સોહમ અને વિશ્વા ઘરમાં દોડી ગયા…ઝૂલા પર બેઠા…સોહમને યાદ આવી ગયું.. સોહમે વિશ્વાની સામે જોઈ કીધું..” આજ હીંચકે આપણે બેઠાં હતાં અને કાકીએ આવી તને ટોકી હતી..ભલે મને કશું કીધું નહોતું પણ એમનાં હાવભાવ..એમની નજર..હું વધુ વખત સાંખી શક્યો નહોતો..એમની નજરમાં એક કોઈ ધરબાયેલો રોષ…ગુસ્સો..કોઈ જૂનો અણગમાનો શિકાર કોઈ અપમાન એમના મનમાં હતું.એક અતૃપ્ત આશ..ખબર નહીં પણ હું એક અજાણ્યો ઘા ઝીલીને હેબતાઈ ગયેલો..મારો વાંક..આપણો કોઈ વાંક નહોતો..કાયમ તેઓ મને ખુબ સાચવતા…આટલા વર્ષો થી તારા ઘેર જ જમવાનો નિ યમ..એક વણ માંગ્યો હક…માનતો આવ્યો છું..દિગુકાકા તો બીજું ઘરજ સમજે..તેઓ કાયમ ત્યાંજ જમે..તારા પાપા એમના ખાસ..ખાસ મિત્ર..સાવ સગાભાઇ જેવા..પણ..કાકીએ કેમ એવું કરેલું હજી નથી સમજ્યો..”
શાંતિથી સાંભળી રહેલી વિશ્વા…ગંભીર થઇ ગઈ…એ થોડીવાર ચૂપ રહી..પછી ફળીયા તરફ નજર કરી..બોલી “ માં પાપા પશાકાકાના ઘરે છે..વાતો કરતા હશે આવતા વાર લાગશે.” .એવું બોલી પણ સોહમે કરેલી વાતોનો જવાબ ના આપ્યો..સોહમે પ્રશ્નાર્થ ચિત્તે પૂછ્યું..” પણ મારી સાથે કેમ કાકીએ..તને શું લાગે છે? કૈક તો ખુલાસો કર..સમજાવ મને..એવું મને છે કે કોઈ ચોક્કસ કારણ છેજ..જેનાથી તેઓ હર્ટ થયેલા છે..બન્ને કુટુંબનો વર્ષોનો સબંધ છે..તો પણ..”
વિશ્વાએ જવાબ આપવાની જગ્યાએ સામો એક માથામાં વાગે એવો પ્રશ્ન પૂછ્યો સોહમને…સોહમ
ચકરાઈ ગયો… વિશ્વાએ પૂછ્યું” સોહમ આટલાં વર્ષોથી દિગુકાકા..અને એમની સાથે તું વારંવાર આવે છે..કોઈ
ખાસ કામ વિના તારા પાપા..મમ્મી, તારી નાની બહેન તલ્લીકા આવ્યા છે? કદાચ તલ્લીકાને તો ફળિયામાં હવે
આવે તો કોઈ ઓળખે પણ નહીં..તારા પાપા કે મમ્મી કેમ નથી આવતા અહીં ? બહુ મોટા માણસ છે.. પૈસાવાળા..અમે તો મહેનત મજૂરી કરનાર સામાન્ય ઘરના માણસો..તમારે પસંદગી..ના પસંદગી હોય.. અમારે ના હોય..અમારે તો જે હોય સ્વીકારી લેવાનું કોઈ હક્ક અધિકાર ના હોય બરાબરને ? અમેતો…”
વિશ્વા સોહમને તકલીફ પડી રહી હતી પણ બોલ્યેજ જતી હતી..સોહમે અટકાવીને કહ્યું“ એય વિશ્વા
કેમ આવું બોલે? મારા…અમારા માટે તમે લોકો ખુબ અગત્યના છો..અમારાજ છો..પાપા મંમી ત્યાં બીઝી હોય છે તલ્લીકાને ત્યાં ભણવાનું હોય.એને અહીં ફ્રેન્ડ્સ નથી.” .એવું કહી લૂલો બચાવ કરવા પ્રયત્ન કર્યો .. આવું ના વિચાર વિશ્વા..સોહમનો જવાબ સાંભળી હસીને બોલી..” સોહમ તું કશું જાણતો નથી.. હું તને સાચું કારણ જણાવું?
તું જાણીશ પછી આ ડગ ..ધરતી તારા પગ નીચેથી સરી જશે..માં બોલી છે..એ એની જગ્યાએ મોટું સત્ય છે અને મુંબઈવાસી શેઠિયાઓનો અન્યાય..તિરસ્કાર..ઉચ્ચ નીચની ખબર પડી જશે..હા..દિગુકાકા બધુંજ જાણે છે..”
