Amidst the whirlwinds of doubt - 24 in Gujarati Women Focused by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળો ની વચ્ચે - 24

Featured Books
Categories
Share

શંકા ના વમળો ની વચ્ચે - 24

આજે આખો દિવસ સોનાલી નો સરસ રહ્યો, ટ્યુશન ના વિધાર્થીઓ આવી ગયા હતા, અને નવી સ્કૂલ માં પહેલો દિવસ ખરેખર સુંદર રહ્યો, રાત્રે સોનાલી અને એની ફ્રેન્ડ ભાવિકા અગાસી માં શાંતિ થી બેસી આખા દિવસ ની વાતો કરી, સોનાલી આજે ખુશ હતી, આજે તેને લાગ્યું કે તે ખરેખર બહાર આવી જશે, થોડો ટાઈમ માં બધું પહેલા ની જેમ જ નોર્મલ થઈ જશે, એક વાવાઝોડું આવી ને જાણે પસાર થઈ ગયું હતું, સોનાલી ને આટલી જલ્દી બહાર આવતા જોઈ ને તેના ઘર ના ખુબ ખુશ હતા, એમ પણ સોનાલી એ પ્રોબ્લેમ કરતા પ્રોબ્લેમ ના સોલ્યુશન પર ફોકસ કરતા નાનપણ થી ઘર માં જોયું હતું અને શીખી હતી, ભાવિકા અને સોનાલી થોડીવાર પછી પાછા રૂમ માં ગયા, ઘણા દિવસ પછી બંને બહેનપણી ઓ એ ગઝલ સાંભળી, છેલ્લા 3 –4 દિવસ સાથે રહેતી ભાવિકા આવતીકાલ થી એના ઘરે જવાની હતી, એટલે આજે રાત્રે સોનાલી અને ભાવિકા એ ગઝલ સાંભળી ખૂબ મજાક –મસ્તી અને વાતો કરી, બંને સૂઈ ગયા, બીજા દિવસે સવારે પાછું એનું એ જ રૂટીન, સોનાલી ના ઘર માં જાણે કશું જ બન્યું ન હોય એમ બધા શાંતિ થી પોતાની રૂટીન લાઇફ માં રહેતા હતા, લગભગ દોઢ મહિનો થઈ ગયો હતો, છેલ્લા કેટલાય વર્ષો થી રોજ રાત્રે કામ પતાવી ને સોનાલી ચા બનાવે પછી તે અને તેના પપ્પા અને તેની બેન બંને સાથે બેસી ચા પીતા, સોનાલી ની મોટી બેન ના લગ્ન થઈ ગયા પછી સોનાલી અને તેના પપ્પા બન્ને સાથે બેસી ચા પીતા અને આખા દિવસ ની દિનચર્યા કહેતા, આ તેમનો બાપ –દીકરી નો એકબીજા ને ક્વોલિટી ટાઈમ આપવાનો નિત્ય ક્રમ હતો, આજે દોઢ મહિના માં પહેલી વાર રાત્રે ચા પીતી વખતે સોનાલી ના પપ્પા એ સોનાલી ને પૂછ્યું કે તે મેઘલ સાથે આગળ વધવા માંગે છે કે નહીં ? સોનાલી એ તેના પિતા ને સાચે સાચું કહી દીધું કે લગ્ન ના એક મહિના માં તેણે તે ઘર માં અનુભવ્યું કે મેઘલ, તેના ભાઈ , બંને પરફેક્ટ છે તેના સસરા થોડા વધારે પડતા ઘર ની બાબતો માં રસ લે છે, પણ તેના સાસુ નું વર્તન બિલકુલ નોર્મલ જેવું લાગતું નથી, તેમનું વર્તન સોનાલી ની સમજ ની બહાર છે, મેઘલ કેરીંગ કરે કે ઘર માં બીજા બધા ગમે તેટલા સારા કે પરફેક્ટ હોય પણ તેઓ તો સવારે ઓફિસ જતા રહેવાના, અને રાત્રે આવવાના, સોનાલી ને આખો દિવસ રહેવાનું તો એના સાસુ સાથે આખો દિવસ ઘર માં જ, જેની સાથે આખો દિવસ રહેવાનું હોય એની સાથે જ વિચારો કે મનમેળ નાં આવે તો શું કરવાનું? અને ત્યાં સોનાલી ને કોઈ પણ જાત ની છૂટ નહોતી, પોતાનું કામ તે સ્વંત્રતા થી કરી શકે, કે પછી જોબ કરી શકે, કે ટ્યુશન, એવું તો કઈ પણ કરવાની કડક મનાઈ હતી, ઘર નું કામ પણ તે સ્વંત્રતા થી કરી