સારા એ સાવીની સાવ નજીક જઈને દબાતા સ્વરે કીધું..” સાવી એલોકોની સામે જોઇશ નહીં..એમને
એમનું જે કરતા હોય કરવા દે આપણે ચુપચાપ બેસી રહીયે..” સાવીએ પણ મોઘમ જવાબ આપી કહ્યું“ હું સમજી ગઈ..” બન્ને ચુપચાપ બેઠેલાં..ત્યાંએ બે જણમાંથી એક જણ ઉભો થઇ સારાની સાવ નજીક આવ્યો અને સારાનાં હોઠ પાસે બિયર ટીન રાખી બોલ્યો..”હેય ..યુ..ટેક ઈટ..ડ્રિન્ક..સક ..સક..’ બોલી ગંદો ઈશારો કર્યો ..સારા થોડીવાર ચૂપ રહી..પેલો એની વધુ નજીક આવી ગંદી હરકતો કરી રહ્યો.. ત્યારે સારાએ જેટલું બળ હતું વાપરી એને જોરથી ધક્કો માર્યો ..અને બોલી.યુ બાસ્ટર્ડ..ગેટ લોસ્ટ..” પેલો હજી પાછો ઉભો થાય ત્યાં સુધી બીજો એની સીટ પરથી ઉભો થયો..એના હાથમાં કોઈ તિક્ષ્ણ ધારદાર સાધન હતું એણે સારા ને મારવા ઉગામ્યું એ જોઈ સાવીથી જોરથી ચીસ નીકળી ગઈ..”સારા…સારા..”
સાવીની ચીસ સાંભળીને છેક આગળની સીટ પર બેઠેલો યુવાન ઉભો થયો..સાવીની તરફ જોઈ ખુબ
ઝડપથી સ્ફૂર્તિથી પવનવેગે આવ્યો..પેલા બેઉ જણને એક સાથે પડકાર્યા ..પેલો કોઈ હાથચાલાકી કરે પહેલા
એનો હાથ જોરથી મરડી નાખ્યો હાથમાંથી હથિયાર ખુંચવી લીધું સાથે જોરદાર પંચ માર્યો ..પેલો લથડિયું ખાઈ નીચે ફ્લોર પર પડી ગયો..એ સોહમજ હતો.. સોહમે ફરી ઉભા થઇ સામે આવવા કહ્યું..બેઉ પીધેલા..ઉપરથી સોહમનો મજબૂત પંચ..એની દાઢમાંથી લોહી નીકળી રહ્યું હતું.બીજો નીચે પડેલો..એ ખુન્નસ ભરી નજરે સોહમની તરફ ગુસ્સાથી જોઈ રહ્યો..બેઉ સમજી ગયાં આ એકલો છે પણ પાંચને પહોંચી વળે એવો છે..બેઉ ઉભા થયા એકબીજાના ટેકે અને આગળના કમ્પાર્ટમેન્ટમાં જતા રહ્યા. સોહમે કહ્યું“આટલી અડધી રાત્રે એકલાં અહીં ટ્રેઈનમાં શું કરો છો ? હજી ઘરે નથી ગયા ? હું તમને
રેસ્ટોરાંમાં મળેલો એનેય 3 કલાક ઉપર થઇ ગયાં.. આમ અજાણ્યા દેશ અને શહેરમાં આટલી રાત્રે એકલા કેવી રીતે ફરી શકો ? તમને લોકોને આ બદમાશોએ કોઈ નુકશાન પહોચાડ્યું હોત તો.??. આ મુંબઈ નથી..મુંબઈ પણ હવે તો આટલી રાત્રે સુરક્ષિત નથી..તમે…” પછી એકદમ અટકી ગયો..સાવીની સામેજ જોઈ રહ્યો..” સાવીએ એની તરફ નજર કરી બોલી..” સોરી..અમારે મોડું થઇ ગયું..એન્ડ થેંક્યુ.. અમને બચાવવા બદલ..” સારા આવા સમયે પણ જોરથી હસી પડી બોલી” અમને મોડું થયું અમે લોકો અમારી…મારી અંગત વાતોમાં સમય જોવાનું ભૂલી
ગયા..પણ સોહમ તું પણ..ક્યાં ઘરે પહોંચ્યો છે તુ પંણ ટ્રેઈનમાં ગીતો ગાતો ભગ્ન હૃદય રોમિયોની જેમ રખડેજ
છેને..અહીં ઓસ્ટ્રેલિયામાં છોકરાઓ માટે પણ રાત્રી સલામત નથીજ….અઁહી તો છોકરાઓની પણ ઈજ્જત લૂંટાય છે“ એમ કહી ફરી હસી..
