First map of India, source of Brahmaputra and Indus, Mount Everest in Gujarati Magazine by Gautam Patel books and stories PDF | ભારતનો પ્રથમ નકશો, બ્રહ્મપુત્ર અને સિંધુનું ઉદગમ સ્થાન, માઉન્ટ એવરેસ્ટ

Featured Books
Categories
Share

ભારતનો પ્રથમ નકશો, બ્રહ્મપુત્ર અને સિંધુનું ઉદગમ સ્થાન, માઉન્ટ એવરેસ્ટ

લગભગ બસ્સો વર્ષપહેલાં કેપ્ટન વિલિયમ લેમ્બ્ટન નામનાઅંગ્રેજ સર્વેક્ષકે ત્રિકોણમિતિ વડે ભારતનોપહેલો ભૌગોલિક નકશો આંકવાનોભગીરથ પ્રોજેક્ટ હાથ ધર્યો. કોઇને તેસમયે ભારતના આકારનો સ્પષ્ટ ખ્યાલન હતો, એટલે બિલકુલ અડસટ્ટેબનાવવામાં આવેલા નકશા તદ્દનબેઢંગ હતા. સૌથી ઉટપટાંગ નકશોતો ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૬૩૮નીસાલમાં શાહજહાઁ માટે તૈયાર કરેલોમોગલ સામ્રાજ્યનો હતો. આજનાનકશા સાથે તેને એકેય વાતે મેળબેસતો નથી. બ્રહ્મપુત્ર નદીનું વહેણઆડીને બદલે સાવ ઊભી લીટીમાંહતું. ગંગાનો મેદાની પ્રદેશ દિલ્હીનીક્યાંય ઉત્તરે દર્શાવેલો હતો. બંગાળનાઘણા ખરા પ્રદેશને ટાપુસમુદાય ધારીલેવાયો હતો. ચિત્તોડનું સ્થાનઅત્યારના મહેસાણા પાસે હતું. મધ્યભારતનો પ્રદેશ વળી કાશ્મીરમાંબતાવેલો હતો, જ્યારે કચ્છ તોભૌગોલિક રીતે ઓળખાય જ નહિ.હિમાલયની અર્ધચંદ્રાકાર શિખરમાળાનુંતો નામોનિશાન નહોતું.વિલિયમ લેમ્બ્સને પૂર્વતૈયારી કર્યાબાદ એપ્રિલ ૧૦, ૧૮૦૨ના રોજ મદ્રાસનજીક ત્રિકોણમિતિ વડે સર્વેક્ષણનું કામઆરંભ્યું. થિઓડોલાઇટ કહેવાતું અડધાટનનું સાધન તેની પાસે હતું અને જેમાંદરેક અંકોડો ૨.૫ ફીટનો હોય એવા ૪૦અંકોડા ધરાવતી ૧૦૦ ફીટ લાંબી સાંકળહતી. ભૂમિ પર એ સાંકળ પાથરીને તેણે૧૨ કિલોમીટરની ભૂજાનો પહેલો ત્રિકોણઆંક્યો. સમગ્ર ભારતને તેણે એ જાતનાલાખો ત્રિકોણ વડે માપી ગ્રાફ પરભૌગોલિક નકશો દોરવાનો હતો. આજફાવાળું અને જહેમતભર્યું કામ તો વર્ષોસુધી ચાલે એ સ્વાભાવિક હતું. મદ્રાસથીઆંકણી શરૂ કરનાર લેમ્બ્લન દક્ષિણનાકન્યાકુમારી સુધી તો પૂરા આઠ વર્ષે પહોંચ્યો. એ પછી તેનોસર્વેક્ષક કાફલો ઉત્તર તરફ મંથર ગતિએઆગળ વધ્યો. મહારાષ્ટ્રનું નાગપુર ૬૫ કિલોમીટર છેટે રહ્યું ત્યારે લેમ્બ્ટન ૭૦વર્ષનો થયો હતો. ગરમી, વરસાદ અનેઠંડી વચ્ચે કરેલા એકધારા પરિશ્રમનેકારણે તે માંદો પડ્યો અને થોડા વખતમાંમૃત્યુ પામ્યો. ૧૮૧૯નું તે વર્ષ હતું.વિલિયમ લેમ્બ્ટન પછી તેના મુખ્યઆસિસ્ટન્ટ જ્યોર્જ એવરેસ્ટે મેપિંગનુંઅધૂરું કાર્ય પૂરું કરવાની જવાબદારીપોતાના માથે લીધી. એવરેસ્ટ બહુ સદ્ભાગી કે તેનાબે મદદનીશો એન્ડ્ર્યુ વોગ અને રાધાનાથશિખધર ત્રિકોણમિતિમાં બાહોશ હતા.મજૂરોની ટુકડી પણ ખંતીલી હતી.મેપિંગના કાર્યનું મહત્ત્વ સમજતા એમજૂરો તેમને સોંપાયેલા કામમાં રતીભારકચાશ ન રાખે. અઢી ફીટના ૪૦ અંકોડાની બનેલી પોલાદી સાંકળ ધારોકે વાતાવરણની ઠંડીમાં ફક્ત ૧%સંકોચાય અથવા ગરમીમાં ૧% વિસ્તરે,તો સરવાળે માપણીના આંકડામાં ફરકવરતાયા વિના ન રહે. ત્રિકોણમિતિમુજબ તે સાંકળ વડે અંકાતા ત્રિકોણની૧૨ કિલોમીટર લાંબી ભૂજાનું માપ ૩૯૩ફીટ જેટલું ખોટું ઠરે અને પછીતે પૈકી એક ભૂજા વડે રચાતા પડોશીત્રિકોણનું માપ પણ સાચું હોય નહિ. આગોટાળો ત્યાર બાદ ગુણાંકમાં વધતો રહેઅને સમગ્ર ભારતનો નકશો ભૂલભર્યોબને. આ બધું માપણી કરનાર મજૂરોસારી પેઠે જાણતા હતા, માટે પ્રવાસ ચાલુહોય ત્યારે અને માપણીનું કામ ન ચાલતુંહોય ત્યારે તે ભારેખમ સાંકળને તેઓલાકડાના ૨૦ ફીટ લાંબા કુવાહકપટારામાં સીલ કરી દેતા હતા.થિઓડોલાઇટ પણ દોઢ ટનનું, એટલે તેનેઊંચકવા માટે ૧૪ મજૂરોની જરૂર પડતીહતી. ઊંટ, હાથી, ઘોડા, મજૂરો અનેસર્વેક્ષકોનો રસાલો એમ કરતાં દિલ્હીનેપાર કરી છેવટે દેહરાદૂન પહોંચ્યો.કન્યાકુમારીથી શરૂ કરીને ૨,૮૮૦ કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું. ભારતીય ઉપખંડનો નકશો પૂરોકરવા માટે હવે ફક્ત તિબેટનું અનેનેપાળનું સર્વેક્ષણ બાકી રહ્યું. દરમ્યાનજ્યોર્જ એવરેસ્ટ તો લાગલગાટ ૨૦ વર્ષસેવા આપીને નિવૃત્ત થયો હતો અને તેનાખાલી પડેલા સર્વેયર-જનરલના હોદા પરએન્ડ્ર્યુ વોગ નિયુક્ત થયો હતો. રાધાનાથશિખધર ત્રિકોણમિતિના વધુ પ્રખરવિદ્વાન હોવા છતાં એ સર્વોચ્ચ પદ તેમનેન મળ્યું, કેમ કે તેઓ ભારતીય હતા.