18 વર્ષની છોકરી ( અસ્મિતા )ની સગાઈ ચાલી રહી છે. જેવો જ એનો fiance આકાશ એને Engagement ring 💍 પહેરાવવા જાય છે ત્યાં અચાનક જ વાતાવરણ બદલાઈ જાય છે. અચાનક ખૂબ તુફાન આવા લાગ્યું, ઘરના બારી બારણા ખુલ્લા બંધ થવા લાગ્યા, એનો ખડખડ અવાજ બધાને ડરાવી રહ્યો હતો. કોઈએ જઈને એ બધા બંધ કર્યા. ઘરમાં Lights પોતાની રીતે On/Off થવા લાગી. કેટલાક bulb અને Tubelights પોતાની રીતે તૂટી પડી અને એના કાચના ટુકડા જમીન પર વિખેરાવા લાગ્યા. આકાશનો સગાઈ કરવા આવેલ પરિવાર ડરી ગયો અને દરવાજો ખોલી ભાગવાની તૈયારી કરી. બધા, દરવાજા તરફ ભાગ્યા પણ ખૂબ જોર કરતાં હોવા છતાં દરવાજો ખુલી નોતો રહ્યો. અચાનક, એ અસ્મિતા અજીબ રીતે હસવા લાગી. ધીરે ધીરે એની એ હાસ્ય બધાને ડરાવવા લાગ્યું. અસ્મિતાના પિતા દુર્જનસિંહે એની તરફ ગયા અને એનો હાથ પકડી એને ભાનમાં લાવવાની કોશિશ કરવા લાગ્યા.
દુર્જનસિંહ : અસ્મિતા, બેટા અસ્મિતા !
અસ્મિતા એ પોતાના પિતા દુર્જનસિંહ ને જોરથી ધક્કો માર્યો અને એમને દૂર ફેકી દીધા. અસ્મિતાનો પરિવાર અને આકાશનો પરિવાર એમને ઊભો કરવા તરફ ગયા. દુર્જનસિંહને ઊભા કર્યા.
આકાશની મમ્મી : શાયદ, અસ્મિતા ને કોઈ વળગાડ વળગ્યો લાગે છે ?
આકાશના પપ્પા : અરે ચૂપ રે ! વળગાડ જેવું કઈ નથી હોતું !
બાજુ મા "મારી દીકરી", "મારી અસ્મિતા" નામનું રટણ કરતી એની મમ્મી જોર જોરથી રડી રહી હતી.
દુર્જનસિંહ : કોણ છે તું ? છોડ મારી મારી દીકરીને ! તારા આગળ હાથ જોડું છું, છોડી દે એને !
અસ્મિતા કઈ જ બોલવા તૈયાર નોતી. એ બસ સુનમુન બધાની બાજુ જોઈ રહી હતી. Lights ના ચાલુ/બંધ થતા એ અંધારામાં અસ્મિતાની આંખો સફેદ સફેદ ચમકી રહી હતી. એની આંખોમાં કીકી ને બદલે બસ, સફેદ સફેદ રંગ દેખાઈ રહ્યો હતો. આંખો પણ સફેદ.
અસ્મિતાની મમ્મી એ એની આગળ હાથ જોડ્યા, અને પોતાની દીકરીને છોડવાં માટે કરગરવા લાગી. અસ્મિતા એ ઝડપથી પોતાનું જ માથું સામે રાખેલા ટેબલ પર માર્યું, આ જોઈ એનો પરિવાર ખૂબ ડરી ગયો, હવે અસ્મિતાના માથામાંથી લોહીની ધાર વહેવાની શરૂ થઈ ગયી હતી. ધીરે ધીરે એનો ચહેરો લાલ લોહીમાં રંગાવાનો શરૂ થઈ ગયો હતો. લાલ ચહેરો, ડરાવતી એ મોઢા પરની મુસ્કાન, બધાને તાકી તાકીને જોતી એ સફેદ આંખો.
દુર્જનસિંહ એની આગળ આવ્યા અને પોતાની દીકરી માટે પોતાના હાથ જોડવા લાગ્યા. છોડી દેવાની વિનંતી કરવા લાગ્યા.
દુર્જનસિંહ : તું જે હોય એ મને કહી દે ! કોણ છે તું ? કેમ આ બધું કરી રહી છે ? શું જોઈએ છે તારે ?
