પ્રકરણ - 30
દિલ્હીના તે બદમાશ, લૂંટારાએ ખરેખર મારી જોડે વિશ્વાસ ઘાત કર્યો હતો. જેને કારણે મારે મારી કન્સલ્ટન્સીનો ધંધો બંધ કરવો પડ્યો
તે સમયે મારી પાસે મારું પોતાનું ઘર હતું, તેથી મને તેને મોટી ચિંતા નહોતી પરંતુ મારી આવક સાવ બંધ થઈ ગઈ હતી. આ અનુભવ મને ખૂબ પીડા આપતો હતો.
તે પરિસ્થિતિમાં, મેં એક એસ્ટેટ એજન્ટની ઓફિસમાં STD/કુરિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેનાથી ઘરનો ગુજારો કરવો અત્યંત કઠણ હતો. આ સ્થિતિ મા મેં ઘર વેચી ને ભાડા ની જગ્યા લીધી હતી હતી સ્થાળંતર સાથે STD - સ્ટેશનરીનો વ્યવસાય શરૂ કર્યો હતો. જોકે, દુકાન બંધ શેરીમાં હોવાથી, મને બહારથી વધારે ગ્રાહક મળવા મુશ્કિલ હતા. મેં એક એસ્ટેટ એજેન્ટ ની ઓફિસ મા મારૂં કામ શરુ કર્યું હતો. ઝેરોક્ષ કોપી માટે જૂનું મશીન પણ ખરીદયું હતું.છતાં પરિસ્થિતિ સુધરવા પામી નહોતી.
અને પછી, મારા ત્રીજા પ્રયાસમાં, મેં એક શાળાની બાજુમાં ત્રીજી દુકાન ભાડે લીધી. મને આશા હતી કે મારો ધંધો તે વિસ્તાર માં ધમધોકાર ખીલશે. પરંતુ પરિસ્થિતિ ઉલટી જ બની હતી.
દિવસમાં બારથી ચૌદ કલાક કામ કરવા છતાં, હું કોઈ નફો કમાઈ શક્યો નહોતો.
એક દિવસ, બપોરે ૧૨ વાગ્યા પછી, મને છાતીમાં ખૂબ દુખાવો ઉપડ્યો હતો. . જાણે એવું લાગ્યુ હતું જાણે હાર્ટ એટેક આવ્યો હતો.
મેં પ્રાથમિક સારવાર તરીકે બાજુ ના છોકરા પાસે ઈનો મંગાવી હતી.
તેનાથી કાંઈ ફરક નહોતો પડ્યો. આ સ્થિતિમાં બાજુના દુકાનદાર ને ઘરે મેં એક પાડોશીને ઘરે ફોન કરવા કહ્યું હતું.
આરતી બધું છોડીને આવી હતી. તેણે અનિકેતને પણ ફોન કર્યો હતો , જે તરત જ આવ્યો હતો મને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ડોક્ટરે તેમના રૂટિન ચેકઅપ દરમિયાન એકગ કાઢ્યો હતો.તે નોર્મલ હતો. છતાં તેમણે મને બીજી તપાસ માટે બે દિવસ હોસ્પિટલમાં રહેવાની સલાહ આપી હતી..
તે વખતે મેં લીધેલા ઇનો એ અસર કરી હતી અને મારો દુખાવો સાવ મટી ગયો હતો, અને હું ડોક્ટર ને કહી ઘરે પાછો આવી ગયો હતો.ત્યાર પછી મને કોઈ તકલીફ નડી નહોતી.
મારો દુખાવો સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો.
ડોક્ટર મને કોઈ કારણ વગર હોસ્પિટલમાં દાખલ કરી બિલ મોટુ બનાવવાની પેરવી માં હતા.
ખરેખર, હું આગલે દિવસે નમિતાના ઘરે ગયો હતો અને વડા પાઉં અને તેલી ચીજો ખાધી હતી જેના કારણે આ સમસ્યા ઊભી થઈ હતી.
તે પૂરતું ન હતું; લક્ષ્ય મારી સૌથી મોટી ચિંતા હતી. મને ખબર નહોતી કે તેના વિશે શું કરવું?
પણ મારી સમસ્યા ક્યારેય સમાપ્ત થઈ નહીં. મને એસિડિટી થઈ. મારા પિતાની વાર્તાએ મને શીખવ્યું હતું કે તે હૃદયરોગના હુમલા કરતાં એસીડીટી વધુ ખતરનાક છે. તેથી જ હું ખૂબ ડરતો હતો.
આ મારા જીવનની સૌથી મોટી મુશ્કેલી હતી. મને વારંવાર હોસ્પિટલ જવું પડતું હતું.
મારી બંને દીકરીઓએ પણ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
હું મારા પોતાના ઘરમાં રહેતો હતો. મારા સંબંધીઓએ આનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. મારી મોટી દીકરીના લગ્ન દરમિયાન તેઓએ અમને ખૂબ હેરાન કર્યા હતા .
