Vismruti - 2 in Gujarati Love Stories by Devisha Gajjar books and stories PDF | વિસ્મૃતિ - ભાગ 2

Featured Books
  • نشانات

    دی اینڈ محبت میں جدائی کا مقدر ناگزیر تھا۔   وہ جہاں تک...

  • Safar e Raigah

    Safar e raigah sirf shahmeer ki nahi balke ayat ki bhi kahan...

  • The House That Insults Back - 10

    The moment of quiet introspection following Clara's conf...

  • دیکھیں

    منظر صبح سے رات ہو گئی تیری یاد کرتے ہوئے اداس گانے سن کر می...

  • . ہاں بتاؤ کون؟

    میں اپنے دل کے جذبات کے اظہار میں تاخیر کرتا ہوں۔ میں اپنی م...

Categories
Share

વિસ્મૃતિ - ભાગ 2

Mubai, India
પ્રિયાંક - પ્રિયાંક બંસલ.. એક મારવાડી કુટુંબ માંથી આવતો 24 વર્ષ નો છોકરો... તેના પિતા જયેશભાઈ ને ફેબ્રિક નો બિઝનેસ હતો.. વર્ષો થી તેઓ આ બિઝનેસ માં જોડાયેલા હતા.. તેમણે દિવસ રાત એક કરી ને ખૂબ મોટું નામ મેળવ્યું હતું.. જેને તેમનો એકમાત્ર દીકરો પ્રિયાંક સારી રીતે સંભાળી રહ્યો હતો.. જયેશભાઈ નો જે બિઝનેસ ફક્ત ગુજરાતમાં જ હતો.. તે પ્રિયાંક ના સંભાળ્યા પછી આખા ઈન્ડિયા માં ફેલાવા લાગ્યો હતો.. ને તેમની શરૂઆત તેમણે મુંબઈમાં પોતાની બ્રાન્ચ ખોલવાથી કરી હતી... ને આજ તે બ્રાન્ચ ને ખૂબ સારો નફો થયો હતો તેની પાર્ટી હતી.. જેમાં માયાબેન જેમની મુંબઈ માં એક કપડાની બ્રાન્ડ હતી તે સ્પેશિયલ આવવાના હતા.. માટે જ રિશી કે જે પ્રિયાંક ના કોલેજ સમયથી ફ્રેન્ડ હતો.. તે તેને આ પાર્ટી માં હાજર રહેવા માટે ફોર્સ કરતો હતો...

પ્રિયાંક તે પાર્ટી માં હાજર તો હતો પણ તેનું મન હજુ પણ એ બે વર્ષ પેલા ની આવી જ એક પાર્ટી માં રોકાયેલું હતું.. હજુ પણ તેને એ રાત યાદ હતી.. જ્યારે તે પેલી વાર તેને મળ્યો હતો.. હા તેની ફિયોન્સ.. તેનો પ્રેમ ... તેને પેલી વાર મળ્યો હતો.. એ યાદ કરી ને તેના ચહેરા પર નાનકડું સ્મિત આવી ગયું.. જેની જગ્યા થોડી જ વાર માં આંખો ની નમી એ લઈ લીધી... રિશી ના અવાજ થી તે પાછો વર્તમાન માં પહોંચી ગયો.. ને ધીમે થી આંખો ની કિનારી લૂછી કાઢી..
"લુક... માયા મેડમ નીચે પહોંચી ગયા છે.. એ બસ ઉપર આવે જ છે.. " રિશી તેને કહી રહ્યો.. જવાબ માં પ્રિયાંક એ માથું હલાવી બસ હા પાડી..

થોડી જ વાર માં માયા બેન અને તેમના બિઝનેસ પાર્ટનર દીપક ભાઈ પોહચી ગયા હતા.. તેમના આવતા ની સાથે જ પ્રિયાંક એ તેમનું અભિવાદન કર્યું.. "હેલો.. દીપક ભાઈ.. હેલો.. માયા બેન.. " પ્રિયાંક એ દિપકભાઈ સાથે હાથ મેળવી ને સ્મિત કરી કહ્યું.. સામે દીપક ભાઈ પણ સ્મિત સાથે બોલ્યા.."હેલો.. પ્રિયાંક.. ખૂબ સાંભળ્યું છે તમારા વિશે.. આજે રૂબરૂ મુલાકાત પણ થઈ ગઈ.." પ્રિયાંક તેમની આ વાત સાંભળી કહ્યું.. "જી.. બિલકુલ.. તો આપડે આગળ ની વાત.. ડિનર સાથે કરીએ.."

