કોલેજમાં વિદાય ફંકશનના દિવસે બધા રૂમો અને ખૂબ જ સુંદર રીતે શણગાર્યા હતા. તેમા વિવિધ જાતના તોરણો ડિઝાઇનો અને ક્યાંક ક્યાંક સારું લાગે એ માટે પ્લાસ્ટિકના ફૂલોનો પણ ઉપયોગ કર્યો હતો અને જે બીજા પ્લાસ્ટિકના ફુલો વધ્યા હતા, તેને મહેમાનોના સ્વાગત માટે સાચવી રાખ્યા હતા.
વિદાય ના છેલ્લા દિવસે કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન થઇ રહ્યું હતું. જેમાં કેટલાક ગણ્યા ગાંઠ્યા વિદ્યાર્થીઓને સ્ટેજ પર બોલાવી મહેમાનો દ્વારા તેમના સન્માનિત કરવામાં આવી રહ્યા હતા. એમાં એક અતિ મહત્વનું નામ હતું "આરવ". કોલેજનો ખૂબ તેજસ્વી અને હોશિયાર વિદ્યાર્થી. અલગ અલગ કલા ક્ષેત્રોમાં પોતાનું નાનું મોટું નામ બનાવવાની કોશિશ કરતો 21 વર્ષનો નવયુવાન. જ્યારે જ્યારે એનું નામ સ્ટેજ પર બોલાતું ત્યારે જાણે આખી કોલેજ એની ફેન હોય એમ તાળીઓના ગડગડાટ કરી મુકતા. તેને વ્યક્તિત્વથી અજાણ મહેમાનો પણ તેના માટે પડતી આ તાળીઓ થી જ એ ખૂબ પ્રભાવિત થઈ ગયા હતા. અંતે છેલ્લી વાર આરવને એના કલા ક્ષેત્ર આગળ વધવા માટે પ્રેરણા રૂપ પ્રોત્સાહન અને આશીર્વાદ રૂપે પ્લાસ્ટિકના ફુલ અને એક કોરી ડાયરીના પુસ્તકથી તેને સન્માનિત કરવામાં આવ્યો. કોલેજના પ્રોફેસરોએ પણ તેની કવિતાઓ અને તેની લેખન કૃતિઓ માટે તારીફ કરી હતી.
વિદાય ફંક્શન નો કાર્યક્રમ પૂરો થયો બધા મિત્રો કેટલીક વાર સાથે વિતાવેલી એ અદ્ભુત પળોને વાગોળી થોડા રડ્યા થોડા હસ્યા અને બધાએ છૂટા પડવાની તૈયારી કરી. ઘણા બધા વિદ્યાર્થીઓ આવીને આરવને વારંવાર મળેલા એવોર્ડ માટે બધા એને Congratulations કહી રહ્યા હતા. પણ આરવને ઇન્તજાર માત્ર આરોહી નો હતો ...
એને એમ હતું કે આજે તો કમસેકમ જેને Congratulations કહેવા માટે તો આવશે જ એ બહાને શાયદ છેલ્લી વાર થોડી વાત પણ થઈ જસે.
એને આરોહીને કોલેજમાં બહુ શોધી, એની બહેનપણીઓને પણ મળ્યો અને પૂછપરછ કરી, પણ એ કોલેજમાં ક્યાંય ન જોવા મળી. એ જાણે કોઈ જંગ હારી ગયો હોય તેવા હતા ચહેરા સાથે કોલેજની બહાર પોતાના ઘર તરફ જવા નીકળી પડ્યો. એના મોઢા પર એક ઉદાસીના પડદાથી ઢંકાયેલો હતો. છેલ્લો દિવસ, અને એમાં પણ એની સાથે વાત કરવા ન મળી.
શાયદ ...
એ ક્યારે જોવા મળશે, ક્યાં ચાલી જશે, હવે ક્યારે એની સાથે મુલાકાત થશે. એવા અઢળક પ્રશ્નો એના મનમાં હતા. કોલેજના મુખ્ય દરવાજે પહોંચતા જ કોલેજની બહાર સામેના એક ઝાડ નીચે ઉભી છોકરી દેખાય અને તે હતી
"આરોહી".
