પ્રકરણ - 10
અમે જે જગ્યાએ રહેતા હતા તેની બાજુમાં એક બીજ઼ી રૂમ હતી જ્યાં મારા નવા નાની મા તેમના જીવનકાળ દરમિયાન રહેતા હતા.
તેમના પછી, મારી માસી ne તે જગ્યા વારસામાં મળી હતી. તેમને તેની કોઈ જરૂર નહોતી, તેથી તેમણે તે જગ્યા વેચી દીધી હતી.
અને બીજી જગ્યા નાનીમા એ ગીતા બહેનને આપી હતી.
માસી ની જગ્યાએ એક પરિવાર રહેવા આવ્યું હતું. પરિવારના વરિષ્ઠ સભ્ય લલિતા બહેન હતા. તેમને પાંચ બાળકો હતા.
મારા પિતાના સાસરિયા બાજુના રૂમમાં રહેતા હતા. લલિતા બહેન એક વિશ્વ ની આઠમી અજાયબી હતા.જૂઠું બોલવામાં તેમનો કોઈ જોટો નહોતો.. તેઓ કાંઈ પણ જાણતા નહોતા. છતાં બધું જાણવાનો ડોળ કરતા હતા . તેઓ એક નિમ્નસ્તર ની મહિલા હતા જેના બેજવાબદાર વલણને કારણે આખા પરિવારે દિશા ગુમાવી દીધી હતી. જૂઠું બોલવું તેમનો જીવનમંત્ર બની ગયો હતો.
તેઓ પહેલા બીજી જગ્યાએ રહેતા હતા. ત્યાં, તેમની પ્રતિષ્ઠા કલંકિત થઈ ગઈ હતી. તેમના બધા બાળકો ખોટા વિચારોનો શિકાર બન્યા હતા.
૧૪-૧૫ વર્ષની નાની ઉંમરે, તેમની બીજી દીકરી, સુહાની, ખૂબ આગળ વધી ગઈ હતી. તેણી બે છોકરાઓ સાથે અફેર કરી રહી હતી. તે તેમને પોતાના ઈશારે નચાવતી રહેતી હતી.
સંજય એક શ્રીમંત પરિવારમાંથી હતો. જ્યાં પાણી માંગે ત્યારે દૂધ આપવામાં આવતું હતું. પૈસાની તેને કોઈ કમી નહોતી. આ કારણે, તે સંજયની સંપત્તિ અને ભૌતિક સુખ-સુવિધાઓ માટે તેને પ્રેમ કરવાનો દાવો કરતી હતી , ane તેને પોતાના ઈશારે નચાવતી હતી. સંજય તેના ઇરાદાઓથી વાકેફ હતો. સુહાની તેને જે જોઈતું હતું તે આપતી હતી. તેથી, તે કઠપૂતળીની જેમ નાચતો હતો, તેની આસપાસ ઘુમતો હતો.
સુહાની બધું જાણતી હતી. તે ભૌતિક સુખ-સુવિધાઓ અને આનંદ માટે સંજય સાથે રહેતી હતી તેની બધી માંગણીઓ પૂરી કરતી હતી. એટલું જ નહીં, તે તેના ખિસ્સા ખાલી કરતી રહેતી હતી.
બીજો છોકરો અનિકેત, સંજય કરતાં ઘણો સારો હતો. તેઓ એકબીજાને પ્રેમ કરતા હતા. પરંતુ અનિકેતના ખિસ્સા ખાલી હતા. તેથી જ સુહાની સંજયને વધુ મહત્વ આપતી હતી.
અનિકેતના પિતાનું અવસાન થયું હતું. આ પરિસ્થિતિમાં, ઘરની સંપૂર્ણ જવાબદારી તેના પર આવી પડી હતી. તેના ઘરમાં બે યુવાન, અપરિણીત બહેનો હતી. તેના લગ્ન માટે પૈસા બચાવવા માટે તેને ખૂબ મહેનત કરવી પડતી હતી.
લલિતાબહેન ની વિધવા જેઠાણી , પુષ્પા, બહેન પણ તેની સાથે પરિવારમાં રહેતા હતા. ઘરનો સારો વ્યવહાર તેઓ જ નિભાવતા હતા.
