ઉધમ સિંહડિસેમ્બર ૨૬, ૧૮૯૯ના રોજ પંજાબનાસંગરપુર ખાતે જન્મેલા ઉધમ સિંહ.પંજાબના અમૃતસરમાં જલિયાંવાલા બાગખાતે એપ્રિલ ૧૩, ૧૯૧૯ના રોજ એકઠીથયેલી મેદની ૫૨ અંધાધૂંધ ફાયરિંગકરાવી સેંકડો નિર્દોષોને રહેંસી નાખવામાંનિમિત્ત બનનાર અંગ્રેજ જલ્લાદ માઇકલઓ’ડ્વાયરને તેમણે લંડનમાં ગોળીએદીધો હતો--અને તે ગુના બદલ બ્રિટિશસરકારે તેમની ધરપકડ કરી અદાલતીકેસ બાદ ફાંસીની સજા સંભળાવી હતી.૧૯૧૯ના અરસામાં માઇકલઓ’વાયર ભારતમાં પંજાબનાલેફ્ટનન્ટ-ગવર્નર તરીકે નિયુક્ત હતોઅને તેના આદેશ મુજબ બ્રિગેડિઅર-જનરલ રેજિનાલ્ડ ડાયર નામના નરાધમેએપ્રિલ ૧૩ના રોજ અમૃતસરનાજલિયાંવાલા બાગમાં સેંકડો સ્ત્રી-પુરુષોનેતેમજ બાળકોને ઠંડે કલેજે વીંધી નાખ્યાહતા. ગોરી સરકાર સામે આનો બદલોમાઇકલ ઓ’ડ્વાયરને ઠાર મારીને ઉધમસિંહે વાળ્યો, પરંતુ તેમના માટે સપરમોએ દિવસ જલિયાંવાલા હત્યાકાંડના ૨૧વર્ષ પછી આવ્યો હતો. દરમ્યાન અનેકમુસીબતોનો અને યાતનાઓનો તેમણેસામનો કર્યો હતો. જલિયાંવાલાના હત્યાકાંડનું મૂળબ્રિટિશ હકૂમતે પ્રથમ વિશ્વયુદ્ધ પછીદાખલ કરેલા રોલેટ એક્ટ નામના ‘કાળાકાયદા’માં રહેલું હતું. વિશ્વયુદ્ધ દરમ્યાનડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ તરીકેઓળખાતો પ્રમાણમાં હળવો (છતાંઅન્યાયી) હતો.૧રમી એપ્રિલની સવારે દસવાગ્યે બિગેરિઅર-જનરલ ડાયરે બેલોખંડી બખતરબંધ ગાડીઓ સાથેઅમૃત્તસરમાં કુલ ૪૩૫ સૈનિકોની ફ્લેગમાર્ચ યોજી. ડાયરનો હેતુ જો બળપ્રદર્શનવડે આંદોલનકારો પર ધાક બેસાડવાનોહોય તો એ બર ન આવ્યો. પ્રજાજનોએફ્લેગ માર્ચનું સ્વાગત નારાવડે કર્યું એટલું જ નહિ, પણ કેટલાક જણાભાડૂતી હિંદુસ્તાની સૈનિકો પર થૂંક્યા.બીજી તરફ હંસરાજ નામનો યુવાનઅમૃત્તસરના લોકોને સત્યાગ્રહ ચાલુરાખવા માટે અને બીજે દિવસે જલિયાં-વાલા બાગ ખાતે યોજાનાર સભામાંહાજર રહેવા માટે તાકીદ કરી રહ્યો હતો.તુંડમિજાજી ડાયર એ દૃશ્યથી સમસમીરહ્યો. ગુસ્સા પર તેણે માંડ કાબૂ રાખ્યો.બીજો દિવસ વૈશાખીનો હતો. આદિવસે સામાન્ય રીતે વધુ મેદનીઅમૃત્તસરના સુવર્ણ મંદિરમાં એકઠીથાય, છતાં બપોર પછી જલિયાંવાલાબાગમાં અસાધારણ ભીડ જામી.બ્રિગેડિઅર-જનરલફરમાવેલી સંચારબંધીનો અનાદરકરી આશરે ૨૫,૦૦૦ લોકો બાગતરફ જવા નીકળ્યા. હકીકતે એબાગ નહિ, પણ શાળાનું મેદાનહતું. વિદ્યાર્થીઓ તેને પ્લેગ્રાઉન્ડતરીકે વાપરતા હતા અને ક્યારેકત્યાં જાહેરસભાઓ યોજાતી હતી.ઊંચી, ચોતરફી દીવાલો વડે ઘેરાયેલામેદાનના ૧.૩૮ મીટર પહોળા બે દરવાજા મોટે ભાગે બંધરાખવામાં આવતા હતા. એ પછીમેદાનમાં જવા-આવવા માટે ફક્ત એકસાંકડો રસ્તો રહેતો હતો, જેની પહોળાઇ૨.