શકતી નહોતી, બધા માં નિયમો અને કચ –કચ એમાં કેમ રહેવું ? કદાચ કોઈ ના ઘરે ગયા હોય અને મહિનો –બે મહિના કે થોડા મહિના પસાર કરવાના હોય તો કરી પણ નાખીએ, પણ આતો આખી જિંદગી નું છે, આમાં તો જતું કરીને કેટલું કરવું ? મેઘલ ના ઘર ની એક પણ રીત તેની ફેવર માં કે ગમતી હોય તેવી ન હોતી, સોનાલી એ પૂર્ણ આત્મવિશ્વાસ થી સ્પષ્ટતા સાથે ફરી થી મેઘલ ના ઘરે નથી જ જવું એવું ભારપૂર્વક તેણે પપ્પા ને કીધું, સોનાલી ની વાત સાંભળ્યા પછી સોનાલી ના પપ્પા એ પણ ખુલાસો કર્યો કે સોનાલી સગાઈ તોડવાનું કહેતી ત્યારે છેલ્લે મેઘલ નો અને એના પિતા નું દબાણ જોઈ ને એવું લાગતું કે એ તને ખૂબ ખુશ રાખશે, એટલે એમણે સોનાલી ને લગ્ન કરવા કહ્યું હતું, પણ લગ્ન પછી પહેલીવાર નું અપમાન જોઈને તેમને પણ લાગતું કે સોનાલીને ફરી ક્યારેય એ ઘરે નથી મોકલવી, બંને બાપ –દીકરી નો એક જ મત અને એક જ વિચાર અને એક જ અડગ નિર્ણય હતો, સોનાલી એ તેના પિતા ને પૂછ્યું કે કેમ આજે અચાનક આ વિશે વાત કરી ? જવાબ માં સોનાલી ના પપ્પા એ કહ્યું કે મેઘલ ના પપ્પા વચ્ચે વાળા ને ત્યાં ગયા હતા, અને વાત કરી હશે, એટલે એમનો ફોન આવ્યો, પણ સોનાલીના પિતા એ કઈ જવાબ આપ્યો નહોતો, તે સોનાલી ના વિચાર જાણી ને જવાબ આપવા માંગતા હતા, સોનાલી ના પિતા એ તરત ઊભા થઈ ને એ જ સમયે લેન્ડલાઇન પર થી વચ્ચે વાળા ને ફોન કર્યો કે તેઓ સોનાલી ને મેઘલ ના ઘરે પાછી નહીં જ મોકલે સોનાલી અને એના પિતા નું જરાય મન નથી આ નિર્ણય ફાઇનલ છે. વાત પૂરી થયા પછી સોનાલી પોતાના રૂમ માં ઉપર ગઈ, તે શાંતિ થી પોતાની ફેવરિટ ગઝલ સાંભળતી, બુક્સ વાંચતી, અને બીજા દિવસ ની સ્કૂલ અને ટ્યુશન ની તૈયારી કરી ને સૂઈ જતી, તે મેઘલ ને એક પણ વખત યાદ રાખવા માંગતી નહોતી કે એ દિશા માં કઈ પણ વિચારવા માંગતી નહોતી, જે દિશા માં જવું જ ના હોય એ દિશા તરફ એ જોવા માંગતી નહોતી, જીવન નો 
દુઃસ્વપ્ન માની તે ભૂલી જવા માંગતી હતી. આખો જાન્યુઆરી મહિનો પૂરો થયો અને ફેબ્રુઆરી ની શરુઆત થઈ ચૂકી હતી, શિયાળા ના ટૂંકા દિવસો કેટલા ફટાફટ પતી જતા હોય છે, ફેબ્રુઆરી નો આખો મહિનો ક્યાં જતો રહ્યો સોનાલી ને ખબર ના પડી, ટ્યુશન માં તેણે સવાર –સાંજ બે ટાઈમ બારમાં ધોરણ ના સ્ટુડન્ટ્સ ને બોલાવતી, માર્ચ માં એક્ઝામ આવતી હોવાથી બધા વિષયો નું રિવિઝન સ્ટુડન્ટ્સ ને સરસ રીતે કરાવી દેવાનો સોનાલી નો પ્લાન હતો, તે સવાર ઉઠતી ત્યારથી સાંજે 6 :45 સુધી ટ્યુશન અને સ્કૂલ માં ભણાવવા માં જ કાર્યરત રહેતી, દિવસભર ના કામ થી થાકી ને રાત્રે વહેલી ઊંઘ ઓટોમેટિક આવી જતી, સોનાલી નો ફોન હજુ પણ લોક કરેલા કબાટ માં જ હતો, સોનાલી મક્કમ મન હતી, તે પોતાના નિર્ણય પર અડગ રહી શકતી, આમ પણ સોનાલી ને મોબાઇલ કે ટીવી જોવાની જરાય ટેવ નહોતી, તેને પોતાના જ કામ માં વ્યસ્ત રહેવું નાનપણ થી ગમતું.