ભારતનો પ્રથમ સચોટ નકશોબનાવવામાં આપણા બીજા પણ અનેકનિષ્ણાતોએ પ્રાચીન ગણિતના સિદ્ધાંતોલડાવ્યા હતા. સિત્તેર વર્ષ સુધી પુષ્કળજહેમત લીધી હતી--અને તેમનાસહયોગ વગર તો એટલાં વર્ષમાં પણમેપિંગનું કાર્ય પૂરું થાત નહિ. આમ છતાંઅંગ્રેજોએ ભારતનો નકશો બનાવવાનાએ ભગીરથ સાહસનો એટલે કે ધ ગ્રેટટ્રિગોનોમેટ્રિકલ સર્વે ઓફ ઇન્ડિયા'નોદળદાર ઇતિહાસ લખતી વખતે એ સૌનાંનામો ગપચાવ્યાં. નછૂટકે જેમનાં નામોટાંકવાં પડ્યાં તેમના યોગદાનનું વર્ણનસાવ ટૂંકમાં પતાવ્યું. ભારતનો ઇતિહાસલખવાનો ઇજારો ભોગવનાર અંગ્રેજોએજેમની અવગણના કરી તે ભારતીયસર્વેક્ષકોનાં સાહસો અતુલ્ય કહી શકાય તેવાં હતાં.હિમાલયના ભાગ પૂરતોભારતનો નકશો અધૂરો રહ્યો હતો. હિમાલયપર્વતમાળાની દક્ષિણે નેપાળ, તો ઉત્તરે તિબેટ હતું. નેપાળની ગુરખા હકૂમતે અંગ્રેજો માટે પ્રવેશબંધી જાહેર કરી હતી, કેમ કે ભારતને ગુલામીની બેડીમાં ફસાવનાર ગોરા અંગ્રેજો પરતેને ભરોસો ન હતો. તિબેટ પર ચીનનું રાજ હતું--અને ચીનના રાજાએ તો તિબેટમાં ઘૂસી આવતા પરદેશીનો ત્યાંનેત્યાં શિરચ્છેદ કરી નાખવાનો કાયમીહુકમ પોતાના સૈનિકોને આપી રાખ્યોહતો. આ સંજોગોમાં “ધ ટ્રિગોનોમેટ્રિકલસર્વે'નું કામકાજ નેપાળ સરહદે જ અટકીપડ્યું, છતાં રાધાનાથ શિખધર હતાશ નથયા. સર્વેયર-જનરલ એન્ગ્યુ વોગ તોદેહરાદૂન ખાતે પડાવ નાખીને પાકાનકશા દોરાવવામાં વ્યસ્ત હતો, એટલેરાધાનાથ પોતાના એક કાફલા સાથેશિવાલિકના ઊંચા શિખરો તરફ ઉપડ્યા.શિખરોની ટોચ પર રહીને જોતાં હિમાલયપર્વતમાળાનાં દર્શન થતાં હતાં. અંતરસરેરાશ ૨૪૦ કિલોમીટર જેટલું હતું. દિવસે પણવાદળિયું કે ધુમ્મસિયું વાતાવરણશિખરોને લાંબો સમય ઢાંકી દે, પરંતુસહેજ પૂરતુંયે હવામાન ચોખ્ખું થાય કે તરત રાધાનાથપોતાના થિઓડોલાઇટ અને બીજાં ત્રિકોણમિતિના સાધનોવડે શિખરોનું લેવલ માપી લે.હિમાલયના સર્વેક્ષણ માટે તેઓ ૧૮૪૯ થી ૧૮૫૨સુધી લાગલગાટ ચારેક વર્ષ શિવાલિકમાં ભટક્યા.એક દિવસ રાધાનાથ શિખધર ઓચિંતા દેહરાદૂન પહોંચ્યા. ઉમળકો સમાતો ન હતો. સર્વેયર-જનરલ એન્ડ્ર્યુવોગના કાર્યાલયમાં પ્રવેશતાવેંત તેઓબોલ્યા : ‘વિશ્વનું સૌથી ઊંચું શિખર મેંશોધી કાઢ્યું છે.’ચકિત્ થયેલા વોગે પૂછ્યું : ‘ખાતરીછે તમને ?’ આ વાત સ્વીકારવા એ તૈયારન હતો. સરેરાશ અઢીસો કિલોમીટર છેટેરહીને લીધેલું માપ સહેજ ખોટું હોવાનોસંભવ પૂરેપૂરો, એટલે વોગે બીજો સવાલકર્યો : ‘ઊંચાઇ કેટલી છે ?’શિખધરે ૨૯,૦૦૦ ફીટનો આંકડોજણાવ્યો ત્યારે તો એન્ડ્ર્યુ વોગ ઓરશંકાશીલ બન્યો. ઊંચાઇનું માપ આટલીહદે ‘રાઉન્ડ ફીગર’નું હોય ખરું ? આંકડોખાસ્સો ૨૯,૦૦૦ ફીટનો, છતાં તેમાં એકપણ ફૂટ વધારે નહિ કે ઓછો નહિ એકેમ બને ? શિખધરે જોયેલા શિખર કરતાંપાંચેક હજારમા ભાગનું કદ ધરાવતામાણસનું શારીરિક માપ ભાગ્યે જ પાંચફૂટ કે છ ફૂટ જેવા ‘રાઉન્ડ ફિગર'નું હોયતો આવડી મોટી સંખ્યાના મામલામાં કોનેશંકા ન જાગે ? એન્ડ્ર્યુ વોગે સત્તાવારજાહેરાત કરવાનું મોકૂફ રાખ્યું.હિમાલયમાં એ સમયે નવા મળી આવતાપર્વતોને અવલોક્યા તેમજ આંક્યા પછીનકશા પર તેમને માત્ર નંબરો અપાતાહતા. રાધાનાથે શોધેલા ‘સૌથીગગનચૂંબી શિખર’ને વૉગે નં. ૧૫ તરીકેપોતાના મેપમાં નોંધ્યો. હવે તેને એશિખરનું એકદમ સચોટ માપ જાણવાનીપણ તાલાવેલી જાગી. ‘દૂરથી ડુંગરારળિયામણા' એ કહેવત ભલે ચોવીસકેરેટની, છતાં ડુંગરની ઊંચાઇ જોચોકસાઇપૂર્વક જાણવા માગતા હો તોતેની શક્ય એટલા નજીક જવું રહ્યું. એન્ડ્ર્યુવોગને એ જ વખતે સમસ્યા નડી, કેમ કેપર્વત નં. ૧૫ નેપાળ-તિબેટ સરહદે હતો.તિબેટની ચીન સરકાર અને નેપાળનીગુરખા સરકાર ગોરા અંગ્રેજોને ભૌગોલિકસર્વેક્ષણ માટેય પ્રવેશ આપવા તૈયાર નહતી, એટલે વોગે ભારત-નેપાળસીમારેખા પર આવેલાં શિવાલિકનાં ૬છૂટાછવાયાં શિખરો પર ત્રિકોણમિતિનાંસાધનો વારાફરતી ગોઠવ્યાં અને માપલીધું. સરેરાશ કાઢો તો એ શિખરોહિમાલયના શિખર નં. ૧૫ના સંદર્ભમાં૧૭૮ કિલોમીટર છેટે હતાં.થિઓડોલાઇટ અને બીજાં કેટલાંક સાધનોતાક્યાં પછી સરવાળે માપ શું નીકળ્યું?અનુક્રમે ૨૮,૯૯૨ ફીટ, ૨૯,૦૦૫ ફીટ,૨૯,૦૦૨ ફીટ, ૨૮,૯૯૯ ફીટ,૨૯,૦૨૬ ફીટ અને ૨૮,૯૯૦ ફીટ. દરેક માપ જુદું હતું .શિખર નં.૧૫ની ઊંચાઇનોઆંકડો સત્તાવાર રીતે નક્કી થયા પછીતેને નામ આપવાનો વખત આવ્યો.