૨૮ મીટર કરતાં વધુ ન હતી. યુવાન ક્રાંતિકારી હંસરાજે યોજેલીવધુ એક સભાના ખબર બ્રિગેડિઅર-જનરલ રેજિનાલ્ડ ડાયરનેતેના લશ્કરી હેક્વાર્ટરેમોડી બપોરે મળ્યા. હજીથોડા કલાક પહેલાં તેણેપોતે બખ્તરિયા ગાડીઓસાથે વધુ એક ફ્લેગ માર્ચયોજી હતી. આ લશ્કરીરસાલાને અહીં તહીં કુલ૧૯ વખત રોકવામાંઆવ્યો હતો, એટલેભારતીયોને હંમેશાંધૃણાની નજરે જોતાડાયરનું મગજ આમેયફટકેલું હતું.જલિયાંવાલાની મિટિંગના સમાચાર સાંભળીને તેનો પિત્તો કાબૂબહાર ગયો. આઝાદીને ઝંખતાભારતીય આંદોલનકારો કદી ન ભૂલેતેવો પાઠ તેમને શીખવવા માટે તેણેસાંજે ચાર વાગ્યે સૈનિક ટૂકડી તૈયારકરી. ગુરખા રેજિમેન્ટના ૨૫ અનેબલુચી ફ્રન્ટિઅર ફોર્સના ૨૫શસ્ત્રસજ્જ સૈનિકો ઉપરાંત ૪૦ એવાગુરખા સૈનિકોને પોતાની સાથે લીધાકે જેમની પાસે માત્ર ખુકરીઓ હતી.બે લોખંડી બખ્તરિયા ગાડીઓનેઆગળ રાખી તે જલિયાંવાલા બાગતરફ હંકાર્યો.આશરે ૨૮,૦૦૦ ચોરસમીટરના બાગમાં હાજર રહેલાપચ્ચીસેક હજાર જણાને બ્રિગેડિઅર-જનરલ રેજિનાલ્ડ ડાયરનો સશસ્રરસાલો આવતો હોવાની જાણ હોતતો પણ બ્રિટિશરાજને સુરક્ષિતરાખવા તે અફસર કેટલી હદે જઇશકે તેની કલ્પના તેઓ કરી શકતનહિ. મેદાનમાં હિંદુ અને મુસ્લિમોહતા. શીખ, ખ્રિસ્તી અને જૈનો પણહતા. આમ તો વૈશાખીનું પર્વમનાવવા અમૃત્તસરમાં હંમેશ મુજબનાચ-ગાન સાથે મેળો ભરાય, પરંતુ૮મી એપ્રિલે રોલેટ એક્ટના મુદ્દેગાંધીજીની ધરપકડ થયા પછીવાતાવરણ મેળાને અનુરૂપ ન હતું.બાગની એક બાજુ પ્લેટફોર્મ પર બીજાવક્તાઓ બોલી રહ્યા પછીહંસરાજનો વારો આવ્યો.બ્રિગેડિઅર-જનરલ ડાયરની ટુકડી એજ વખતે ૨.૨૮ મીટરના સાંકડા માર્ગેઅંદર પ્રવેશી. સૈનિકો દીવાલ તરફપીઠ કરીને હરોળબંધ ગોઠવાયા. આબંદોબસ્ત ફક્ત સલામતી માટે અનેબહુ તો હવામાં ગોળીબારો કરવા માટેહશે એવું હજી પણ માની રહેલા શ્રોતાઓસહેજ આઘાપાછા થયા, પણ ભાગ્યનહિ. જનરલ ડાયરના વિકૃત્ત મગજમાંતેઓ ડોકિયું કરી શક્યા હોત તો વાત`જુદી હતી.ફાયરિંગનો હુકમ છૂટ્યો અને.૩૦૩ (પોઇન્ટ થ્રી નોટ થ્રી) કહેવાતીએનફિલ્ડ રાયફલોની ગોળીઓપણ છૂટી ત્યારે દોડભાગ મચી.પ્લેટફોર્મ પર ઊભેલા હંસરાજેસૌને મોટા સાદે કહ્યું :‘ડરો નહિ ! આ તો હવામાંગોળીબારો થાય છે !'કસાઇના પાઠમાં આવેલાબ્રિગેડિઅર-જનરલ ડાયરે બીજીતરફ પોતાના સૈનિકોને કહ્યું :‘સામેના ટોળાને વીંધો !આકાશ તરફ ગોળીઓ શા માટેછોડો છો ?'બ્રિટિશરાજનું નમકખાનારા બલુચી અને ગુરખાસૈનિકોને ત્યાર પછી વધુમાર્ગદર્શન આપવાનું રહ્યું નહિ.દિશાશૂન્ય ટોળાના દરેક પુરુષનું,સ્ત્રીનું અને કિશોરનું પણ સચોટનિશાન તાકી દરેક કારતૂસનેતેમણે બરોબર લેખે લગાડ્યો.તા હતા દીવાલો ચડીને ભાગવાનાપ્રયાસો કરતા યુવાનોને પણબુલેટ વડે નીચે પાડવામાં આવ્યા.