Recap: ગોકુળ નગરની ચાલીનું સવાર સવારનું દ્રશ્ય આપે જોયું .... વાંચ્યું . જશોદાએ એના પતિ બાબુને ઉપાડ લેવા માટે કહ્યું છે . મેનકા જશોદાને પોતાની સાથે સ્પાના ધંધામાં જોડાવા માટે કહે છે. જશોદા એને ના પાડે છે. ચાલીના એક ખૂણાના ઘરમાં કોઈની પ્રેમ લીલા ચાલુ થઈ છે ,આ પ્રેમલીલાં કોની છે ? આવો જાણીએ ..........
ગતાંક થી ચાલુ.......
કામિની ને નરીયાની પ્રેમલીલા.
કામિની નાહીને એના ઘરમાં ગઈ . જેવો કામિનીએ દરવાજો બંધ કર્યો કે પાછળ છુપાયેલ નરીયાએ એને પાછળથી પકડી લીધી. બાથમાં ભરી લીધી. કામિની કહ્યું " છોડ...છોડ મને મારી મા આવશે ને તો ધોઈ નાખશે. નરીયાએ કામિનીને કહ્યું તે આવવા દેને તારી માથી નથી ડરતો અને એણે એને બાથમાં થોડી ભીંસી પછી એને ફેરવી અને એનો ચહેરો પોતાની તરફ કર્યો અને જોરથી છાતી સરસી ચાપી દીધી અને બોલ્યો "કેમ કાલે મળવા નહોતી આવી? " કામિનીએ કહ્યું મારી મા જમ જેવી જાગતી બેઠીતી. નરિયાએ કહ્યું, "હેડ પિક્ચર જોવા આવું છે ? નવું બહાર પડ્યું છે ,ભૂતનું છે , ઇંગ્લીશ ને પાછું થ્રીડી છે.
કામિનીએ કહ્યું "ના બાપ અંધારામાં મને તો ડર લાગે છે ભૂતનું પિક્ચર જોતા. નરીયાએ કહ્યું કે અંધારું થાય પછી આપણે ક્યાં પિક્ચર જોવું છે? એમ કહી એણે એને બાથમાં જકડી લીધી અને એના હાથ પકડીને ફેરવી નાખી.
હવે કામિનીની પીઠ નરિયાની છાતી ઉપર હતી અને નરીયાના બે હાથ કામિનીના સ્તન પર અને આંગળીઓ સ્તન પર આવેલી ચમચમ જેવી ડીટડીઓ પર, અને હોઠ કામિનીના હોઠ પર , કામિનીએ આંખો બંધ કરી દીધી. નરીયો અને કામિની એમની મસ્તીમાં હતા. જુવાનીના જોશમાં હતા. કામિનીએ ધીરે ધીરે આંખ ખોલી અને એને સામે રહેલી બારીની ફાટમાંથી જોયું તો......?
એની માં આવતી દેખાઈ અને કામિનીએ જોરથી નરીયાને હડસેલો માર્યો અને કહ્યું "મારી મા આવી ગઈ" ડંફાસ મારતા નરીયાની ફાટી ગઈ અને એ છુપાવવા માટે કોઈ જગ્યા શોધવા લાગ્યો. કામિનીએ નરીયાની મજા લેતા કહ્યું , " કેમ હમણાં તો ડંફાસો મારતો હતો આવા દે તારી માને હવે શું થયું? હવા નીકળી ગઈ ?
નરીયાનું મોઢું જોવા જેવું હતું. કામિનીએ એને ધરપત આપતા કહ્યું " ખાટલા પર બેસી જા અને કામિનીએ ફટાફટ દરવાજો ખોલી નાખ્યો, નરીયો ખાટલા પર અને કામિની ગેસ પાસે બેસી ગઈ. કામિનીની મા આવે છે, આવીને જુએ તો નરીયો પલંગ પર બેઠો છે. મા આવી અને એણે નરીયાને પૂછયું " તું ક્યારે આવ્યો ?" નરીયાએ કહ્યું, " હમણાં જ. તમને જ મળવા આવ્યો હતો. હેડો જવું, કામિનીની માએ કહ્યું " અલ્યા મળવા મને આવ્યો હતો અને હું આઈ તો જાય છે ? બેસ ચા પીને જજે. કામિની ચા મેલ.
