A Journey of Memories - Ranjan Kumar Desai - (18) in Gujarati Biography by Ramesh Desai books and stories PDF | યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (18)

Featured Books
Categories
Share

યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (18)


                         પ્રકરણ - 18

         પરમેશ્વર ઝમેલા માં ફસાઈ ગયો હતો.. તે વિશે હું અધિક ચિંતિત હતો. હું ફ્લોરા ને હકીકત બયાન કરી પરેશાન કરવા માંગતો નહોતો 

          હું હર પળ દુબઈ થી ફોન ની રાહ જોઈ રહ્યો હતો. 

           શું થયું હશે? એક સવાલ પીડિત કરી રહ્યો હતો.

            બપોરના બાર વાગે પરમેશ્વર નો ફોન આવ્યો હતો. 

          " અબ્દુલ ભાઈ એ મને એરપોર્ટ ની ઔપચારિકા પૂરી કરી ને બચાવી લીધો છે એટલું જ નહીં તેમની ઓઇલ મિલમાં નોકરી પણ આપી દીધી છે. "

          તે જાણી મેં નિરાંત નો શ્વાસ લીધો હતો. તે બે વર્ષના કરાર હેઠળ દુબઈ ગયો હતો. પણ અબ્દુલ ભાઈએ કાયમી ધોરણે તેને પોતાની મિલ માં રાખી લીધો હતો. સાથોસાથ તેને વર્ષ માં બે વાર ભારત આવવા ની છૂટ હતી.

          તે નિયમિત પણે પોતાના પરિવાર ને મળવા ભારત આવતો હતો.. પણ બે વર્ષ બાદ પહેલી વાર તે આવ્યો નહોતો. તે વખતે ફ્લોરા બીમાર હતી. તેને પેટનું અલ્સર થયું હતું. આ બીમારી વિશ્વ માં દસમી જીવલેણ ગણાય છે.

         આ તબક્કે ફ્લોરા ઈચ્છતી હતી.. પરમેશ્વર પોતાની સાથે હોય, પણ તેવું થયું નહોતું. આથી ફ્લોરા અત્યંત હતપ્રભ થઈ ગઈ હતી. તેની દીકરી મુસ્કાન પણ પિતા માટે પૂછપરછ કરતી હતી. ફ્લોરા તેને કોઈ જવાબ આપી સકતી નહોતી. તે દરેક વખતે એક જવાબ દઈ દીકરી ને ટાળી દેતી હતી. 

       " તારા પિતા ને અહીં કોઈ સંઘરતું નહોતું. આથી તેઓ વિદેશ ચાલી ગયા છે. "

        પરમેશ્વર નો એક મિત્ર હતો. તે ફ્લોરા ની ચિંતા હોવાનો દાવો કરતો હતો. તેણે ફ્લોરા ને પટાવી, ફોસલાવી તેના પૈસા પર હાથ માર્યો હતો. આ વાત ફ્લોરા માટે ઘા પર મીઠું લગાડવા જેવી સાબિત થઈ હતી. 

         એક વર્ષ પછી તે ભારત આવ્યો હતો.. આ વાતે ફ્લોરા ને ઘણું જ દુઃખ થયું હતું. તેણે માત્ર ફોન અથવા પત્ર દ્વારા પોતાની પત્ની ને પૂછપરછ કરી હતી.

         અને ફ્લોરા તેનાથી રિસાઈ ગઈ હતી. પરમેશ્વર જોડે ઝઘડો કર્યો હતો. પત્ની ના આવા વ્યવહાર થી તે ખૂબ જ અકળાઈ ગયો હતો. આ સ્થિતિ માં તેણે ફોન કરીને મને તેના ઘરે બોલાવ્યો હતો. 

       અને હું બપોરના સમયે તેના ઘરે ગયો રહ્યો હતો. મેં તેના ઘરની ઘંટડી વગાડી હતી. પણ શાયદ તે બંધ હતી. બારણે ટકોરા માર્યાં હતાં.

       તે વખતે અંદરથી ફ્લોરા નો રડવાનો અવાજ સંભળાયો હતો.

          પરમેશ્વરે દરવાજો ખોલ્યો હતો.

          અને હું ઘરની અંદર દાખલ થયો હતો. તે વખતે ફ્લોરા સોફા પર બેસી હિબકે ચઢી હતી. મેઁ તેના ખભે હાથ મૂકી પૃચ્છા કરી હતી.

          " શું થઈ ગયું મારી લાડો બહેની ને? "

           મારો અવાજ સાંભળી તેણે ભેંકડો તાણ્યો હતો. આ સ્થિતિ માં તેને રોકવાનો કોઈ મતલબ નહોતો. તેને માટે રડી લેવું જરૂરી હતું.

        થોડી પળો બાદ ખુદ તેણે પરમેશ્વર વિશે ફરિયાદ કરી. 

        " તમારો મિત્ર વિદેશ જઈ મને સાવ ભૂલી ગયો છે. છેલ્લા એક વરસ થી તેણે અમને મળવાની કોઈ જરૂરત સમજી નથી, તકલીફ લીધી નથી. જરૂર તેને દુબઈ માં કોઈ અન્ય મળી ગયું છે. "

         પોતાની ઉપર ફ્લોરા એ આક્ષેપ મુક્યો હતો. તે સાંભળી પરમેશ્વર ને ખૂબ આઘાત લાગ્યો. તે આ વાત બરદાસ્ત ના કરી શક્યો. અને તેની આંખો મેં આંસુનો મહાસાગર ઉમટી પડ્યો.

        તે ખૂબ જ બહાદુર હતો, સશક્ત હતો. તે દરેક પરિસ્થિતિ નો સામનો કરી શકે તેમ હતો પણ પત્ની ના અવિશ્વાસે તેને તોડી નાખ્યો હતો.