વિશ્વા બોલે જતી હતી..સોહમ આષ્ચર્ય આઘાતથી સાંભળી રહેલો..સોહમે કહ્યું“ વિશ્વા..જેને જ્યા રહેવું
હોય રહેજે જેની પસંદગી..એમાં અન્યાય તિરસ્કાર ક્યાં આવ્યો? કેમ આવી એકતરફી વાત કરે? “ વિશ્વા પગથી હીંચ આપી હીંચકા ખાઈ રહી હતી…એનાથી પગથી એકદમજ હીંચકો ઉભો રહી ગયો. અને સોહમ સામે જોઈ કહ્યું..” આ પગ જે ધરતી પર છે..એ માં ધરતી પણ સાક્ષી છે.. આજ ઝૂલા પર કેટલાક સમય પહેલા સોહમ વિશ્વાની જગ્યાએ..યજ્ઞેશ અને વીરબાળા હીંચકા ખાતા હતા..એલોકો એકમેકને આપણી જેમજ ખુબ ચાહતા..ત્યારે આજ જગ્યાએ ઉભા રહી તારા દાદાએ..પરામુદાદાએ મારી માં નું અપમાન કરેલું..તારા પાપાને લઢેલા..ભણવા પર ધ્યાન આપવા કીધેલું..મારી માં માટે ફરિયાદ મારી નાનીને કરી હતી..એમના સંસ્કાર વિષે જેમતેમ બોલ્યા હતા..મારી નાનીને બધા સામે ઉતારી પાડેલા…મારી નાની એ અપમાનનો ઘૂંટડો સહી ના શ્ક્યા… એ આ ફળિયું..ગામ છોડીને બેઉ છોકરીઓને લઈને જતા રહેલા.. ઉંચ નીચના પાઠ એમણે ભણાવ્યા અને સંસ્કાર માટે અમને બોલ્યા હતા…મારી માં અને તારા પાપા…છોડ બધી વાત સોહમ તારાથી સહેવાશે નહીં..સંભળાશે નહીં..સોહામનાં મનમાં અનેક પ્રશ્નો સર્જાયા….એણે વિશ્વા સામે જોઈ કહ્યું“ ના હું બધુંજ જાણવા માંગુ છું..પણ પહેલા એકવાત કહી દઉં હું કોઈ પણ રીતે તને તરછોડીશ નહીં..બલ્કે મારી જાત કરતા પણ તનેજ પ્રેમ કરું છું..હું દીગુકાકા સાથે પણ વાત કરીશ..તારી મંમી સાથે જે થયું..હું કશું ના કરી શકું..પણ તને અમાપ ચાહીશ ક્યારેય અન્યાય નહીં થાય.. હું એ ઘર છોડીશ પણ તને નહીં છોડું કદી.. હાં હું કબૂલું છું મારા પાપાનું મન મની માઇન્ડેડ છે..પણ મારી માં લાગણીશીલ છે પણ..એનું પાપા સામે કદી ચાલતું
નથી..હવે સમજાય છે પાપા અહીં ગામ કેમ નથી આવતા…અહીં એમણે બધાનો સામનો કરવો પડે…શું જોઈને આવે?? પણ માં તો આવે છે કોઈક વાર..”વિશ્વા કહે કુસુમકાકી તો આવે છે..નવરાત્રીમાં..કેવા સરસ ગરબા ગાય છે..ગવરાવે છે..હું એમને જોઈ જોઈનેજ શીખી છું. પણ યજ્ઞેશકાકાને અહીં જોયાજ નથી..”
સોહમે કહ્યું“ વિશ્વા પણ..એલોકોની ભૂલ હું કેમ ભોગવું?..” વિશ્વા કહે“ તું દીકરો તો એમનોજ ને?
એટલે..” જો તને આજે વાડીમાં પેલાં હરામી નીલેશને જોઈ..પછી હમણાં બહાર પત્તાની વાત નીકળી..પરાગ
બધા અહીં આખી રાત રમે એમાં તને મારા માટે કેવા શંકાશીલ વિચારો આવ્યા..છે કોઈ જવાબ ???”
સોહમે કહ્યું“ એમાં મારો વાંકજ નથી..હું સાચોજ છું મારાથી જે ના થાય સહન તો નાજ થાય..મને દોષ
નહીં દેવાનો..હું સાબિતી સાથે પ્રુવ કરી શકું મારી માન્યતા..એમાં મને કોઈ…સમય આવે બતાવીશ…એમ કહી ઝૂલા પરથી ઉભો થઇ ગયો..
વધુ આવતા અંકે..પ્રકરણ-38 અનોખી સફર..