Amidst the whirlwinds of doubt - 25 in Gujarati Women Focused by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળો ની વચ્ચે - 25

Featured Books
Categories
Share

શંકા ના વમળો ની વચ્ચે - 25

આજે માર્ચ મહિના ની ત્રીજી તારીખ સોનાલી નો જન્મદિવસ, સવારે વહેલી ઉઠી ને તૈયાર થઈ ને તે તેના મમ્મી –પપ્પા ને પગે લાગી, તેના ભાઈ એ બર્થડે વિશ કર્યું, ટ્યુશન ના અને સ્કૂલ ના બધા સ્ટુડન્ટ્સે અને સ્ટાફ માં પણ સોનાલી ને બધા એ બર્થડે વિશ કરી, આજે સ્કૂલ માં સ્ટાફ ને સોનાલી એ નાસ્તા ની પાર્ટી આપી, સ્કૂલ છૂટ્યા પછી ઘરે આવી, આજે તેણે સાંજ ની બેચ માં રજા રાખી હતી, સોનાલી દર વર્ષ ની જેમ આજે પણ બર્થડે પર પોતાની બધી ફ્રેન્ડ સાથે બહાર જવાની હતી, સોનાલી પાંચમાં ધોરણ માં હતી ત્યાર થી તેના બર્થડે પર તેની ખાસ સાત –આઠ ફ્રેન્ડ ને બર્થડે ના દિવસે સાંજે ઘરે બોલાવી સેલિબ્રેશન કરતા, સોનાલી પણ વર્ષ દરમિયાન તેની ફ્રેન્ડ ની બર્થડે માં જતી, આજે બધા એ સવારે ફોન માં જ નક્કી કર્યું હતું કે તેઓ ઘરે નહીં પણ બહાર હોટેલ માં જશે, સોનાલી તૈયાર ગઈ, સાંજે 6:30 વાગે એક પછી એક બધી ફ્રેન્ડ સોનાલી ના ઘરે ભેગી થઈ, થોડીવાર ઘર માં બેઠા, મજાક –મસ્તી કરી બધા હોટેલ માં જવા નીકળ્યા, એમ તો તેઓ બહુ દૂર નહીં પણ પાસે ની "ચાઇના હટ "જ હોટલ માં જવાના છે એવું તેની મમ્મી ને કહી સોનાલી તેની ફ્રેન્ડસ સાથે નીકળી ગઈ, હોટેલ માં પહોંચ્યા પછી બધા શાંતિ થી બેઠા, આજે કોઈને ડિનર કરવાની પડી નહોતી, બસ એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવો હતો, ઘણી બધી વાતો કરવી હતી, ઘણું બધું શેરિંગ કરવું હતું, બધા એ ખુબ આનંદ સાથે ડિનર લીધું, પછી હોટેલ ની બહાર ખુલ્લી જગ્યા માં આવેલા ગાર્ડન માં લગભગ 1 કલાક સુધી બધા બેઠા, વાતો કરી ખૂબ મજા કરી, ઘરે આવ્યા ત્યારે રાત ના 10 વાગ્યા હતા, બધા સોનાલી ના ઘરે થી એક પછી એક છુટા પડ્યા, આજનો દિવસ ખૂબ જ સરસ રહ્યો, સોનાલી ફ્રેશ થઈ નાઈટ ડ્રેસ પહેરી ઉપર પોતાના રૂમ માં ગઈ, તેણે તેની બધી ફ્રેન્ડ એ ભેગા થઈ ને આપેલી ગિફ્ટ ઓપન કરી, પહેલા બોક્સ માં સરસ મજાની ફોટો ફ્રેમ હતી જેમાં ગ્રુપ ફોટો હતો, સાથે મરૂન કલર ના લેધર ના કવર વાળી પર્સનલ ડાયરી અને પાર્કર ની પેન હતી, અને એક પરફ્યુમ ની બોટલ પણ હતી, સોનાલી ને ગિફ્ટ ખરેખર ખૂબ જ સુંદર લાગી, આજ નો આખો દિવસ ખૂબ જ સુંદર રહ્યો, તે ગિફ્ટ ની ડાયરી માં આજના ઇમોશન્સ લખતી હતી ત્યાં જ એને એનો ગયા વર્ષ નો બર્થડે યાદ આવી ગયો, કેવી રીતે મેઘલે સોનાલી ને મોબાઇલ ગિફ્ટ આપ્યો હતો, અને સોનાલી ને મેઘલે તેના પપ્પા –મમ્મી ને ઘર માં ખબર ના પડે એવું જૂઠું બોલવાનું કહ્યું હતુ, એ દિવસે એણે મેઘલ સાથે જૂઠું નહીં બોલવાં માટે કરેલો ઝઘડો યાદ આવી ગયો, સોનાલી વિચારતી હતી કે ગયા વર્ષ માં અને આ વર્ષ માં કેટલો ફેર છે, ગયા વર્ષે મેઘલ એને ખોટો લાગતો હતો કેમ કે એ પોતાના માં –બાપ થી છુપાવતો હતો, અને આજે એ જ મેઘલ સોનાલી ને સાચો લાગતો હતો, લગ્ન પછી માત્ર એક મહિના અને એક અઠવાડિયા માં સોનાલી અને એના મમ્મી –પપ્પા સાથે થયેલું ખરાબ વાણી –વર્તન ને જોતા સોનાલી ને મેઘલ છુપાવતો હતો એ સાચું લાગ્યું, જ્યાં આટલું ખરાબ વર્તન માં –બાપ નું હોય ત્યાં સંતાનો ક્યારેય સાચા અને સ્પષ્ટ રહી જ ના શકે, એ શક્ય જ નથી, સોનાલી ને લગ્ન ની પહેલી રાતે મેઘલે આપેલી ગિફ્ટ યાદ આવી ગઈ, લગ્ન ની પહેલી રાત્રે એક બોક્સ માં ગણપતિ ના મુખ વાળા કપલ પેન્ડલ હતા, એ ગિફ્ટ આપતી વખતે મેઘલે સોનાલી ને કહ્યું હતું કે પેન્ડલ તું પહેરે અને ઘર માં મમ્મી પૂછે તો કહેજે કે મેઘલ ના ફ્રેન્ડ શ્યામે ગિફ્ટ માં આપ્યું હતું તે મેઘલે મને પહેરવા આપ્યું, સોનાલી મેઘલ સામે જોતી જ રહી હતી, આમાં પણ જુગાડ ? 
સોનાલી એ તરત જ એમાંથી જે મોટું પેન્ડલ હતું તે મેઘલ ના ચેન માં પહેરાવી દીધું, અને બોક્સ માં નાનું પેન્ડલ પેક કરી ને પાછું મૂકી દીધું, સોનાલી એ પેન્ડલ ક્યારેય પહેર્યું જ નહોતું, એ પહેરે તો એના સાસુ પૂછે અને સોનાલી ને જૂઠું બોલવું પડે એ સોનાલી ને મંજૂર નહોતું, મેઘલે પહેરેલું પેન્ડલ જોઈને પૂછે તો મેઘલ ને જે જવાબ આપવો હોય તે આપે. સોનાલી ને નોર્મલ જ મેઘલ ની વાતો યાદ આવી ગઈ, પણ જે થાય તે સારું જ થાય, અમુક વસ્તુ પહેલે થી ખબર પડે એમાં આપણી ભલાઈ હોય છે, સોનાલી ને આ સત્ય સમજાઈ ગયું હતું, સોનાલી એ ડાયરી માં લખી લીધા પછી તે ડાયરી લોક કરી કબાટ માં મૂકી, તે આજે તેની વાંચવાની અધૂરી રહી ગયેલ નોવેલ "સાત પગલાં આકાશ માં" વાંચવા લાગી, વાંચતા –વાંચતા આંખો ઘેરાતા ઊભા થઈ ને રૂમ ની લાઈટ ઓફ કરી અને સૂઈ ગઈ, બીજા દિવસે ફરી એ જ રૂટીન, આમ આખો મહિનો પસાર થવા આવ્યો, બધું રાબેતા મુજબ ચાલતું, બધા પોતાના કામ માં વ્યસ્ત હતા, આખો માર્ચ મહિનો સરસ રીતે પસાર થઈ ગયો, આવતી કાલ થી એપ્રિલ મહિનો શરૂ થશે, સોનાલી વિચારી રહી કે બોર્ડ ની પરીક્ષા પતી ગઈ, હવે 11માં ધોરણ ની પણ 15 દિવસ પછી પતી જશે પછી થોડી શાંતિ મળશે, જૂન મહિના સુધી, સોનાલી એ વિચારી રાખ્યું કે તે આ વેકેશન માં બહુ બધી નોવેલ લાયબ્રેરી માંથી લઈ આવશે, આખો દિવસ વાંચશે અને બ્રેક માટે થોડું પેઇન્ટિંગ પણ કરશે, આવતી કાલે એપ્રિલ મહિના ની પહેલી તારીખ, એટલે બધા એપ્રિલ ફુલ બનાવશે, સોનાલી