બંધ દરવાજા પાસે અનેક મૃતદેહોખડકાયા, એટલે જાન બચાવવાનોતે માર્ગ પણ બીજા લોકો માટેબંધ જ રહ્યો.એક નાના જૂથે બુલેટોનોઘા ચૂકાવવા બાગના ખૂણાતરફની સમાધિ પાછળ આશરોલીધો, પરંતુ બલુચી સૈનિકોએપાછલી તરફ પહોંચી જૂથના દરેકજણને પણ ઠાર માર્યા. બચવાનીએકમાત્ર જગ્યા તરીકે ઉત્તરતરફની દીવાલ પાસેનો કૂવોબાકી રહ્યો. સેંકડો લોકોએ તેમાંઆંખ મીંચીને ઝંપલાવ્યું. તરી નજાણતા સ્ત્રી-પુરુષો તો જાણે ડૂબ્યા, પણબીજા કેટલાયને ઉપરાઉપરી સતત પડ્યેજતા વધુ માણસોની પછડાટોએ તરતારહેવા ન દીધા. ડાયરના કહ્યાગરા સૈનિકોએ કુલમળી ૧,૬૫૦ રાઉન્ડ છોડ્યા હતા.બ્રિટિશ સરકારે પોતે કબૂલેલા આંકડામુજબ ૧,૫૧૬ લોકોનો એ ફાયરિંગમાંભોગ લેવાયો હતો, જે પૈકી ૪૨ બાળકોતેમજ કિશોરો હતા. ડાયરના સૈનિકોએકરેલા ગોળીબારમાં ૭ માસના એકબાળકનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આગમખ્વાર જાનહાનિનું સીધું તારણ એનીકળે કે દરેક ગોળી હત્યા કરવાના સ્પષ્ટહેતુસર નિશાન તાકીને દાગવામાં આવીહતી. જલિયાંવાલાનો કૂવો પણ મોતનોકૂવો બન્યો હતો, જેમાંથી બીજે દિવસે૧૨૭ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા.માર્યા ગયેલા સૌના મૃતદેહો ગાડામાં ભરીએક જ સ્થળે તેમનો અંતિમસંસ્કારકરવામાં આવ્યો. મૃતદેહોની સંખ્યાએટલી બધી હતી કે પૂરતા લાકડાંનાઅભાવે અકેક ચિતા પર સરેરાશ ચારથી પાંચ જણાને એકસાથે અગ્નિદાહઆપવાની ફરજ પડી.જલિયાંવાલા હત્યાકાંડનાસમાચાર કલકત્તા પહોંચ્યા ત્યારેનેતાજી સુભાષચંદ્ર બોઝે હાથમાં પિસ્તોલરાખીને જાહેર સભામાં સોગંદ લીધા કેહવે તો હિંસા સામે હિંસા વાપરીનેઅંગ્રેજોની હકાલપટ્ટી કર્યા વગર ઝંપવુંનહિ. અલબત્ત, શિક્ષિત કહેવાતા અંગ્રેજોમાટે ગાંધીજીના ખ્યાલો બદલાયા તે વધુમોટી વાત હતી. બ્રિટિશ હકૂમતખોરોસમય જતાં સ્વેચ્છાએ ભારત છોડી જાયતેવો ભ્રમ તેમણે હંમેશ માટે તજી દેવોપડ્યો. અંદરખાને હજી પણ તેમનામનમાં આશાના થોડાઘણા ચમકારા બાકીરહ્યા હોય તો બ્રિગેડિઅર-જનરલરેજિનાલ્ડ ડાયરે જલિયાંવાલાના હંટરમિશન નામના તપાસપંચ સમક્ષઆપેલી વિકૃત્તિભરી રજૂઆતે તેમના પરઠંડું પાણી રેડી દીધું. આ તપાસપંચે ડાયરનેએક મુદ્દાનો પ્રશ્ન કર્યો :નિર્દોષ અને નિ:સહાય લોકોશાંતિપૂર્વક ભાષણ સાંભળતા હોવા છતાંતેમના પર અંધાધૂંધ ગોળીબારચલાવવાનો હુકમ તમે શા માટે આપ્યો?”ડાયરનો નફ્ફટાઇભર્યો જવાબહતો : ‘અગાઉથી જ મેં નક્કી કરીરાખેલું કે એકેય જણને સલામત રહેવાન દેવો અને મેં હજી વધારે સમયગોળીબારો ચાલુ રખાવ્યા હોત, પરંતુકારતૂસોનો પુરવઠો ખૂટી ગયો !”તપાસપંચનો બીજો પ્રશ્ન હતો :‘ગોળીબાર પછી અનેક લોકો મેદાન પરઘાયલ પડ્યા હતા, જેમને તાત્કાલિકસારવારની જરૂર હતી. એ સૌનેતેમના ભરોસે મૂકી તમે જાણેકશું ન બન્યું હોય તેમ જતાકેમ રહ્યા ?'