Father and Son - The Battle of Two Dreams in Gujarati Drama by Pravin Bhalagama books and stories PDF | પિતા અને પુત્ર - બે સપનાની લડાઈ

Featured Books
Categories
Share

પિતા અને પુત્ર - બે સપનાની લડાઈ



એક સાદું ઘર, એક શાંત વાતાવરણ. પિતા વિશ્વનાથ પોતાના મૌન જગતમાં અડગ બેઠા, એક તાજુ આવેલ News પેપર હાથમાં લઈને રસપૂર્વક વાંચી રહ્યા હતા.એ જ રૂમના દીવાલ પર એક સ્ત્રીનો ફોટો છે, એના પર હાર ચડાવેલો છે કદાચ એ વિશ્વનાથની પત્ની હતી. જેને સ્વર્ગવાસી થયાના 20 એક વર્ષ થયાં હસે. બહારના ભાગમાં ઘરના ખૂણે, થોડું જૂનું પણ હંમેશા ભાવસભર લાગતું એ second-hand લાવેલું સોફા, જ્યાં "વીર" બેઠો બેઠો Youtube પર ફોટોગ્રાફીની નવી નવી ટેક્નિક્સ શીખી રહ્યો હતો – angles, lighting, composition... એકલો અને પોતાનાં વિચારોમાં ગુમ ! એને બાળપણથી જ photography નો ખુબ જ શોખ હતો. પ્રકૃતિની, લોકોની કે પોતાના જીવનની એ કેટલીક અદ્ભુત પળોને capture કરવુ ખૂબ જ પસંદ હતું. 

પંખો ધીમી લયે ફરતો હતો - દીવાલ પર ટાંગેલા ફોટા… ના,ના !  એ ફોટાઓ નહોતાં માત્ર તસવીરો, એ તો સમયના ફ્રેમમાં કેદ થયેલા યાદોના ટુકડા હતાં. ખાસ કરીને એક ફોટો, જે બઉ ખાસ હતો– જે વીરે પોતે જ મોબાઈલથી જ્યારે પેલ્લી વાર Photography કરી હતી એને કાચથી frame કરાવી દીવાલ પર લટકાવેલો, ઘરનાં મહેમાનોનાં હોય કે ઘરના જ સભ્યોને, વારંવાર આકર્ષિત કરતો અને મૌન પ્રશંસાને જમાવી લેતો. સુજાતા વિરની બહેન અને વિશ્વનાથની એકની એક દીકરી નવા કપડામાં તૈયાર થયી છે, NEWS પેપર વાંચતા પિતાને ગરમ ગરમ ચા નો કપ પકડાવી અને પોતાની બહેનપણી ની birthday party મા જવા માટે ડરતા ડરતા સંમતિ માંગે છે, પિતા, એની તરફ આંખો કરે છે એ થોડી ગભરાઈ જાય છે પણ પિતા જલ્દી આવવાનું કઈ "હા" પાડી દે છે. સુજાતા જલ્દીથી પોતાના ભાઈ પાસે આવી જાય છે, અને હવે ..........

સુજાતા : ભાઈ ! 
વીર : હા, બોલ બેન, શું થયું ? 
સુજાતા : મારે 2000/-₹ ની જરૂર છે અત્યારે જ ! બહેનપણીની Birthday Party મા જાઉં છે. 
વીર : (થોડું વિચાર્યા બાદ) પોતાની પાકીટ ખોલે છે, (ત્યાજ સ્તબ્ધ થઈ જાય છે, પાકીટ ખાલી હતું)

સુજાતા : ભાઈ, ભાઈ, ભાઈ (ખભો પકડીને) 
વીર : હા, હા, હા... એ....ક મિનિટ (He calls someone) Hello, ભાઈ ગણેશ ! મારે અચાનક જ 2000 રૂપિયાની જરૂર પડી છે, આપી શકીશ ? (હા, ભાઈ મળી જસે, સામે થી અવાજ આવે છે.) Okay, ભાઇ ! Thank you ...

વીર એ 2000 રૂપિયા સુજાતાને online transfer કરે છે.

સુજાતા : thank you ભાઈ, you are the best brother ... વીર : બસ હવે, વધારે માખણ લાગવું, શરીર માટે હાનીકારક છે ...

સુજાતા : Hmm, શું ભાઈ તમે પણ !

વીર : અરે પાગલ, મમ્મીને ગુજર્યા બાદ એક તું જ તો એકમાત્ર મારો સહારો બની છે, જેના ખોળામાં માથું રાખી ને રડી સકું છુ, હસી સકું છુ ... સુજાતા : બસ હવે ભાઈ, હવે તમને mnie Emotional કરી રહ્યા છો ! વીર : (એક મીઠી smile સાથે), چل જા હવે, તને મોડું થતુ હસે ! સુજાતા : અરે, હા ! Bye ...