સ્કૂલ માં હતી ત્યાર થી બધી ફ્રેન્ડ એપ્રિલફૂલ એકબીજા ને આખો દિવસ બનાવતી, જો કે તેના ગ્રુપ માં તો હજુય ચાલતું જ હતું, ખબર હોય કે કોઈ નથી માનવાનું તો પણ ટ્રાય ચાલુ રાખતા, આ પણ એક મજા છે, સોનાલી ને અમથું જ હસવું આવી ગયું, આ તે કેવો દિવસ બીજા ને ઉલ્લુ બનાવવાનો, અને પાછી ખબર હોય કે એપ્રિલ ફુલ બનવાનો દિવસ છે, તોય સામે વાળા બને, ન્યૂઝ પેપર માં પણ કાલે એકાદ ચોંકાવનારા ફેઇક ન્યૂઝ આવશે, અને પરમદિવસ ના પેપર માં ખુલાસો કરશે કે એ ન્યૂઝ એપ્રિલફૂલ ના હતા, સોનાલી ને મઝા આવતી, ન્યૂઝ પેપર માં પણ લોકો ને એપ્રિલફૂલ બનાવાય, સોનાલી મઝા આવતી એ જોઈને કે લોકો બીજા ને ઉલ્લુ બનાવવામાં અને ઉલ્લુ બનાવી ને કેટલી મઝા લેતા હોય છે, કેટલી ખુશી વ્યક્ત કરતા હોય, અને જાણી જોઈ ને ઉલ્લુ બનવા વાળા પણ એમની રીતે મઝા લેતા હોય, સોનાલી પોતાની ડાયરી લખી ને સૂઈ ગઈ, બીજા દિવસ થી એ જ રાબેતા મુજબ નું રૂટિન બધાનું ચાલુ હતું, એપ્રિલ મહિના ની 15 મી તારીખ આવી ગઈ, આવતીકાલ થી 11 માં ધોરણ ની પરીક્ષાઓ ચાલુ થવાની હતી, સોનાલી રાત્રે રસોઈ બનાવતી ત્યારે જ તેની મમ્મી એ તેને કહ્યું કે આવતી કાલે મામા આવવાના છે, સોનાલી એ પૂછ્યું કે એમ જ આવવાના છે ? એની મમ્મી એ જવાબ માં હા પાડી, સોનાલી એ રસોઈ માં ધ્યાન પરોવ્યું, રસોઈ બનાવતી વખતે સોનાલી એ વિચાર્યું કે કદાચ કંઈક કામ હશે એટલે આવતા હશે, બધું કામ પતાવી સોનાલી ઉપર પોતાના રૂમ માં ગઈ, અને સૂઈ ગઈ, બીજા દિવસે તેણે તેની મમ્મી ને સ્કૂલ જતા પહેલા પૂછી લીધું કે તે સ્કૂલ જાય કે નહીં ? જવાબ માં હા આવી એટલે સોનાલી ઉપર તૈયાર થવા ગઈ, તે સાડી પહેરી તૈયાર થઈ ને નીચે આવી ને લંચ બોક્સ લઈ સ્કૂલ જવા નીકળી ગઈ, સાંજે આવી ફ્રેશ થઈ તેની મમ્મી એ બનાવેલી ચા પીતા પીતા પૂછ્યું કે મામા આવ્યા કે નહીં ? સોનાલી ની મમ્મી એ કહ્યું આવી ને ગયા, સોનાલી એ વળતો પ્રશ્ન પૂછ્યો કે રોકાયા કેમ નહીં ? શું કંઇ અગત્યનું કામ હતું ? સોનાલી ની મમ્મી સામે ખુરશી પર બેઠી અને સોનાલી ને બધી ડીટેઈલ માં વાત કરી કે મેઘલ ના પપ્પા મામા ને ત્યાં ગયા હતા, એક વાર નહીં પણ પાંચ વાર, શરૂ માં બે મીટિંગ તેમણે એકલા એ જ કરી કે ગમે તેમ કરો પણ સોનાલી અને મેઘલ ના છુટાછેડા નથી કરવા, એમનો ઇરાદો અમારું અપમાન કરવાનો નહોતો, પણ એ બતાવવાનો હતો કે તેમના ભાઈ ઓ માં પોતાના પ્રત્યે કેટલી ઈર્ષા અને નફરત છે, મેઘલ ના પપ્પા નું કહેવું હતું કે એમના ત્રણેય ભાઈઓ એમના ઘર નું સુખ જોઈ શકતા નથી, મેઘલ ને સારું ઘર અને છોકરી મળી એ એમના થી જોવાતું નથી, સોનાલી ની મમ્મી એ ઉમેર્યું કે તેઓ એમ પણ કહેતા