આરવ ત્યાં એને એમ જોઈ સ્તબ્ધ ઉભો રહ્યો. એને જોઈ અંદરથી ખૂબ જ ખુશ થયી ગયો, એની ખુશીનો કોઈ પાર નોતો. પણ, અચાનક એનો ચહેરો ફરી મુરઝાવા લાગ્યો, કેમ કે હવે આ હસતો ચહેરો રોજ જોવા નહીં મળે. એની સામે જોઈ એક બીજાની આંખોમાં આંખો નાખી ઇશારાથી વાતો કરવાની એ પળો હવે નહીં બને. એક એક smile માટે એની આજુ બાજુ વારંવાર નજર નાખવાના એ કિસ્સાઓ હવે શાયદ નહીં બને. એની સાથે વાતો કરતા લટકતી ઝૂલ્ફોને પોતાના હાથેથી દૂર કરવાની એ સોનેરી ક્ષણો ફરી પછી નહિ ફરે. ( આમ, વિચારી જ રહ્યો હતો કે એને આરોહીએ પોતાની પાસે બોલાવ્યો. )
આરોહી : Hi ! આરવ ...
( આરવ એની તરફ નઝર કરી, મોઢા પર થોડી હલકી સ્માઇલ લઈને, થોડા attitude સાથે એની પાસે આવ્યો. આરતીએ વાત કરવાની શરૂઆત કરી. )
આરોહી : Hi
આરવ : Hey - આરોહી
આરોહી : Congratulations બાય ધ વે ! ( હાથ મિલાવવા, હાથ લંબાવ્યો. )
આરવ : ( હાથ મિલાવ્યો અને બોલ્યો ... ) Thank you
આરોહી : આજ તું તો બઉ ખુશ હશે ને ! તને આટલા બધા awards જો મળ્યા છે ?
આરવ : હા, I'm - Actually ! I'm very happy ...
આરોહી : કોલેજના દિવસો યાદ આવશે ને ?
આરવ : ( ધીમેથી બડબડાયો ) કોલેજના દોસ્તો યાદ આવે કે ના આવે પણ તું જરૂર યાદ આવીશ.
આરોહી : શું બોલ્યો ?
આરવ : કંઈ નહીં
આરોહી : તને આટલા બધા એવોર્ડ મળ્યા છે તો હશે ને ?
આરવ : હા પણ એકાદ એવોર્ડ તારાથી મળ્યો તો શાયદ વધારે સારું લાગતું ?
આરોહી : ( મીઠી મુસ્કાન સાથે બોલી ) અરે શું યાર તું પણ સેલિબ્રિટી છીએ ?
આરવ : જરૂરી નથી કે એવોર્ડ આપે તો વધારે સારું લાગે ...
આરોહી: હોતું હશે. ( ફરી પૂછ્યું ) તને સૌથી વધારે શું યાદ આવશે ?
આરવ : તું !
આરોહી : મતલબ ?
આરવ : i mean કે જે પણ આપણે સાથે વધાવી છે સાહેબ બધી જ ...
અચાનક તારો ફોન વા, એને જોયું અને ફોન ઉપાડ્યો.
આરોહી: હા પપ્પા !
પપ્પા: બેટા હેત્વીને લેવા મૂકી છે તારો કોલેજ આવતી જશે 10 મિનિટમાં ત્યાં જ ઉભી રહેજે.
આરોહી: જી પપ્પા, દસ મિનિટમાં આવી જશે ને?
પપ્પા: હા હા ઘરેથી નીકળી ગઈ છે આવતી હશે.
આરોહી : ઠીક છે પપ્પા હું કોલેજની બહાર ઉભી છું.
( એમ કહી ફોન કટ કરી દીધો. )
આરોહી: ચલો ! દસ મિનિટ પછી આપણે અલગ થઈ રહ્યા છીએ. ખબર નહિ ફરી ક્યારે મળીશું ? બાકી કઈ કેવાનું બાકી રહી ગયું હોય તો કહી શકે છે ...
આરવને અચાનક પોતાની બેગમાં પડેલું પ્લાસ્ટિકનુ ફૂલ યાદ આવ્યું. પોતાના બેગમાંથી પ્લાસ્ટિકનુ ફૂલ નીકાળ્યું અને એની સામે ધરી દીધું, અને ત્યાંનું વાતાવરણ એકદમ શાંત ... ! "Pin drop silence"
( આરોહી આરવના હાથમાં ફૂલ જોઈને, બધુ સમજી ગયી. પણ, આરવ કઈ પણ બોલે એની પેલા આરોહી બોલી ઊઠી ... )
આરોહી : આરવ, Sorry - પણ, ! આપડા બંનેની પસંદ અલગ અલગ છે, આરવ ! આપડી વચ્ચે પ્રેમ શક્ય જ નથી.
આરવ : પ્રેમમાં તો adjustment હોય છે ને આરોહી ? આપડે બંને થોડુ - થોડુ adjust કરી લેસુ.
આરોહી : ( સહેજ હલકા ગુસ્સામાં બોલી ...) અરે yarrrr શું adjust કરી લેશું ? શું જાણે છે તું મારા વિશે ? તને શું ખબર છે મારી પસંદ - ના પસંદ વિશે ?