જનરલનો ઉત્તર ફરી વખતતેના વિકૃત્ત માનસને છતું કરતોહતો : ‘મેં શહે૨માં કરફયૂફરમાવ્યો હતો, છતાં હોસ્પિટલોખૂલ્લી હતી. કઇ હોસ્પિટલમાંસારવાર લેવા જેવું તે ઘાયલોએજાતે નક્કી કરવાનું હતું. મેં તેમનેરોક્યા ન હતા.'લાહોરમાં હન્ટર કમિશનેતપાસના નામે માત્ર ફોતરાંખાંડતી ૨૯ બેઠકો યોજી. મામલોસ્પષ્ટ હતો. કોઇ મુદ્દે તપાસકરવાની જરૂર ન હતી, એટલેછેવટે તો પંચે જલિયાંવાલાનાજલ્લાદને આરોપી ઠરાવ્યા વગરઆરો ન હતો. બીજી તરફબ્રિટનમાં હજારો અંગ્રેજો જનરલડાયરના ખૂની કારસ્તાનનેબિરદાવી રહ્યા હતા. ‘ધ મોર્નિંગનામના બ્રિટિશ અખબારેતો રેજિનાલ્ડ ડાયરને‘બ્રિટિશરાજના તારણહાર’ તરીકેઓળખાવ્યો અને તેણે કરી દેખાડેલાપરાક્રમને બિરદાવવા માટે ફાળોઉઘરાવવા વાચકોને અપીલ પ્રગટ કરી,જેને અસાધારણ પ્રતિસાદ મળ્યો. ફાળામાંએકઠી થયેલી રકમનો ફાઇનલ સરવાળો૨૬,૧૩૭ પાઉન્ડ, ૪ શિલિંગ અને ૧૦પેન્સના આંકડે પહોંચ્યો. રેજિનાલ્ડ ડાયરસ્વદેશ પાછો ફર્યો ત્યારે ધ મોર્નિંગપોસ્ટ' અખબારે એ રકમ ઇનામ તરીકેઆપી તેનું બહુમાન કર્યું.એપ્રિલ ૧૩, ૧૯૧૯ના રોજજલિયાંવાલાના હત્યાકાંડ પછી તરત જેભારતીયો બચાવકાર્ય માટે દોડ્યા તેમાંરાષ્ટ્રવાદની જીવતીજાગતી મિસાલ જેવો૧૯ વર્ષનો શીખ યુવાન પણ હતો.ઘાયલોને પાણી પીવડાવતી વખતે જ તેણેનિર્ધાર કર્યો કે અંગ્રેજો સાથે જલિયાંવાલાબાગના હત્યાકાંડનો પૂરો હિસાબ ચૂક્તેકરવો. યુવાનનું નામ ઉધમ સિંહ હતું.ડિસેમ્બર ૨૬, ૧૮૯૯ના રોજપંજાબમાં જન્મેલા ઉધમ સિંહનું મૂળ નામશેર સિંહ હતું. ધાર્મિક વિધિ વડે શીખધર્મ અંગીકાર કર્યા બાદ તેઓ ઉધમ સિંહતરીકે ઓળખાવા લાગ્યા હતા . નાનીવયે માતા-પિતાનું છત્ર ગુમાવી દેનારઉધમ સિંહે પોતાના બાળપણનાં ઘણાંખરાં વર્ષો અમૃત્તસરના એકઅનાથાશ્રમમાં વીતાવ્યાં. ૧૯૧૮માંતેમણે મેટ્રિક પરીક્ષા પાસ કરી લીધીએ પછી અનાથાશ્રમનાં લોકોપયોગીકાર્યોમાં સેવા આપવાનું શરૂ કર્યું.એપ્રિલ ૧૩, ૧૯૧૯ના રોજબ્રિગેડિઅર-જનરલ ડાયર તેનીસૈનિક ટુકડી સાથે જલિયાંવાલાબાગમાં પ્રવેશ્યો એ પહેલાં ઉધમસિંહ અને તેમના મિત્રો બાગનામેદાનમાં સેવાર્થે ઉપસ્થિત હતા.ઉનાળાની ગરમીમાં ભરબપોરેએકઠા થયેલા લોકોને તેઓ પાણીપીવડાવી રહ્યા હતા. યોગાનુયોગેબન્યું એવું કે સાંજે સવા પાંચ વાગ્યેરેજિનાલ્ડ ડાયર અને તેના સૈનિકોજલિયાંવાલા બાગમાં દાખલ થયાતેની થોડી મિનિટો પહેલાં ઉધમસિંહ તેમના મિત્રો સાથે એ સ્થળેથીનીકળી ગયા હતા. ગોળીઓનો તેમજમરણચીસ નાખી રહેલા સ્ત્રી-પુરુષોનોઅવાજ તેમણે સાંભળ્યો ત્યારે બાગ તરફતેઓ ધસી ગયા, પણ અંદર દાખલ નથઇ શક્યા. દસ-બાર મિનિટ પછીગોળીઓની બૌછાર બંધ થઇ અનેબ્રિગેડિઅર-જનરલ ડાયર તેના સૈનિકોભેગો રવાના થઇ ગયો ત્યારે ઉધમ સિંહમિત્રો સાથે બાગના મેદાન તરફ દોડ્યા.