બ્રિટિશ સર્વેક્ષકોએ અગાઉ હિમાલયનાનવા શોધાયેલા બધા જ હિમાચ્છાદિતપર્વતોના નંબરો ચેકી તેમને ભારતીયનામો એનાયત કર્યાં હતાં. દા. ત. શિખરનં. ૧૩ હવે કંચનજંઘા તરીકે ઓળખાતુંહતું. બિલકુલ યથાર્થ નામ, કારણ કેદાર્જિલિંગના ટાઇગર હિલ પર રહીનેસૂર્યોદય વખતે તેનાં દર્શન કરો તો કુદરત: જાણે કંચનજંઘાની ટોચ પર કંચનનો(સોનાનો) કળશ ઢોળતી હોય તેવો મનોહર આભાસ જાગે. શિખર નં. ૨૦નુંનામ ગૌરીશંકર રાખવામાં આવ્યું હતું.તિબેટી, નેપાળી કે ભારતીય નામોપામેલા બીજા ગગનચુંબી પહાડો નંદાદેવી, મકાલુ, ધવલગિરિ, વ્હોત્સે,અન્નપૂર્ણા, નુસ્સે, મનાલ્લુ, બદ્રિનાથ,ત્રિશૂલ, દૂનાગિરિ, કૈલાસ, નંગા પર્વતવગેરે હતા. આ બધાં નામો અંગ્રેજોએપસંદ કર્યાં એવું ન ધારી લેતા, કેમ કેહિમાલયનું તેમણે ભૌગોલિક સર્વેક્ષણહાથ ધર્યું તે પહેલાં સ્થાનિક લોકો જે તેપહાડને સ્થાનિક નામ આપી ચૂક્યા હતા.પરંતુ જગતના સૌથી ઊંચા પર્વતનાનામકરણનો સવાલ આવ્યો ત્યારે  અંગ્રેજોએ ચાતુરીભર્યોદાવ ખેલ્યો. ભાવિ પેઢી જ્યારે પણ એવિક્રમસર્જક શિખરને યાદ કરે ત્યારે કો'કઅંગ્રેજનું નામ બોલાય એવો પેંતરોએન્ડ્રયુ વૉગે તથા તેના મદદનીશ હેન્રીથુલિઅરે ગોઠવ્યો. શિખર નં. ૧૫નું કોઇસ્થાનિક નામ ન હોવાનો દાવો કર્યો.આ હળાહળ જૂઠ્ઠાણું હતું. તિબેટનાલોકો શિખર નં. ૧૫ને વર્ષો થયેચોમોલુગ્મા તરીકે ઓળખતા હતા. ચોમોએટલે માતા અને લુંગ્મા એટલે પૃથ્વી,માટે તે શબ્દનો અર્થ ‘પૃથ્વીની માતા’એવો થતો હતો. તિબેટ પર શાસન કરતાચીને પણ તે નામ સ્વીકાર્યું હતું.નેપાળીઓ તેને દેવગ (દેવધામ) અનેત્યાર પછી સગરમાથા (સર્વોચ્ચ મસ્તક)કહેતા હતા. અંગ્રેજોને તે નામો અંગે પાકીજાણ હતી. ઇ.સ. ૧૮૫૫માં વળીએડોલ્ફ, હેરમાન અને રોબર્ટ વોનગ્લેઝિન્વિટ નામના ત્રણ જર્મન ભાઇઓતિબેટ, નેપાળ અને સિક્કિમનાભૌગોલિક અભ્યાસ માટે ગયા ત્યારેતેમણે શિખર નં. ૧૫નાં સ્થાનિક નામોડાયરીમાં નોંધી લીધા હતા—અને પછી એબાતમી બ્રિટિશ રોયલ જિઓગ્રાફિકલસોસાયટીને આપી હતી. આ બધા પુરાવા સાથે જો કે એન્ડ્ર્યુવોગને શી નિસ્બત ? રાધાનાથ શિખધરનેતેણે કલકત્તાની ઓફિસ સંભાળવામોકલી આપ્યા. બીજી તરફ પોતાનામદદનીશ હેન્રી થુલિઅર જોડે મસલતકરીને પેંતરાનો દાવ ઘડી કાઢચો.બ્રિટનની રોયલ સોસાયટીના વડાનિયામક સ૨ રોડ્રિક મર્શિસનને તેણે પત્રલખ્યો કે, ‘તિબેટમાં અને નેપાળમાંઅંગ્રેજો માટે પ્રવેશબંધી છે, એટલે સર્વોચ્ચશિખરનું સ્થાનિક નામ જાણી શકાય તેમનથી. અમારી ભલામણ છે કે સ૨ જ્યોર્જએવરેસ્ટે બજાવેલી સેવાની કદરરૂપેઆપણે તે શિખરને માઉન્ટ એવરેસ્ટતરીકે ઓળખ આપીએ.’હેન્રી થુલિઅરે પણ એવો જ પત્રમોકલાવ્યો. જ્યોર્જ એવરેસ્ટ ત્યારેબ્રિટનમાં હતો. નિવૃત્તિનું જીવન ગુજારતોહતો. સ્વભાવનો તે ખેલદિલ, માટેશિખરને પોતાનું નામ અપાય એ તેનેજચ્યું નહિ. શિખરના નામકરણ માટેસોસાયટીની બેઠક મળી ત્યારે તેણે કહ્યું :‘હિમાલયનાં બધાં શિખરોને તેમનાંસ્થાનિક નામો છે, માટે એ નામે જ તેમનેઓળખવા જોઇએ. વળી તિબેટ, નેપાળઅને ભારતના લોકો મારા નામનો ઉચ્ચારસરખી રીતે કરી શકે એવું મને લાગતુંનથી. પછી તો જેવી તમારી સૌની ઇચ્છા.'ઇચ્છા તો સૌની એકસરખી જ હતી. બ્રિટિશ હિંદના સીમાડા બહાર પારકા મુલકોમાં તિબેટ-નેપાળ સરહદેઆવેલા સર્વોચ્ચ શિખરને બ્રિટિશ નામઆપવાનું નક્કી જ હતું. રાધાનાથશિખધરે ૧૮૫૨માં જે પર્વત શોધી કાઢ્યોતેને બરાબર ૧૩ વર્ષ પછી ૧૮૬૫માં‘સત્તાવાર’ રીતે નામ અપાયું. માઉન્ટએવરેસ્ટ ! એન્ડ્રયુ વોગ અને હેન્રીથુલિઅર પોતાનું ધાર્યું કરીને જંપ્યા. યાદરહે કે જ્યોર્જ એવરેસ્ટ તો છેક ૧૮૪૪માંબ્રિટન પાછો ફર્યો હતો. શિખધરે ત્યારબાદ છઠ્ઠે વર્ષે શિખર નં. ૧૫ શોધ્યું હતું.સ્થાનિક નામને બદલે એકાદ વ્યક્તિનુંનામ જો તે શિખરને આપવાનું હોય તોવધારે યોગ્ય વ્યક્તિ કોણ ? એવરેસ્ટ કેશિખધર ? આ ભારતીય ગણિતશાસ્ત્રીનાહૃદયને ભારે ઠેસ પહોંચી, છતાં ગુલામદેશના વતનીનું ગોરા હકૂમતખોરો પાસેશું ચાલે ? આ તરફ જ્યોર્જ એવરેસ્ટપોતાના નામની બોલબાલા જોવા માટેલાંબું જીવ્યો નહિ. શિખરને માઉન્ટએવરેસ્ટ જાહેર કરાયા પછી બીજે વર્ષે૧૮૬૬માં તે મૃત્યુ પામ્યો. ચાર વર્ષ બાદરાધાનાથ શિખધરનું પણ નિધન થયું.