         તેણે ફ્લોરા ને દુઃખ ના થાય તે માટે એક વાત છુપાવી હતી. 

        આખરે તેને કહેવાનો સમય આવી ગયો હતો.

        તે ઊઠી ને અંદર ની રૂમમાં ગયો હતો. કબાટ ખોલી એક ફાઈલ લઈ બહાર આવ્યો હતો. અને મારી સમક્ષ મૂકી દીઘી હતી. 

         તે હોસ્પિટલ ની ફાઈલ હતી. બિલ્સ તેમ જ રિપોર્ટ્સ હતાં, તે વાંચી ને મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો હતો.

         તેને દુબઈ માં ગંભીર અકસ્માત થયો હતો, જેને લઈને ખાસ્સો સમય હોસ્પિટલ માં રહેવું પડ્યું હતું.. તેના ગુહ્ય અંગ માં ઇજા થઈ હતી, જેને કારણે તે વૈવાહીક સુખ ભોગવવા લાયક રહ્યો નહોતો.

       હકીકત જાણી ફ્લોરા ને પોતાના વર્તન બદલ અફસોસ થયો હતો.. પરમેશ્વર જાણતો હતો. ફ્લોરા તેને ખૂબ પ્રેમ કરતી હતી. આથી તેની બધી જ વાતો અભરાઈ એ ચઢાવી તેને માફી આપી ગળે લગાડી દીધી હતી.

         તેને જે બીમારી હતી તે નાહક ની ચિંતા ને લઈ ને ઊભી થઈ હતી. આમ જોવા જઈએ તો નાહક ની ચિંતા હર બીમારી ની જડ માં સમાયેલી હોય છે.

          આ તબક્કે મેં ફ્લોરા ને સમજાવી હતી. " ચિંતા ના કર. આપણે જે કાંઈ વિચારીએ છીએ, માનીએ છે તેવું બહુધા થતું નથી હોતું. પણ આપણા વિચારો જ આપણને સમય પહેલાં મારી નાંખે છે.

         મેઁ તેનું એક જીવંત ઉદાહરણ ફ્લોરા સામે પેશ કર્યું હતું.

         એક વ્યકિત બીમાર હતો. મુશ્કિલ થી 22 વરસનો હતો. ડોકટરે તેને માટે આગાહી કરી હતી. તે વધારે નહીં જીવે. એ જ વ્યકિત ને જીવન જીવવાની જડી બુટ્ટી સાંપડી ગઈ હતી અને તે 81 વરસ સુધી જીવ્યો હતો.

       મારી આ વાત ફ્લોરા ના ગળે ઊતરી ગઈ હતી અને તેણે ચિંતા કરવાનું છોડી દીધું હતું. અને થોડા જ સમય માં તે પેટના અલ્સર ની બીમારી થી મુક્ત થઈ ગઈ હતી.

       સચ્ચાઈ જાહેર કર્યા બાદ પરમેશ્વર ના માથા પર થઈ જાણે પહાડ સમો બોજ ઉતરી ગયો હતો. ફ્લોરાની અનુમતિ લઈ તે દુબઈ ચાલી ગયો હતો.

         ત્યાર પછી તેની આર્થિક સ્થિતિ માં અણધાર્યો ઉછાળ આવ્યો હતો.

         મેં સખત દોડધામ અને મહેનત થકી પોતાનું ઘર વસાવ્યું હતું. HDFC લોન, ઘરેણાં ગીરવે મૂકી, દોસ્ત તેમ જ ઓફિસ માં થી ફંડ એકઠું કરી પોતાનું ઘર વસાવ્યું હતું. તે જોઈ પરમેશ્વર ને અફસોસ થતો હતો. તે પણ પોતાનું ઘર ચાહતો હતો.

          રક્ષાબંધન ને દિવસે ધોધમાર વરસાદ વચ્ચે તે નાનકડી મુસ્કાન ને લઈ મારે ઘરે આવ્યો હતો. મેં તેને રોકવા માટે ફોન પણ કર્યો હતો. પણ તેઓ ઘરેથી નીકળી ગયા હતાં તેવું હું માનવા પ્રેરાયો હતો. 

         થોડી વાર માં જ તેઓ મારે ઘરે પહોંચી ગયા હતાં. તેથી મને અચરજ થયું હતું. તે બદલ મેં તેને ટોક્યો હતો ત્યારે તેનો જવાબ સુણી હું પાણી પાણી થઈ ગયો હતો.

          " રક્ષાબંધન ના તહેવારે કોઈ પણ સ્થિતિ માં તમારી બહેને તમારા કાંડે રાખડી બાંધવી અત્યંત જરૂરી છે. "

         તેના આ શબ્દો મારા હદયમાં કોતરાઈ ગયા હતાં. પરમેશ્વર ની ગેર હાજરી માં પણ ફ્લોરા દર વર્ષે આ રસમ નિભાવતી હતી.

         ફ્લોરા હિન્દૂ ધર્મ ની રસમ નિભાવતી હતી. મારા કપાળે ચાંલ્લો કરતી હતી. મારા કાંડે રાખડી બાંધતી હતી. અને પછી વાંકા વળી મારા ચરણો નો સ્પર્શ કરતી હતી. મને પોતાના હાથે મીઠાઈ ખવડાવતી હતી. અને હું પણ તેને મારા હાથે મીઠાઈ નો ટુકડો ખવડાવતો હતો. તેના માથે હાથ મૂકી આશીર્વાદ આપતો હતો. અને વીરપસલીની રસમ નિભાવતો હતો.. આ અમારા સંબંધો ની સુગંધ બની ગઈ હતી., જેને મેં હમેશા માણી હતી.

                      0000000000   ( ક્રમશ: )