હૃદયદ્રાવક દૃશ્ય જોઇ તેમના આખાશરીરમાં કંપારી છૂટી, પણ થોડી જવારમાં સ્વસ્થ બની રાહતકાર્યમાં જોતરાઇગયા. પીડાથી કણસતા લોકોને તેમણે ટેકોદઇ બેઠા કર્યા, પાણી પીવડાવ્યું અનેથોડીઘણી પ્રાથમિક સારવાર પણ આપી.એક તરફ ઘાયલોને જોઇ તેમનું હૃદયભરાઇ આવ્યું તો બીજી બાજુ ગોરીસરકાર માટે આક્રોશનો અગ્નિ સમાતોન હતો. નિર્દોષ લોકો પર અંગ્રેજોએકરેલા અત્યાચારનો બદલો વાળવાનોનિર્ધાર ઉધમ સિંહે ત્યાંને ત્યાં જ કરીલીધો. બીજે દિવસે વહેલી સવારેઅમૃત્તસરના હરમંદિર સાહબના(ગોલ્ડન ટેમ્પલના) પવિત્ર સરોવરનીઅંજળિ લઇને એ નિર્ધારને તેમણેપ્રતિજ્ઞામાં ફેરવી દીધો.ઉધમ સિંહ અમૃત્તસરનોઅનાથાશ્રમ છોડી આઝાદીનીલડતમાં ક્રાંતિકાર તરીકે જોડાઇગયા. પંજાબના વિવિધ પ્રાંતોનીતેમણે અન્ય ક્રાંતિકારો જોડે મુલાકાતલેવાનું શરૂ કર્યું. કેટલાક મહિનાવીત્યા ત્યાં એક ક્રાંતિકારી તરફથીતેમને સમાચાર મળ્યા કે લેફ્ટનન્ટ-ગવર્નર માઇકલ ઓ’ડ્વાયરને ગોરીસરકારે પદભ્રષ્ટ કર્યો છે અનેઇંગ્લેન્ડ પાછો તેડાવ્યો છે. જૂન૧૯૨૦ના અરસામાં ગુજરાવાલાખાતે આંદોલનકારીઓના ટોળાંનેવિખેરાવા ઓ’વાયરે તેમના પરવિમાન મારફત હુમલો કરાવ્યો,જેમાં બારથી પંદર જણા માર્યા ગયાહતા. આ બનાવે બ્રિટનનીપાર્લામેન્ટમાં એટલો હોબાળો મચાવ્યોકે ગોરી સરકારે ઓ’ડ્વાયરને પદભ્રષ્ટકર્યા સિવાય છૂટકો ન રહ્યો.ઉધમ સિંહનો શિકાર હાથમાંથીસરી ગયો. અલબત્ત, શિકાર સુધીપહોંચવું ક્યાં અશક્ય હતું ? ગમે તેમકરીને બ્રિટન પહોંચવા માટે ઉધમ સિંહેતજવીજ આદરી. શેર સિંહ, ઉધમ સિંહ,ઉધન સિંહ, ઉદ સિંહ, ઉદય સિંહ, ફ્રેંકબ્રાઝિલ અને રામ મહમ્મદ સિંહ આઝાદવગેરે જેવા નામો બદલતા રહીને ૧૯૨૧માં તેઓઆફ્રિકાના નૈરોબી શહેર પહોંચ્યા. અહીંકેટલોક વખત વીતાવ્યા બાદ ૧૯૨૪માંભારત પાછા ફર્યા અને પછી એ જ વર્ષેઅમેરિકા જઇ ત્યાંની ગદર પાર્ટીમાંજોડાયા. પરદેશમાં રહીને આઝાદીનીલડતમાં પરોક્ષ રીતે મદદરૂપ થનાર ગદરપાર્ટીનું નેટવર્કઅમેરિકામાં બહુ મોટું હતું. આ પાર્ટીમાંરહીને ઉધમ સિંહે ફક્ત ત્રણ વર્ષનાસમયગાળામાં એટલી લોકચાહના તેમજપ્રતિષ્ઠા મેળવી કે ૧૯૨૭માં ભગત સિંહેતેમને ભારત આવી આઝાદીની લડતમાંસક્રિય ભાગ લેવાનું ઇજન આપ્યું. ભગતસિંહના નેતૃત્વ હેઠળ પંજાબમાં ક્રાંતિનીજ્વાળાઓ ક્રમશઃ જોર પકડી રહી હતી,એટલે ગદર પાર્ટીના પચ્ચીસેક સભ્યોસાથે ઉધમસિંહ ભારત આવવા નીકળી પડ્યા.પંજાબમાં વાતાવરણ તંગ હતું.