જિજ્ઞાસુ સર્વેક્ષકોને મૂંઝવતો અસલપ્રશ્ન હજી જેમનો તેમ હતો : માઉન્ટએવરેસ્ટનું સાચું માપ કેટલું ? એન્ડ્ર્યુ વોગેજણાવ્યું તેમ ૨૯,૦૦૨ ફીટ ? પણ એતો સરેરાશ ગણીને તારવવામાં આવેલોફિગર હતો. ઊંચાઇ સચોટ રીતે નક્કીકરવા માટે એવરેસ્ટની શક્ય એટલાનજીક જવું અનિવાર્ય હતું. તિબેટ-નેપાળમાં અંગ્રેજોને તો પ્રવેશ મળેનહિ, એટલે ગઢવાલ હિમાલયનાપંદરેક વિદ્વાન પંડિતોને અંગ્રેજસર્વેક્ષકોએ પસંદ કર્યા. બધા પંડિતોપ્રખર ગણિતશાસ્ત્રી હતા. ભારતનીપૌરાણિક ગણિતવિદ્યાનું તેમને ખાસ્સુંજ્ઞાન હતું. વિશેષ જ્ઞાન મેળવવાનુંઅદમ્ય કુતૂહલ પણ તેમને હતું.જાનની બાજી ખેલીને તેઓ પારકામુલકમાં જવા તૈયાર થયા, એટલે સૌપ્રથમ તેમને જરૂરી તાલીમ માટેદેહરાદૂનના સર્વેક્ષણ કેમ્પ ખાતેલાવવામાં આવ્યા. વેશપલટો કરીતેઓ જાસૂસનો રોલ ભજવવા બૌદ્ધલામા બન્યા. મંત્રોચ્ચારો શીખ્યા.વિદેશી ભૂમિ પર દરેક પગલું ચોક્કસઅંતરે માંડવાનું હતું, જેનો તેમણેદેહરાદૂનમાં રોજેરોજ મહાવરો લીધો.વિદાય પહેલાં દરેક પંડિતને કહીદેવાયું કે આજ પછી દરેક જણેપોતપોતાનું અસલ નામ ભૂલી જવાનું.માઉન્ટ એવરેસ્ટનો નંબર ભૂંસી તેને નામઅપાયું, તો હવે પંડિતો માટે જેમ્સબોન્ડના 007 ની માફક નંબર અથવાતો માત્ર ટૂંકાક્ષરો નક્કી કરાયા. નૈનસિંહનં. ૧ તરીકે ઓળખાતા થયા, જ્યારેતેમના પિત્રાઇ ભાઇ  મણિસિંહને G.M. નું લેબલ મળ્યું.કિશનસિંહ નામના ત્રીજા ગણિતશાસ્ત્રીપંડિત હવે ફક્ત A.K. હતા. દાર્જિલિંગથીપોતાનું ઘરબાર છોડીને આવેલાકિંથુપસિંહની તથા નૈનસિંહની ગુપ્તસાંકેતિક ઓળખ તો હંમેશ માટે ગુપ્તરહેવાની હતી. આ બન્ને વિદ્વાનોસિક્કિમના હતા અને વેદિક ગણિતનોતેમણે અભ્યાસ કર્યો હતો. બીજાપંડિતોમાં અગ્રગણ્ય કહી શકાય એવાકલ્યાણસિંહ, સરતચંદ્ર દાસ, લામા ઉગ્યેનગ્યાત્સો અને રિનઝિન નામગ્યાલ હતા.તિબેટમાં અને નેપાળમાં દરેક જણે કયાવિસ્તારનું સર્વેક્ષણ કરવું તેનીઝીણવટભરી વિગત ‘સર્વે ઓફઇન્ડિયા’ના લેફટનન્ટ એચ. હેરમાને તથાકેપ્ટન ટી. મોન્ટગોમેરીએ દરેકને આપી.વિગતો અને તાલીમ આપવાનું કાર્યદેહરાદૂન ખાતે બે વર્ષ ચાલ્યું. ‘જાસૂસી’નીનોકરી પર લાગેલા દરેક જણનો માસિકપગાર હતો રૂા.૨૦/-.ઇ.સ. ૧૮૬૫ના અંતમાં બધાપંડિતો બૌદ્ધ લામાનો વેશ ધારણ કરીનેમાર્ગે નીકળી પડ્યા. એકબીજા કરતાં જુદાસરહદને ઓળંગી ગયા. સૌએ માઉન્ટએવરેસ્ટનું માપ તો જાણે લેવાનું હતું,પણ સાથોસાથ નેપાળની અનેતિબેટની ભૂગોળને આબેહૂબ વ્યક્ત કરતા નકશાબનાવવાના હતા. ‘ધ ગ્રેટટ્રિગોનોમેટ્રિકલ સર્વે ઓફઇન્ડિયા'ના મેપમાં રહી જવાપામેલાં તે બન્ને ‘ગાબડાં' પૂરી નદેવાય ત્યાં સુધી ઉપખંડનો મેપ પૂરોથયો ગણાય નહિ. એવરેસ્ટનીઊંચાઇ ખરેખર કેટલી એ સવાલઉપરાંત વધુ એક સવાલ અંગ્રેજસર્વેક્ષકોને વર્ષોથી મૂંઝવતો હતો :ગંગાનું મૂળ તો જાણેગંગોત્રી, પણ બ્રહ્મપુત્રનું મૂળ કયું?હિમાલયની પેલી તરફ એ નદીજન્મ લેતી હોવાનું તેઓ જાણતાહતા, પરંતુ આવડી મોટીપર્વતમાળાને એ શી રીતે ભેદી શકેતેનું રહસ્ય તેમને સમજાતું ન હતું.અગાઉ પેલા એડોલ્ફ, હેરમાન અનેરોબર્ટ વોન ગ્લેઝિન્વિટ નામના ત્રણજર્મન સંશોધકો દ્વારા જાણવા મળેલું કેતિબેટમાં ત્સાંગ્પો નામની બહુ મોટી નદીવહેતી હતી. આ ત્રણ ભાઇઓ પૈકીએડોલ્ફને તિબેટમાં ચીની સૈનિકોએજાસૂસ સમજી મારી નાખ્યો હતો.હેરમાન અને રોબર્ટ એકાંત માર્ગ પકડીનેમાંડ નાસી શક્યા હતા. પશ્ચિમથી પૂર્વતરફ વહેતી ત્સાંગ્પો ત્યાર બાદ અચાનકદક્ષિણે વળી જતી હતી, જ્યાં ભારત હતું.અંગ્રેજ સર્વેક્ષક લેફ્ટનન્ટ હેરમાનને પ્રશ્ન થયો કે શું એ જ નદી બ્રહ્મપુત્ર હતી ? આ શંકાનું સમાધાન કરીઆપવાનું કાર્ય તેણે પંડિત કિંથુપસિંહનેસોંપ્યું. તિબેટની ત્સાંગ્પો જ્યાં પણશિખરમાળા વચ્ચે અદૃશ્ય થતી જણાયત્યાં પંડિત કિંથુપસિંહે લાકડાના સાંકેતિકમાર્કિંગ કરેલા ટુકડા તે નદીમાં ફેંકવાનાહતા. આ તરફ લેફટનન્ટ હે૨માનબ્રહ્મપુત્રના હેઠવાસમાં આસામ ખાતેપડાવ નાખીને રાહ જોવાનો હતો.લાકડાંની શોધખોળ સરળતાથી થઇ શકેએ માટે નૌકાઓ પણ તૈયાર રાખવાનુંતેણે નક્કી કર્યું હતું.આર્યભટ્ટ, વરાહમિહિર, બ્રહ્મગુપ્તવગેરે પ્રખર ગણિતશાસ્ત્રી વિદ્વાનોનુંભારત તેના કુસંપને પાપે અંગ્રેજોનુંગુલામ ભલે બન્યું, છતાં આપણી પ્રાચીનવિદ્યાના અમર વારસાનો જાસૂસપંડિતોએ કેવો પરચો દેખાડી આપ્યો તેનુંકલ્પી પણ ન શકાય તેવું વર્ણન હવે.બૌદ્ધ લામાના વેશે નીકળેલા પંડિતજાસૂસો પાસે આંકણીનો કેટલોકઅનિવાર્ય સરંજામ હતો, જે તેમણેઅહીંતહીં છૂપાવેલો રાખ્યો હતો. દરેકનાહાથમાં રુદ્રાક્ષમાળા હતી. સામાન્ય રીતેમણકા ૧૦૮ હોય, પરંતુ ‘બૌદ્ધ’ પંડિતોએ૧૦૦ મણકા પરોવ્યા હતા. દર નવ પછીદસમો મણકો સહેજ મોટા કદનો હતો.