હતા કે કોઈ ને લાખ રૂપિયા આપો તોય આવી રીતે વેવાઈ નું અપમાન અને દુર્વ્યવહાર ના કરે, પણ એમના ત્રણેય ભાઈ ઓ ખાલી મેઘલ ના નાના ભાઈ ની વાત સાંભળી ને આવી ગયા, અને જેમ ફાવે એમ વર્તન કર્યું, એમણે કે મેઘલ ની મમ્મી એ એ ત્રણેય ને ફોન કરી ને નહોતા બોલાવ્યા, કે મેઘલ ના મમ્મીએ કે પપ્પાએ એક પણ શબ્દ વેવાઈને નથી કીધો, જે કર્યુ એ બધું એ લોકો એ જ કર્યું એ ત્રણેય ભાઈઓ ઈચ્છે છે કે મેઘલ ના છુટાછેડા થઈ જાય, મેઘલ ને સારી ભણેલી –ગણેલી સંસ્કારી છોકરી મળી છે એ એમના થી જોવાતું નથી, પણ અહીં થી સોનાલી ના પપ્પા એ ના પાડી હતી, એટલે તેના મામા એ પણ ના જ પાડી દીધી, ત્યારબાદ તેઓ એ બીજી ત્રણ મિટિંગ લગભગ બે કલાક રડતા રડતા તેમના ચાર –પાંચ ભાઈબંધ ને બોલાવી ને કરી, એમના ભાઈબંધ પણ કહેતા કે મેઘલ ના કાકા ઓ જરાય સારા નથી, છુટા –છેડા નહીં કરવાના દબાણ સાથે અત્યાર સુધી માં મેઘલ ના પપ્પા પાંચ મીટિંગ કરી ચૂક્યા હતા, એટલે મામા રૂબરૂ માં બધી વાત કરવા આવ્યા હતા, સોનાલી ની મમ્મી એ સોનાલી ની સામે જોતા વાત ચાલુ રાખી કે બધી વાત સાંભળ્યા પછી તારા પપ્પા એ મામા ને જવાબ આપ્યો છે કે મારે એ ઘરે દીકરી મોકલવી નથી, અને એ ઘર નો ઉંબરો મારે ફરી ચઢવો નથી, આ નિર્ણય ફાઇનલ છે, સોનાલી એ વાત પૂરી થયા પછી પૂછ્યું કે મામા કેમ જતા રહ્યા ? એટલે સોનાલી ની મમ્મી એ જવાબ આપ્યો કે તેમને કામ હતું એટલે જતા રહ્યા, બધી વાત પૂરી થઈ સાથે કપ માં ચા પણ પૂરી થઈ ગઈ હતી, સોનાલી એ તેની મમ્મી ને પૂછ્યું કે કઈ કામ છે ? તેની મમ્મી એ ના પાડી એટલે સોનાલી આજે 11માં ધોરણ ની એકાઉન્ટ ની એક્ઝામ હતી તે બધી ઉત્તરવહી ઘરે લઈને આવી હતી, તે લઈ ને ઉપર ગઈ, અને ચેક કરવા લાગી, એક્ઝામ પૂરી થયા પછી ટીચર નો સૌથી વધારે વર્કલોડ આ ચેકીંગ નો જ રહેતો હોય, એ કામ જેટલું જલ્દી ટાઇમે પૂરું થાય એ જરૂરી છે, સોનાલી એ આજ થી જ પેપર ચેકીંગ શરૂ કરી દીધું, રાત્રે જમી ને પાછી ચેક કરવા બેસી ગઈ, આંખો ઘેરાવા લાગી એટલે સોનાલી લાઈટ ઓફ કરવા ઉભી થઈ, તેણે અત્યાર સુધી લગભગ 20 રોલ નંબર સુધી ઉત્તરવહી તપાસી નાખી હતી, બીજા દિવસ થી એનું એ જ રૂટીન ચાલી રહ્યું,આમ ને આમ દિવસો પસાર થતા રહ્યા, આજે 28મી એપ્રિલ થઈ ગઈ, પરીક્ષાઓ પતી ગઈ હતી, સોનાલી ફક્ત સ્કૂલ માં પેપર ચેકીંગ કરવા જતી, આજે લગભગ બધા સબ્જેક્ટ ના પેપર ચેક થઈ ગયા હતા, સોનાલી એ હાશકારો અનુભવ્યો, બસ આવતીકાલે બધા પેપર નુ ક્રોસ ચેકીંગ કરીને ફાઇનલ માર્ક્સ ક્લાસ ટીચર ને આપી દે એટલે બીજી મે એ રિઝલ્ટ આપી દે પછી સ્કૂલ માં વેકેશન પડવાનું હતું. વેકેશન માં સોનાલીનો પ્લાન પહેલે થી જ તૈયાર હતો.