(આ દૃશ્ય એમના પિતા એક જ નજરે જોઈ રહ્યા હતા !)

સુજાતા તેના પપ્પાને અચાનક એક નજરે જોતા થોડી દરી જાય છે, અને શાંતિ થી ચાલી જાય છે ...

વિશ્વનાથ : આમ, કેટલા દિવસો સુધી બીજા પાસેથી પૈસા માંગી માંગી ને તારી બેન ની જરૂરિયાતો પૂરી કર્યો રહીશ ! ગ્રેજ્યુએટ પૂરુ થયાં ના 2 વરસ થયા, હજુ તારું કઈ ઠેકાણું પડ્યું નથી ! અરે કોઈ નોકરી ધંધો કર, કેટલા દિવસ આમ ને આમ ભટકતો રહીશ ...

વીર : અરે, પપ્પા શું નોકરી નોકરી નોકરી કર્યા કરો છો ? School / collages મા શીખવાડે છે કોઈ એક Goal નક્કી કરી માત્ર તેના પર focus કરો, અને ઘર આવો એટલે દરેક ના માઁ બાપ શીખવાડે, જે મળે છે એ નોકરી લઈ લો ! આમા ને આમા દુનિયામાં 70 ટકા આબાદી stress અને Depression મા નોકરી / ધંધો કરી રહ્યા છે, અને એમાં જ જીવી રહ્યા છે !

વિશ્વનાથ : (ગુસ્સા સાથે ), એક મિનિટ, એટલે તારું કેવુ એમ છે કે બધા માઁ બાપ પોતાના બાળક પર pressure પેદા કરે છે, એમને શાંતિ થી જીવવા નથી દેતા,  બધા માઁ બાપ ગુનેગાર છે ? અરે આજની Generation ના બાળકોને પોતાના parents માટે જરાય Respect નથી, અને સામે થી જબાન લડાવે છે ! અરે, 2 વર્ષમા પેલા જગદીશભાઈ નો છોકરો સરકારી મા લાગી ગયો, કઈક શીખ એની પાસે થી, આ કળિયુગ છે બેટા અહીંયા પૈસા વગર કઈ નથી, પૈસા છે તો જ સંબંધ છે, પૈસા નહી હોય તો ભાઈ પણ સગો નહિ થાય !!!

અને હા, શું કરે છે તુ પેલુ, જાડ ના પંખીઓના ફોટા પાડ્યા કરે છે, બેટા ! એમના ફોટા પાડવાથી આપડુ ઘર નહિ ચાલે, કોઈ સરકારી નોકરી ધંધો કરો, અને પૈસા કમો, બસ !

વીર : પણ, પપ્પા Photography મારી hobby છે, અને એને હુ પોતાનુ Profession બનાવવા માંગુ છુ.

વિશ્વનાથ : કેટલુ સમજાવુ તને? , એ બધા ગાંડાવેડા છોડ અને સીધા રસ્તા પર આવી જો, જલદી !

વીર : શુ ગાંડવેડા, કહ્યું ને પપ્પા Hobby છે મારી એ, અને રહી વાત નોકરી ધંધાની તો હુ તો Photographer જ બનીશ ! નહીતર ...

વિશ્વનાથ : નહિતર ... નહીંતર શું ? (ગુસ્સા સાથે ) બોલ, નહિતર શું???

વીર : મરી જઈશ ...

વિશ્વનાથ આવીને વીરના ગાલ પર    જોરથી એક લાફો મારી દે છે ! એને વીર ઢળાઈને એક બાજુ પડી જાય છે,

વિશ્વનાથ : અરે, ૧૦ માં ધોરણમાં ૮૪ ટકા, અને ૧૨ માં ધોરણમાં ૮૦ ટકા છે તારે, Graduation માં ૮૨ ટકા લાવેલો છે તું, જે આખી કોલોની મા કોઈ નથી કરી શક્યું, એ તે કર્યું છે અને તોય બનવું છે શું ... Photographer અરે, આ સમાજ શું વિચારશે ? એ તો જો ... વીર : અરે, સમાજ શું વિચારશે એના થી મને કોઈ ફર્ક નહિ પડતો,પપ્પા ! અમે એ Generation ના બાળકો છીએ જેમને એ વિચારથી ફરક પડે છે કે એમના મા બાપ શું વિચારે છે !