સર્વેક્ષણની રીત એ કે માપસરનાં ૧૦૦ડગલાં ભર્યાં બાદ પંડિતો એક મણકો ગણે,એટલે મોટા કદના મણકાનો વારો આવેબરાબર ૧,૦૦૦ ડગલાં પછી--અનેદરમ્યાન જે અંતર કપાયું હોય તેદહેરાદૂનમાં લીધેલી તાલીમ મુજબઅચૂકપણે ૨,૬૪૦ ફીટનું યાને અડધામાઇલનું હોય.કોઇ વ્યક્તિ સામી મળે ત્યારેપંડિતો ‘ઓમ્ ણિ પશ્ને હૂમ...'(ઓમ કમળમણિ તેજસ્ય)એવો મંત્રોચ્ચાર કરતા હતાઅને હાથમાં પકડેલું બૌદ્ધોનુંપ્રેઅર વ્હીલ તો સતતફેરવતા હતા. દરેક પંડિતનાવ્હીલમાં નીચલા ભાગેનકશાનાં છૂટક કાગળિયાંસંતાડવા માટે પણ કેટલીકપોલી જગ્યા હતી, માટે  સરેરાશવ્હીલ કરતાં એ વ્હીલ બમણું મોટુંહતું. વ્હીલની સાંકળના છેડે સાદાવર્જનિયાને બદલે ફોલ્ડિંગહોકાયંત્રની ડબ્બી હતી. અનેકકાગળિયાંના આધારે મોટો નકશોતૈયાર કરાય ત્યારે તેને પીપૂડું વાળીહેન્ડલના પોલાણમાં મૂકી દેવાતોહતો. ખભે લટકાવેલી કે બગલમાંદાબેલી લાકડી પણ અંદરખાનેપોલી, કેમ કે તેમાં ઊંચાઇમાપકબેરોમીટર સંતાડેલું હતું. સેક્સ્ટન્ટ,માઇક્રોમીટર આઇપીસ, ટેલિસ્કોપ,મેરિંગ રૉડ વગેરે ત્રિકોણમિતિનાંસાધનો ચામડાના થેલામાં નકલી તળિયાનીચે ‘ચોરખાનામાં' મૂકેલાં હતાં.વસ્તીવાળું ગામ વટાવ્યા પછી સાવનિર્જન પ્રદેશ આવે ત્યારે પંડિતો ચબરખીપર દિશા, ઊંચાઇ, અંતર વગેરેના આંકડાલખી નાખે. પ્રદેશ તદન ભેંકાર હોય તોત્રિકોણમિતિનાં સાધનો કાઢી એવરેસ્ટનુંમાપ પણ લે.નેપાળમાં ઘૂસેલા ‘નં.૧' પંડિતે(નૈનસિંહે) ત્યાંનો દક્ષિણ પ્રદેશઅવલોક્યા પછી કાઠમંડુની મુલાકાતલીધી. મુખ મેં ઓમ્, તો બગલ મેં છડીનાસ્વરૂપનું બેરોમીટર, એટલે તે પ્રદેશનીતસુએ તસુ ભૂમિનો નકશો આંકવાનુંશક્ય બન્યું. વિવિધ સ્થળોની ઊંચાઇનાપણ આંકડા નોંધ્યા પછી તેમણે ઉત્તર-પશ્ચિમનો માર્ગ પકડ્યો, જે એવરેસ્ટનજીકથી પસાર થતો હતો. નૈનસિંહે તેશિખર માપ્યું. ફાઇનલ ગણતરીન કરી, પણ ફક્ત એન્ગલ જેવાઆંકડા કાગળ પર ટપકાવ્યા.તિબેટ જતી એક વણઝારનોઅહીં સંગાથ મળ્યો, એટલેતેની જોડે સરહદ ઓળંગવાનો મોકો પણમળી ગયો.બ્રિટિશ સરકારનો પહેલવહેલો કર્મચારી જોતિબેટના પાટનગર લ્હાસા પહોંચ્યો હોય તોએ પંડિત નૈનસિંહ. યોગાનુયોગે પંડિતનૈનસિંહની સાંકેતિક ઓળખ તરીકેનો આંકડોપણ નં. ૧ હતો. આ ભૂતપૂર્વ હેડમાસ્ટરે પારકાદેશમાં ઘૂસણખોરી કરીને ખરેખર જાનનું બહુ મોટું જોખમ ખેડ્યું હતું- અને જોખમો એક પછી એક કરીતેમનો પીછો કરી રહ્યા હતા. દા.ત. ઇ. સ. ૧૮૬૬માં નૈનસિંહ લ્હાસા પહોંચ્યા ત્યારે તિબેટના બૌદ્ધ લામાઓ સાથે તેમણે વડા બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામા સમક્ષનમન માટે હાજર થવાનો પ્રસંગ આવ્યો.આમાં કશી આનાકાની કરાય નહિ, કેમકે નહિતર પોલ ખુલ્લી પડી જવાનો ભયહતો. લ્હાસામાં પોટાલા પેલેસ નામનાભવ્ય રાજમહેલમાં તેર વર્ષના દલાઇલામા બૌદ્ધ શિષ્યોનો દરબાર ભરીનેબિરાજ્યા હતા. છત્રીસ વર્ષના નૈનસિંહનેબીક પેઠી કે પ્રવેશ વખતે રખે તેમનાપ્રેઅર વ્હીલ, લાકડી કે થેલાનું ચેકિંગ કરવામાં આવે તો સિક્રેટ મિશનનો ત્યાંને ત્યાં અંત આવી જાય. સદ્ભાગ્યે એવુંન બન્યું. અંતરયામી કહેવાતા દલાઈલામાને પણ ખબર ન પડી કે બૌદ્ધલામાના વેશમાં આવેલા હિંદુ નૈનસિંહઅંગ્રેજોના ‘ગુપ્તચર’ હતા. ‘ઓમ્ મણિપદ્મે હૂમ... ઓમ્ મણિ પદ્મે હૂમ....હેડમાસ્ટર બોલ્યા અને જવાબમાં બાળકલામા મલકાયા.હવે અહીં ઝાઝો સમય રોકાવાયનહિ. પશ્ચિમ દિશા પકડીને નૈનસિંહેત્સાંગ્પો નદીની સમાંતર પ્રવાસ ખેડ્યો,નદીનું મુખ જોયું અને પછી પવિત્રમાનસરોવરનાં દર્શન કર્યાં. મેપિંગનું                                કામ તો દરમ્યાન ચાલુ હતું. આખરે નંદા દેવીના માર્ગે એમહાપંડિતે ભારતમાં પુનઃ પ્રવેશ કર્યો.અઢાર મહિના લાંબા દડમજલ જેવાપ્રવાસ દરમ્યાન તેમણે બધું મળીને૨૫,૦૦,૦૦૦ ડગલાં માંડ્યાં હતાં અનેબરાબર ૨,૦૦૦ કિલોમીટરનું અંતરકાપ્યું હતું. દેહરાદૂનમાં કેપ્ટન ટી.મોન્ટગોમેરીને પોતાનો રિપોર્ટ લખાવ્યાબાદ નૈનસિંહે માનસરોવર તથા સિંધુવચ્ચેના પ્રદેશનો બીજો પ્રવાસ ખેડ્યોઅને ત્યાંની કારાકોરમ પર્વતમાળાનોનકશો બનાવ્યો. ઊંચાઇમાં એવરેસ્ટ પછીબીજા નંબરે આવતો હિમાચ્છાદિત પહાડશોધી કાઢ્યો, જે વખત જતાં K-2 અથવાગોડવિન ઓસ્ટિન તરીકે ઓળખાવાનોહતો. ગોડવિન ઓસ્ટિન પણ બ્રિટિશ-હિંદના સર્વેક્ષણખાતાનો મોટો અફસરહતો. કારાકોરમના નંગા પર્વતને સૌપ્રથમ માપનાર પણ નૈનસિંહ અને સિંધુનુંમૂળ શોધી કાઢનાર પણ નૈનસિંહ, છતાંઆજે ખુદ ભારતમાં જેમણે એ પંડિતનુંનામ સાંભળ્યું હોય એવા લોકો કેટલા ?