ત્યારબાદ તેઓની ડિનર ટેબલ પર ડીલ અને બીજા ઘણા વિષયો પર ચર્ચા ચાલી.. જેમાં દિપકભાઈ અને માયા બેન બંને પ્રિયાંક ના વાક્ કૌશલ્ય ને તેની વાત ને રજૂ કરવાની કાબેલિયત થી અભિભૂત હતા.. આજ તો ખાસિયત હતી પ્રિયાંક ની તે ફક્ત દેખાવે જ નહીં પરંતુ.. તેના બુદ્ધિ ચાતુર્ય માં પણ અવ્વલ હતો.. ડિનર પૂરું કરી દીપક ભાઈ અને માયા બેન સાથે પ્રિયાંક ડીલ ની વાત કરતો હતો... "તો આ ફાઇનલ સમજીએ.. હું કાલે જ તમારી ઓફિસ એ સેમ્પલ જોઈ જોઈશ.. બાકી નું બધું ત્યારે જ નક્કી કરીએ.." દિપકભાઈ પ્રિયાંક ને સંબોધીને કહી રહ્યા.. "હા.. તો કાલે જ આ બધું જોઈ લઇશુ.. ને જો આ બધું ફાઇનલ રહ્યું તો કાલે જ આપડે ડીલ ના પેપર પણ સાઇન કરી લેશું.. જો તમને કઈ પણ વાંધો ન હોય તો.." માયા બેન રિશી અને પ્રિયાંક ને કહી રહ્યા.. "હા.. બિલકુલ કેમ નહીં.. તો મળીએ કાલે.." પ્રિયાંક એ તેમને બાર સુધી વિદાય આપતા કહ્યું.. ને સામે તેમને પણ કાલે મળવાનું કહી વિદાય લીધી...

તેમના ગયા પછી.. રિશી પ્રિયાંક ને ગળે મળી ને ખુશી થી બોલ્યો... "હાશ.. હાશ... મને ખબર જ હતી.. તું આ કરી જ લઈશ.. જો આ ડીલ ફાઇનલ થઈ ગઈ તો.. ખૂબ જ ઝડપથી આપડે દિલ્હી માં પણ આપડી બ્રાન્ચ ખોલી શકશું..." પ્રિયાંક તેના જવાબ માં બસ તેને દૂર કરી ફિક્કા સ્મિત સાથે જોઈ રહ્યો... "પ્લીઝ યાર.. આજનો દિવસ તો થોડો ખુશ થઈ જા... હું માનું જે થયું એ ભૂલાઈ તેમ નહીં.. પણ આટલી મોટી ડીલ તે કરી છે.." રિશી તેને સમજાવતા કહી રહ્યો... "હા.. સમજુ છું.. પણ શું કરું.. કેમ ભૂલું તેને.." પ્રિયાંક તેને જવાબ આપતા બોલતો હતો.. જેમાં રિશી નો ચેહરો જોઈ તે ફરી બોલ્યો.. "ઠીક છે.. બાબા ... હવે આવું મોઢું ન કર.. હું ટ્રાય તો કરું છું ને.. તું ચિંતા ન કર મારી.." રિશી બસ તેને જોઈ રહ્યો ને મન માં વિચારી રહ્યો કે કાશ એ દિવસે તેને પ્રિયાંક ને રોકી લીધો હોત તો આજે તેની આ હાલત ન હોત..