નરીયાએ કામિનીની માને પૂછ્યું " કાકા ચ્યાણે આવવાના છે? કામિનીની માએ કહ્યું 15 દાડાનુ કહીને ગયા છે. "એમને જલસા છે" નરીયાએ કહ્યું. ત્યાં કામિનીની માએ નરીયા સામે જોઈને કહ્યું કે " તારે ક્યાં ઓછા છે ?
નરીયાએ કહ્યું "હેં?" કામિનીએ ત્યાં સુધી ચા બનાવી દીધી હતી.કામનીની માએ ચાનો કપ આપતા કહ્યું " લે ચા પી નરીયાએ ચા નો ઘૂંટ પીતા પીતા ગરમ થયેલા હોઠ પર જીભ ફેરવી અને કામિની તરફ જોયું અને પછી કામિનીની મા તરફ. ચા પીને નરીયો નીકળ્યો.
સાંજ પડી ગઈ હતી.
નોકરીના કલાકો પૂરા થઈ ગયા હતા, બાબુએ ખીંટી પર ટિંગાળેલો શર્ટ પહેર્યો, શર્ટના બટન બંધ કરતાં કરતાં એ બહાર આવ્યો. સાયકલ પાસે ગયો અને ત્યાં સાયકલનું લોક ખોલી અને જેવો નીકળવા જતો હતો કે ત્યાં એના સાયકલના હેન્ડલ પર એક હાથ આવ્યો, એક જણે એને રોક્યો અને એ માણસે એને પૂછ્યું "બાબુ કંઈ ટેન્શન છે? બાબુ એ કહ્યું "ના." એ માણસ જયંતિ હતો. જયંતિએ બાબુને કહ્યું "તો પછી તું ટેન્શનમાં કેમ લાગે છે?" બાબુએ કહ્યું, "કંઈ નહીં ચલ જવા દે, શાક લઈને ઘરે જવાનું છે, મોડું થશે તો ખાવાનું મોડું મળશે " એમ કહી બાબુ સાયકલને પેડલ મારીને નીકળી ગયો અને જયંતિ એની દૂર સાયકલ પર જતી પીઠ ને જોતો રહ્યો.
બાબુએ માર્કેટમાંથી શાક ખરીદ્યું . શાક મોંઘુ થઈ ગયું હતું એટલે જરૂર પૂરતું જ ખરીદ્યું.
મોંઘવારી ખાલી આવા સામાન્ય માણસોને જ નડતી હોય છે પણ મોંઘુ હોય છતાં ખાવું તો પડે જ કારણ કે એ લોકો ખાશે નહીં તો શરીરને બળ મળશે નહીં અને શરીરને બળ નહીં મળે તે લોકો મહેનત નહીં કરી શકે અને મહેનત નહીં કરે તો શાક ક્યાંથી ખરીદશે ?
એટલે એણે જરૂર પૂરતું શાક ખરીદ્યું અને પછી પાછો એ સાયકલને પેડલ મારીને ઘર તરફ નીકળ્યો.
રોડ ઉપર ટ્રાફિક હતો.
એક ગાડી ટ્રાફિકમાં ઉભી હતી. ગાડીમાં બેઠેલા છોકરાના હાથમાં એક મેંગો ડોલી હતી એણે એની માને કહ્યું Mom I don't like Mango Dolly, ગાડીમાં બેઠેલી માએ એને કહ્યું O.K I'll buy you something else. ગાડીમાં બેઠેલા છોકરાએ કેન્ડીની કિંમત શું હોય છે? એ જાણ્યા વગર જ બારી ખોલી અને એ મેંગો ડોલી ને બહાર નાખી દીધી. જ્યારે છોકરો એ મેંગો ડોલીને બારીની બહાર નાખતો હતો ત્યારે દૂર એક બાળક ફૂટપાથ પર બેઠું હતું ,એણે બારીમાંથી નીકળેલી ઓરેન્જ કલરની મેંગો ડોલીને જોઈ, એના સુકા હોઠ પર જીભ ફેરવી, અને વિચાર્યું કે આ મને ખાવા મળે તો? અને જાણે એનો વિચાર સત્ય થતો હોય એમ પેલાં છોકરાએ બારીની બહાર એ મેંગો ડોલી નાખી દીધી. રોડ પર મેંગો ડોલી ધીરે ધીરે પીગળવા લાગી, દૂર બેઠેલા છોકરાએ હોઠ પર જીભ ફેરવી અને આ મેંગો ડોલી હજી વધુ પીગળી જાય, એ પહેલા પોતાના મોઢામાં મુકવા માટે એણે મેંગો ડોલી તરફ દોટ મૂકી. ગાડી જતી રહી છોકરાએ મેંગો ડોલી લેવા માટે દોટ મૂકી હતી જાણે
એની અને મેંગો ડોલીની વચ્ચે રેસ લાગી હતી. એ પહેલો પહોંચશે? કે મેંગો ડોલી પહેલા ઓગળશે? અને આ બંનેની રેસમાં એને જીતવું હતું.