અહીં એટલું કહેવું પડે કે દેશનીપ્રજા કરતાં અંગ્રેજો જરા વધુ કદરદાનનીકળ્યા, કેમ કે બ્રિટિશ રોયલ જિઓ-ગ્રાફિક સોસાયટીએ નૈનસિંહને સોનાનીઘડિયાળ ભેટ આપી.૧૮૭૭માં ફ્રેન્ચ સોસાયટીએપણ સુવર્ણચંદ્રક આપ્યો.નિવૃત્તિ બાદ નૈનસિંહને કુમાઉંગઢવાલનું એક ગામ જાગીરતરીકે સુપરત કરી દેવામાંઆવ્યું. ગામમાં પોતાનાઘરની દીવાલ પર એ પંડિતેરોયલ સોસાયટીનું પ્રમાણપત્રલટકાવ્યું, જેમાં લખ્યું હતું :‘આ પ્રમાણપત્ર એ વ્યક્તિનાનામે કે જેણે એશિયાનો નકશોબનાવવામાં આપેલો ફાળોબેમિસાલ છે. કોઇ બીજોસંશોધક તેની બરોબરી કરીશકે તેમ નથી.’ આ નિષ્ઠાવાનપંડિતને ગોરી સરકારે માસિકરૂપિયા ૨૦નો પગાર આપ્યો અનેતે નજીવી રકમના બદલામાંસેવા આટલી હદે અમુલ્ય !સર્વેક્ષણકાર્યમાં જોતરાયેલાપંડિતો અમુક બાબતોમાં નૈનસિંહને પણઆંટી ગયા. ઉદાહરણ તરીકે કિશનસિંહ (A.K.) નામના પંડિત માઉન્ટ એવરેસ્ટનેમાપ્યા બાદ લ્હાસા ગયા, જ્યાં તિબેટનીચીની હકૂમતે તેમની ધરપકડ કરી અનેસાત મહિના જેલમાં ગોંધીરાખ્યા. સજાની મુદત પૂરીથયે કિશનસિંહે છે કમોંગોલિયાના ગોબી રણસુધીનો પ્રવાસ ખેડ્યો.તિબેટમાં તેમનાંત્રિકોણમિતિનાં સાધનો જપ્તથઇ ચૂક્યાં હતાં, પરંતુ એપંડિતે ગણિતજ્ઞાન વાપરીબીજાં કામચલાઉ સાધનોજાતે બનાવ્યાં. અદ્ભુતનકશા તૈયાર કર્યા. વળતાપ્રવાસ દરમ્યાન હિમાલયપર્વતમાળામાં એવરેસ્ટનુંસચોટ ભૌગોલિક સ્થાનનકશા પર આંક્યું.આખરે ૧૮૮૨માંસત્તર વર્ષ અને ૪,૭૫૦કિલોમીટર લાંબો પ્રવાસખેડીને તેઓ દેહરાદૂનમાંહાજર થયા ત્યારે અંગ્રેજોના હેરતનો પારન રહ્યો. કિશનસિંહને તેમણે મૃત્યુ પામેલાધારી લીધા હતા. ‘સર્વે ઓફ ઇન્ડિયા’નારજિસ્ટરમાં A.K સામેલાલ ચોકડી મારીદીધી હતી. પરંતુ હવેતેમને રાયબહાદુરનોખિતાબ એનાયતકરવામાં આવ્યો. ઉત્તરભારતના સિતાપુરજિલ્લાનું ઇટારહીગામ ભેટ આપ્યું,જ્યાંની વાર્ષિક૧,૮૫૦ રૂપિયાની મહેસૂલીઆવક તેમને મળે એવુંસ૨કા૨ી ફરમાનબહાર પાડવામાંઆવ્યું. ફેબ્રુઆરી,૧૯૨૧માં તેમનુંઅવસાન થયું ત્યાં સુધીકિશનસિંહ રાય-બહાદુરના રોફભર્યા હોઠે તે ગામમાં રહ્યા.સૌથી રોમાંચક પરાક્રમ તોકિંથુપસિંહનું હતું. આ સિક્કિમી ‘લામા’પંડિતે ‘સર્વે ઓફ ઇન્ડિયા’ના લેફ્ટનન્ટએચ. હેરમાનની સૂચના મુજબ બ્રહ્મપુત્રનદીનું મૂળ શોધી કાઢવાનું હતું.એવરેસ્ટનો પણ નજદીકી અભ્યાસકરવાનો હતો. કોઇકના મોઢેહે૨માને સાંભળેલું કે તિબેટનીપશ્ચિમ-ટુ-પૂર્વ વહેતી ત્સાંગ્પો નદીહિમાલય શિખરમાળાને પાર કર્યાબાદ એકાએક ૫,૦૦૦ ફીટ નીચેધુબાકો મારતી હતી. એ પછીભારતમાં ફરી પશ્ચિમે વળીઆસામમાં પ્રવેશતી હતી, જ્યાંલોકો તેને બ્રહ્મપુત્ર કહેતા હતા.પરંતુ ત્સાંગ્પો એ જ શું બ્રહ્મપુત્ર ?તિબેટની નદી ઉત્તુંગ હિમાલયનેશી રીતે ઓળંગી નાખે ? અને તેપણ બે હિમશિખરો વચ્ચે ક્યાંકઊંડી કોતર રચીને ?બ્રહ્મપુત્રના હેઠવાસમાંલેફ્ટનન્ટ હેરમાન પોતાની સર્વેક્ષકટુકડી સાથે રાહ જોતો હતો.નેપાળની સોંસરવા નીકળીકિંથુપસિંહે ત્સાંગ્યો નદીમાં લાકડાંપધરાવવાનાં હતાં. લાકડાનો કયોટુકડો કયા સ્થળે નાખવામાં આવ્યોતેની હેરમાનને પાકી જાણ થાય એ માટેદરેક લાકડું તે નદીના મૂળ અને ટુકડોપધરાવ્યાના ભૌગોલિક સ્થળ વચ્ચેનાઅંતર મુજબ ચોક્કસ માપે કાપવાનું હતું.અમુક માઇલ બરાબર અમુક ઇંચનો સ્કેલનક્કી કરાયો હતો. મહિનાઓ સુધીલેફ્ટનન્ટ હેરમાન અને તેના સાથીદારોઆસામમાં બ્રહ્મપુત્રના કાંઠે આતુરતાપૂર્વકવાટ જોતા બેસી રહ્યા. દૂરબીન વડેજળસપાટીનું નિરીક્ષણ કરતા રહ્યા. રાત્રેપણ ફ્લડલાઇટો ચાલુ રાખી. નૌકામાંબેઠેલા સર્વેક્ષકો ટોર્ચનો પ્રકાશ ફેંકી લાકડાંશોધવાનાં ફાંફાં મારતા હતા. સમ ખાવાપૂરતું એકેય લાકડું દેખાયું નહિ, જ્યારેકિંથુપસિંહે તો નાનાં-મોટાં ૫૦૦ લાકડાંત્સાંગ્યોમાં પધરાવવાનાં હતાં. કદાચ તેલામા’ પોતાની ફરજ ચૂક્યા હતા અથવાબ્રિટિશહિંદને શત્રુ ગણતી તિબેટની ચીની હકૂમતે તેમને મારી નાખ્યા હતા.કિંથુપસિંહ જીવંત હતા અનેપોતાની ફરજ પણ તેમને યાદ હતી, પરંતુતેમને પકડી જેલમાં પૂરી દેવાયા હતા.