેન્ટોર &ઓથર.