એમને એ વાત થી ફરક પડે છે, કે અમારા failure મા અમારા મા બાપ અમારી સાથે હસે કે નહિ ?

એમને એ વાતથી ફર્ક પડે છે કે જો જિંદગીમાં અમે ક્યારેક હારી જસુ, fail થયા જસુ તો જીંદગીની એ પરીક્ષામાં અમારા મા બાપ અમારી સાથે હસે કે નહિ ?

યાદ છે પપ્પા, ૧૦ માં ની Exam ના એક મહિના પેલા મારી તબિયત ખરાબ થયી ગયેલી, Himoglobin ની કમીને કારણે મને વારંવાર ચક્કર આવતા હતા, ત્યારે પૂરા એક અઠવાડિયા સુધી મને બાટલા ચડાવ્યા હતા, ત્યારે મારા એ નબળા સમય માં સમાજ મારી સાથે નોતી, તમે હતા, પપ્પા !

અરે, આજની જનરેશનના બાળકોને પોતાના મા બાપ સાથે લેવા દેવા છે, સમાજ સાથે નહિ !

જ્યારે કોઈ બાળક પોતાની જિંદગીમાં સપનાં પૂરાં કરતો કરતો હારી જાય છે, fail થઈ જાય છે, અને અંતે આત્મહત્યા કરી લે છે ... તો એ છેલ્લા પત્ર મા શું લખે છે ? ખબર પપ્પા ...

Sorry ! સમાજ Sorry! Teachers Sorry ! Friends ના ... એ લખે છે Sorry ! મમ્મી પપ્પા !

(વિશ્વનાથની આંખો હવે, ભીની થયી રહી છે ... )

નથી થતી મારાથી સરકારી નોકરીની તૈયારી, નથી કરી શકતો હુ ૧૦/૧૨ કલાકનુ વાંચન... શું જે લોકો સરકારી નોકરી નથી કરતા અને પોતાનુ Profession પસંદ કરીને કામ કરી રહ્યા છે, એ લોકો ખુશ નથી ?

આજની જનરેશન ના બાળકોને પોતાના પિતાને મિત્ર બનાવા માંગે છે, પપ્પા ! એ આશા રાખે છે કે જ્યારે એ પોતે ક્યારેક fail થયી જાય, તો એનો બાપ એનો હાથ પકડી ફરી ઉભો કરે !

પણ, આજના પિતાઓ ને, પપ્પાઓને સમાજ શું કહેશે એ ડર છે, એની શરમને કારણે ક્યાંક પોતાના જ બાળક સાથે મિત્ર તરીકેનો વ્યવહાર નથી કરી શકતો, એ થી બાળક પોતાની problems / feelings / isuues કોઈની સાથે share નથી કરી શકતા, અંદર ને અંદર રડે છે, અને અંતે ....... મા બાપ ની એજ એક શરમાવાની આદત ને કારણે એ બાળક બધા વચ્ચે હોવા છતાં એકલું માને છે, અને ક્યાંક તો એ આત્મહત્યા સુધી કરી લે છે !

( વીર, આટલું બોલ્યા બાદ એકદમ ચુપ થયી જાય છે, હવે ત્યાં pindrop silence છે. )

વિશ્વનાથ આવીને વીરને ભેટી પડે છે, એક બીજાને ખૂબ જ જોર થી જકડી રાખે છે, જાણે વર્ષો જૂની પરંપરા તોડીને એક પ્રેમી બીજા પ્રેમીને ગળે લાગે છે એમ, બંનેની આંખો આંસુઓ થી છલકાઈ રહી હતી ! (થોડીવાર પછી વિશ્વનાથ, આંખોમાંના આંસુઓને સાફ કરતો કહે છે ... )

વિશ્વનાથ : બન, તારે જે બનવું હોય તે બન, અને જો તું fail થઈશ ને બેટા, તો જેમ તે કહ્યું એ પ્રમાણે તારો બાપ હુ પોતે છુ તારી સાથે ! તારી સફળતામાં પણ અને તારી નિષ્ફળતામાં પણ . હુ હંમેશા તારી સાથે છુ, બેટા અને હા એક "પિતા" તરીકે નહિ, એક "દોસ્ત" તરીકે !

પિતા રડતા રડતા પોતાના રૂમ તરફ ઝડપથી ચાલ્યા જાય છે, વીર ત્યાજ sofa પર બેસી જાય છે, તે કોઈ વાતે દુઃખી નોતો પણ એની બન્ને આંખોમાંથી આવતી આંસુઓની એ ધારાઓ ચોખ્ખી દેખાઈ રહી હતી !



The End