ચાર મહિના સુધી તેમણે કારાવાસભોગવ્યો. શારીરિક તથા માનસિક જુલમોવેઠ્યા. પાંચમે મહિને તેમનો છૂટકારોથયો, છતાં સલામ તેમની કર્તવ્યભાવનાનેકે તેમણે પોતાનો જીવ વહાલો ગણીભારતનો રસ્તો ન પકડ્યો. ત્રણ મહિનાપગપાળા સફર ખેડતા તેઓ ત્સાંગ્પો નદીના મૂળ સુધી પહોંચ્યા. બીજા નવ મહિના તેમણે નદીતટે પૂર્વ તરફ ચાલીનેજે તે માપનાં લાકડાં કાપવામાં અને દરેકપર સાંકેતિક માર્કિંગ કરી તેમનેપધરાવવામાં વીતાવ્યા. આ બધી મહેનતસરવાળે તો પાણીમાં ગઇ, કેમ કેલેફ્ટનન્ટ હેરમાને એ દરમ્યાન આશાતજીને પડાવ સંકેલી લીધો હતો. નદીનાવહેણ સાથે તણાતાં લગભગ ૫૦૦લાકડાં ખરેખર છેવટે આસામ પહોંચ્યાં,કેમ કે ત્સાંગ્પો જ વાસ્તવમાં બ્રહ્મપુત્રહતી. ભારતની સૌથી લાંબી નદી, જેનુંવહેણ પૂરા ૨,૭૦૦ કિલોમીટરનું હતું.ભારતીય સરહદમાં એટલું લાંબું અંતરકાપ્યા પછી કેટલાંક લાકડાં છેવટેબંગાળના ઉપસાગરમાં જઇ પહોંચ્યાં.પંડિત કિંઘુપસિંહ ચાર વર્ષે ભારતપાછા ફર્યા ત્યારે એને સમાચાર મળ્યા કેલેફ્ટનન્ટ હેરમાન મૃત્યુ પામ્યો હતો.બિચારો થોડુંક વધારે જીવ્યો હોત તો તેનાજિજ્ઞાસુ મનને અકળાવતા પેલા સવાલનોખુલાસો મળી જાત કે તિબેટની ત્સાંગ્પોનદી એ જ ભારતની બ્રહ્મપુત્ર હતી.કિંથુપસિંહના નસીબની બલિહારી પણજુઓ. બ્રહ્મપુત્રનું મૂળ શોધવાનું કાર્યતેમને લેફ્ટનન્ટ હેરમાને વ્યક્તિગત રીતેસોંપ્યું હતું. પરિણામે બીજા પંડિતોનેએવરેસ્ટનું માપ આંકવા બદલબ્રિટિશરાજ દ્વારા કાયમી પેન્શન બાંધીઆપવામાં આવ્યું હતું, જ્યારેકિંથુપસિંહને એ બાબતમાં અવગણવામાંઆવ્યા. એવરેસ્ટનું માપ કાઢવાના કાર્યમાંકિંથુપસિંહે પ્રત્યક્ષ ફાળો આપ્યો ન હતો.બાકીના પંડિતોએ એવરેસ્ટનું જેમાપ કાઢ્યું તે પણ જો કે એકબીજા કરતાંજુદું હતું. સરેરાશ આંકડો ૨૯,૧૪૧ફીટનો હતો. વિવિધ આંકડાના સરવાળાઅને પછી ભાગાકાર વડે કાઢવામાંઆવતી સરેરાશ માત્ર અંદાજ ગણાય,છતાં થોડાં વર્ષ પછી અંગ્રેજ સર્વેક્ષકોએઉત્તર-પૂર્વ ભારતનાં બીજાં શિખરો પરરહીને એવરેસ્ટ તરફ ત્રિકોણમિતિનાંસાધનો તાક્યાં ત્યારે બરાબર ૨૯,૧૪૧ ફીટનો જ આંકડો મળ્યો. આનેયોગાનુયોગ માનવો કે પછી તે આંકડોહકીકતમાં સાચો ? એવરેસ્ટની વધુ નજીકગયા વગર ખાતરીપૂર્વક કશું જાણવુંઅશક્ય હતું, માટે ૧૯૦૩માં બ્રિટિશ-હિંદના વાઇસરોય લોર્ડ કર્ઝને નેપાળસરકારના નામે પત્ર લખ્યો કે અમારાનિષ્ણાતોને એવરેસ્ટનું નિરીક્ષણ કરવાપૂરતી મંજૂરી આપો. સરકારે પરવાનગીઆપી. કેપ્ટન હેન્રી વૂડ નામનો સર્વેક્ષકપોતાની ટીમ સાથે નેપાળ ગયો અને તેણેવળી અવલોકન પછી ૨૯,૦૦૨ ફીટનોફિગર તારવ્યો. આ માપ ખોટું હતું, છતાંસૌએ તેને સ્વીકાર્યું. લગભગ પચાસ વર્ષસુધી તેને સાચું જ માનવામાં આવ્યું. છેવટે૧૯૫૨માં ભારતીય સર્વેક્ષકોએ તેને ખોટુંપૂરવાર કર્યું. અંગ્રેજો ભારત છોડી ગયાહતા. નેપાળના રાજાત્રિભુવને ભારત સાથેમૈત્રી બાંધી હતી, માટેસર્વેક્ષકો આપણાએવરેસ્ટ નજીકમહિનાઓ સુધી પડાવનાખી શક્યા. જરાસરખીપણ શંકાને સ્થાન ન રહેએ રીતે ૮૦ કિલોમીટરછેટેનાં અનેક મથકો પરરહી એવરેસ્ટને માપ્યો.ઊંચાઇનો નવો આંકડો:૨૯,૦૨૮ ફીટ.આ ફિગર છેવટેસર્વમાન્ય ગણાયો. મે૨૯, ૧૯૫૩ના રોજએડમન્ડ હિલેરી અનેતેનસિંગ નોર્ગેએવરેસ્ટના પ્રથમવિજેતા બન્યા ત્યારેબધાં જગતનાંઅખબારોએ તેમનાપછીનાં વર્ષોમાં વળી બે જુદા (૨૯,૦૭૮અને ૨૯,૦૩૭) આંકડા જાહેર કર્યા, તોમાર્ચ, ૧૯૮૭માં અમેરિકન ખગોળશાસ્ત્રીજ્યોર્જ વોલરસ્ટાઇને K-2નું (ગોડવિનઓસ્ટિનનું) શિખર સર કર્યા બાદ કહ્યું કેશિખરને તેણે ૨૯,૦૬૪નું માપ્યું, એટલેમાઉન્ટ એવરેસ્ટને સૌથી ઊંચા શિખરનોખિતાબ આપવો જોઇએ નહિ. ૧૯૪૭નાઆક્રમણ વખતે કાશ્મીરનો જે પ્રદેશપાકિસ્તાને આંચકી લીધેલો તેમાં K-2નોસમાવેશ થતો હતો. દુનિયાના સૌથીઊંચા ‘પુરવાર’ થયેલા એ પહાડનેપાકિસ્તાને મહમદ અલી ઝીણાની યાદમાંમાઉન્ટ ઝીણા તરીકે ઓળખાવ્યો, પરંતુથોડા જ વખતમાં ખબર પડી કેવોલરસ્ટાઇને ગણતરી કરવામાં થાપખાધી હતી. સૌથી ઊંચો પહાડ એવરેસ્ટહતો એટલું જ નહિ, પરંતુ તેનું શિખર૨૯,૦૨૮ને બદલે ૨૯,૧૦૮ ફીટ સુધીપહોંચતું હતું.આ પીછો નવો ગોટાળો. દરેકસર્વેક્ષણ વખતે અગાઉ કરતાં જુદો આંકડોકેમ નજર સામે આવતો હતો ? અડધોડઝન જેટલા આંકડા પૈકી કયો સાચો ?આનો સ્પષ્ટ જવાબ મેળવવો હોય તોસર્વેક્ષણ માટે અપનાવેલી રીત પણ સાચીએટલે કે સચોટ હોવી જોઇએ. ટૂંકમાં,શિખરની ટોચ પર જ ત્રિકોણમિતિનુંએકાદ સાધન મૂકવું જોઇએ. તિબેટમાં કેપડોશી ટેકરી પર રહીને થિઓડોલાઇટવડે લેવલ માપ્યા કરો તે ન ચાલે.