Interview in Gujarati Love Stories by Pravin Bhalagama books and stories PDF | મુલાકાત

Featured Books
Categories
Share

મુલાકાત


એક છોકરો બસ સ્ટેશન પર આંટા ફેરા કરતો હોય છે અચાનક એક સુંદર છોકરી ને બસ સ્ટેશન મા આવેલ વેટિંગ સીટ પર બેઠેલી જુએ છે. છોકરો એક જ નજરે તેની સામે જોઈ રહે છે એક મિનિટ, બે મિનિટ, પાંચ મિનિટ તેની અને એ છોકરી વચ્ચે માત્ર 12 પગલાંનો ગાળો હતો અને ૧૨ પગલાના ગાળામાં લોકોને અવર-જવર સતત ચાલુ જ રહેતી, પણ એ છોકરાને માત્ર એક જ છોકરી દેખાઈ રહી હતી. તેમ જાણે અર્જુનને માત્ર પોતાનું લક્ષ દેખાઈ રહ્યું હતું એમ, અને અચાનક પાછળથી આવતા એક વ્યક્તિનો ધક્કો પેલા છોકરો ને અડી જાય છે અને એ વાગેલો ધક્કો ૧૨ પગલાના અંતરને માત્ર ૪ પગલામાં ફેરવી દે છે. એ છોકરો સીધો જ પેલી છોકરી seat નજીક જઈને પડે છે એ છોકરી અચાનક આશ્ચર્ય સાથે એને ઊભો કરવાની કોશિશ કરે છે અને અન્ય બે ચાર લોકો પણ તેને ઉભો કરવા માટે આવી જાય છે. લોકો તેને ઉભો કરી એ જ વેટિંગ સીટ પર બેસાડે છે જેના પર પેલી છોકરી બેઠી હતી. ધક્કો વગડેલ વ્યક્તિ બે ત્રણ વાર સોરી-સોરી કઈ અને નીકળી જાય છે. છોકરાએ કંઈ વાંધો નહીં, માફ કર્યા તમને એમ કહી અમને જવાનું કહે છે !


હવે તે છોકરો અને છોકરી બંને એક જ seat પર એક બીજાની આજુબાજુમાં બેઠા હતા. લોકો પોત પોતાના કામે વળગી જાય છે. છોકરાના હૃદયની ધડકન પૂર્ણ સ્વરૂપથી ધબકવા લાગે છે.  છોકરી તેની તરફ અચાનક ફરીને કહે છે ...


છોકરી : ફોનમાં મળશે તમારો ! એક ફોન કરવો છે ?

છોકરો : ( મનમાં - અરે ફોન શું તમે કહો તો મારું નામ અટક, સરનામું બધું આપી દઉં તમને. )

છોકરી : ઓ હેલો ! તમને કહું છું ફોન મળશે તમારો ?

છોકરો : હા, હા, એક જ મિનિટ લો ...


( છોકરી ફોન લઈને એક નંબર ડાયલ કરે છે અને બે રિંગ વાગ્યા બાદ ફોન ઉપડી જાય છે અને સામેથી અવાજ આવે છે કોણ ? )


છોકરી : મમ્મી !

છોકરો : સાસુમા ( મનમાં- ખુશ થઈ જાય છે )

છોકરી : હાલો, મમ્મી આરતી બોલું છું !

છોકરો : ( મનમાં- વાહ, શું નામ છે ! "આરતી" )

છોકરી : મમ્મી મારી બસ આજે બે કલાક માટે લેટ છે, તો મને ઘરે આવતા આજે વાર લાગશે, એટલે તું ચિંતા ના કરતી.

છોકરો : ( ધીમેથી બબડાવા લાગ્યો- અરે સાસુમા ! તમે હા પાડતા હોવ તો છેક ઘરે મુકવા આવું ) આવો બડબડ અવાજ ફોનમાં પેલી છોકરીને મમ્મીને સંભળાઈ જાય છે ...

મમ્મી : કોની સાથે છે તું? કોણ બેઠું છે તારી બાજુમાં ?

છોકરી : બ...બ...બ... બાજુ માં ? ક...ક...ક... કોઈ નથી ! મારી, મારી બાજુ માં તો મારી બેનપણી બેઠી છે

મમ્મી : એવું એક ફોટો પાડી ને મોકલ ને મને!


( છોકરો થોડો ગભરાઈ જાય છે એને કપાળ પર ચિંતા મા નીકળેલ પરસેવાની ધાર ચોખ્ખી દેખાઈ આવી રહી હતી, તે ડરથી અચાનક પોતાની જગ્યાએથી ઊભો થઈ જાય છે, અને તેના પગ થર થર થર ધ્રુજવા લાગે છે ... )


છોકરી : હા મમ્મી એક જ મિનિટ ફોટો મોકલાવું છું .