લાલા લાજપત રાય અને ભગત સિંહજેવા આગેવાનોની દોરવણી હેઠળઆઝાદીની ચળવળ ત્યાં પરાકાષ્ઠાએપહોંચી હતી. પંજાબના વિવિધ શહેરોમાંવારેતહેવારે કરફ્યૂ લાદી ગોરી હકૂમતઆંદોલનકારીઓને કાબૂમાં રાખવાનોપ્રયાસ કરતી હતી, પણ સરવાળે કશુંવળતું ન હતું. ઓગસ્ટ ૩૦, ૧૯૨૭નારોજ ઉધમ સિંહ અમૃત્તસર પહોંચ્યા ત્યારેપુલિસે તેમને શહેરની ભાગોળે રોક્યાઅને તલાશી લીધી. ઉધમ સિંહ પાસેકેટલાંક શસ્ત્રો હતાં એટલું જ નહિ, પણબ્રિટિશરાજે ગેરકાનૂની ઠરાવેલા ગદરપાર્ટીના મુખપત્ર ‘ગદર-એ-જંગ’નીનકલો હતી. પુલિસે કલમ ૨૦ હેઠળઉધમ સિંહની અટકાયત કરી. કોર્ટમાંતેમની વિરુદ્ધ કેસ ચાલ્યો, જેમાં શસ્ત્રોનીમાલિકી અંગે પૂછતાછ દરમ્યાન ઉધમસિંહે ન્યાયાધીશને રોકડું પરખાવ્યું :‘આ બધાં શસ્રો પર હું મારીમાલિકી કબૂલું છું. આ શસ્ત્રો વડે અમેગોરી સરકારના અંગ્રેજોને ભૂંડા મોતેમારી હિંદુસ્તાનને આઝાદ કરાવવામાગીએ છીએ. રશિયાની બલ્શેવિક ક્રાંતિજેવી જ ક્રાંતિ અમે અહીં લાવીશું.’ઉધમ સિંહનો જવાબ સાંભળીનેન્યાયાધીશે તેમને પાંચ વર્ષ કેદની સજાફટકારી. ઓક્ટોબર ૨૩, ૧૯૩૧ના રોજમૈં જેલમાંથી તેમનો છૂટકારો થયો ત્યારે પંજાબમાં આઝાદીનું આંદોલન ખાસ્સીહદે શમી ગયું હતું. આંદોલનના મુખ્યચાલકબળ જેવા ભગતસિંહ, રાજગુરુઅને સુખદેવ હવે હયાત નહોતા. માર્ચ૨૩, ૧૯૩૧ના રોજ બ્રિટિશ સરકારે એત્રણેય ક્રાંતિવીરોને ફાંસી આપી હતી.જેલમાંથી મુક્ત થયા પછી પણ ઉધમસિંહે આઝાદીના આંદોલનમાં સક્રિયભાગ લેવાનું ચાલુ રાખ્યું. પુલિસનીતેમના પર ચાંપતી નજર હતી, એટલેપોતાનું નામ અને દેખાવ તેમણે બદલ્યો.અમૃત્તસરમાં મહમ્મદ સિંહ આઝાદ એવાનામે સાઇન બોર્ડ પેઇન્ટરની નાનીશીદુકાન તેમણે ખોલી અને તે વ્યવસાયનીઆડમાં દેશલક્ષી ક્રાંતિકારી પ્રવૃત્તિઓચાલુ રાખી.બીજાં ત્રણ વર્ષ આમ વીતી ગયાં.ઓગણીસ વર્ષની વયે અમૃત્તસરનાહરમંદિર સાહબ ખાતે લીધેલી પ્રતિજ્ઞાપૂરી કરવાનો વખત ક્યારનો પાકી ચૂક્યોહતો. બીજી તરફ પુલિસની નજર ચૂકાવીપંજાબની બહાર નીકળવું પણ મુશ્કેલબન્યું હતું. આખરે ૧૯૩૩ના અંતે નાસીછૂટવાનો મોકો મળ્યો. પંજાબથીકાશ્મીરના માર્ગે ઉધમ સિંહે હિંદુસ્તાનનીસીમા ઓળંગી અને પછી જુદા જુદાદેશોમાંથી પ્રવાસ ખેડતા ૧૯૩૪માં તેઓજર્મની પહોંચ્યા. અહીં થોડાક દિવસનારોકાણ બાદ આખરે તેઓ લંડન શહેરમાંઆવ્યા અને એક મિત્રની મદદથીવ્હાઇટચેપ્પલ વિસ્તારમાં ૯, એડલરસ્ટ્રીટ ખાતે મકાન લીધું. એક રિવોલ્વરઅને કારતૂસો પણ ખરીદ્યા. હવે શિકારનેઆંતરી તેનો ફેંસલો આણવા જેટલી જવાર હતી.ઉધમ સિંહ જો કે એ કામમાં સહેજપણ જલ્દબાજી કરવા માગતા ન હતા.માઇકલ ઓ’ડ્વાયરને તેમણે એવી રીતેઠાર મારવો હતો કે જેથી જગત આખુંસ્તબ્ધ બની જાય, સમાચાર માધ્યમોમાંઓ’ડ્વાયરની હત્યાનો કિસ્સો લાંબોવખત ચર્ચાતો રહે અને તે બહાનેજલિયાંવાલાનો ભૂલાયેલો પ્રસંગ દુનિયાઆખી ફરી વખત યાદ કરી અંગ્રેજોનાઅમાનુષી કૃત્યનું પુનઃવિશ્લેષણ કરે.