સચોટતાની બાબતે થિઓડોલાઇટજેવાં મિકેનિકલ સાધનોને ઝાંખા પાડીદે એવું ત્રિકોણમિતિનું અલ્ટ્રા-મોડર્ન યંત્રહોય તો એ GPS/ગ્લોબલ પોઝિશનિંગસેટેલાઇટનું રિસીવર, જેનું ફક્ત ૨.૧૭કિલોગ્રામનું ટચૂકડું મોડલ ૧૯૯૯માંબન્યું. નેવસ્ટાર કહેવાતા ૨૪ ઉપગ્રહોપૃથ્વી ફરતે બરાબર ૧૧,૦૦૦કિલોમીટર ઊંચે ઘૂમી રહ્યા છે. લાઇટબલ્બની આસપાસ ઊડ્યા કરતાં ફૂદાં જેવુંતેમનું ઝૂંડ છે. દરેક સેટેલાઇટમાંઅણુઘડિયાળ છે. સેકન્ડના લાખોમા ભાગજેટલો સમય તે માપી શકે છે.વિદ્યુતચુંબકીય સંદેશાનો વેગ સેકન્ડના૨,૯૯,૭૯૨.૪૫૮ કિલોમીટર હોય અનેસેટેલાઇટનું લેવલ ૧૧,૦૦૦કિલોમીટ૨માં સહેજ પણ વધુ-ઓછું નહોય ત્યારે રિસીવરને નેવસ્ટારનો સંદેશોમળતાં જે સમય લાગે તેના આધારે બન્નેવચ્ચેનું અંતર ગણી લેવું મુશ્કેલ નથી.આમાં પણ ત્રિકોણમિતિનો નુસખોવાપરીને સામટાં ત્રણેક નેવસ્ટારનું અંતરમાપો અને પછી તે નેવસ્ટાર એકમેકનાસંદર્ભમાં કેટલા દૂર છે તેનો આંકડોધ્યાનમાં લો, એટલે બરાબરનો સચોટજવાબ મળવો રહ્યો. ઊભી લીટીમાંછેવટનું અંતર ધારો કે ૧૧,૦૦૦કિલોમીટરને બદલે ૧૦,૯૯૧.૧૫૦૬૨પુરવાર થયું, તો ૮.૮૪૯૩૮ કિલોમીટરજેટલો ફરક તે એવરેસ્ટની ઊંચાઇ.રોજર બિલ્હામ અને બ્રેડફોર્ડવોશબર્ન નામના બે અમેરિકન સાહસિકોમે ૫, ૧૯૯૯ના રોજ જી.પી.એસ.રિસીવર સાથે માઉન્ટ એવરેસ્ટ પર ચડ્યા.તાપમાન શૂન્ય નીચે ૨૬° સેલ્શિયસ હતું.પૃથ્વી ફરતે વિવિધ ભ્રમણકક્ષામાં ઘૂમતાચોવીસ પૈકી દર વખતે સામટા ચારસેટેલાઇટ જોડે તેમણે ૫૬ મિનિટ સુધીવારાફરતી સંપર્ક કર્યો. બધા આંકડારિસીવરના મિનિ કમ્પ્યૂટરમાં સ્ટોર થયા.છેવટનો હિસાબ : ૨૯,૦૩૫ ફીટ.હવે એ ફિગર સાચો ? નહિ, એઆંકડો પણ નહિ ! દુનિયાના અગ્રગણ્યસંશોધકો અને સર્વેક્ષકો તે આંકડાને પણસ્વીકારવા તૈયાર નથી. આજે તેઓ એકજ વાત સ્વીકારે છે કે ‘એવરેસ્ટ કેટલોઊંચો ?' એ પ્રશ્નનો ખરો જવાબ કદીજાણી શકાવાનો નથી. કારણ સિમ્પલ છે.ઊંચાઇ હંમેશાં સમુદ્રની જળસપાટીનાસંદર્ભમાં માપવાની હોય છે. હિમાલયનીઆસપાસ દૂર સુધી ક્યાંય સમુદ્ર નથી.બંગાળનો ઉપસાગર ૮૦૦ કિલોમીટરદૂર છે. અહીં પદ્મા, બ્રહ્મપુત્ર અને મેઘનાનદીઓ તેમનું પાણી ઠાલવે છે.ઉપસાગરની તટવર્તી જળસપાટી તેનેલીધે બાકીના સમુદ્ર કરતાં સહેજ ઊંચીરહે છે. પૂર્વમાં દક્ષિણ ચીની સમુદ્ર અનેપીળા સમુદ્ર વચ્ચે પણ લેવલનોસવા બે ફીટ જેટલો તફાવતછે. ખંભાતના અને કચ્છના અખાતમાંભરતી-ઓટને કારણે સમુદ્રસપાટીએકસરખી રહેતી નથી. એવરેસ્ટની ઉત્તરેબંધિયાર એવા કાસ્પિઅન સમુદ્રનીજળસપાટી બાકીના મહાસાગરો કરતાંલગભગ ૯૦ ફીટ નીચી છે, તો અરાલસમુદ્ર બાષ્પીભવન પામ્યા કરીનેસંકાચાતો જાય છે. દુનિયાનામહાસાગરોનું સરેરાશ લેવલ વળીગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે કે હિમપ્રદેશોઓગળવાને કારણે દર વર્ષે બે-ત્રણમીલીમીટર વધતું રહે છે. દરિયાની કઇસપાટી મુજબ તો પછી નેવસ્ટાર ઉપગ્રહોએવરેસ્ટના શિખરની ઊંચાઇ માપે ?બીજી તકલીફ : શિખર પોતે બારેયમહિના એકસરખા લેવલનું રહેતું નથી.જુલાઇ-ઓગસ્ટ દરમ્યાન ભારતનામેદાની પ્રદેશમાં વરસાદ પડે, તોહિમાલય પર હિમના ઢગ ખડકાય છે.શિયાળામાં તોફાની પવન શિખરનાહિમને ધક્કો મારી ઢોળાવ પર લસરતોકરી દે છે. શિખરની જટાનું કેટલી હદેઆમ ‘કટિંગ’ થતું હોય એ કોણ જાણે !હિમનો બાકી રહેતો થર કેટલો જાડો હોયએ પણ શી ખબર, માટે ઊંચાઇ શિખરનીજટા સુધી માપવાની કે નક્કર ખડકનાબનેલા માથા સુધી.હિમાલયની કુલ ૨,૪૦૦કિલોમીટર લાંબી પશ્ચિમમાં સિંધુ પાસેશરૂ કરીને પૂર્વમાં બ્રહ્મપુત્ર સુધી લંબાતીભૂસ્તરીય ગડીમાં હજારો ઉત્તુંગ પર્વતોરચાયા. લગભગ ૧,૦૦૦ પર્વતો એવાકે જે ૨૦,૦૦૦ ફીટ કરતાં વધુ ઊંચાબન્યા. આ પૈકી ૧૦૦ પર્વતો વળી એવાકે જેમનાં શિખરો ૨૪,૦૦૦ ફીટ કરતાંપણ વધુ ઊંચાં હતાં. સૌથી બુલંદ શિખરતો એવરેસ્ટનું હતું, છતાં હજારોશિખરોના ગીચમગીચ શંભુમેળા વચ્ચેતેનું અસ્તિત્વ વર્ષો સુધી છાનું રહ્યું.રાધાનાથ શિખધરે ૧૮૫૨માં તેને શોધીબતાવ્યું અને કિશનસિંહ, નૈનસિંહ અનેથુિપસિંહ જેવા પંડિતોએ માનવજાતનેઅમૂલ્ય જ્ઞાન આપવા પોતાના જાનનીબાજી ખેલી એ બદલ તેમને જેટલાબિરદાવો એટલા ઓછા. આપણા પ્રાચીનગણિતશાસ્ત્રનો અદ્ભુત પરચો તેમણેદુનિયાને બતાવ્યો, પણ ઘરઆંગણે તેમનીખાસ કદર ન થઇ. ભારતીય ઇતિહાસનુંઅવિસ્મરણીય પ્રકરણ રચીને તેઓ ખુદઇતિહાસમાં સરી ગયા છે.

https://www.facebook.com/share/p/17mBZkCnJv/