અસ્મિતા એ એની તરફ જોયું અને જોરથી એક નામ બોલી ઊઠી અને કહ્યું ...
ભૂલી ગયો મને, તું ભૂલી ગયો. વર્ષો પહેલા કરેલું પાપ તું ભૂલી ગયો.
હું કોણ છું ?
હું છું "રમીલા ......... " ( આમ કહી જોરથી બોલી ઊઠી. )
આટલું સાંભળી દુર્જનસિંહનો ચહેરો આશ્ચર્યમાં ફેરવાઈ ગયો. એના હાથ પગ અને આખું શરીર ધ્રુજવા લાગ્યું. એની પત્ની અને આકાશનો પરિવાર બધાની નઝર બસ, હવે દુર્જનસિંહ તરફ હતી.
કોણ છે આ "રમીલા ?"
"રમીલા"
એક સામાન્ય પરિવારમાંથી આવતી એક યુવતી. એના પિતા ગામના સરપંચના ખેતરને 5માં ભાગે વાવતા, એમની પત્ની અને રમીલાની માતુશ્રી રમીલાને જન્મ આપતા જ પોતાનો જીવ ત્યાગી દીધો હતો. રમીલા એ પોતાનું જીવન પિતાના હાથ, હૂંફ અને પ્રેમ નીચે જ જીવ્યું હતું. રમીલાના પિતાએ ક્યારેય એની માઁ ની ઉણપ ક્યારેય અનુભવવા દીધી નો'તી.
રમીલા અને એના પિતા, એક સામાન્ય 2 ઓરડા વાળા ઘરમાં રહેતા. રમીલાની ઉંમર હવે લગ્ન વયની થયી રહી હતી. ગામના લોકો રમીલાના પિતાએ રમીલાને લગ્ન કરાવી દેવાની સલાહો આપતા અને ક્યાંક એને સુખી પરિવારમાં પરણાવી દેવાં માટે કહેતા.
સરપંચે પોતે એક સારા એવા ઘરમાં રમીલાના લગ્નની વાત કરી હતી. એક પરિવારમાં એનું સગું પણ કરાવ્યું. રમિલાના પિતાએ પોતાના શેઠ સરપંચ પાસેથી ૧૦% ટકા વ્યાજે પૈસા લીધા અને પોતાની એકની એક દીકરીના લગ્ન એક સારા એવા પરિવારમાં કરાવ્યા. લગ્નની વચ્ચે જ છોકરા વાળાઓએ એમને 5 લાખ રૂપિયા દહેજની માંગ કરી. એમના પિતા પાસે હાલ માત્ર ૨ લાખ બચ્યા હતા પણ એમણે બાકીની રકમ જલ્દી આપી દેવાની વાત કરી. પરિવાર વાળા માની ગયા. લગ્ન વિધિ સંપન્ન થયી. વર વધુને લગ્નના પવિત્ર બંધનમાં બાંધી દેવામાં આવ્યા. રમીલાના પિતા હવે પોતાની જવાબદારી માંથી મુક્ત થયા. એક તરફ, રમીલા નુ ગૃહસ્થ જીવન શરૂ થયું અને બીજી તરફ રમીલાના પિતા વધારે કાળી મજૂરી કરીને વ્યાજે લીધેલા પૈસા અને દહેજના પૈસા ભેગા કરવા લાગ્યા.
સમય વિતવા લાગ્યો ...