યોગ્ય અવસર મળવામાં લાંબો સમયનીકળી ગયો. છેવટે માર્ચ ૧૩, ૧૯૪૦ના રોજ ઉધમ સિંહ માટે સપરમો દિવસઆવ્યો. લંડનના કેક્સટન હોલ ખાતેરોયલ સેન્ટ્રલ સોસાયટીની એ દિવસેમીટિંગ યોજાવાની હતી, જેમાં ઉપસ્થિતરહેનારા વક્તાઓમાં એક વક્તા માઇકલઓ’ડ્વાયર હતો. પંચોતેર વર્ષની વયે તેપહોંચ્યો હતો અને હવે તેના જીવનનીઘડીઓ ગણાઇ રહી હતી.કેક્સટન હોલમાં મિટિંગનો આરંભ થયોએ પહેલાં સૂટેડ-બૂટેડ ઉધમ સિંહેઓડિટોરિઅમમાં મોકાનીજગ્યાએ પોતાનું સ્થાન ગ્રહણકરી લીધું. હાથમાં જાડું પુસ્તક તેમણેપકડ્યું હતું, જેનાં પાનાં રિવોલ્વરનાઆકારમાં કાપી એ ખાંચામાં રિવોલ્વરસંતાડેલી હતી.કાર્યક્રમનો આરંભ થયો.શરૂઆતના બે-ત્રણ વક્તાઓ પોતાનુંસંબોધન પૂરું કરી રહ્યા એ પછી માઇકલઓ'ડ્વાયરનો વારો આવ્યો. એકવીસવર્ષથી જેનો સંહાર કરવા માટે ઉત્સુકતાહતી એ શિકાર હવે બિલકુલ નજર સામેહતો. ઉધમ સિંહની ઉત્તેજનાનો અનેઉશ્કેરાટનો પાર ન રહ્યો, છતાં મગજપર કાબૂ રાખી તેઓ સીટ પર બેસી રહ્યા.માઇકલ ઓ’વાયરે પોતાનું ભાષણ પૂરુંકર્યું અને મીટિંગની વિધિવત્ પૂર્ણાહૂતિથઇ ત્યારે રોયલ સેન્ટ્રલ સોસાયટીના સૌસભ્યો પોતપોતાના સ્થાને ખડા થયા.ઉધમ સિંહ એ જ વખતે જાણે ખબર અંતરપૂછવા માગતા હોય તેમ હળવી ચાલેમાઇકલ ઓ’ડ્વાયરની નજીક ગયા;હાથમાં પકડેલું પુસ્તક ઉઘાડી રિવોલ્વરબહાર કાઢી અને ઉપરાઉપરી બે ગોળીઓમાઇકલ ઓ’વાયર તરફ દાગી.જલિયાંવાલા હત્યાકાંડનો એ જલ્લાદબીજી જ સેકંડે જમીન પર ફસડી પડ્યોઅને મૃત્યુ પામ્યો. સુવર્ણ મંદિરમાં લીધેલીપ્રતિજ્ઞા આખરે ઉધમ સિંહે પૂરી કરી !રિવોલ્વરમાં હજી ચાર ગોળીઓબાકી હતી, જેમનો ‘સદુપયોગ’ કરવાઉધમ સિંહે એક ગોળીબંગાળના ભૂતપૂર્વ ગવર્નરતેમજ બ્રિટિશહિંદના એવખતના સેક્રેટરી લોરેન્સઝેટલેન્ડ તરફ દાગી. આગોરો અંગ્રેજ જો કે બચીજવા પામ્યો. ઉધમ સિંહનીરિવોલ્વરમાંથી છૂટેલીગોળીએ તેને મામૂલી જખમકર્યો હતો. થોડી સેકંડો બાદલગભગ દોઢસો જેટલાઆમંત્રિત મહેમાનોથીભરેલો કેક્સટન હોલ ફરી ગોળીબારનાધડાકાથી ગાજી ઊઠ્યો--અને ત્યાર બાદવધુ એક કર્ણભેદી ધડાકો થયો. ઉધમ સિંહેપંજાબના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ-ગવર્નરલુઇસ ડેનને અને મુંબઇના ભૂતપૂર્વગવર્નર લોર્ડ લેમિંગ્ટનને અકેક ગોળીમારી હતી. બન્ને જણાને ગંભીર ઇજાપહોંચી, પણ તેઓ મર્યા નહિ.આ બધું એટલું ઝડપથી અનેએકાએક બની ગયું કે હોલમાં ઉપસ્થિતસૌ લોકો અવાચક્ બની પોતપોતાનાસ્થાને જાણે શિથિલ થઇ ગયા. ઉધમ સિંહેપોતાનું કાર્ય અટોપ્યા પછી ભાગવાનોપ્રયત્ન સુદ્ધાં કર્યો નહિ, ઊલટું જાણે કશુંજ બન્યું નથી એમ પુલિસની રાહ જોતાઊભા રહ્યા. થોડી જ મિનિટોમાંમેકવિલિયમ નામનો પુલિસ સુપ્રિન્ટેન્ડન્ટકેક્સટન હોલ આવી પહોંચ્યો અને ઉધમસિંહની ધરપકડ કરી લંડનની બ્રિક્સટનજેલમાં તેમને લઇ ગયો.