“ મારું કોઈ બગાડી શકે એમ નથી મને કોઈ શું કરી શકે?? હું..પછી અટકી બોલ્યો..મને આજે જ મોડું
થયું..હું તો ધનુષભાઈ સાથે જવાનો હતો..એલોકો પણ બીજા મૂડમાં હતા..હું પછી તમને મળ્યો..તમે લોકો તમારા..હું મારાં મૂડમાં હતો..” સાવી કહે“ આટલી બધી કાતિલ ઠંડી છે કેટલો બધો પવન છે આતો બંધ ટ્રેઈનમાં વર્તા તો નથી..કેમ કશું પહેર્યું નથી? માત્ર ટીશર્ટ ? બહુ બહાદુર છો..? “ સાવી થોડી પર્સનલ થઇ..સોહમ પહેલાં સાંભળી રહ્યો પછી એ કાંઈ બોલે એ પહેલાં બીજા કમ્પાર્ટમેન્ટમાંથી પેલા બે છોકરાઓ બીજા ત્રણ છોકરાઓને લઈને હાથમાં હથિયાર..ચેઇન..કાચની બોટલ બધું લઈને આવી રહેલાં.. સોહમે સમય બગાડયા વિના ઝડપથી
એલોકો તરફ સામે દોડ્યો અને આ લોકોને બૂમ પાડી કીધું “તમે આગળ તરફ નીકળી જાઓ..જે સ્ટેશન આવે ઉતરી જજો..” એણે દોડી ત્યાં આગળનો કાચનો દરવાજો બંધ કર્યો ..
સાવી..સારા કાંઈ સમજે પહેલાંજ આવું બની ગયું..એલોકો જોતાજ રહયા અને સોહમ દોડી
ગયેલો..એલોકો એની તરફ જોઈ રહેલાં એ એકલો પાંચે જણ સાથે લડી રહેલો..સામસામે પંચ મારી રહેલા..એક નશેડીએ કાચની બોટલ સોહમના માથામાં મારવાં ધારી ..પણ સોહમ ચપળતાથી ખસી ગયો એનીજ બોટલ એના માથામાં ફટકારી એનું માથું લોહીલુહાણ થઇ ગયું. એ લોકો બમણા વેગે સોહમને પાછળથી પકડી બીજોએના પેટમાં લાતો મારી રહેલો.. એક ખુબ ઘાયલ હતો એ બૂમો પાડી રહેલો.. સોહમે પાછળ તરફ જોર કરી હાથ છોડાવ્યા..એટલું બધું બળ કેવી રીતે આવ્યું..પેલા લોકો હવે ગભરાયા.. સોહમ પકડી પકડીને એલોકોને સખ્ત મારી રહેલો.. એલોકોથી સહન નહોતું થઇ રહ્યું..ત્યાં નેક્ષ્ટ સ્ટેશનની સૂચના આવી એલોકો દરવાજા તરફ દોડયા.. અને સ્ટેશન આવતા લથડતાં સ્ટેશને ઉતરી ગયા. સારા એ સાવીને ઉતરવા ના પાડી..એણે કહ્યું“ પેલા
જગંલીઓ ઉતરી ગયા છે..” અને બન્ને સોહમ તરફ જવા લાગ્યા..
સોહમ પાસેજઈ સારા બોલી ..” સોહમ તું જુદીજ માટીનો છે..બહુબહાદુર છે પણ દિલનો ખુબ નાજુક છે તારા ગીતોએ અમને અંદેશો આપી દીધો છે..બહુ દર્દ ટપકતું હતું પણ શરીર ખુબ મજબૂત..વાહ..”
સાવીએ આભારવશ આંખે કીધું“ તું કોણ છે? વારે વારે કેમ મારી સામે આવે છે? આજના દિવસે આજે
ત્રીજીવાર,, કેમ ? અને તેય મારી બર્થડેના દિવસે.. શું આજે વિશેષ છે?..તું કોઈ વિશેષ છે..શું કારણ છે? અત્યારે મારું હૃદય કેમ અત્યારે આટલું વિહ્વળ છે? હું તો બચી ચુકી છું.. પણ હું…લાગે બચી નથી.. ક્યાંક.. તું તારી સાચી ઓળખ આપ..આટલી રાત્રે એકલો.. આવા દુઃખ ભર્યા ગીતો કેમ ગાતો હતો..?”
સોહમે કહ્યું..હું સોહમ..મારી ..વિ ….” ત્યાં ફરી સ્ટેશન આવ્યું..સોહમે કહ્યું“ ફરી કોઈવાર.. હું જાઉં..” એ
ઉતરી ગયો..એ જે રીતે ઉતર્યો ..જોઈ બન્ને ચોકી ગયેલા..ટ્રેઈન ઉપડી એમનું સ્ટેશન આગળનુંજ હતું.સારા એ કહ્યું“ સાવી હવે આપણે ઉતરવાનું આવશે..” સાવી બોલી..” હું તો ગયા સ્ટેશનેજ ઉતરી ગઈ છું..” સારા ના સમજાય એમ સાવી સામે જોઈ રહી.. ત્યાં ટ્રેઈન ઉભી રહી બન્ને યંત્રવંત ઉતરી ગયા..
વધુ આવતે અંકે..પ્રકરણ-27 અનોખી સફર ..