રમીલાને રોજ રોજના ટોણા મારવાના શરૂ થયા. નાની નાની વાત પર ખીજવવું, એની સાથે ધીમે ધીમે માર મારવાનું શરૂ થયું. અચાનક રમીલાના પતિ "દુર્જનસિંહ" ને ધંધામા બઉ મોટી ખોટ આવી ગયી. ઉધારે લીધેલા પૈસા લેવા માટે માણસો ઘરે આવા લાગ્યા. મારી નાખવાની ધમકીઓ મળવા લાગી. ગામમાં હવે ક્યાંયથી પૈસા માંગી શકતો ન હતો એવી પરિસ્થિતિ આવી ગયી હતી. ગામમાં માન સન્માન ધરાવતો દુર્જનસિંહ નુ નામ ધીમે ધીમે બગડવા લાગ્યું. લોકોને એમના પરથી વિશ્વાસ ઊઠવા લાગ્યો. આર્થિક રીતે પછાત આવી ગયેલ દુર્જનસિંહ ધીરે ધીરે દારૂ મદિરાપાન કરવા લાગ્યો. કોણ મદદ કરે ? બધો ગુસ્સો એ પોતાની પત્ની રમીલા પર કાઢવા લાગ્યો. રાત્રે દારૂ પી ને એની સાથે માર પીટ કરવા લાગ્યો. અચાનક, રમીલાના પિતાના વ્યાજની અધુરી રકમ યાદ આવી. ધીમે ધીમે એને મારપીટ સાથે માનસિક ત્રાસ આપવા લાગ્યો. રમીલા છૂટી મજૂરી કરી ઘર ચલાવવાના પ્રયત્નો કરી રહી હતી. પણ, એનો પતિ દર રોજ એની સાથે એ જ ઢોર જેવો વ્યવહાર. એક રાત્રે ખૂબ જ ગુસ્સામાં દારૂના ધૂત નશામાં ઘરની બહાર આવી એને ઘરમાં બંધ કરી, ચારે તરફ ઘાસતેલ અને કેરોસીન છાંટી રમીલા સાથે ઘરને પણ સળગાવી દેવામાં આવ્યું. સૌથી ભયાનક વાત એ હતી કે એ સમયે રમીલા એમના પહેલા સંતાનને જન્મ આપી માં બનવાની હતી. આમ, દુર્જનસિંહે દારૂના ધૂત નશામાં એક જ માચીસની સળીથી એ રાત્રે ૨ માસૂમ જીવોની હત્યા કરી હતી.
રમીલા : યાદ આવ્યું કઈ ?
દુર્જનસિંહ : મને માફ કરી દે રમીલા ! મારી દીકરીને છોડી દે, તને મહેરબાની કરી હાથ જોડું છુ.
રમીલા : તે મારાથી મારી દીકરીને છીનવી હતી, એ દર્દ એ પીડા હવે તારે ભોગવવી જ પડશે.
દુર્જનસિંહ : મારી ભૂલની સજા તું મારી દીકરીની ને ના આપ. એને છોડી દે, તારી આગળ હાથ જોડું છુ રમીલા. ( કહીને દુર્જનસિંહ એની આગળ રડી રહ્યો હતો. પણ, રમીલા કઈ જ સાંભળવા તૈયાર નોતી. એના મનમાં વર્ષોથી સળગતી એ બદલાની ભાવનાએ એને જાણે પથ્થર દિલ બનાવી દીધી હોય. )
દુર્જનસિંહની પાછળ જોર જોરથી રડતી અને પોતાની દીકરી માટે કગરતી રમીલાની માઁ રમીલા આગળ આવી, પોતાની સાડીનો ખોળો બનાવી પોતાની દીકરીના જીવને ભીખમાં માંગવા લાગી. આ દૃશ્ય એનાથી ના જોવાયું. એની આ હાલત જોઈને રમીલાનું મન બદલાઈ ગયું.
પોતાની જાત ને અસ્મિતાના શરીર માંથી નીકાળી અને અને એમણે એમની દીકરી પરત કરી દીધી.
રમીલા ખૂબ જ રડવા લાગી, અને દુર્જનસિંહ અને એની પત્નીને કહેવા લાગી "મારે તો બસ, એક સંતાન સુખ ભોગવવું હતું." શુ ભૂલ હતી ? અરે, મારી છોડ શુ ભૂલ હતી મારા ગર્ભમાં રહેલ બાળકની આપડા બાળકની ? ( આમ કહી એ જોર જોરથી રડવા લાગી. )
દૂરથી ઊભી આ દૃશ્ય જોતી "અસ્મિતા" રમીલાને પાસે આવી અને એને જોઈ, એના આંખમાં આવતા આંસુઓને જોઈ બસ એક શબ્દ બોલી "માં".
આટલું, સાંભળતા જ એક ઉજાસની રોશની ફરી દેખાવા લાગી હોય જેમ, રેતીના સૂકા રણમાં ગુલાબ ખીલ્યું હોય એમ, બધું વાતાવરણ બદલાવા લાગ્યું. રમીલાનું શરીર ધીરે ધીરે એક તેજસ્વી પ્રકાશમાં પરિવર્તિત થઈ રહ્યું હતું શાયદ "માં" સાંભળ્યા બાદ એને મુક્તિ મળી રહી હતી.
The End