The Madness Towards Greatness - 1 in Gujarati Fiction Stories by Sahil Patel books and stories PDF | The Madness Towards Greatness - 1

Featured Books
Categories
Share

The Madness Towards Greatness - 1

નોંધ :

આ નોવેલ સંપૂર્ણ વાર્તા કે જે 4 ચરણો માં વહેંચાયેલી છે એનું આ ચોથું ચરણ છે , પ્રથમ 3 ચરણ આ મુજબ છે :

1. માણસ , માન્યતા અને રહસ્ય 

2. એક અદ્વિતીય સોપાન 

3. એક દિવ્ય સોપાન 

તો આ નોવેલ વાંચતા પહેલા આગળની 3 નોવેલ જરૂર થી વાંચી લેવી , કેમ કે હવે સર્જાશે રહસ્યોનો એક નવો માયાજાળ.

The Madness towards Greatness 


Part 1 :


અમેરિકા ના ન્યૂયોર્ક સિટી માં ફરી એકવાર એક મિટિંગ બોલાવવામાં આવી હતી. 

અમેરિકાની સૌથી મોટી કંપની અને SK ની કંપની ની ગૌણ કંપની માં આ મિટિંગ હતી.

મિટિંગ નો ટોપિક હતો......

" After the death of SK "

બધા લોકો નો એક જ મત હતો કે 

" જ્યાં સુધી Queen , ધનશ અને RK જેવા દિગ્ગજ લોકો આ સામ્રાજ્ય સાથે જોડાયેલા છે , ત્યાં સુધી તેને આંચ પણ નહીં આવે "

ત્યારે ત્યાં એક નિષ્ણાંત વ્યક્તિ એ કહ્યું કે - " તમે બધા એ ભૂલી રહ્યા છો કે જ્યારે ખૂબ જ મોટું સામ્રાજ્ય બનાવવામાં આવે ત્યારે માત્ર ને માત્ર તે સામ્રાજ્ય ના સંચાલકો જ ને જ લોકો ગણતરી માં લેતા હોય છે ; હકીકત માં તેની પાછળ ઘણા નાના નાના લોકો જોડાયેલા હોય છે જેમ કે , કંપની માં કામ કરતા એમ્પ્લોયીસ "


" Well said "

અચાનક US ના પ્રેસિડેન્ટ એ મિટિંગ માં હાજર થયા અને તે પણ આ મિટિંગ માં જોડાયા.


 Welcome sir, welcome to the meeting . બધા લોકો એ તેમને આવકાર્યા.


અમેરિકા ના પ્રેસિડેન્ટ સાથે ન્યૂયોર્ક ની મિટિંગ ની માહિતી Queen ને તરત પહોંચી ગઈ ને તેણી જાણી ગઈ કે અમેરિકા તેમની કંપની ને ફરી ઉભી કરવા માટે આ બધું કરી રહી છે કેમ કે તેનાથી તેમના અર્થતંત્ર ને ફાયદો થશે એટલા માટે તે હવે અમારી કંપની ને લક્ષ્ય બનાવવા માગે છે અને US ના પ્રેસિડેન્ટ પણ કંઈક ને કંઈક એવું કરશે જેના લીધે એમને ફાયદો થાય.

તેણી એ તરત જ રિદ્ધવ અને ધનશ ને બોલાવીને ન્યૂયોર્ક માં વિડિઓ કોન્ફરન્સ કરી , ત્યાં હાજર રહેલા પ્રેસિડેન્ટ ને ટાંકીને ને કહ્યું ,

" Mr. President , તમારા દેશ માટે અને અમારી કંપની બંને માટે એક બાબત સારી રહેશે કે તમે આ બાબત માં વચ્ચે ન આવો અને કોઈ પણ એવા નિયમ ન બનાવો કે જેનાથી અમને તમે નુકસાન પહોંચાડો , અમારી પાસે તમારા દેશ ની માત્ર એક કંપની જ નહીં , પરંતુ બીજી ઘણી બધી કંપનીઓનો ખૂબ મોટો સ્ટેક છે , વળી અમે માત્ર કોઈ એક દેશ માં કામ નથી કરી રહ્યા , અમે વિશ્વ ના અલગ અલગ દેશો માં , તે દેશ ના અર્થતંત્ર મુજબ જે કામ શકય હોય ત્યાં એ જ કરી રહ્યા છીએ , અમે જાણીએ છીએ કે તમારા મન માં ક્યાંક એવી ઈચ્છા તો છે જ કે તમારા દેશ ની મોટી કંપની ને ફરી વિશ્વ ની સૌથી મોટી કંપની તમે બનાવવા માંગો છો , પરંતુ હવે એ સમય ચાલ્યો ગયો છે , તમારે પેહલા વિચારવું જોઈતું હતું , આભાર. "


Queen ની આવી વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકો એકદમ ચૂપ થઈ ગયા હતા , કેમ કે તેઓ જાણતા હતા કે SK પાસે એક એવી એડવાન્સ ટેક્નોલોજી હતી કે જેનો ઉપયોગ કરીને કઈ પણ થઈ શકે છે , એટલે એમને પીછેહઠ કરવાનું નક્કી કર્યું ; પણ ત્યાં જ એક માણસ દોડતો દોડતો આવ્યો.

Queen ની વિડીયો કોન્ફરન્સ પૂર્ણ થઈ. 


" Sir, sir.... It's urgent, i don't think that SK was dead....." અચાનક એક માણસ દોડતો દોડતો ત્યાં આવ્યો.....

" શું ??? " આ વાત સાંભળીને બધાના મન માં બસ એક જ પ્રશ્ન અને આશ્ચર્ય નો ભાવ પ્રકટ થયો.


"   I found something unusual in the Himalayas  "

( મેં હિમાલય માં કંઈક વિચિત્ર ઘટના શોધી કાઢી છે )


" તારી આ વાત થોડા અંશે સાચી પણ છે અને થોડા અંશે હું તેને નકારું છું ".......