તેમની મોટી પુત્રીનું નામ આરતી હતું. હું તેને મારી પોતાની બહેન, ભાવિકા દ્વારા મળ્યો હતો.
આ ઓળખાણ ઝડપથી મિત્રતામાં પરિણમી હતી.
તે પહેલાં એક દુ:ખદ ઘટના બની હતી. પડોશમાં રહેતા અનિશના પિતાનું મૃત્યુ એક ગંભીર બીમારીથી થયું હતું, અને સહાનુભૂતિના બહાને માં દીકરી ને તેમના ઘર માં દાખલ થવાનો જાણે ઈજારો મળી ગયો હતો. જેને લઈને અનિશ અને સુહાની નજીક આવી ગયા હતા.
અનિશ ની માતા, આનંદી બહેનના પરિવાર સાથે અમારો ઘરનો સંબંધ હતો, પરંતુ લલિતા બહેનના આગમનથી બધું જ ખોટકાઈ ગયું હતુ
આનંદી બહેન મારી સાથે સારો વ્યવહાર કરતા હતા અને મને પોતાનો દીકરો માનતા હતા પણ લલિત બહેને પોતાની સંકુચિત વિચાર ધારા થકી સઘળું ખેદાન મેદાન કરી નાખ્યું હતું..
મને ખબર નથી કે તેમણે આનંદી બહેનના દિમાગ માં શું ભરી દીધું હતું.
હું ગરિમા સાથે લગ્ન કરવા માટે તેની પાછળ પડ્યો હતો. આ વાત ને પણ તેમણ ગલત રીતે લલિતા બહેન સમક્ષ રજુ કરી હતી.
તેઓ બંને મોડી રાત સુધી ચાલીમાં બહાર બેસીને દુનિયાની ખરાબ વાતો કરતા હતા. તેમના બધા દુર્ગુણો આનંદી બહેન માં સમાઈ ગયા હતા.
. તેણીએ ગરિમા સાથેનો મારો પ્રેમ સંબંધ લલિતા બહેન સમક્ષ રજૂ કર્યો હતો, જેનાથી શરૂઆતમાં તેમના મન અને હૃદયમાં ગેરસમજ ઉભી થઈ હતી, જેમાં હોળીના પ્રસંગે વધારો કર્યો હતો.
બધા હોળી રમી રહ્યા હતા, અને મારા સિવાય બધા તેમાં સામેલ હતા.
ભાવિકા અને આરતી એકબીજા સાથે હોળી રમી રહ્યા હતા, જ્યારે સુહાની અને અનિશ એકબીજા પર રંગ લગાવી રહ્યા હતા. હું હોળી રમતો નહોતો p તેથી હું દૂર ઉભો રહીને બંને બહેનોને રમતા જોઈ રહયો હતો..
પછી શું થયું? સુહાની આવી અને મને રંગ લગાવી ગઈ.
હું હોળી રમતો નહોતો . આ વાતથી અજાણ , સુહાનીએ મને રંગ લગાવ્યો હતો , જેનાથી અનિશને આરતીમાં રંગ લગાવવાનો જાણે અધિકાર મળી ગયો હતો.
જ્યારે તેણે આરતીને રંગ લગાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે અનિશને રોક્યો હતો. આનાથી તે નારાજ થઈ ગયો હતો અને તરત જ લલિતા પવાર પાસે ફરિયાદ નોંધાવી હતી.
"આરતી દીદી સંભવ ભૈયાને રંગ લગાવા દે છે પણ મને મનાઈ કરી રહી છે."
આ સાંભળીને લલિતા બહેને વિચાર્યા વિના આરતીને ઠપકો આપ્યો હતો.
તેણે આવીને મને કહ્યું હતું.
મેં ફક્ત અનિશને આપ્રશ્ન પૂછ્યો હતો.
"શું તેં મને આરતી ને રંગ લગાવતા જોયો હતો?
અનિશે ત્યારે વિચાર્યું નહોતું કે વાત આગળ વધશે.