London University 
રીયા અને નિહારિકા તેમના ક્લાસ પૂરા કરી 2 વાગ્યે ગાર્ડન માં બેઠા બેઠા તેમનું લંચ કરી રહ્યા હતા.. "વાહ.. યાર.. નિહુ.. કેટલું મસ્ત જમવાનું તું બનાવી લે છે.." રિયા નિહારિકા ના વખાણ કરતા બોલી... "એમ.. તો તું શીખી પણ જા ને.. એમ નહીં એક વાત કે તે તો ઈન્ડિયા માં કુકિંગ ના ક્લાસ પણ કર્યા હતા ને... તો તે કર્યું શું તેનું..." નિહારિકા રિયા ને પૂછી રહી... "એ તો બસ મેં એમ જ મન થયું તો નામ લખાવી દીધું હતું.. પણ તને ખબર ત્યાં એક મસ્ત છોકરો હતો.. મસ્ત હાઈટ.. ને બોલ એના ગાલ માં ડિમ્પલ પણ પડતા હતા.." રિયા ઉત્સાહ સાથે કહી રહી..  "અરે.. અરે ભગવાન.. ક્યારેક તો બીજું કંઈક જોઈ લે.. છોકરા.. છોકરા.. જ્યાં દેખાઈ ત્યાં.." નિહારિકા તેને કહી રહી.. "લે.. પણ મેં ક્યાં બીજું કઈ કહ્યું... હું તો બસ તેને જોયો તો કહેતી હતી.." રિયા તેના સ્વબચાવ માં બોલી... "રિ... જે છોકરો તને સાચે ભાવ આપે છે.. તારી કેર કરે છે તેને તો તું ગણતી નહીં.. બાકી ના બધા ને જોયા કરે છે.." નિહારિકા તેને કહેતી હતી.. 

રિયા તેની વાત બરાબર સમજતી હતી કે તે કોની વાત કરતી હતી.. "યાર.. મને પણ ખબર છે કે એબી ના મન માં શું ચાલે છે.. મને પોતાને પણ ને નહીં સમજાતું કે શું કરું હું.." રિયા એ નિહારિકા ને કહ્યું.. "કોઈ વાંધો નહીં.. તું તારો સમય લે.. બસ હું તને અને એબી ને લઈ ને ચિંતા માં છું કે કઈ એવું ન થઈ કે તમારી ફ્રેન્ડશિપ માં કઈ પ્રોબ્લેમ ઊભા થાય.." નિહારિકા તેની સામે જોઈ થોડી ચિંતા સાથે બોલી.. રિયા તેના હાથ ઉપર હાથ રાખી કહ્યું.. "તું ચિંતા ન કર.. હું ધ્યાન રાખીશ એ વાત નું.. ચલ હવે જઈએ .. પછી એબી પણ આવતો જ હશે.." 

પછીની અડધી કલાક માં તેઓ પીજી પર હતા.. પીજી પર પહોંચ્યા પછી ની છેલ્લી 20 મિનિટ થી રિયા તેના ક્લોઝેટ પાસે ઊભી હતી.. તે એક ડ્રેસ લેતી.. મીરર માં જોઈ પાછો મૂકી દેતી .. વળી બીજો ડ્રેસ લેતી તેને પણ મીરર માં જોતી ને પાછો મૂકી દેતી.. આવું તે લગભગ 7-8 ડ્રેસ સાથે કરી ચૂકી હતી.. અંતે નિહારિકા એ કંટાળી ને કહ્યું.. "રિ.. આટલું શું વિચારે છે.. ગમે તે ડ્રેસ પેહરી લે ને.. શું ફેર પડે છે.." રિયા એ ઘુરી ને તેની સામે જોઈ કહ્યું.. "હા... ખબર છે મને.. કઈ ફેર નહીં પડતો મને.. પણ એક ડ્રેસ જોવ છું તો લાગે સિમ્પલ થઈ જશે.. ને બીજો જોવ તો લાગે આ વધુ પડતું થઈ જશે... એક તો આ એબી યાર જેટલી વાર તેની સાથે જવાનું થાય મારું તો મગજ ચાલતું બંધ થઈ જાય છે.."

નિહારિકા તેની આ હાલત પર હસી રહી... તેણે રિયા ની પાસે આવી એક લાઈટ પિંક ફ્લોરલ પ્રિન્ટ વાળો ઘૂંટણ સુધી નો ડ્રેસ કાઢી આપ્યો.. "રિ.. આ જો જોઈ.. મને લાગે છે આ બરોબર રહેશે..." રિયા તો બસ હા પાડી ને તે જ ડ્રેસ લઈ રેડી થવા લાગી.. 

શું રિયા અભિર વિશે જે વિચારી રહી હતી તે સાચું હતું?
રિશી ક્યાં દિવસ વિશે વાત કરી રહ્યો હતો..?
વધુ આવતા અંકે...