જેવો એ મેંગો ડોલી પાસે પહોંચ્યો અને મેંગો ડોલી ઉપાડવા જતો હતો ત્યાં જ.... સાયકલ આવી અને અથડાઈ જે સાયકલ હતી બાબુની. લોકો ભેગા થઈ ગયા, બાળકને થોડુંક લોહી નીકળ્યું હતું બાળકની નજર મેંગો ડોલી તરફ હતી, એની નજરમાં અફસોસ દેખાતો હતો. ગુસ્સો વધારે હતો, બાબુની સાયકલ માટે અને બાબુ માટે કારણકે હવે એ મેંગો ડોલી ખાઈ નહીં શકે. મેંગો ડોલી એ રોડ ઉપર પીગળી જશે,લોકો ભેગા થઈ ગયા હતા, એ છોકરાને થોડુંક લોહી નીકળ્યું હતું. લોકોએ બાબુને મારવા લીધો ત્યાં જ કોઈ સારા માણસે કહ્યું કે "આ સાયકલવાળાનો કોઈ વાંક નથી , છોકરાનો વાંક છે. એ દોડીને આ આઈસ્ક્રીમ લેવા આવ્યો અને ત્યાં સાયકલ સાથે અથડાયો, એટલે આ માણસને છોડી દો . આનો કોઈ જ વાંક નથી. બધાએ "સારું સારું " કહીને બાળકને દવાખાને લઈ જવાનું કહીને બાબુને છોડી દીધો ને બધા વિખેરાઈ ગયા. બાબુ મનમાં ને મનમાં બોલ્યો, " સાલા બધા હાથ સાફ કરવા તરત દોડીને આવી ગયા, હવે છોકરાને દવાખાને લઈ જવાનો છે તો કોઈ ગધેડીનો ઉભો નથી રહેતો, બધા જતા રહ્યા હતા. બાબુએ છોકરાને પોતાની સાયકલ પર બેસાડ્યો , દવાખાને લઈ જવા માટે.
બાબુ દવાખાને પહોંચ્યો.
ડોક્ટરે છોકરા ને તપાસીને કહ્યું "ધા ઊંડો છે રુઝાતા ચાર પાંચ દિવસ થશે. પાછું એણે કાંઈ ખાધું પણ નથી એટલે આ છોકરાને અશક્તિ છે ને તાવ પણ છે, તમારા છોકરાને બરાબર ખવડાવજો. બાબુ એ કહ્યું "આ મારું છોકરું નથી ડોક્ટર એ કહ્યું તો ? બાબુએ "રોડ પરની આખી વાત એ એક્સિડન્ટવાળી વાત એ ડોક્ટર ને કહી ડોક્ટરે છોકરાને પૂછ્યું તારા મા-બાપ ક્યાં છે પેલા છોકરાએ બે ફિકરાઈથી જવાબ આપ્યો " નથી " .
બાબુએ "રોડ પરની આખી વાત એ એક્સિડન્ટવાળી વાત એ ડોક્ટર ને કહી ડોક્ટરે છોકરાને પૂછ્યું તારા મા-બાપ ક્યાં છે પેલા છોકરાએ બે ફિકરાઈથી જવાબ આપ્યો " નથી " .
આ છોકરો કોણ છે? હવે એનું શું થશે ? બાબુની જિંદગી કયો નવો વળાંક લેશે ? એ જાણવા માટે વાંચતા રહો જિંદગી એક આઈસ્ક્રીમ ભાગ -3
ક્રમશઃ........