બીજે દિવસે બ્રિટન સહિત અનેકદેશોના અખબારોમાં પહેલે પાને માઇકલઓ’વાયરની હત્યા અંગેના રિપોર્ટછપાયા. લંડનના ધ ટાઇમ્સ’ અખબારેઉધમ સિંહ માટે ‘fighter for freedom'એવો શબ્દપ્રયોગ કરી તેમની તરફેણમાંલખ્યું, તો ઇટાલિના ‘Bergert’ નામનાલોકપ્રિય અખબારે ઉધમ સિંહના કૃત્યનેબિરદાવ્યું. જર્મન મીડિયાએ તો ઉધમસિંહને ‘The torch of the Indianfreedom’ તરીકે ઓળખાવી દિવસો સુધીલેખો લખ્યા એ અરસામાં બર્લિન રેડિઓપર રોજેરોજ માઇકલ ઓ'ડ્વાયરનીહત્યા અંગે વાર્તાલાપો યોજાતા રહ્યા. એકવાર્તાલાપ દરમ્યાન ઉદ્ઘોષકે કહ્યું,‘હાથીની જેમ હિંદુસ્તાની ક્રાંતિકારોનીયાદશક્તિ પણ તેજ છે અને પોતાનાદુશ્મનને તેઓ કદી ભૂલતા નથી--જેમકે ઉધમ સિંહે હિંદુસ્તાનના દુશ્મનને વીસવર્ષ સુધી યાદ રાખ્યો અને પછી તેનેયોગ્ય સજા આપી.’આ તરફ હિંદુસ્તાનમાં શાપ્રત્યાઘાતો હતા ? જલિયાંવાલાનો અધૂરોહિસાબ ઉધમ સિંહે ચૂક્ત કર્યો એસમાચારે ભારતમાં લાખો લોકોમાંઉત્સાહ પેદા કર્યો તો બીજી બાજુગાંધીજીએ અને તેમના પગલે નેહરુએઉધમ સિંહના કૃત્યને વખોડી કાઢ્યું.દિવસો સુધી ચાલેલા તપાસકાર્યનાઅંતે લંડનની પુલિસે એપ્રિલ ૧,૧૯૪૦ના રોજ ઉધમ સિંહ વિરુદ્ધમાઇકલ ઓ'ડ્વાયરની હત્યાનો ગુનોદાખલ કર્યો. અદાલતી ખટલો જો કેતાત્કાલિક ધોરણે ચલાવ્યો નહિ. લગભગછ અઠવાડિયાંનો સમય ખેંચી કાઢ્યો,જેની સામે ઉધમ સિંહે તીવ્ર વિરોધ ભૂખહડતાળ કરીને દર્શાવ્યો. બ્રિટિશ પુલિસેતેમને બળજબરીપૂર્વક કોળિયા ભરાવતારહી જીવતા રાખ્યા વિના આરો ન હતો.અદાલતમાં કાનૂની કાર્યવાહી વહેલી તકેહાથ ધરવાની ઉધમ સિંહની માગણીઆખરે બ્રિટિશ સરકારે સ્વીકારવી પડીઅને જૂન ૪, ૧૯૪૦ના રોજ લંડનનીઓલ્ડ બેઇલી કોર્ટમાં ખટલો ચાલ્યો.અદાલતમાં સરકારી વકીલ સામે તેમજન્યાયાધીશ એટકિન્સન સામે ઉધમ સિંહેતડાફડી મચાવી. માઇકલ ઓ’ડ્વાયરનેહણી તેમણે દેશનું ઋણ ચૂકવ્યું હોવાનુંભરી અદાલતે જણાવ્યું. કિન્નાખોર જજએટકિન્સને ઉધમ સિંહને એ ‘ગુના’ બદલદેહાંતદંડ ફટકાર્યો અને જુલાઇ ૩૧,૧૯૪૦ના દિવસે બ્રિટનમાં જ એક્રાંતિવીરને ફાંસી આપવામાં આવી.ઉધમ સિંહના અસ્થિ પણ ગુલામહિંદુસ્તાનમાં રખે પૂજાય એ બીકે બ્રિટિશસરકારે પોતાના વોલ્ટમાં રાખી મૂક્યા.આઝાદ ભારતના ત્રીજા વડા પ્રધાનઇન્દિરા ગાંધીએ છેક ૧૯૭૪માં તે પરતમેળવ્યા. દરમ્યાન આઝાદી પછી લગભગ૨૭ વર્ષ શહીદ ઉધમ સિંહના અસ્થિપારકી ભૂમિમાં પડી રહ્યા.
https://www.facebook.com/share/p/1HwRRR8qCZ/