તેમના દીકરાના લગ્નની જાન અમારા નિયુક્ત સ્થળે લાવવાને બદલે, તેમણે અમને તેમના વિસ્તારમાં આમંત્રણ આપ્યું હતું. મેં છોકરાના પરિવાર અને તેમના વડીલોને સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો , પરંતુ તેઓ મક્કમ રહ્યા હતા. તેથી ત અમને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. તેમના મહેમાનો પણ અજ્જડ હતા. તેઓએ અસંખ્ય વાનગીઓ ખાધા વિના કચરામાં ફેંકી દીધી હતી..
લગ્ન રાબેતા મુજબ પૂર્ણ થયા હતા . પરંતુ મારી હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી મને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
કૃષ્ણા સાથે પણ આવી જ પરિસ્થિતિ બની હતી.
તેણી એક છોકરાના પ્રેમમાં હતી.
તેણી એ મને તેની ઓળખાણ આપી હતી. છોકરો વધારે ભણેલો નહોતો. તેના માતા પિતા પણ હયાત નહોતા. તેઓ બધા ભાઈ બહેન કાકા કાકી સાથે રહેતા હતા. તે નીચલી વર્ણનો હતો. તે લોકો નોન વેજીટેરિયન હતા. દારૂ શરાબ નો કોઈ છોછ નહોતો. બીજી બૈરી કરવી સામાન્ય વાત હતી.
વધુમા પૂરું તેના કાકા પણ એ જ ગાળામાં ઉકલી ગયા હતા. આ જ કારણે મેં તેમના લગ્ન ને અનુમતિ આપી નહોતી..
ત્યારે તેણે ભાગીને તેની સાથે લગ્ન કરી લીધા. તે મારા માટે મોટો ફટકો હતો, અને મારે ફરીથી હોસ્પિટલ માં જવાનો વારો આવ્યો હતો.
આ સ્થિતિમાં, મારી સાસુએ ચેતવણી આપી હતી. આ લગ્ન નિષ્ફ્ળ ગયા તો શું કરશો?
મેં તેણીને કડક જવાબ આપ્યો હતો.
"હું તેના ફરીથી લગ્ન કરાવીશ. શું તમારા ભાઈના દીકરાની દીકરીએ ત્રણ વાર લગ્ન નથી કર્યા?"
આ સાંભળીને તેઓ અવાક થઈ ગયા હતા.
કૃષ્ણાને ખબર પડ હતી . હું હોસ્પિટલમાં હતો:
તે મારા આશીર્વાદ લેવા સવારે ચાર વાગ્યે તેના પતિને લઈ હોસ્પિટલમાં આવી હતી.
મેં બધું ભૂલી જઈ બંનેને ગળે લગાવ્યા હતા.
તેના લગ્ન પછી, મને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો.
"કૃષ્ણા તમારી દીકરી છે ને?"
"હા!"
"શું તમે જાણો છો કે તેણે લગ્ન કરી લીધા છે! "
"શું તમે કોઈ પગલાં લેવા માંગો છો?"
"બિલકુલ નહીં."
વાત ત્યાં જ પૂરી થઈ ગઈ હતી.
થોડા દિવસો પછી, કૃષ્ણના સાસરિયાઓએ અમને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું હતું . તેમની જીવનશૈલી, ખાવાની ટેવ અને બોલવાની રીત સંપૂર્ણપણે અલગ હતી. મને ફક્ત એક જ ચિંતા હતી: કૃષ્ણ આવા વાતાવરણમાં કેવી રીતે જીવશે?
પણ કૃષ્ણ મારી પુત્રી હતી. તેનામાં મારા બધા ગુણો હતા. તે પરિસ્થિતિ સાથે સમાધાન કરી ચૂકી હતી.
છોકરાનું નામ મિલિંદ હતું. તેણે મને વચન આપ્યું હતું.
"હું તમારી પુત્રી કૃષ્ણાને ખૂબ પ્રેમ કરું છું. હું તેને કોઈ નુકસાન નહીં પહોંચાડું."
પણ મારા પોતાના અનુભવે પ્રેમ લગ્નોમાં મારો વિશ્વાસ હચમચાવી નાખ્યો હતો.
લગ્ન પછી, કૃષ્ણના કાકીના ભાઈએ મને નારાજ કર્યો.
તેણે ઘૂંઘટ ન કાઢવા બદલ મને ઠપકો આપ્યો હતો.
સાંભળી હું ગુસ્સે થઈ ગયો.હતો. મેં તેમને ઝાટકી નાખ્યા હતા.
પછી તેણે તેની પુત્રીને ખોટી વાત શીખવવા બદલ મને ઠપકો આપ્યો હતો . અને મારે કહેવું પડ્યું હતું
, "તારી બહેનના ઘરે દીકરાઓ છે ને? કાલે તેમના લગ્ન કરાવી દે જો પછી મને આ વ્યાખ્યાન આપજો
000000000000 (ચાલુ)