તેને બહેન લલિતાનો ટેકો હતો. તે તેમનો લાડકવાયો હતો. એટલા માટે તેં બિન્દાસ હતો. અને તેણે ગુસ્સો આવે તેવો જવાબ આપ્યો હતો અને મારો હાથ ઉપડી ગયો હતો.
અને પરિસ્થિતિ વણસી ગઈ હતી.
મેં તેના ભત્રીજા પર હાથ ઉપાડ્યો હતો. તે સાંભળી તેના કાકા મારા ઘરે દોડી આવ્યા હતા. અને કંઈ પૂછ્યા વિના, મારી જોડે એલફેલ વાતો કરવા મંડ્યા હતા. અધૂરામાં પૂરું લલિતા બહેને તેમને ચગાવ્યા હતા.
આ સાંભળીને, કાકાની ભીતર ફિલ્મ હિરો જેવુ શુરાતન ઉભરાઈ આવ્યું. તેમણે મને ફિલ્મ હીરો માફક ધમકાવવા માંડ્યો.
"તારી દાદાગીરી આટલી બઘી વધી ગઈ છે!"
તેમણે ગરિમા નું નામ લઈ સીધો મારા પર શાબ્દિક હુમલો કર્યો હતો.
આ વાત હું બરદાસ્ત ના કરી શક્યો અને મેં ગુસ્સામાં તેમની કફની ફાડી નાખી હતી.
તેમણે બિનજરૂરી રીતે ગરિમાનો કિસ્સો ઉઠાવી એવું સાબિત કરવાની કોશિશ કરી હતી. મેં તેના મામલે દાદાગીરી કરી હતી.
મેં એક ગેરસમજને કારણે, ગરિમા જોડે લગ્ન કરવાની જીદ કરી હતી જેને તેમણે દાદાગીરી માં ખપાવી હતી.
અને લલિતા બહેને આગમાં ઘી ઉમેરીને આગમાં ઘી ઉમેર્યું હતું. આ હરકત કરીને તેમણે પોતાની જાતને ફિલ્મમાં ખલ નાયિકા ની હરોળ માં મૂકી દીધી હતી.
તેણે અનિશના કાકાને મારા વિશે ઉશ્કેર્યા હતા...
ત્યારબાદ, અમારો સંપર્ક તૂટી ગયો હતો . આ ઘટનાએ આનંદી બહેન અને લલિતા પવાર વચ્ચે પણ અંતર બનાવ્યું હતું.
હોળીની આ ઘટ નાએ મને ભૂતકાળની યાદ અપાવી હતી.
સામાન્ય રીતે બપોરે બે વાગ્યા સુધી હોળી રમાય છે.
તે દિવસોમાં, હું બપોરે બે વાગ્યા સુધી હોળી રમતો હતો. ત્યારબાદ, હું સ્નાન કરતો, ખાતો અને ઘરે સૂઈ જતો હતો.
એ જ નિત્યક્રમ ચાલુ રાખતા, હું સ્નાન કરતો, ખાતો અને ઘરે સૂઈ જતો. તે સમયે, બિલ્ડિંગના કેટલાક છોકરાઓ દિવ્યેશની પાછળ હતા, તેને રંગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે હોળી રમ્યો ન હતો, છતાં બધા તેની પાછળ હતા. અને તે મારા ઘરમાં છુપાઈ ગયો હતો
ખેલાડીઓને આ વાતની ખબર પડી હતી. તેઓ બંધ દરવાજો તોડીને મારા ઘરમાં પ્રવેશ્યા હતા .અને દિવ્યેશને રંગ્યા પછી જ તેઓ બહાર નીકળ્યા હતા
આ ઘટના એ સ્પષ્ટ કર્યું હતું કે અને હોળીના નામે ઘણું ખોટું થાય છે.
હોળીના તહેવારના નામે ઘણી બધી ખરાબ ઘટનાઓ બનતી હતી, જે મને બિલકુલ ગમતી નહોતી. તેથી જ મેં તે પછી હોળી રમવાનું બંધ કરી દીધું હતું
0000000000(ચાલુ)