આટલું સાંભળી આરવ એકદમ ચુપ થયી ગયો, આરોહીની આંખો માં આંખો નાખી એકી નજરે જોઈ રહ્યો, એની લાગણીઓને એને એને સમજવાની કોશિશ કરવા લાગ્યો.
આરોહીની આંખો ભીની થયી ગઈ, આરવને આમ ચુપ ઉભો જોઈ ને, એ કોઈ પણ પ્રકારના જવાબની આશા ન રાખતાં, એ પાછી ફરી અને ચાલવા લાગી, એક પગલું આગળ ચાલી, એ એક જ પગલું ચાલ્યા બાદ જેવુ જ એ બીજુ પગલું ભરવા જાય છે કે આરવ ...
આરવ : ( થોડો મંદ મંદ મલકાયો, આરોહીનો હાથ પકડી એની આંખો માં આંખો નાખી આત્મવિશ્વાસ સાથે બોલવા લાગ્યો ... )
તને Cup કે રકાબીમાં ચા પીવા કરતાં, માટીના કુલ્લડ માં ચા પીવી વધારે ગમે છે ...
આરવ : ( આરવ આરોહીની આંખોમાં આંખો નાખી પૂરા આત્મવિશ્વાસ સાથે બોલવા લાગ્યો કે ... )
તને Cup કે રકાબીમાં ચા પીવા કરતાં માટીના કુલ્લડની ચા વધારે ગમે છે.
તને ટામેટાનું શાક નથી ભાવતું, પિત્ઝા બર્ગર પણ તું ટામેટા કાઢી ને ખાય છે.
તને Bollywood - ઢોલીવૂલ ગીતો કરતાં, મનહર ઉદાસ, પંકજ ઉદાસ, જગજીતસિંહ અને અનુપ જેલોટા સાહેબની ગઝલો સાંભળવી વધારે ગમે છે.
નદી કિનારે કે તવાળની ભીની માટી ખોતરી, એમાં અલગ અલગ ભાત ચિત્રો બનાવવા બઉ ગમે છે.
જ્યારે કોઈ વાતથી તું મન થી દિલ થી ઉદાસ હોય, તો એ વાતને કોઈની સાથે શેર કરવા કરતાં ખુલ્લા પ્રાકૃતિક વાતાવરણમાં જઇને એ આંતરિક લાગણીઓને પોતાનાજ હાથે એ સફેદ કાગળ પર ઉતારવી તને વધારે ગમે છે ...
આરોહી આ બધું સાંભળી ત્યાં જ સ્તબ્ધ થયી ગઈ.
આરોહી : તને આ બધુ કઈ રીતે ખબર ?
આરવ : મે કહ્યુ હતુ ને તને, પ્રેમ is equal to Adjustment !
તને કુલ્લડની ચા ગમે છે ને મને Coffee. તો આપડે અઠવાડિયાના 3 દિવસ હુ તારી સાથે તારા હાથની કુલ્લડની ચા પી લઈશ, 3 દિવસ તું મારી સાથે Coffee નો taste લઈ લેજે.
તને ટામેટાનું શાક નથી ભાવતું, અને મારુ એ Favourite છે. કોઈ દિવસે મારા માટે ટામેટાનું શાક બનાવી દેજે, અને એ દિવસે તારા માટે તારી મનગમતી વાનગી હુ બનાવી દઈશ,
જ્યારે જ્યારે બહાર નાસ્તો કરવાનું કે જમવાનું plan હસે તો તારા fav. પિત્ઝા બર્ગર માથી ટામેટાને મારા આ જ હાથે એમાંથી દૂર કરી આપીશ.
પછી તું મને તારું જ્યારે મન થાય ત્યારે - તારા અવાજમાં એકાદ ગઝલ સંભળાઈ દેજે, એકાદ દિવસ ખુશીના માહોલમાં મારી playlist ના ગીતો પર આપડે બંને નાચી લેશું.
વર્ષમાં એકાદ વાર નદી કિનારાના જગ્યાએ ફરી આવશું, હુ નદી મા છબછબીયા કરી લઈશ, તું એની ભીની માટીમા ભાત ચિત્રો બનાવી આનંદ મેળવી લેજે.
અને હા અંતે ! હુ બસ એટલું જ ઇસ્છુ છુ કે હવે જ્યારે તું કોઈ વાતથી મનથી ઉદાસ થાય ને તો લાગણીઓને કંડારવા માટે કાગળના પેપર શોધવાને બદલે તું મને શોધે ? That's all !
આરોહી આંખો આંસુઓથી ભીની થવા લાગી હતી, almost છલકાઈ જ રહી હતી, આટલુ સાંભળયા બાદ શાયદ આ પહેલી વાર હતું જ્યારે કોઈએ એ બંધ પુસ્તકને આટલું રસથી વાંચ્યું હોય, અને સમજ્યું હોય.