( છોકરી પહેલા છોકરાને હાથેથી ખેંચી પોતાની પાસે બેસાડે છે અને એક સેલ્ફી પાડે છે ... )


છોકરો : એક ફોન કરવા દો ને મને પણ, Ambulance બુક કરવી છે. આપડો ફોટો જોયા પછી એમ પણ તમારી મમ્મી બે-ચાર આદમીઓને મોકલશે મારા હાથ પગ ભાગવા, એ સમયે કદાચ મારા હાથ પગ કામ ના કર્યા તો ... !  એટલે પહેલેથી બુક કરાવી લઉં ...


છોકરી : ચુપ રે ને હવે, ડાહ્યા ..  chill યાર, ( આંખ મારતા કહ્યું ) કઈ નહિ થાય તને ...


એ એના મોબાઈલમાં Face app નામનું application Download કરે છે. પછી એ સેલ્ફી ને face app માં અપલોડ કરે છે અને પાસે રહેલ છોકરાને છોકરીના face માં replace  કરી દે છે અને ઝડપથી એની મમ્મીને એમના જ નંબર પર એ ફોટો મૂકી કરી દે છે ...


મમ્મી : ( ફોટા જોઇને, 2 મિનિટ પછી ફરીથી આરતી ને કોલ કરે છે ) આ કઈ બેનપણી છે? હું તો તારી બધી બેનપણી ને ઓળખું છું ?


છોકરી : એમ વાત છે કે મમ્મી .... કે આ નવી બેનપણી છે, અત્યારે જ બનાવી છે .


મમ્મી : અચ્છા ઠીક છે, પણ સાંભળ ! તારા પપ્પા ઘરે આવે તેમની પહેલા આવી જજે .

છોકરી : ઠીક છે ! મમ્મી, આવી જઈશ .


( ફોન કટ થઈ જાય છે અને પરત કરી દે છે ... )


છોકરી : Thank you

છોકરો : હા, Your welcome


છોકરી થોડું હસીને પહેલા જેમ હતી, તેમ બસની રાહ જોવા લાગે  છે ...


છોકરો : ( ઉંડો શ્વાસ ભરીને ) તમને અહીંયા ક્યારે જોયા નથી ?

છોકરી : બેનપણીના લગ્ન હતાં આજે, તો તેને અહીંયા મળવા આવી હતી ?

છોકરો : ઓહો, by the way મારું નામ "મનન".

છોકરી : મનન

છોકરો : હા, મનની વાતો જાણનારો ! મનન

છોકરી : મારું નામ

છોકરો : આરતી ( ઉતાવળથી )

છોકરી : તમને કઈ રીતે ખબર ?

છોકરો : મનન, મનની વાતો ને જાણનારો

છોકરી : ( હસતા હસતા) શું તમે પણ ... !


( મનન એને comfortable feel કરાવા અને વિશ્વાસુ બનવા માટે એની જ Dial pad અને Whatsapp માંથી Call કરેલો Number delete કરી દે છે, જેથી એને થોડુ secure feel થાય ... )


આરતી : Thank you


( હવે, આરતી પણ મનન સાથે Comfortable feel અને secure feel કરવા લાગી હતી ! )


( બંને વચ્ચે વાતોની શરૂઆત થાય છે, મનન તેને બસ આવે ત્યાં સુધી સાથે નાસ્તો કરવા માટે ઓફર કરે છે, શરૂઆત મા તો આરતી ના પાડે છે. )


મનન : અરે, ચાલો ને એમ પણ તમારી Bus ૨ કલાક મોડી છે, ત્યાં સુધી ભૂખ્યા પેટે ન રેવાય !

આરતી : અરે, ના ના ચાલશે !

મનન : અરે, બિલ તમારાં માથે નહિ રાખું બસ, હુ આપીશ, હવે તો ચાલો !


આરતી આ રમૂજ સાથે, થોડી વધારે Comfortable થયી જાય છે, અને બન્ને  bus stand માં જ એક જગ્યા એ નાસ્તો કરવા માટે ચાલ્યા જાય છે અને એક ટેબલ પર સામ સામે બેસી જાય છે, આરતીને પહેલી વાર જાણે કોઈ આમ અલગ રીતે એની સાથે વ્યવહાર કરી રહ્યું હોય  એવું વ્યક્તિ મળ્યું, જેની સાથે આટલી જડપે એક Connection બની રહ્યું હોય એમ લાગ્યું, માટે હવે એ પણ થોડી ખુલીને વાતો કરવાનું નક્કી કરે છે ... )


( મનન સૌથી પેલા એક seat par એને બેસાડે છે, અને એની સામેની જ seat પર જઈ ને એ બેસી જાય છે ! )


મનન : શું ગમે છે ?

આરતી : તુ ! ( Flirt કરતા )

મનન : ( મનમાં શરમાતા ) ઓ Madam ! નાસ્તા મા શું પસંદ કરશો ! એમ પૂછું છું?

આરતી : જે તુ તારા હાથે ખવરાવે ! ( ફરીથી flirt કરતા )

મનન : ( મનમાં હરખાય છે ), વડાપાવ ખાઈસ !

આરતી : હા, મારૂ favourite છે

મનન : મારુ પણ !


બંન્ને એક બીજા ની આંખોમાં આંખો પરોવીને બેઠાં છે, બન્ને માંથી કોઈજ કઈ બોલી નથી રહ્યુ ! Waiter વડાપાવ લઇ ને આવે છે, અને કહે છે ...


Waiter : Sorry sir ! નાસ્તાની ડીસો બધી પતી ગયી છે, ખતમ થયી ગઈ છે, તો તમારે બન્ને ને આ એક જ ડિસ માં adjust કરવુ પડશે !

મનન : ( Waiter ને આંખ મારતો ...  ) Thank you


( મનન પોતાના હાથ થી એને વડાપાવ ખવડાવે છે, એક અને મોઢે વળગતા વડાપાવ ના ટુકડા ને સાફ કરતો જાય છે, અને ખવડાવતો જાય છે, વડાપાવ ના છેલ્લા વધેલા નાના ટુકડાને ખવડાવતા આરતી મનનની આંગળી પર ધીમે થી બચકું ભરી લે છે, અને મનન જલ્દી થી હાથ ખેંચી લે છે અને ફૂંક મારવા લાગે છે, આરતી આ જોઈ ખડ ખડ હસવા લાગે છે ... )


Announcement at bus station 🚉


સુરત જવા વાળી બસ 15 જ મિનિટમાં આવી રહી છે સર્વયાત્રીગણ ખાસ નોંધ લે ! વિક્ષેપ માટે માફી !!!


આરતી : ઓ...  મારી બસ આવવાની થોડી જ વાર છે !

મનન : હા, એક જ મિનિટ હો ! અહીંયા જ બેસજો, ( ત્યાંથી ઊભો થઈ જાય છે, અને ત્યાં બાજુમાં રહેલા store પર બે ચોકલેટ ખરીદવા જાય છે, અને આરતી એનો mobile લઇ કઈક કરી રહી હતી, મનન આવે છે અને એને એનો મોબાઈલ પરત કરે છે, મનન એનો મોબાઈલ પોતાના ખિસ્સા માં મૂકી દે છે ... )

મનન : આ લે, Choclate !

આરતી : અરે આ... આ... આ શું છે ? આની શું જરૂર હતી ?

મનન : મુલાકાત( મીઠી મુસ્કાન સાથે કહે છે. )

આરતી : મતલબ

મનન : મતલબ એ કે આ ચોકલેટ તમને આપડી આ મુલાકાત યાદ રખાવશે !

મનન : આ ચોકલેટ નુ રેપર સાચવી ના રાખતી પાછી ! નહીતર, મને ભૂલી નહિ સકે ! ( એમ કહી મીઠી smile આપે છે )

આરતી : હા, ડાહ્યા ! ( કહી એ પણ એને પરત Smile આપે છે. )


( આરતી ને બસ આવી જાય છે અને તે પોતાની બસ તરફ નીકળી જાય છે તેનો સામાન ઊંચકીને મનન તેની પાછળ પાછળ પાછળ જાય છે અને બસમાં તેને સીટ સુધી પહોંચાડે છે એને એક comfortable સીટ શોધી આપે છે તેના સામાનને વ્યવસ્થિત જગ્યાએ મૂકી દે છે, અને પરત નીચે ઉતરી જાય છે ...  )


નીચે ઉતરીને એક છેલ્લી વાર તે બસમાં બેઠેલી અને અમૂલ્ય પળો જેની સાથે વિતાવી હતી, તેને એકવાર તેને જોવા માટે નજર કરે છે અને એ જ સમયે આરતી પણ એ બસની બારીમાંથી મલક મલક મુસ્કાન સાથે મનનને જ જોઈ રહી હતી ...  બંન્ને એક બીજા તરફ એક મીઠી સ્માઈલ આપી રહ્યા હતા. Surat ની એ Bus છેક બસ સ્ટેન્ડથી બહાર જતી રે ત્યાં સુધી મનન માત્ર ને માત્ર એ બસ તરફ જોઈ વિતાવેલી પળો ને યાદ કરી રહ્યો હતો ...


Bus જતી રહે છે, પણ મનન હજુ ત્યાં જ ઉભો છે, એ ફરી ને બન્ને જે seat પર બેઠા હતા એ seat ને જુએ છે. એને અચાનક phone વાગે છે, એ જુએ છે તો Company નો ફોન હતો, કંટાળી હલકા ગુસ્સા સાથે ફોન કટ કરી દે છે. પણ, એની નજર phone wallpaper પર પડે છે, Wallpaper મા એની અને આરતી ની સેલ્ફી હતી, જે મનન ચોકલેટ લેવા ગયો ત્યારે, આરતીએ એમના ફોટા ને વોલપેપર મા મુકી દીધેલો ...


મનનના મોઢા પર હલકું હાસ્ય ઝળકાય છે, સાથે એની આંખો હવે થોડી ભીની થવા લાગી છે, આંશુ હરખના

હતા, એના મોઢા પર એ મીઠું હાસ્ય હતુ જે એના જીવનની સૌથી યાદગાર પળો નુ પરિણામ હતુ ...


The End