એ ઉત્સાહમાં એની તરફ ભાગી, અને એને ગળે લગાવવા માટે એની બિલકુલ નજીક જઈને ઉભી રહી. એને ખુશીથી આંસુઓથી ભરેલી આંખો સાથે આરવને ગળે લગાવવા માટે એના હાથ ફેલાવ્યા કે એને અચાનક એ ફરી ઉભી રહી.
શાયદ ફરીથી એને કોઈ પ્રશ્ન એને મૂંઝવી રહ્યો હતો. આરવ પણ ફરીથી જાણે એની મુજવણ દૂર કરવા તૈયાર થયી ગયો હોય, એમ એના પ્રશ્નને ધ્યાનથી સાંભળવા અધીરો બની ઉભો રહ્યો.
આરોહી:
( અડધી ભીની આંખો સાથે, જાણે બસ આ એક સવાલનો જવાબ મળી જાય તો ક્ષણભરમાં એને ગળે લગાવી દેવાની એ છેલ્લી આશા અને હિંમત સાથે એને પૂછ્યું ... )
"એક છેલ્લો સવાલનો કરુ?..."
આરવ: (થોડો શાંત થયો અને મોઢા પર મીઠી મુસ્કાન સાથે બોલ્યો)
"પૂછ…"
આરોહી: (એ એની આંખોમાં જોઈ બોલી ... )
મે મારી આસપાસ લોકોના પ્રેમને સમય સાથે બદલતા જોયો છે, ગમતા વ્યક્તિમાંથી રસ ઉઠતા જોયો છે, એક સમયે સંબંધોમાં પ્રેમ ઓછો થતાં જોયો છે. તો મારો સવાલ બસ, એટલો જ છે આરવ કે;
"તુ મને ક્યાં સુધી પ્રેમ કરીશ ?"
આરવ: ( આરવ એકદમ ચુપ થયી ગયો. જાણે આમ એના આ સવાલનો કોઈ જવાબ જ ના હોય. પણ એની વાત કે લાગણીઓને સમજવાનો પ્રયત્ન કર્યો. એણે પોતાની આંખો બંધ કરી થોડી ક્ષણો ઊંડેથી વિચાર્યું, એના એ છેલ્લા સવાલ પર જાણે આખું ભવિષ્ય નિર્ભર હોય, અને અચાનક આંખો ખોલી, ઝડપથી પોતાની બેગની ચેઈન ખોલી, એના ભેટમાં આપેલું એ પ્લાસ્ટિકનું લાલ ગુલાબ નીકાળ્યું અને એની આગળ ધર્યું ...)
આરોહીએ ફૂલ જોયું – એ ફૂલ Plasticનું હતું, પણ એને કઈ જ સમજાયું નહિ. એ બસ આરવના જવાબની રાહમાં સૂનમૂન ઉભી રહી.
હવે જવાબ આપવાનો વારો આરવનો હતો... એને કહ્યુ...
તે પૂછ્યું ને મને, "હુ ક્યાં સુધી પ્રેમ કરીશ તને?"
તો સાંભળ ... ( પ્લાસ્ટિક નુ એ ફૂલ એની આગળ ધરતાં કહ્યું ... )
"જ્યાં સુધી આ ફૂલ "કરમાઈ" ના જાય ત્યાં સુધી..."
હવાની લહેર જાણે આમ અચાનક ધીમી થઈ ગયી. સૂકા પાનખરના સમયમાં ઝાડ પરથી પડતાં એ આછા લાલ પાંદડા એમની બંને પર પડી રહ્યા હતા. આરવને એના પારદર્શક ચશ્મામાં આરોહિની અડધી ભીની આંખો સ્પષ્ટ પણે દેખાઈ રહી હતી.
આરોહી ત્યાંજ સ્તબ્ધ થઈ ગયી હતી. જાણે આમ Statue થઈ ગઈ હોય. બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હતા. આમ તો આરોહી સુંદર હોવાથી એને ઘણાં proposal આવેલા, પણ આવી રીતે કોઈએ પહેલી વાર propose કર્યું હતું.
આરોહીએ હિંમત કરી, ભાન ભૂલી અને બે કદમ ચાલી ને કઈ પણ લાંબું વિચારતા પહેલા એક કદમ આગળ ભરી જોરથી આરવને એક પ્રેમાળ અને હેતભર્યું tightly Hug કરી લીધું. સમય જાણે ત્યાં જ સ્તબ્ધ થયી ગયો હોય. એક રીક્ષા ત્યાંથી પસાર થયી, અને એમાં એક ગઝલ સંભળાઈ રહી હતી, જેના શબ્દો હતા ...
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હસે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હસે.
The End